Saturday, September 26, 2015

"B-R-E-A-T-H-L-E-S-S" - બ્રિધલેસ > ચિંતન રાણા દ્વારા એક સુંદર વિડીયો પ્રેજન્ટેશન

                         સર્વોપરી ગુરુહરિ પરમેશ્વર, જેમાં વસીને દર્શન આપે,

                         આનંદ કારી, મંગલ કારી, સર્વ જીવો પર હિત છે જેને.

                         કારણનું પણ કારણ એ છે, કરુણા જેની અસીમ છે સૌ પર,

                         કૃપા કરી જે આવ્યા ભૂ પર, વરસે અમૃત ધારા જેની,

                         પ્રમુખજી ગુરુવર સ્વયંમ છે અક્ષર,ધામ શ્રીજીનું બ્રહ્મ પરત્પર,

                         ઈશ્વરના પણ જે છે ઈશ્વર, માયાથી છે અનાદી જે પર,

                         રોમે રોમે જેના શ્રીજી બિરાજે,લોકે લોકે જેનું નામ છે ગાજે,

                         નજરો છે જેની શ્રીજી ચરણે, હરિનું નામ છે વેણે વેણે,

                         ધારી રહ્યા છે અખંડ જેને, વશ કીધા પરમેશ્વર જેણે,

                         જીવન જેનું ભક્તિમય છે, રાગ દ્વેષથી અખંડ રહિત છે,

                         દિવ્ય દિવ્ય જે ગુણો સહિત છે, જ્ઞાન અંગ જેને આમ સહજ છે,

                         તેજ તેજ છે સ્વરૂપ જેનું, વૃત્તિ જેની એક છે અચલિત,

                         ભજન કરે જે પલ પલ નિત નિત, એવા સંત છે જગથી ન્યારા,

                         સુખ આપે છે અનંત એવા,વાય છે પ્રેમતણા એવા વાયરા,

                         જનમ જનમનું દુખ નિવારે, નિત નિત જે શ્રીજી સંભારે,

                         ભવ સાગરથી જે પાર ઉતારે, જેનો સમાગમ શ્રીજી તણો છે,

                         અતિ શુદ્ધ સ્વભાવ જેનો છે, સેવા પરાયણ જેનું જીવન,

                         શ્રીજી વચને વરતી રહ્યા છે, અચરજકારી અલૌકિક છે,

                         અંત:કરણ જેનું સ્થિર પ્રસન્ન છે, મોક્ષનું દ્વાર છે સાધુ આવા,

                         કરવી આવા સંતની સેવા, ધામ શ્રીજીનું સ્વયંમ જે છે,

                         હાથ જાલી શ્રીજી ચરણે લે છે, આવા સંત છે કલ્યાણ કારી,

                         મોહ માયાનું નિવારણ કરતા, એકજ જીવનનો છે સહારો, 










 

Monday, September 21, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૫


    (૧)મહારાજના સમયમાં જેવો ભક્ત સમાજ હતો તેવો અદ્દ્લ ભક્ત સમાજ 

    આજે પ્રમુખસ્વામીના સાનિધ્યમાં રેહેલા હરિભક્તોમાં જણાય છે. 


   (૨) મહારાજના સમયમાં કશીજ અપેક્ષા રાખ્યા વગર સર્વસ્વ અર્પણ કરી 

     દેનાર ભક્તો જેવા આજે પણ હરિભક્તો પ્રમુખ સ્વામીના આશ્રિતોમાં જણાય છે.


