Monday, June 29, 2015

સાચા સંતનો મહિમા, લક્ષણો અને આવશ્યકતા.



          'ચાયે કોઈ મારી ઉપર ધૂડ નાંખો, ચાયે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાયે કોઈ હાથીએ બેસાડો, ચાયે કોઈ નાક, કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સમભાવ છે;’ તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિષે તુલ્યભાવ રહે છે; તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે; એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. 
          
          પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારનાં ઐશ્વર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થીએ યુક્ત થકો પણ અન્ય જીવનાં માન-અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થી છે; કાં જે, સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા. 
          
          અને એ સમર્થ તો કેવો જે, એનાં નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલાં જીવપ્રાણી છે તેનાં નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, અને એના પગમાં ચાલનારા  ભગવાન છે તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિષે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે; એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોનાં ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે, તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટ્યપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે.
         
          ।। વચનામૃત ગઢડા પ્રથમ: ૨૭ ~ ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું ।। 

         પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય ? તો ઇન્દ્રિયો, અંતઃકરણ આદિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં; ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે; ને પંચ વર્તમાનમાં દ્રઢ રહેતા હોય; ને પોતાને બ્રહ્મરૂપ માને ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે.
       
          એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા; કેમ જે, એવી ક્રિયા દેવ-મનુષ્યને વિષે હોય નહીં. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી. અને એવા સાધુગુણે યુક્ત જે બાઈ તેની સેવા બાઈને કરવી.”
                
             ।। વચનામૃત ગઢડા અંત્ય: ૨૬ ~  મન-ઇન્દ્રિયોને દાબીને વર્તે તેવા સંતનું ।। 

શ્રીજીના સ્વમુખે સંતનો આવો અપાર મહિમા સાંભળીને, સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીએ નીચેના પદો રચ્યો :

                                                                       પદ - ૧


                                  સંત સમાગમ કીજે, હો નિશદિન                                       ... °ટેક
                                  માન તજી સંતનકે મુખસે, પ્રેમ સુધારસ પીજે.                  ...  હો°૧
                                  અંતર કપટ મેટકે અપના [અપનો], લે ઉનકું મન દીજે      ... હો° ૨
                                  ભવદુઃખ ટળે બળે સબ દુષ્ક્રીત, સબવિધિ કારજ સીજે        ... હો° ૩
                                  બ્રહ્માનંદ કહે સંતકી સોબત, જન્મ સુફલ કરી લીજે હો          ... હો° ૪


                                                                      પદ - ૨

                                   સંત પરમ હિતકારી, જગત માંહી                                         ... °ટેક
                                   પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી              ... જગત° ૧
                                   પરમકૃપાલુ સકલ જીવન પર, હરિસમ સબ દુઃખહારી           ... જગત° ૨
                                   ત્રિગુણાતીત ફીરત તનુ ત્યાગી, રીત જગતસે ન્યારી             ... જગત° ૩
                                   બ્રહ્માનંદ કહે સંતકી સોબત, મિલત હૈ પ્રગટ મોરારી               ... જગત° ૪






...

Friday, June 26, 2015

ખાખ મેં ખપી જાના બંદા…


                    ખાખમેં ખપી જાના બંદા માટી સે મિલ જાના;
                    તુમ મત કરો અભિમાના, એક દિન પવન સે ઊડી જાના     … ટેક
                    
                    સ્વપ્ન મિટ્ટીકા મહેલ બનાયા, મૂર્ખ કહે ઘર મેરા,
                    જમડા આવશે જીવ લેવા, નહીં પૂછે ઘર તેરા                … ખાખમેં..

                    લીલા પહેરો, પીળા પહેરો, પહેરો પિતાંબર સાચા,
                    રૂપિયાનું ગજ મસરૂ પહેરો, તો યે મરણ કેરી આશા          … ખાખમેં..

                    સોનાએ પહેરો, રૂપાએ પહેરો, પહેરો ઝગમગ સાચા;
                    વારી વારીએ મોતી રે ઠાંસો, તો યે મરણ કેરી આશા        … ખાખમેં..

                    હાથીસે ચલતા, ઘોડેસે ચલતા, ચલતા નોબત નિશાના,
                    લીલીએ પીળી ખેરખ ચલતી, તોયે મરણ કેરી આશા        … ખાખમેં..

                    માતા તારી જન્મ રૂએ, રૂએ બેની બારે માસા;
                    ઘર કેરી તીરીયા તેર દિન રૂએ, ફેર કરે પર આશા          … ખાખમેં..

