Monday, August 31, 2015

તારી આંખનો અફીણી ***** ચિંતન રાણા દ્વારા એક સુંદર ફ્યુજન

તારી આંખનો અફીણી 

 

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો

આજ પીઉં દરશનનું અમૃત,  કાલ કસુંબલ કાવો

તાલ પુરાવે દિલની ધડકન,   પ્રીત બજાવે પાવો

તારી મસ્તીનો મતવાલો આશક એકલો

હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો

પાંખોની પરખે પરબડી,     આંખો જુએ પીયાવો

અદલ બદલ તનમનની મોસમ, ચાતકનો ચકરાવો

તારા રંગ નગરનો રસિયો નાગર એકલો

હે  તારા  રૂપની પૂનમનો પાગલ એકલો

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો





      ****************** ચિંતન રાણા દ્વારા એક સુંદર ફ્યુજન *****************




હસવું તમારું, મોહક આ વાતો.... પૂજ્ય અપૂર્વમુની સ્વામી રચિત એક અદભુત ગઝલ

                                 હસવું તમારું, મોહક આ વાતો, 

                                ચહેરો દિપે છે, મલકાતો ચાંદો,

                                નજરું જ્યાં પડતી, ભાગ્ય ઉઘડતી,

                                મરુભૂમિએ વરસાની ભરતી,


                                કૃપાએ ગ્રહ્યો છે, તમેજ હાથ,

                                કેમે છૂટે નહિ તારો સંગાથ,

                               તુજ પગલે પગલે, દોરી જ લેજે,

                               નૈયા ડૂબે નહિ, નાવિક જોજે,


                               જખમો ઘણા આ હ્રદયે પડ્યા છે,

                               ખરા બની મુજને ખોટા જડ્યા છે,

                               બસ હવે તું એકજ રહેજે,

                               તુજ બિન બીજું કાંઈજ ના દેજે,


                               હું છું અજ્ઞાની પામર પૂરો,

                               દોષ સ્વભાવે જીવને અધુરો,

                               ટાંકણ ઘાવ શિલ્પી તું દેજે,

                               તારા સમો મુને આકાર દેજે,


                               શ્રુતિ ના જાણું, સ્મૃતિ શું વખાણું,

                               સુજે ના મુજને સાચું કે ટાણું,

                               શબ્દ શકલનો સાર તું કહેજે,

                               અક્ષર તારી ઓળખ તું દેજે,


                               બાજી હાર્યો છું, મનના સંગ્રામે,

                               તરણે ધ્રુજું છું માયાની સામે,

                               કુંડળ-કવચ તું પહેરાવી દેજે,

                               હારું હવે ના સારથી જોજે,


                               રાજી કરું હું તુને એક હેતે,

                               આયખું મારું તમ પાય વીતે,

                               દયા ગ્રહીને નિજ ધામ લેજે,

                               સેવા શ્રીજીની શરણે તું દેજે,



                                    રચના : પૂજ્ય અપૂર્વમુની સ્વામી, 
                                    સ્વર: ઓસમાણ મીર 
                                    વિડીયોગ્રાફી : બી.એ.પી.એસ. 



                                        



Wednesday, August 19, 2015

ભાગ્ય બડે જહાં સંત પધારે....સંત કબીર નું એક સુંદર ભજન

ભાગ્ય બડે જહાં સંત પધારે °ટેક


યે સંતન હૈ પર ઉપકારી, 


શરન આયકો લેત ઉબારી ° ૧


આવત સંતકો આદર દીજે, 


ચરણ ધોઈ ચરણામૃત લીજે ° ૨


સાહબકા ઘર સંતન માંહી, 


સંત સાહબ કછુ અંતર નાહીં ° ૩


કહ હી કબીર ભલે સંત પધારે, 


યુગ યુગન કે કાજ સુધારે ° ૪




Saturday, August 15, 2015

આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ... એક મનનીય ભજન


આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો !

મનને મહેતાજી કરી કામે લગાડજો !........


આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું ?

કેટલી કમાણી કરી, કેટલું છે દેવું ?

કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો !......


કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી ?

દયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી !

પ્રભુપંથ પામવાને પાટા બંધાવજો !.....


જમા ને ઉધાર તણો કાઢજો તફાવત;

કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ !

એક એક પાનું ચિંતનથી ચકાસજો!.....


કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા !

માળાના મણકામાં માધવને માપ્યા;

તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો!.....


ગીતાની વાત કહો કેટલી પચાવી ?

કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી ?

સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો !.....


ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાચજો!

એક-એક ગામડે ગીતાને પહોચાડજો !













Monday, August 10, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : 3

 આજ થી ૨૦૦ વરસો પહેલા ભગવાન                    શ્રી સ્વામિનારાયણની હૈયાતીમાં                        નીચેના પ્રસંગો બનેલા :- 

  



શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોના વ્યવહારનું પણ હંમેશા ધ્યાન રાખતા જેમકે :-


૧)  એક વખત શ્રીજી મહારાજ મછીયાવ ગામે વીરાજમાન હતા. ત્યારે વડીલ બાઈ હરિભક્ત જીજીબાઇને કહ્યું કે "પંચાળાના ઝીણાભાઈએ તેમની ઉમર લાયક દીકરી માટે સારું પાત્ર શોધી જણાવવા કહ્યું છે, તો મને એમ થાય છે કે તેમની દીકરીનું લગ્ન આપણે આ હાલાજી ના દીકરા સાથે કરીએ તો કેમ ?"  


પંચાળાના ઝીણાભાઈ ગરાસીયા દરબાર અને જુનાગઢ નવાબ સાહેબની કચેરીમાં તેમની ખુરશી હતી. જયારે હાલાજી તો એક સામાન્ય કાઠી દરબાર હતા. આટલા મોટા ઘરની દીકરી નાના ઘરે જવા તૈયાર થશે કે  કેમ તેવો પ્રશ્ન હાજર બાઈ-ભાઈ હરિભક્તોને થયો. પછી મહારાજની મરજી કાકાભાઈ અને પુંજાભાઈએ જયારે ઝીણાભાઈને કહી, તો ઝીણાભાઈ અને તેમની દીકરી બંને એ મહારાજની રૂચી પ્રમાણેનો સબંધ સ્વીકારી લીધો.

 


૨)  સાંવદા ગામના એક કંદોઈ હરિભક્ત  દુકાન બંધ કરી રાત્રે ઘરે ગયા, ત્યારે દુકાનને તાળું મારવાનું ભૂલી ગયેલ. બીજે દિવસે સવારે દુકાને જવા નીકળ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી એટલે રાત્રીના દુકાન લુટાઈ જવાની બીક લાગી. પણ સવારે દુકાને પહોંચ્યા, ત્યારે દુકાન સામે રહેતા એક શેઠ દ્વારા તેમને ખબર પડીકે રાત્રીના ભક્તવત્સલ શ્રીજી મહારાજે જાતે ચોકીદારી કરી દુકાનની રક્ષા કરેલ. 

                        

"અંતકાળે મારા જનને જરૂર તેડવા આવું,                                                 બિરુદ મારું ના ફરે તે સહુ જનને જણાવું" 


૩)   ડભાણ ગામના વિપ્ર ગોવિંદરામને ગઢડામાં એક વખત મહારાજે કીધું કે હવે તમારી અવસ્થા આવી રહી છે. આવતી સુદ એકાદશીના વરતાલમાં રાજભોગ જમી/આરતી પછી અમે ડભાણમાં તમોને અક્ષરમુકતો સાથે ધામમાં લેવા આવીશું અને આ વાત તમે ગામમાં સૌને કહેજો. પછી સુદ એકાદશીના દિવસે શ્રીજી મહારાજ સંતો-મુકતો સાથે આવીને ગોવિંદરામ વિપ્રને પોતાના અક્ષરધામમાં લઇ ગયા તે સર્વે  ગ્રામ્યજનો એ નજરે નિહાળ્યું.

                

વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં બનેલ આવીજ ઘટનાઓ ને માણીયે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના મુખે લંડન ખાતેના ત્રીજા દિવસના પ્રવર્ચન દ્વારા :- 





                                    અથવા તો નીચેના પ્લેયરને 'ઓન' કરી સાંભળો 







Tuesday, August 4, 2015

શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૨

ઇન્ડિયા આવેલ બ્રિટીશ મુલાકાતી હેન્રી જ્યોર્જ બ્રીગ્સે તેના પુસ્તક
'ધી સીટીઝ ઓફ ગુજરાષ્ટ્ર' માં લખ્યું :- 


"સહજાનંદ સ્વામીના શિષ્યો - ગરીબ કે તવંગર, બુદ્ધિશાળી કે અબુધ, ગમે તે પ્રકૃત્તિ અને ઊંચ નીચના ભેદભાવ વાળા સમાજના સર્વે તેમને માની ના શકાય તે હદ સુધી અપાર પ્રેમ કરતા. તેનું એક કારણ એ હતું કે સહજાનંદ સ્વામીએ સમાજમાં નૈતિકતા, ધાર્મિકતા, અને

આધ્યામિકતાનું ઘણું  બધુ પ્રદાન કરેલ અને લોકોના અંતરમાં ઘણો વિકાસ સાધેલ."

બીએપીએસ કલ્ચરલ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાની મુલાકાતે આવેલ ટેક્ષાસના પ્રસિદ્ધ એટોર્ની જેક લેડે પ્રભાવિત થઇ તેના વક્તવ્યમાં કહ્યું :-




"મને અહિયાં જાણકારી થઇ કે ૨૬૦૦ જેટલા સ્વયંસેવકો પોતાના નોકરી/ધંધા/કુટુંબ છોડીને આ સેવામાં જોડાયા છે. પછી સ્વામીશ્રી વિષે બોલ્યા કે  જે વ્યક્તિ આટલું સારું નેતૃત્વ પૂરી પાડી શકે, લોક ચાહના પ્રાપ્ત કરી શકે, એ કેવળ કોઈ સામન્ય બુદ્ધિશાળી કે ક્રિએટીવ વ્યક્તિ નથી. પણ જે વ્યક્તિને ભગવાનનો એક દિવ્ય સંચાર હોય કે તમે પૃથ્વીના અનેક લોકોને આ તરફ લઇ જાવ. એ દિશા અને ગતિ બંનેની જેને દિવ્યતા પ્રાપ્ત થઇ હોય, તેજ વ્યક્તિ આ કરી શકે. "








                                               અથવા તો નીચેના પ્લેયરને 'ઓન' કરી સાંભળો