  (૩) રૂડાભાઈ મહારાજની રૂચી સમજી પોતાના બળદની જોડ ગઢડા મંદિર 

     નિર્માણ દરમ્યાન આપી ના શક્યા. મહારાજના સ્વધામ ગમન પછી આ વાત 

     નો તેમને ખુબજ રંજ થયો. પછી રઘુવીરજી મહારાજને મળી પ્રાયસ્ચીત રૂપે 

     ૧૨ બળદની જોડી વડતાલ મંદિરમાં અર્પણ કરી ત્યારે તેમની ભેટના સ્વીકાર 

     મહારાજે સ્વપ્નમાં દર્શન આપી કર્યો. તેમ છતાં રૂડાભાઈને મનમાં શાંતિ 

     ના થઇ. એટલે દર વરસે તેમના વારસદારો વરતાલ મંદિરમાં એક જોડ બળદ 

     આપે તેવું વીલમાં લખીને ગયા. તે મુજબ તેમની છ પેઢી સુધી વડતાલ 

     મંદિરમાં દર વરસે બળદની જોડી આપતા રહ્યા. તેમની છઠ્ઠી પેઢીએ 

     બળદની જોડની રાસ સ્વામીશ્રીને હાથમાં આપી ત્યારે બોલ્યા કે આજે 

     રૂડાભાઈના આત્માને જરૂર શાંતિ થઇ હશે !

                 આવાજ બીજા રસપ્રદ પ્રસંગોનું પાન કરીએ લંડન ખાતેની પારાયણના 

                                      પાંચમાં દિવસના પ્રવર્ચન દ્વારા:-




  



Tuesday, September 15, 2015

હે જી મેં તો હરખે નિહાળ્યા નાથ.....

                           


                           હે જી મેં તો હરખે નિહાળ્યા નાથ,

                           આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ... °ટેક


                           પરમ પુનિત એની દ્રષ્ટિ કૃપાથી, 

                           ધન્ય થયો અવતાર;


                          શ્રીજી સમા એવા પ્રમુખસ્વામીએ;

                          આજ મહેર કરી મારે માથ... હે જી° ૧


                          ભવનાં બંધન બધાં છૂટી ગયાં ને, 

                          ખોલ્યાં અક્ષરનાં દ્વાર;


                          ડગ રે ભરું હું તો સ્વામી સંગાથે;

                          આજ પામ્યો અલૌકિક સાથ... હે જી° ૨


                          હેત ઘણાં એવાં સ્વામીનાં પામી, 

                          આજ 'ઇન્દ્ર' થયો રે નિહાલ;


                          ઘણું રે જીવો મારા પ્રમુખજી પ્રીતમ;

                          આ ચાંદ-સૂરજની સંગાથ... હે જી° ૩


                             રચના : ઈન્દ્રજીત ચૌધરી

                             સ્વર : ચિંતન રાણા 

                             વિડીયો ગ્રાફી : ગુંજન કે 

                             નિર્દેશક : અનીલ રાણા 


Sunday, September 13, 2015

આ દેહથી શું ના થાય રે ......રચના: સાધુ ભક્તિપ્રિયદાસ - (પૂજ્ય કોઠારી બાપા)

                                              આ દેહથી શું ન થાય રે, 

                                              પ્રમુખસ્વામીને કાજે,


                                              લોક-લાજથી ન ડરાય રે, 

                                              પ્રમુખસ્વામીને કાજે,


                                              કરીએ કુરબાન બધું સ્વામીના છંદમાં,

                                              સ્વામિનારાયણ ભજીએ આનંદમાં,


                                             હૈયામાં કેફ છલકાય રે... ૧


                                              ગુરુવચનમાં ટુક ટુક થઈએ,

                                              સંસારી સુખ દુઃખ ઉરમાં ન લઈએ,


                                              સૌના તે ગુણલા ગાઈએ... ૨


                                              નિયમ ધરમમાં રહીએ શિર સાટે,

                                              દિવ્યભાવ ભરીએ હૈયાની હાટે,


                                               ભક્તોના સુહૃદ થઈએ રે... ૩


                                               ગુરુનું ગૌરવ વિશ્વે વધારીએ,

                                               દાસાનુદાસ થઈ અંતર ઉજાળીએ,


                                                'ભક્તિ' પ્રગટની ગુંજાવીએ... ૪


                                      રચના : સાધુ ભક્તિપ્રિયદાસ - (પૂજ્ય કોઠારી બાપા)

