Sunday, May 31, 2015

સિકન્દર ના ચાર ફરમાન


સિકંદરે 3૨ વર્ષની નાની ઉંમરે દુનિયાના બહુ બધા દેશો ઉપર જીત મેળવી લીધી. પછી, ભારત ઉપર 
ચઢાઈ કરવા જતા, પહેલા નદી કિનારે નગ્ન અવસ્થામાં સુતેલ ફકીર ડાયોજીનસને મળવા ગયો. 

ત્યારે ડાયોજીનસે તેને કહ્યું - "આ બધું ગાંડપણ મૂકી દે. મારી તરફ નજર કર - મેં દુનિયા જીત્યા વગર 
જીત મેળવી લીધી છે. કુતરાને નદીમાં પાણી પીતા જોયા પછી, મેં મારું ભિક્ષાપાત્ર પણ નદીમાં ફેંકી દીધું છે.
તેમ તું પણ તારા કપડા નદીમાં ફેંકી મારી જેમ મસ્ત નગ્ન ફકીર બની આ વિશાળ નદી કાંઠે લંબાવી દે, 
અને હું તારા માટે પણ રોજે ભિક્ષા માંગી લાવીશ." 

નદી કિનારે પ્રભાતના સૂર્યકિરણો માણતા નગ્ન ફકીરની  સુંદરતા, બેફીકરાઈ અને અલમસ્તીપણાથી ઘડીભર તો સિકન્દરને પણ તેની ઈર્ષ્યા થઇ આવી. સિકંદરે ભારત શિવાઈ પૂરી દુનિયા જીતી લીધી હતી. અને પોતે ભારત જીતી લેશે તેની પૂરી ખાત્રી હતી. એટલે સિકંદરે ડાયોજીનસને કહ્યું, ઈશ્વર જો ફરી મને આ પૃથ્વી ઉપર મોકલશે તો હું ડાયોજીનસ થવાનું પસંદ કરીશ. ત્યારે ડાયોજિનસે તેને કહ્યું - "ફરી વખત શા માટે ? હમણાં જ શા માટે નહિ ? કાલ કોણે જોઈ છે ? 

સિકંદરે કહ્યું હમણા તો મારે ભારતને જીતવું છે. પહેલા મારે પૂરી દુનિયા જીતવી છે, પછી હું ફરી એક દિવસ 
તારી પાસે જરૂર આવીશ. સિકંદરે ભારતને જીત્યું. પણ પાછા ફરતા ૩૩ વર્ષની નાની ઉંમરે તેનું મ્રત્યુ થયું.
મ્રત્યુ પથારી પર પડેલ, સિકંદરે નીચેના ૪ ફરમાન બહાર પાડ્યા :-  

(૧)  મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી  નનામી  સાથ  કબ્રસ્તાનમાં  પણ  લાવજો
  જે   બાહુબળથી  મેળવ્યું, એ ભોગવી પણ ના શક્યો; અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો

(૨)  મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ  આગળ  સર્વને  દોડાવજો
        આખા  જગતને  જીતનારું  સૈન્ય  પણ  રડતું  રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું.

(૩)  મારા બધાં  વૈદો  હકીમોને  અહીં   બોલાવજો, મારો જનાજો  એ જ  વૈદોને  ખભે  ઉપડાવજો
        કહો   દર્દીઓના  દર્દને  દફનાવનારું  કોણ  છે? દોરી  તૂટી  આયુષ્યની તો સાંધનારું   કોણ  છે?

(૪)   ખુલ્લી  હથેળી  રાખીને  જીવો  જગતમાં  આવતાં, ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતાં.
        યૌવન ફના,  જીવન ફના, જર ને જવાહર છે ફના, પરલોકમાં  પરિણામ  ફળશે  પુણ્યનાં  ને  પાપનાં.

         *****આ સુંદર સ્તવનને ઇન્દુબેન ધાનકના કંઠે સાંભળવા નીચેની લીંક ક્લિક કરો*****







               










Saturday, May 30, 2015

હેતે હરિ રસ પીજીએ ... ( ધીરા ભગત રચિત એક સુંદર ભજન )


કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર;

કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર.