                    એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ પચાસા;
                    કહત કબીર સુનો મેરે સાધુ, તો યે મરણ કેરી આશા        … ખાખમેં..

                     સંત કબીર રચિત ઉપરની સાકી ને પ્રફુલ દવેના                                                                    સુરીલા કંઠે સાંભળવા નીચેની લીંક ક્લિક કરો 







Sunday, June 21, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો-૧૨/૧૩ ~ લેખ ક્રમાંક ૦૫ - સંપૂર્ણ.



(૧૨) વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ -૭માં, મધ્ય - પ્રકરણ ૩૧મા તથા સત્સંગી જીવનના અધ્યાય ૬૮ થી ૭૩માં શ્રીજી મહારાજે જીવ-ઈશ્વર-માયા-બ્રહ્મ-પરબ્રહ્મ એ પાંચના તત્વના ભેદનું સુંદર પ્રતિપાદન  તેમજ સૌ કોઈને સ્પષ્ટ સમજાય તેવું નિરૂપણ કર્યું.


(૧૩) અવતાર અને અવતારીના ભેદની સ્પષ્ટતા કરી. બધાજ અવતારોને શ્રીજી મહારાજે પોતાની મૂર્તિમાં લીન કરી દેખાડ્યા પણ  શ્રીજી મહારાજની મૂર્તિ ક્યારે પણ બીજા કોઈ અવતારની મૂર્તિમાં લીન થાય નહિ. 


        ઉપરના લક્ષણોને પ્રતિપાદન કરતા રસપ્રદ પ્રસંગો સદગુરૂ પૂજ્ય શ્રી જ્ઞાનજીવન સ્વામીની                                       કથા-વાર્તા દ્વારા સાંભળવા નીચેની લીંક ક્લિક કરો :-  







Friday, June 19, 2015

હંસલા હાલો રે હવે મોતીડા નહિ રે મળે ....



હંસલા હાલો રે હવે,

મોતીડા નહીં રે મળે

આ તો ઝાંઝવાના પાણી

આશા જુઠી રે બંધાણી


ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો

રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો


વાયરો વારો રે ભેંકાર

માથે મેહુલાનો માર

દીવડો નહીં રે બળે


વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે

કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે


કાયા ભલે રે બળે

માટી માટીને મળે

પ્રીતડી નહીં રે બળે


            રચના : મનુભાઈ ગઢવી, સ્વર : લતા મંગેશકર, ફિલ્મ : કસુંબી નો રંગ (૧૯૬૪)                         આ ગીતને એક નવીન અદભુત અંદાઝમાં નિરંજન પંડ્યાના સ્વરે સાંભળો. 








Check this out on Chirbit

Monday, June 15, 2015

કોઈ પણ દવા વગર મોટા ભાગના રોગ દુર કરો


આપણને થતા ઘણા બધા રોગોનું મૂળ કારણ વાત્ત-પિત્ત-કફ ની શરીરમાં થતી વધ-ઘટ છે. 
પિત્તદોષના કારણે ૪૦, કફદોષના કારણે ૨૦ અને વાતદોષ ના કારણે ૮૦ રોગો થાય છે.

આયુર્વેદના મતે મધુ-પ્રમેહ/ડાયાબીટીસ થયેલ દર્દી હકીકતમાં છ મહિનાથી વધુ જીવતો નથી. તો આજકાલ એલોપથીના ડોક્ટરો જેને ડાયાબીટીસ કહે છે, તે શું છે ? 

આયુર્વેદના મતે ન પચેલા ખોરાકમાંથી શરીરમાં કાચો આમ ઉત્પન થાય છે, તેને એલોપથી વાળા 'ડાયાબીટીસ' તરીકે નિદાન કરે છે. તેનો સરળ ઉપાય છે જમવાના એક કલાક પહેલા એક ટેબલ સ્પુન સુંઠ લેવી. આમ કરવાથી શરીરમાં કાચો આમ પેદા થતો અટકે છે.

ખોરાકની અંદર જરૂરી ફેરફાર કરવાથી ઘણા બધા રોગોથી બચી શકાય છે.

રોજના ૪ દાણા મરી પાણી સાથે નિયમિત લેવાથી વાયુ, પિત્ત અને કફ ત્રણેય નો કંટ્રોલ થઇ શકે છે.  




                                                      પુ. ઋષિજીવન સ્વામીનું પ્રવર્ચન  - ૧ 

                                                       
             પુ.ઋષિજીવન સ્વામીનું પ્રવર્ચન - ૨             


આપના તે આભમાં હું નાનું પારેવડું...


