Thursday, July 30, 2015

એવા સંત હરિને પ્યારા રે, - સદગુરૂ પ્રેમાનંદ સ્વામી રચિત ભક્તિ પદ



                                               એવા સંત હરિને પ્યારા રે,

                                              તેથી ઘડીયે ન રહે વાલો ન્યારા રે                  ... એવા ટેક


                                               મહિમા હરિનો સારી પેઠે જાણે, 

                                               મન અભિમાન તેનો લેશ ન આણે;

                                               હાં રે રહે બ્રહ્મસ્વરૂપ મતવાલા રે                     ... એવા ૧


                                                નાના મોટા ભજે જે હરિને, 

                                                મન કર્મ વચને દ્રઢ કરીને;

                                                હાં રે તેને પોતાના કરતાં જાણે સારા રે               ... એવા ૨


                                               એવા તે સંતને વસીએ રે પાસે, 

                                               જન્મ-મરણનો સંભવ નાસે;

                                               હાં રે વરસે અખંડ તે બ્રહ્મ રસ ધારા રે               ... એવા ૩


                                               એવા સંતને સેવે જે પ્રાણી, 

                                               પ્રેમ પ્રતીતિ ઉરમાં રે આણી;

                                               હાં રે પ્રેમસખી કે' ઉતારે ભવપારા રે                ... એવા ૪





Sunday, July 26, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૧

         "ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર ૩૦ વરસ સત્સંગમાં રહ્યા અને હવે સાધુ રૂપે દશ વિશ પેઢી રહેશે." 

     

(ગુણાતીતાનંદ  સ્વામીની વાતો - પ્રક્રરણ પહેલું વાત -૨૭૦) 


                             શ્રી સ્વામિનારાયણ ભગવાન                               શ્રી પ્રમુખ સ્વામી મહારાજ 

પ્રાગટય : છપૈયા ગામે : ઘનશ્યામ પાંડે                                     ચાણસદ ગામે :  શાંતિલાલ પટેલ

ગૃહત્યાગ :  ૧૭૯૨ ( ૧૧ વરસની ઉંમરે)                                        ૧૯૩૯ (૧૮ વર્ષની ઉંમરે) 

દીક્ષા :     ૧૯માં  વરસે (૨૮-૧૦-૧૮૦૦) પીપલાણામાં               ૧૯માં વરસે (૧૦-૧-૧૯૪૦)   
        શ્રી રામાનંદ સ્વામી દ્વારા                                             ગોંડલમાં શ્રી શાસ્ત્રીજી મહારાજ દ્વારા 

નિમણુક : ૨૦મા વરસે (૧૬-૧૧-૧૮૦૧) રામાનંદ                 ૨૮મા વરસે (૨૧-૫-૧૯૫૦) શાસ્ત્રીજી
        સ્વામીએ  સંપ્રદાયની  ધર્મધુરા સોંપી.                          મહારાજે સંસ્થાના પ્રમુખ બનાવ્યા.

રાહતકાર્ય: ૧૮૧૨/૧૩ ની સાલના દુકાળ પીડિત                  ૧૯૮૭ ની સાલમાં  દુકાળ પીડિતો માટે 
         લોકોમાટે રાહત કાર્ય કર્યું.                                         ૪ કેટલ  કેમ્પ અને ૨૮૫૦૦૦ કિલો                                                                                                               અનાજ  વિતરણ કર્યું .

સન્માન: ૧૮૨૮ની સાલમાં ભવનાગરના મહારાજા           ૨૫-૬-૧૯૮૬ના દિને રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંઘે  
વજેશિંગ દરબાર ગઢડા મુલાકાતે આવ્યા.                         રાષ્ટ્રપતિ ભવન ખાતે પધરામણી કરાવી.
૨૬ -૨-૧૮૩૦ ના દિવસે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના                 ૨૮ -૪- ૧૯૮૮ના બ્રિટીશ પાર્લામેન્ટે   
લેફ્ટનન્ટ ગવર્નર સર જોહન માલ્કમે આવકાર્યા                 સ્વામીશ્રીને  સન્માન્યા. 























           

          

 

Tuesday, July 21, 2015

એવા સંતની બલિહારી રે, ( રચયિતા : સદગુરૂ પ્રેમાનંદ સ્વામી )


                          એવા સંતની બલિહારી રે, 

                          જેને ગુણે રીઝ્યા ગિરધારી રે... એવા° ટેક


                          કામ, ક્રોધ, લોભ મનમાં ન આણે, 

                          સોનું ને ધૂળ તે સમ કરી જાણે;

  

                          હાં રે જેને ગીતાજી ગાય છે પોકારી રે... એવા° ૧


                          હરિ વિના બીજો ઘાટ ન લાગે, 

                          લોભ લહરનો લેશ ન લાગે;

 

                          હાં રે નારી ન શકે નયન બાણ મારી રે... એવા° ૨


                          બ્રહ્મવિદ્યા જેણે દ્રઢ કરી સાધી, 

                          પિંડ બ્રહ્માંડની તજી રે ઉપાધિ;

  

                         હાં રે ભૂતપ્રાણી તણા હિતકારી રે... એવા° ૩


                        બ્રહ્મસ્વરૂપમાં રહે નિત્ય ન્હાયા, 

                        પ્રગટ હરિ ગુણમાં ચિત્તડાં હરાયાં;

  

                        હાં રે પ્રેમસખી એવા સંત ઉપર વારી રે... એવા° ૪


                                    ( રચયિતા : સદગુરૂ પ્રેમાનંદ સ્વામી )





Check this out on Chirbit

Friday, July 17, 2015

સંત તે સ્વયમ હરિ ... (શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત એક સુંદર કીર્તન.)


      

  પ્રસ્તુત છે શ્રીજી મહારાજે સ્વમુખે કહેલ સંત મહિમાને વર્ણવતું          સદ્-ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત એક સુંદર કીર્તન.   



ધન્ય ધન્ય એ સંત સુજાણને,



જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ°                                              ...૧



આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ                   ... સંત° ૨

જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ                      ... સંત° ૩

જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા'લાનાં વેણ                      ... સંત° ૪

જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ                        ... સંત° ૫

જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ                         ... સંત° ૬

જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના [પ્રભુજીના] પાવ       ... સંત° ૭

જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ                             ... સંત° ૮

એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ                                ... સંત° ૯

ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ                         ... સંત° ૧૦

એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી [કીધી] દૂર                    ... સંત° ૧૧

કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર                                   ... સંત° ૧૨


                                
નીચેની લીંક ક્લિક કરી આ અનુપ કીર્તનને દ્રશ્ય-શ્રવણમાં માણો 







Monday, July 13, 2015

માનવ જાણે હું કરું, હું કરું, હું કરું...


આ માનવ જાણે હું કરું અને કરતલ દુજો કોઈ,

આ દરિયા અધવચ રહી, હરિ કરે તે સોય...


હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ,

મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ ....(૨)


હાડ ચામનું આ પીંજરું કાયા, 

એમાં પ્રાણ કેરી ગંગા કોઈ ભરી તો જુઓ ...

હે કરી તો જુઓરે કોઈ કરી તો જુઓ.......(૨)


રંગેલા મોરલાના આ રંગેલા પીંછા,

મારા હરીએ જેવા ચીતર્યા - પ્રભુએ જેવા ચીતર્યા,

એવા ચીતરી જુઓ, હે કરી તો જુઓ રે કોઈ ....(૨)


કાળી અમાસની પાછળ આવે, પુનમ નું અજવાળું,

ગંદા કાદવ ને કીચડમાં, કમળ ઉગે એ રૂપાળું...

હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ .......(૨)


હે એ સ્તંભ વિના આકાશને અદ્ધર કરી તો જુઓ...

રે મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ ...(૨)


વાદળ, વીજળી, સુરજ, ચંદ્ર નક્ષત્રોની હાર....

આવે નિયમ સર, જાય નિયમસર ઋતુઓનો પરિવાર ....(૨)


હે એ એ એની સહાય વિના ....(૨)

ભવ સાગર કોઈ તરી તો જુઓ ....

રે મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ ...(૨)  











Check this out on Chirbit

Wednesday, July 8, 2015

સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન;


                  સ્વામિનારાયણ ભગવાને સંતો-ભક્તોને સ્વમુખે કહેલા વચનામૃતોમાં અનેક વખત સાચા સંતના લક્ષણો અને આવશ્યકતા ઉપરાંત સંતના અપાર મહિમાની વાતો કરેલ છે. માટેજ તેમની આજ્ઞા અનુસાર રચાયેલ "ભકત ચિંતામણી" ગ્રંથનું મંગલાચરણ સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ નીચે મુજબ કર્યું છે.



સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય;
આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઈ ન થાય. ૧
સંત કૃપાએ સુખ ઊપજે, સંત કૃપાથી સરે કામ;
સંત કૃપાથી પામીએ, પૂરણ પુરુષોત્તમ ધામ. ૨
સંત કૃપાએ સદ્‍મતિ જાગે, સંત કૃપાથી સદ્‍ગુણ;
સંત કૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ. ૩
સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન;
ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. ૪
જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન;
સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન. ૫
એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત;
તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત્. ૬
કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણિ ચાર;
સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર. ૭
અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ;
સંત સેવ્યે સુખ ઊપજે, રહે અખંડ અટળ એહ. ૮


ચોપાઇ

એવા સંત સદા શુભમતિ, જક્ત દોષ નહિ જેમાં રતિ;
સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ. ૯
 સદ્‍ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર;
માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ. ૧૦
 અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જિત;
ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ. ૧૧
 નિર્ભય બ્રહ્મવિત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત;
સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ. ૧૨
 તેજે તપે યશે સંત પૂરા, જ્ઞાનવાન શુદ્ધબોધે શૂરા;
શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ. ૧૩
 કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગિરા સમભાવ અપાર;
નહિ અનર્થ ઈર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ. ૧૪
 ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર;
અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ. ૧૫
 શમ દમાદિ સાધને સંપન, બોલે મળીને મન રંજન;
શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ. ૧૬
 આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ;
અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ. ૧૭
 સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા;
કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ. ૧૮
 સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે;
વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ. ૧૯
 કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારુ નથી ધાર્યો દેહ;
જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ. ૨૦
 સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે;
એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ. ૨૧
 સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા;
મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ. ૨૨
 કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય;
ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ. ૨૩
 સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે;
ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ. ૨૪
 અચપળતા અચિરકાલી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી;
સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ. ૨૫
 કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાન દાનથી ન જાય હારી;
કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ. ૨૬
 સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારી ને લઘુ આહાર;
શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ. ૨૭
 દગો નહિ સંગ્રહરહિતા, વિવેકી વિચાર ધર્મવંતા;
સદા પવિત્ર ને શુભવેષ, એવા સંતને નામું હું શીષ. ૨૮
 રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતિ તજ્યો ત્રિયાનો પ્રસંગ;
પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ. ૨૯
 એવા સદ્‍ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર;
અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ. ૩૦
 એવા સદ્‍ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર્ય અત્યંત;
ગાઉં મહારાજના ગુણ વળી, કરજ્યો સહાય તમે સહુ મળી. ૩૧
 વળી વંદુ હરિજન સહુને, આપજ્યો એવી આશિષ મુને;
હેત વાધે હરિ યશ કહેતાં, એવી સૌ રહેજ્યો આશિષ દેતાં. ૩૨
 અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ;
માટે સ્તુતિ કરું છું તમારી, કરજ્યો સહુ મળી સહાય મારી. ૩૩
 કરી વિનંતિ વારમવાર, હવે કરું કથાનો ઉચ્ચાર;
હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું. ૩૪ 

ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું.

                નીચેની લીંક ક્લિક કરી, ભક્તચિંતામણી ના અનુપમ પદને દ્રશ્ય-શ્રવણ દ્વારા માણો   





        



        

Sunday, July 5, 2015

बजे ना खाली बाजा कोई है बजाने वाला.....

           बजे ना  खाली बाजा  कोई है बजाने  वाला  .... (४) 
           बने ना खाली दुनिया कोई है बनाने वाला   .... (४) 
                   
           विश्वम्भर की ज्ञान शक्ति से फुलोमे खशबू  … (२)
           विश्वम्भर की इच्छा शक्ति से धरती अंबर धुर  … (२)
           विश्वम्भरकी शक्ति सारी  उर्जाका है मूल  … (२)  
           सजेना खाली थाली कोई है सजाने वाला  …(२) 

            इंद्रधनुषके सात रंगमे है उसका ही रूप  … (२)
            चाँद  और सूरज, बादल बिजली आगन्या में है जरूर  …(२) 
            नींद में सपने वोही बुनता वोही करता चूर.… (२)
            रिश्ते नाते वोही बनाता, वोही करता दूर  … (२) 
            बजेना खाली  ताली कोई है बजाने वाला  .... (२)





Check this out on Chirbit