હેતે હરિરસ પીજીએ....


સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ;

રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર

હેતે હરિરસ પીજીએ....


કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ?

અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.

હેતે હરિરસ પીજીએ....


માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર;

આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત.

હેતે હરિરસ પીજીએ....


થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર;

મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર.

હેતે હરિરસ પીજીએ....


દાસ 'ધીરો' રમે રંગમાં રે રમે દિવસ ને રાત;

હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ.

હેતે હરિરસ પીજીએ....


 ***પ્રફુલ દવેના મધુર કંઠે ઉપરનું ભજન સાંભળવા માટે નીચેની લીંક ક્લિક અથવા કોપી/પેસ્ટ કરો ***

                                               






 






Friday, May 29, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો- ૦૪ ~ લેખ ક્રમાંક - (૦૨) - ક્રમશ:




(૪)  પૂર્વે બીજા અવતાર ધરીને જીવનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો, તેવું સામર્થ્ય તો મહારાજે આ વખતે તેમના ભક્ત દ્વારા કરી બતાવ્યું. અવતારીના સેવકના સંકલ્પથી પણ અનંત જીવનું કલ્યાણ થાય. 

                                                           @@@@@@


શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા, તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-  






 


Tuesday, May 26, 2015

શું પૂછો છો મુજને .......


              સત્તાર-શા રચિત ઉપરની ગઝલ ગઢવીના સુરીલા કંઠે સાંભળવા હેડફોન 
              લગાવી અથવા સ્પીકર્સ ઓન કરી  નીચે આપેલી લીંક કલીક  કરો. 





Monday, May 25, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો - ૦૧/૦૨/૦૩ ~ લેખ ક્રમાંક (૦૧) - ક્રમશ:



 ૧) પૂર્વે થયેલ સર્વ અવતારને પોતાના સ્વરૂપમાં દેખાડે અને પોતામાં લીન કરે.              ૨) અનંત ધામ-ધામીને પોતાની મૂર્તિને વિષે બહુ બધા મનુષ્યોને દેખાડે.                               3) સાધારણ મનુષ્યને પણ પોતાની મૂર્તિને વિષે ચિત્તનો નિરોધ કરાવી સમાધિ કરાવે.  

                                                       

                                                       @@@@@@@


શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-    








Sunday, May 24, 2015

કરીએ રાજી ઘનશ્યામ ........



પ્રાગટ્ય  :  ૨ એપ્રિલ ૧૭૮૧ - અયોધ્યા પાસે છપૈયા ગામે - પિતા ધર્મદેવ અને ભક્તીમાતાના ઘરે                - નામ પડ્યું,  'ઘનશ્યામ પાંડે'


ગ્રહત્યાગ :  ૨૯ જુન ૧૭૯૨ના દિવસે ૧૧ વર્ષની વયે ગ્રહત્યાગ કરી કેવળ કૌપીનધારી બાળ                        નીલકંઠવર્ણીએ અનેક નદી, જંગલો, ગીરી કંદરાઓ પાર કરી સતત ૭ વરસો સુધી                        વન વિચરણ દ્વારા ૧૨૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી અપાર ઐશ્વર્ય દેખાડ્યું.


દીક્ષા     :   ૨૮-૧૦-૧૮૦૦ના દિવસે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી 'સહજાનંદ સ્વામી' નામ                         આપ્યું અને ૧૬-૧૧-૧૮૦૧ દિવસે 'ઓધવ સંપ્રદાય' ની ગાદી સોંપી.૩૧-૧૨-૧૮૦૧ના                 દિવસે પોતાના આશ્રીતોને  'સ્વામિનારાયણ' મહા-મંત્ર આપ્યો. 


સ્વધામ  :   ૧-૬ -૧૮૩૦ ના દિવસે ગઢડા ગામે સ્વધામ ગમન.