                                            સ્વર/વિડીયોગ્રાફી : ચિંતન રાણા / જઈ હિંગુ 




Thursday, September 10, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૪

ગઢડામાં એક વખત શ્રીજી મહારાજે ગંભીર બીમારી ગ્રહણ કરી બીમારીમાં માણસ લવરી કરે તેવું ચરિત્ર કરી બોલવા લાગ્યા કે - "બસ મેં તો મારું કાર્ય પૂરું કરી લીધું, હવે મારે મારા ધામમાં જવું છે, હવે મારો દેહ રહેશે નહિ, તમે બધા અમારું ભજન કરી અમારો મહિમા બધાને કહેજો". એટલે બધા ગંભીર-ઉદાસ થઇ ગયા. એટલામાં બહારથી મુક્તાનંદ સ્વામી આવ્યા, અને મહારાજને કહ્યું હજી તો મોટા શિખરબંધ મંદિરો બાંધવાના બાકી છે, બાવાઓ અને મત પન્થીને કારણે આપણા સંતોના વિચરણમાં બહુ તકલીફ પડે છે. હજી તમારું પણ ભગવાન પણું પ્રતિષ્ટિત થયું નથી. ત્યારે મહારાજ કહે અમે પૂર્ણ પુરષોત્તમ નારાયણ છીએ - અમે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્માંડમાં એકે એક ગામમાં અમારી મૂર્તિની પ્રતિષ્ટતા થશે. માટે આજથી યુગો સુધી અમારા પરમ એકાંતિક સંતો અમારી મૂર્તિની પ્રતિસ્થા કરશે અને અમારો  સંકલ્પ પૂર્ણ કરશે.   





સર્વોપરી શ્રી હરિ અને સદગુરૂ સંતોએ પૂર્વે કરેલ સંકલ્પો આજે ધરતીના પાંચેય ખંડોમાં સાકાર અને મૂર્તિમાન  થઇ રહ્યા છે :-    ( એશિયા ખંડ - ભારતના કેટલાક મંદિરો )







આવાજ ભવ્ય બીજા ૨૯ શીખરબંધ મંદિરો ભારતમાં અમદાવાદ,અમલનેર,આણંદ,ભરૂચ, ભાવનગર, બોડેલી, દિલ્હી, ધારી ધોળકા, ગોધરા, હિંમતનગર, જયપુર, જામનગર, જુનાગઢ, કોલકોતા, લીંબડી, મહેળાવ, મહેશાણા, મહુવા, મુંબઈ, નડિયાદ, નાગપુર, નવસારી, રાજકોટ, સાંકરી, સિલવાસા, સુરત, સુરેન્દ્રનગર, અને તીથલ મુકામે સાકાર થઇ ચુક્યા છે. 

***આફ્રિકા ખંડમાં શીખરબંધ મંદિરો ***




તદુપરાંત અરુશા, દારેસલામ, ડર્બન, ગેબોન,જીન્જા, એલ્ડોરેટ, ઇન્ગાગા,જોહાનીસબર્ગ, કીશીમું, લેનાશિયા, લીમ્બે, મોમ્બાસા, મ્વાન્ઝા, નકુરુ, ટોરોરો અને ત્જાનીનના  ૧૬ હરીમંદિરોમાં સ્વામિનારાયણનું ભજન કીર્તન ગવાઈ રહ્યું છે.
*** અમેરિકા ખંડમાં ***





આ ઉપરાંત અમેરિકામાં કેવળ અક્ષર પુરસોત્તમ સંસ્થાનાજ બીજા ૭૫ જેટલા નાના હરિ મંદિરોમાં આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન-કીર્તન થાય છે. આ શિવાય અમદાવાદ - કાલુપુર સંસ્થા તેમજ મણીનગર અને વાસણા સંસ્થાના પણ બીજા અનેક સ્વામિનારાયણ મંદિરો કાર્યવિન્ત છે. 

યુરોપ ખંડ 




આ ઉપરાંત એન્ટવર્પ (બેલ્જીયમ), લીસ્બન (પોર્ટુગલ) અને યુ.કેમાં કેવળ અક્ષર-પુરષોત્તમ સંસ્થાનાજ બીજા ૧૨ નાના હરિ મંદિરોમાં આજે 'સ્વામિનારાયણ' નું ભજન કીર્તન થઇ રહ્યું છે. આ શિવાય અમદાવાદ કાળુપુર સંસ્થા તેમજ મણીનગર અને વાસણા સંસ્થાના પણ બીજા અનેક સ્વામિનારાયણ મંદિરો યુરોપ ખંડમાં કાર્યવિન્ત છે.