આપના તે આભમાં હું નાનું પારેવડું

  આપના ઈશારે ઊડી જાવું

આપનાં વચન મારા અંતરની ધડકન છે

                               આપની રુચિમાં જીવી જાવું                     ... ૧


આપની અનુવૃત્તિમાં આયખું ઓગાળવું

  આપ ચાહો એમ મારે રહેવું

પરવાના થઈ થઈને આપમાં હોમાઈ જવું

  નવજીવન આપમાંથી લેવું

વેણું બનવું છે મારે આપના અધરતણી

                                 આપના જ સૂરને રેલાવું                          ... ૨


શ્રીજીમાં લીન કરી રાખો પ્રમુખસ્વામી

  આપમાં અતીત વારી જાઉં

ભવોભવ આપનો ગુલામ બની હું તો

  રાજીપો આપનો કમાવું

મારગ પણ આપ મારી મંઝિલ પણ આપ છો

                                  મારે આપ વડે આપમાં સમાવું                      ... ૩






Friday, June 12, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો ૦૯/૧૦ અને ૧૧ ~ લેખ ક્રમાંક : ૪ - ક્રમશ:

    (૦૯) શ્રીજીની આજ્ઞાએ અનેક સ્ત્રી-પુરુષો કળીયુગમાં જ્ઞાન,વૈરાગ્ય અને ભક્તિના ધર્મના માર્ગે ચાલે.      

    (૧૦) શ્રીજીએ ધારણ કરેલ પુષ્પ કે વસ્ત્રના દર્શન કે સ્પર્શ થકી સામાન્ય  માણસને પણ  સમાધિ થાય.  

     (૧૧) શ્રીજીના સ્વરૂપ સબંધી વાર્તાને પરદેશમાં જઈને કોઈ કરે, તે સાંભળનાર મનુષ્યને  અલૌકિકપણું 

              જણાય અને સમાધિ થાય.

      શ્રી હરિના ઉપરના લક્ષણોને પ્રતિપાદન કરતા રસપદ પ્રસંગો સદગુરૂ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીની 
      કથા-વાર્તા દ્વારા સાંભળવા નીચેની લીંક ક્લિક કરો :- 






Tuesday, June 9, 2015

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના ...


એકલાં જ આવ્યા મનવા,   એકલાં જવાના

સાથી  વિના, સંગી  વિના,  એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જ આવ્યા  એ મનવા...


આપણે એકલાં  ને  કિરતાર એકલો

એકલાં જીવોને તારો આધાર એકલો


આપણે એકલાં  ને  કિરતાર એકલો

એકલાં જીવોને તારો આધાર એકલો

એકલાં રહીએ ભલે

વેદના સહીએ ભલે


એકલાં  રહીને  બેલી  થાઓ  રે બધાંના

સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જ આવ્યા મનવા,   એકલાં જવાના

સાથી  વિના, સંગી  વિના,  એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જ આવ્યા  એ મનવા...


કાળજાની   કેડીએ    કાયા ના સાથ દે

કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે


કાળજાની   કેડીએ    કાયા ના સાથ દે

કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે

કાયા ના સાથ દે ભલે

છાયા ના સાથ દે ભલે


પોતાના  જ   પંથે    પોતાના   વિનાના

સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જ આવ્યા મનવા,   એકલાં જવાના

સાથી  વિના, સંગી  વિના,  એકલાં જવાના


એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના

                                            

                                            બરકત વિરાણી રચિત આ ગઝલને                                                                     શ્રી પ્રફુલ દવેના મધુર કંઠે સાંભળવા  નીચેની લીંક ક્લિક કરો 






Sunday, June 7, 2015

मत बन विषय विलासी रे मनवा...


मत बन विषय विलासी रे मनवा,

                                           ए जबरी जग फांसी.                                     रे मनवा.


हतस्त हरिण मच्छ भ्रमर पतंग,

                                           एक एक विषयना आशी.                                …रे म.१


दीन बनी मृत्यु दु:ख पामे,

                                              शोच जरा पंच आशी.                                  …रे म.२


उस फांसीमें एक मरण है,

                                               ईसमें अनन्ती राशी.                                 …रे म.३


तप्तस्तंभ तुज नरकपुरीके,

                                              कैसे भाइ सुहासी.                                  …रे म.४


थोडे दिनमें ए भोग तुजको,

                                               त्यागी अलगे जासी.                             …रे म.५


मगर इससे पाप भये है,

                                                वे नहि अलगे थासी.                             …रे म.६


घोर दु:ख आतमको दे कर,

                                              फिर होवेंगे विनाशी.                           …रे म.७


आत्म कमलको शुद्ध बनाके,

                                             हो लब्धि शिववासी.                         …रे म.८


                                           આચાર્ય શ્રી લબ્ધીસુરીજી રચિત ઉપરની સજ્જાય 
                                    શ્રી સતીશ દેહરાના સ્વરમાં સાંભળવા નીચેની લીંક ક્લિક કરો.
                                                                               







 


Saturday, June 6, 2015

સર્વોપરી શ્રી હરિના અસાધારણ લક્ષણો - ૦૫/૦૬/૦૭/૦૮ ~ લેખ ક્રમાંક (૦૩) - ક્રમશ:



(૫)   જેવાતેવા જીવને ઘડીકમાં અક્ષરધામમાં પોતાની મૂર્તિના દર્શન કરાવી દે.

(૬)  પૂર્વે શાસ્ત્રે વિષે કહ્યા જે  ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય, ભક્તિ તથા યોગ. + સાંખ્ય શાસ્ત્ર અને વેદાંતના મત.
       તેમના સ્વરૂપનું પ્રતિપાદન મહારાજ પોતે જયારે કરે તથા બીજા પાસે કરાવે અથવા શાસ્ત્ર રચે યા    
      રચાવે. ત્યારે પૂર્વના શાસ્ત્ર કરતાં તેમાં બહુ ચમત્કાર જણાય. મહારાજના સંતોની વાતો અને રચેલ 
      શાસ્ત્રોમાંમાં તથા પરોક્ષ અવતારો અને ઋષિમુનીઓની વાતોમાં નીચે મુજબ ફર્ક છે. 

           (અ) એકાંતિક ધર્મનું સ્પષ્ટ પ્રતિપાદન 
           (બ) 3 તત્વો તથા ૫ ભેદોનું સ્પષ્ટ નિરૂપણ છે.
           (ક) શ્રી હરિનું સાકારપણાનું તથા સર્વોપરીપણાનું અતિશય ઉદાહરણ સહીત વર્ણન 
           (ડ) ધર્મ અર્થ કામ કરતાંય કલ્યાણ/મોક્ષનું મુખ્યપણું 
           (ત)  આત્યંતિક મોક્ષ અને તેના ઉપાયની સ્પષ્ટતા 
           (થ) પરોક્ષ કરતા પ્રગટથી કલ્યાણનું સવિશેષ મહત્વ 
           (દ) શ્રીજી મહારાજના સંતોએ રચેલ ગ્રંથોની શૈલી અતિ સરળ અને સચોટ છે.

(૭)  પોતાના દર્શન માત્રે કરીને જ અનેક જીવના મનની વૃત્તિઓ સહેજે જ પોતાની મૂર્તિમાં તણાઈ જાય.
   
(૮)  અંતકાળે પોતાના ભક્તને તેડવા પોતાના મુક્તોને લઈને વિમાનમાં બેસી તેડવા આવે.

  

શ્રી હરિના ઉપરના લક્ષણોની પ્રતીતિ કરાવતા રસપ્રદ પ્રસંગો, પૂજ્ય સદ-ગુરુ શ્રી જ્ઞાનજીવન સ્વામીના મુખે સાંભળવા, તમારા સ્પીકર્સ ઓન કરો અને નીચેની લીંક ઉપર ક્લિક કરો :-







  

    








Wednesday, June 3, 2015

આ દુનિયા દુકાનદારી રે ...


આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

જેવું રે દેતો એવું રે લેતો એના ઘરાક સૌ સંસારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

જેનું ખાતું  જેવું  રે બોલે  એવું  એ ત્રાજવડે તોલે
એનો ભાવ તો સદા સરીખો  ધનિક કે ભીખારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

સદાય સાચો  કદી ન ખોટો   નફો સદા એને   કદી ન તોટો
કદી ન ધોખો એનો હિસાબ ચોખો એને કદી નથી નાદારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

સોની રે કેવો  સોનુ રે મોંઘું  તોળે તુલસીને  પાને
ધોબી  કેવો કે  પાપ  પરાયા  ધોતો  તાણેવાણે રે

વૈદડો     કેવો    વૈદડો    કેવો    કે
નાડ રોગીની નસનસમાં એ પેંછાણે રે

શેઠિયો કેવો  કે  એની થાળી  સદા  ભરેલી ભાણે
એનો  ધંધો   કદી  ન  અંધોએવો  ધંધાદારી રે
માથે બેઠો એક વેપારી

આ દુનિયા દુકાનદારી  રે  માથે બેઠો એક વેપારી
માથે બેઠો એક વેપારી

             આ ભજનને અભરામ ભગતના કંઠે સાંભળવા નીચીને લીંક ક્લિક કરો