      
                                                           *******************

                              કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;
                              તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ                      ... ટેક

                              મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;
                              જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે                    ... સંતો° ૧

                              તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;
                              અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે          ... સંતો° ૨

                               જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
                               જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે                    ... સંતો° ૩

                              એ તો દો'યુલું સો'યલું છે આજ, તજિયે દોય દામ વામ;
                              નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે                        ... સંતો° ૪







   

  

       

  


Saturday, May 23, 2015

પારિવારિક એકતા - પુજય નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ: ૫ (અંતિમ ચરણ)


પૂજ્ય નારાયણમુની સ્વામી 


* આ દુનિયા માત્રના પ્રશ્નોનું કારણ એકજ છે - 'અહમ અને મમત્વ' અને તેનો એકજ ઉકેલ છે, 'આત્મા અને પરમાત્મા' કહેતાંક ને 'અક્ષર અને પુરષોત્તમ' વિશેની સાચી સમઝણ.


* આત્મા અને પરમાત્મા - અક્ષર અને પુરષોત્તમનું જો જ્ઞાન થાય, તો જીવનના બધાજ પ્રશ્નોનો ઉકેલ મળે અને સમાધાન થઇ જાય.


* પ્રસ્તુત છે, પારિવારિક એકતા પ્રવર્ચન સીરીઝનો ભાગ : ૫ (અંતિમ ચરણ)







 




Thursday, May 21, 2015

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ : 3

                                પૂજ્ય નારાયણમુની સ્વામી 


* 'લક્ષ્મણ રેખા' - શાસ્ત્રોએ આપેલી મર્યાદાને ક્યારે પણ ઓળંગવી નહિ. પાંડવો ભગવાનને 

અતિશય પ્રિય હતા, ભગવાનના ભક્ત હતા. પણ એ પાંડવો કહેતાકને યુધિષ્ટિર મહારાજ 

જુગાર રમ્યા તો અતિશય મુશ્કેલીમાં મુકાયા. યાદવો તો ભગવાનના કુળનાજ હતા, પણ 

તેમણે પ્રભાસમાં જઈને 'મેરઈ' દારૂ પીધો તો તેમનુ કુળ નાશ પામ્યું. 


* એક બીજાને સમઝવાની કોશીસ કરવી અને મોટું મન રાખવું. જો નિખાલસતા હોય, ભૂલનો

  સ્વીકાર કરવાની તૈયારી હોય તો શોકનું શ્લોકત્વમાં પરિવર્તન કરી શકાય છે.


* જ્યાં સુધી આપણી બાહ્ય દ્રષ્ટિ હશે, ત્યાં સુધી સુખ શાંતિ ક્યારે પણ અનુભવાતી નથી. 

  સુખ શાંતિ માટે આંતર દ્રષ્ટિ કેળવવી જરૂરી છે.  






Wednesday, May 20, 2015

પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી, પ્રવર્ચન ભાગ-૨

   પૂજ્ય નારાયણમુની સ્વામી

 

* જીવનનું કોઈ એવું દુ:ખ નથી કે જેને સુખ અને શાંતિમાં ફેરવી ના શકાય. શોક ને શ્લોકત્વ કેવી રીતે કરવો,    આ વાત આપણને રામાયણમાંથી  શીખવા મળે છે.     


* દશરથના સુખી-વૈભવી ઘરમાં મંથરાની પ્રેરણાથી કૈકઈ એ પ્રશ્ન ઉભો કર્યો. રામને વનવાસ મળ્યો, પણ          રામ તો સહજ આનંદ નીધાનું હતા. એટલે તેમને આ પ્રશ્નની કોઈ અસર ના થઇ.


* કોણ સાચું છે, તેને બદલે શું સાચું છે - મતલબ કે શું કરવું; શું કરવાથી પ્રશ્નનો ઉકેલ આવે તે  વિચાર,              સમઝણ જરૂરી છે.    


* પ્રસ્તુત છે 'પારિવારિક એકતા' પ્રવર્ચન સીરીઝ નો ભાગ : ૨




 



Saturday, May 16, 2015

'પારિવારિક એકતા'- પુ.નારાયણમુની સ્વામીનું પ્રવર્ચન ભાગ:૧


પૂજ્ય નારાયણમુની સ્વામી



* રામસ્ય+અયનમ = રામાયણ.
   સંસ્કૃતમાં અયનમ શબ્દનો એક અર્થ થાય છે 'જવું' અને બીજો અર્થ છે 'ઘર'.
 
* રામાયણમાં રામના વનવાસ જવાની અને રામના ઘરની વાત છે.

* રામ કયા રસ્તે ગયા અર્થાત રામે કેવા સમયે કેવા નિર્ણય લીધા અને તેમના ઘરના સભ્યોએ ક્યારે
   કેવી પ્રતિક્રિયા દર્શાવી અને તેના દ્વારા રામાયણ આપણને જીવનમાં ઉદભવતા પ્રશ્નોના સાચા નિરાકણ
   માટે કેવી રીતે માર્ગદર્શંક થઇ શકે ?  

*  પ્રસ્તુત છે, રામાયણના સંદર્ભમાં 'પારિવારિક એકતા' ના વિષય ઉપર પૂજ્ય નારાયણમુની સ્વામીએ
   ઇસ્ટ આફ્રિકામાં કરેલ પ્રવર્ચનોની ઓડિયો ફાઈલ્સનો ભાગ: ૧





Thursday, May 14, 2015

બોલ્યા શ્રી હરિ રે.........






     ભગવાન શ્રી સ્વામિનારાયણના પાંચસો પરમહંસોમાં, તેમની અતિ કૃપા પાત્ર એક એવા શ્રી પ્રેમાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમ્યાન ૩૦૦થી વધારે ભક્તિ પદોની રચના કરી છે. તેમણે રચેલ "ઓરડા"  ના પદમાં તેમણે શ્રી હરિના તેજોમય સાકાર સ્વરૂપ અને રહેવાના ધામ વિષે નીચે મુજબ વર્ણન કરેલ છે :-

પદ - 3 
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા'લો વરસ્યા અમૃત મેહ... ૯








Wednesday, May 13, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ : ૧૯ અને ૨૦ (સમાપ્ત)




  

કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૧૯ 

 






સારાંશ :-


* અંતહકરણમાં લાખો જન્મની વાસના અને કામનાઓ પડી છે, તેનો ક્ષય થવાને બદલે વધારો થતો રહે છે.
* અંતહકરણના પટ પર પડેલ વાસના/કામનાના લપેડા દુર કરવા સતત સત્સંગ કરવો પડે.
* વાસના/કામના પેદા થવાનું કારણ માયાના સત્વ, રજ અને તમો ગુણ છે.
* તમો ગુણનું લક્ષણ છે - પ્રમાદ,આળસ અને નિદ્રા. તેનું મારણ રજો ગુણ છે.
* રજો ગુણનું લક્ષણ છે - જરૂર કરતા વધારે ભેગું કરવું. તેનું મારણ છે, સત્વ ગુણ.
* સત્વગુણથી જીવમાં 'અહંકાર' આવે છે, તે પણ નુકશાન કારક અને પતનનું કારણ બને છે.
* સત્વગુણનું મારણ નથી, પણ તેની નિંદા કરવાથી અહંકાર ઓછો થાય છે.    
* સત્વ, રજો અને તમો ગુણથી પેદા થતી વાસનાઓ આત્માની અનુભૂતિ થવા દેતી નથી.  
* મળ, વિક્ષેપ અને આવરણ પણ આત્માના સ્વરૂપને દેખાવા દેતા નથી.




        કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૨૦   

સારાંસ :-                          


* હકીકતમાં તો હિબ્રુમાં લખાયેલ બાઈબલમાં પણ માંસહારની મનાઈ છે, પણ હિબ્ર્રુમાંથી 
  અંગ્રેજીમાં ભાષાંતર દરમ્યાન 'મીટ' શબ્દના ખોટા ઉપયોગથી અર્થ નો અનર્થ થયો છે. 
* માંસાહાર કરનાર વ્યક્તિને ગીતા અને ભાગવત સાંભળવાનો અધિકાર નથી.
* માનવ સૃષ્ટિની અંદર ૫ કોષો હોય છે, 
  - અન્નમય,પ્રાણમય,મનોમય,વિજ્ઞાનમય અને આનંદમય કોષ. 
* વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ અને આનંદમય કોષ એટલે અહંકાર.
* પંચકોષના અધ્યાસને કરીને માણસને આત્માનું સ્વરૂપ દેખાતું નથી.
* સ્ત્રી-પુરુષમાં ભેદ છે, એ ભાવ છે, ત્યાં સુધી ભોગ્ય ભાવ આવ્યા વિના રહે નહિ.
* પ્રાણમય કોષનો અધ્યાસ છૂટે તો જ હું ભૂખ્યો છું તરસ્યો છું એ મટી જાય.
* મનોમય કોષમાં સુખદુખની, વિજ્ઞાનમય કોષમાં હું જ્ઞાની/વિજ્ઞાની ની અને આનંદમય 
  કોષમાં અહંકારની લાગણી પેદા થાય છે.
* અંતહકરણ જેટલું શુદ્ધ એટલું તમારા આત્માની પ્રકાશ પડવાની શક્યતા વધારે.
* ઉપરના પાંચેય કોષમાંથી જયારે અધ્યાસ જાય ત્યારે અંતહકરણ શુદ્ધ થઈને આત્મદર્શન થાય. 
* જીવનની નદી સંયમના પાણીથી પૂરી ભરેલી હોય, એ પાણીમાં સત્યનું વહેણ ચારિત્રની ભેખડોથી 
  રક્ષાયેલ હોય, એમાં દયાની ઊર્મિઓ હોય, તેનાથી અંતહકરણ શુદ્ધિ થાય છે.  

                                         




*****- પ્રવર્ચન માલા સમાપ્ત - *****


 



Wednesday, May 6, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૧૦, ૧૧ અને ૧૨










વિશેષ નોંધ :-  ભગવાન શ્રી સ્વામિનારાયણે - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ મૂળ તત્વો કહ્યા.પોતે પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઇને આવ્યા. ગુણાતીત સંતને સાકાર 'બ્રહ્મસ્વરૂપ' તરીકે ઓળખાવ્યા અને માયા થી પર એવા ગુણાતીત સંતને મોક્ષનું દ્વાર અને પરમતત્વને પામવાનું સાધન કહ્યું.   

 

  




Saturday, May 2, 2015

કર્મ નો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૭, ૮ અને ૯










વિશેષ નોંધ :-  ૯/૨૦  પ્રવર્ચનમાં  શ્રી હીરાભાઈ ઠક્કરે “વેદાંત”ના આધારે કરેલ મોક્ષની  સમજણ, ભગવાન સ્વામીનારાયણને અસ્વીકાર્ય છે. મોક્ષ પામવાની સાચી રીત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વરતાલ પ્રકરણ -૧૦ અને આ બ્લોગ ઉપર તારીખ ૨૭ -૪ -૨૦૧૫ની પોસ્ટ દ્વારા આપવામાં આવેલ છે. શુષ્ક વેદાન્તી ના  “અહમ બ્રહ્માસ્મિ” મતને પણ ભગવાન સ્વામિનારયણે અમાન્ય રાખ્યો છે. અને દરેક જીવને અક્ષરબ્રહ્મની ઉપાસના કરી “બ્રહ્મરૂપ” થઇ પરબ્રહ્મની સેવામાં જોડાઈને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ પામવાનો ઉપદેશ આપેલ છે.  

 

  

  


 




Friday, May 1, 2015

કર્મ નો સિધ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન-ભાગ ૪, ૫ અને ૬