ઓસ્ટ્રેલીયા ખંડ


પ્રસ્તુત છે પુ.જ્ઞાનવત્સલ સ્વામીના લંડન ખાતેના 
૪થા દિવસનું પ્રવર્ચન 




    

Wednesday, September 2, 2015

શ્રી પ્રમુખ ચાલીશા - રચના/સ્વર/વિડીયોગ્રાફર શ્રી ચિંતન રાણા

 ગુરુહરિ છો આપ રૂપમા, માળિયા છે મહારાજ,

હાથ ધરી મુજ મસ્તક પર, વસો હૃદયમાં આજ,


નારાયણ સ્વરૂપ જેનું નામ છે, 

અવતાર અક્ષરબ્રહ્મ,વર્ણવતા જેનો આરો નહિ, અંગોઅંગે પરબ્રહ્મ,


જે શ્રીજીનું છે ધામ પરમ જેનો ના કોઈ અંત આરંભ,

જે સર્વેશ્વર છે અંતર્યામી, નખશીખ સહજાનંદ,


જેની દ્રષ્ટિ માત્રે પલવારે, શમી જાય દુખ ભવ ભવના,

જેના હ્રદયે વહે કરુણાની ધારા, વેણે અમીના ઝરણા,


જેના દર્શન જીવના પાપો બાળે, ખીલે પુણ્યના સ્મિત,

જે અજાતશત્રુ કલ્યાણકારી, મનમાં સહુનું હિત,


જેના રોમે રોમે કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા,

તે ગામે ગામે સર્વે લોકે કલ્યાણ કાજે ફરતા,


આદિ ના જેનો અંત એવા આ સાધુ મળે ના કયારે,

જેમાં પ્રગટ રહે શ્રી સહજાનંદ, જેની વાણી નિત સંભારે,


જેનો મહિમા ગાતા પાર ના આવે, ગાવે પોતે જો દેવ,

એ ભાગ્ય પણ અમોલ કે જેમાં આવા ચરણની સેવ,


જેના ચરણ કમલની રજ સ્વીકારે, પરમ તત્વ સ્વયમ,

જેનું નામ ઉચારી પાર ઉતારે, હરે હ્રદયનું તમ,


યોગીજીના સંકલ્પોને પૂરણ કરવું ધ્યેય,

મંદિરો વિશ્વભરમાં વીજળી વેગે જે કરે,


કેવી પણ આવે અડચણ, જેની વૃત્તિ હરીમાં સ્થિર,

એવા સંતના દર્શન અર્થે મન રહે સદાજ અધીર,


જે વચન સિદ્ધ છે, આશિષ આપે તે ફળે હંમેશ,

જે ગુણોના સાગર વડવાનળ સમ, ચંચળતા નહિ લેશ,


જે નિષ્કામી છે સંત નારાયણ રૂપ છે સાક્ષાત,

આવા અલોકિક ને દિવ્ય સંતની શું મુખે કરવી વાત,


જે ક્ષમા મૂર્તિ જે આંખોથી નિત્ય વહે છે કરુણા,

જેના દિલમાં દયા રહે સૌ માટે, સહજ છે કોમળતા,


જે સુખ આપે છે ભક્તોને જે મળે નહિ કઈ દેતા,

જે જાણે છે પરબ્રહ્મ સ્વરૂપને એજ છે કરતા હરતા,


જેની કીર્તિ લોક ત્રણેમાં ગાજે નામ કરે ભવ પાર,

જે સંત કાળ કરમને માયાથી છે અનાદી પાર,


જે જ્ઞાનરૂપ અજ્ઞાન ને ટાળે એવા સમરથ સંત,

એવા સમરથ કે જે લાવે છે જનમ-મરણનો અંત,


નિર્દોષ બુદ્ધિને વિવેક ભરયુ જીવન છે જે જીવતા,

એ જીવંત સહજાનંદ રૂપને વંન્દન હાથો કરતા,


જેમાં લોભ નથી એક અંશનો, જે સંયમનું સરનામું,

એવા સંત જે મોક્ષ અપાવે એવું નિશ્ચય પણે હું જાણું,


જે સૌના આદિ ને અંત ને જાણે, સર્વ તણા કારણ,

જેના સમરણથી મન શુદ્ધ બને, જે ગૃહે આ સંત શરણ,


જેમાં લેશ ના માયા અંતરમાં જે શ્રીજી સુખમાં સુખિયા,

પળવારે પણ જે ભૂલે ના ભગવાન જેમાં પરબ્રહ્મ રહીયા,


સ્વભાવ જે ગાંભીર્ય તણો જેની સ્થિતિ નિત્ય પ્રસન્ન,

જે રહે છે હળવા ફૂલની પેઠે, મન પર છે શાસન,


સાંખ્ય યોગ સહજ છે જેને, એજ ખરા છે સંત,

સૌ જીવો પર કરુણા જેને અગણિત ને અનંત, 


હરિ કથાને કાજે પળ પળ રહે છે તત્પર મન,

જે મળે છે સુખ આ સંત તણું, તે ચાહે છે સૌ સુરગણ.


જ્ઞાન ધ્યાનમા નિત્ય ડોલે હરિ ભજનનું જેને અંગ,

એવા સંતના શરણે જાવાથી, મળે શ્રીજી તણો પ્રસંગ,


જે પાપીને પણ સંત બનાવે સાચા સહુના સ્વજન,

પ્રભાવ જેનો સૂર્ય સમોને, શીતલતા જેમ ચાંદ,


જે ગુણાતીત છે, ગુણો રહિત છે સત્વ રજ ને તમ,

જેણે સાધુ સંત અર્થે કર્યો છે, દેહ ને કૃષ્ણાપણ,


ચાર વેદનું જ્ઞાન છે જીવન ગીતા સમ,

જેના શબ્દો ફૂલ તણી છે સેજ ને ચરણ કમળના ફૂલ.


પ્રકૃતિ પુરુષથી પરનું તત્વ ને સર્જનનો આધાર,

જે આત્માને જાણે જેનું જીવન શાસ્ત્ર તણો છે સાર,


જે અચલ છે સ્વધર્મમાં, જે સત્ય સનાતન બ્રહ્મ,  

જેના ભજનથી ભાગે છે દુરીજન, કર જોડે છે જમ,


ભક્તિ અતિ ઉત્તમ છે જેની, વશ કીધા ભગવાન,

જેના જીવનમાં છે ત્યાગ અને વૈરાગ્ય છટા છે અનંત,


જે ભક્તિને કાજે ભજન કરતા ભક્તોને કાજે જીવતા,

જે સંતની પાસે હરિનું નાણું, કલ્યાણ અર્થે વિચરતા,


દ્રષ્ટિ માત્રે અવિદ્યાનો અંધકાર દુર કરતા,

અક્ષર ને પુરષોત્તમનો સિદ્ધાંત દિગંતે પ્રવરતા,


જેનું અંતકરણ છે નિર્મળ ને જે સ્વયંમ મોક્ષનું દ્વાર,

તેને જોડી કરને વંદુ નમાવું શીશ હું વારંવાર,


હે કૃપા સિંધુને પતિતપાવન, એવા દયો આશિષ,

રહું સદાએ હું તમારે ચરણે આજ્ઞા એ વરતી,


નામ શ્રીજીનું અખંડ લેતા અમૃત વરસા થાય,

અક્ષરને ખોળે બેસીને અક્ષર પદમાં જાય,


દુર્લભ એવા સંતના દર્શન કરતા મંગલ થાય,

જે સર્વ ને જોવે સમભાવે જે હરિ ગુણ નિત્ય ગાય,


જે અન્યને ક્યારે દુભવે નહિ, જે બોલે સત્યને હિતકર,

જેને લેશ ના આવે માન, આપે છાયા સૌને જેનું જીવતર.


જે પ્રવૃત્તિમાં પણ નિવૃત્ત છે, રહે સદા હરિ ચરણે,

જે અહોનિશ ધરે ધ્યાન હરિનું, રહે છે ઈશ્વર વચને, 


જેના સંગે સદબુદ્ધિ વધે ને આત્મબળ વિકસાતું,

જેના વચને નિષ્ઠા દ્રઢ થાય, મન જોઈ જોઈ હરખાતું,


જે સ્થૂળ સુક્ષ્મ ને કારણ બાળે એવા સંત સમર્થ,

ચિંતન એવા સંત ને વિનવું શ્રી હરિ પદના અર્થ, 


સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ,

સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ,