Sunday, December 11, 2016

મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે .....

                                              મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ... (૨)                                                                                          પ્રભુ મળ્યાના કેફ માં રહેવું, મોજમાં રહેવું રે ..

                                          

                                         તેજને મધ્યે મૂર્તિ જે છે, સંત સ્વરૂપે આજ એ છે રે...(૨)                                                          હે સર્વોપરીને શરણે છીએ, નચિંત રહેવું રે .....મોજમાં રહેવું રે .....


                                        પારસમણી ચિંતામણી આજ ઓચિંતી હાથ આવી રે ...(૨)                                                                             દુનિયા કેરા દોકડાની શું ખોજ માં રહેવું રે ....                                                                                                 મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...


                                     જે કાઈ થાયે સ્વામી કરે છે, શ્રીજી કરે છે સાચું કરે છે ..(૨)                                                                              હાં ખાટ હિંડોળે બેસીયો સોની, ખાટ હિંડોળે બેસીયો સોની,                                                            એમ માલતા રહેવું રે ....મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...

                                     હાં સ્વામીના સ્નેહના સાગરમાંહી ડૂબી ગયા તે તરી ગયા રે ...(૨)
                                     હાં સંસારમાં તો તર્યા તોયે ડૂબ્યા જેવું રે ...
                                     મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...

                                       

                                        સંસાર કેરી ફિકર રાખે, અંત વેળાએ લેવા આવે રે ...(૨)                                                                                 હાં મૂકી વિમાને અક્ષરધામે તેડી જાશે રે .....                                                                                                   મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...

             



Tuesday, November 22, 2016

વી.એસ. હોસ્પિટલ અમદાવાદના ડોક્ટર પ્રતિકભાઈ નું લોસ એંજલ્સ/અમેરિકા માં એક મનનીય પ્રવર્ચન


         ૨૧ મે ૧૯૫૦ થી ૧૩ ઓગસ્ટ ૨૦૧૬ એટલે કે ૬૬ વર્ષ અને ત્રણ માસના દીર્ઘકાળ દરમ્યાન પ્રમુખ સ્વામી મહારાજે તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના બધાજ સંકલ્પો પૂર્ણ કરી બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાના ધ્વજ  ધરતીના પાંચેય ખંડોમાં લહેરાવ્યા. તેમણે ગાંધીનગર, દિલ્હી અને  રોબીન્સવિલે /ન્યુ જર્સી/અમેરિકામાં ભવ્ય અક્ષરધામ, તેમજ ૧૧૦૦ જેટલા નાના મોટા મંદિરો અને   ૯૦૦ જેટલા ભણેલ ગણેલ યુવાન સાધુઓ ની સમાજ ને ભેટ આપી.

       સમાજ સેવાના તેમના આ દીર્ઘ કાર્યકાળ દરમ્યાન નાના મોટા, દેશ-પરદેશના અગણીત લોકો તેમના સંપર્કમાં આવ્યા પણ તેમના ખરા સ્વરૂપને બહુજ ઓછા લોકો પિછાણી શક્યા હતા. દેખાવ અને વર્તનમાં
તેઓ ભલે બીજા સાધુ - સંતો જેવા લાગે પણ હકીકતમાં તેઓ શાક્ષાત બ્રહ્મસ્વરૂપ હતા.

      શ્રી સ્વામિનારાયણ ભગવાનની  પરમ કૃપાથી તેઓ અતિ સામર્થ્યવાન હતા અને અનેક લોકોને તેમના સામર્થ્યનો અનુભવ થયેલ. પ્રસ્તુત છે અમદાવાદની વી.એસ. હોસ્પિટલ ના ડોક્ટર પ્રતિકભાઈ ને થયેલો અનુભવ તેમના પોતાનાજ મુખે અમેરિકામાં લોસ એન્જલ્સ ખાતે તેમણે કરેલ ૧૫ મીનીટના પ્રવર્ચન દ્વારા :-

      કૃપા કરી આપનું સ્પીકર ઓન કરી નીચેના પ્લ્યેયર ની ટેબ ને ક્લિક કરો :-



       ઉપરનું પ્લેયર ટેકનિકલ ક્ષતિને કારણે જો કાર્ય ના કરે તો કૃપા કરીને નીચેની લીંક આપના બ્રાઉઝર
       માં કોપી/પેસ્ટ કરવાથી પણ આ પ્રવર્ચન સાંભળી શકાશે.

                    http://yourlisten.com/ykshah/dr-pratik-speech-at-los-angeles


                      # આ બ્લોગ ઉપરની પોસ્ટ્સ વિષે આપનો અભિપ્રાય અને સૂચનો આવકાર્ય છે #

Monday, October 24, 2016

એક ફરિસ્તા (વિડીયો)


ऐक फरिश्ता आया था, और दिलमे समा के चला गया ....     (२)
वो खुदा की शान हस्ती, जाते जाते दिखा गया ...............      (२)
दिखा गया दिखा गया, शान हस्ती दिखा गया ..............      (२)
हम बन्दों को जिनेका पन, बंदा परवर  शीखा गया............ . (२)
ना हिन्दूका, ना मुस्लिमका, ना वो शिख ईसाई का,........ .    (२)
हर इन्सान है उसको बराबर मददगार हर भाई का .........      (२)
राम रहीम का फर्क आदमी बस यहां पर करता है,
राम रहीम को जिसने समज़ा वोही आदमी सच्चा है। 
सच्चा है,  वोही सच्चा है ..................      (२)
पढ़ा गया पढ़ा गया, सबक प्यार का पढ़ा गया  .................. (२)
मेरे खाबो के आंगन में गुल ही गुल वो खिला गया, 
खिला गया खिला गया गुल ही गुल वो खिला गया ...............(२)
वो गरीबो का मशीहा, उसकी चर्चा गली गली ...............(२)
वो जिसके हो, जाये  रूबरू, पलमे  खिला दे दिल की कली .....(२)
जिस के पाँवके नूर के आगे माहताब भी बुजा बुजा...........(२)
वो सबका है सब है उसके, नजरोमे उसकी दुआ दुआ  ......(२)
मिटा गया मिटा गया, रन्ज और गमको मिटा गया,
अपने पाँवकी धूल से बिगड़ा, नशीब मेरा बना गया ......(२)  

 


 









Monday, October 10, 2016

બ્રહ્મસત્ર - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - 3

(૧) પ્રાપ્તિ - પ્રતીતિ ઉપરાંત અનુભતી પણ અત્યંત જરૂરી છે.
(૨) અનુભતી એટલે શું ? જયારે સત્પુરુષના ગુંણ આપણામાં આવવાની શરૂઆત થાય તે.
(૩) સત્પુરુષના ગુણ જીવનમાં ઉતારવા સહેલા નથી પણ એક ચેલેન્જ - પડકાર છે,
(૪) સત્પુરુષના ગુણ ક્યારે અને કોને આવે ? પ્રથમ ના ૬૭ માં વચનામૃત માં મહારાજે કહ્યું છે કે, જયારે
      સત્પુરુષ સમર્થ છે, એને બધા માને છે, અને સત્પુરુષનો આટલો બધો પ્રભાવ છે  એમ ગુણ લે અને હું
     અસમર્થ છું મને કોઈ પૂછતું નથી કે મારો કોઈ પ્રભાવ નથી એમ પોતાનો અવગુણ પરોઠે. એમ આગળ
     જતા જતા સત્પુરુષનો ગુણ લેતો જાય અને પોતાની ક્ષતિઓ જોતો જાય તો સત્પુરુષના ગુણ આપો આપ
     આવે.
(૫)  મધ્યના ૨૨ માં વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે જેટલો ભગવાનનો પ્રતાપ એટલોજ સંતનો                       પ્રતાપ.
(૬)  સત્પુરુષ અંતર્યામી શક્તિ રૂપે બધુજ જાણે - કોઈના મનમાંનો નાનામાં નાનો વિચાર પણ પકડી પાડે.

        પ્રસ્તુત છે સ્વામીશ્રીના અદભુત પ્રસંગો વર્ણવતા પૂજ્ય બ્રહમવિહારી સ્વામીના પ્રવર્ચનનો
        ૪૭ મિનીટ નો વિડીયો :-

  

Sunday, September 25, 2016

બ્રહ્મસત્ર - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - 2

           સ્વામીશ્રીની આપણને પ્રાપ્તિ થઇ છે. તેઓ આપણા જેવા દેખાય છે, પણ હકીકતમાં તેઓ 'અક્ષરબ્રહ્મ સ્વરૂપ' છે તેની આપણને પ્રતીતિ થઇ છે કે અને નથી થઇ તો ક્યારે અને કેવી રીતે થાય ?

           શ્રીજી મહારાજે શિક્ષાપત્રી દ્વારા ગ્રહસ્થ,સાધુ ,આચાર્ય બધાના નિયમો વિષે સ્પસ્ટતા કરી અને બધાને
બધાને આ નિયમો વાંચવાની આજ્ઞા કરી. સાધુને ગ્રહસ્થો, સધવા-વિધવાના નિયમો શા માટે વાંચવા અને ગ્રહસ્થો એ સાધુ અને આચાર્યના નિયમો જાણવાની શા માટે જરૂર છે ?  

          સાધુના પંચ વર્તમાન - નિષ્કામ, નિર્લોભ, નીસ્વાદ, નીસ્નેહ, અને નિર્મોહ પાલન બાબતમાં સ્વામીશ્રી ની કેટલી બધી દ્રઢતા અને ચુસ્તતા છે ?

          પ્રસ્તુત છે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીના ૫૪ મિનીટ ના પ્રવર્ચનનો વિડીયો:-  



Wednesday, August 31, 2016

સ્વામીશ્રી સાથે પત્રકાર જીતુ સોમપુરાની પ્રશ્નોતરી

પ્રશ્ર્ન : અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અનેક ઉત્સવોની પાછળ મોટી રકમ ખર્ચાય છે તે માટેનાં નાણાં ક્યાંથી આવે છે? દેશમાં વ્યાપક પ્રમાણમાં ગરીબી છે ત્યારે આવા ખર્ચની જરૂર છે?

પ્રમુખ સ્વામીજી મહારાજ : સારું થયું કે તમે આ પ્રશ્ર્ન પૂછ્યો. ઘણાને આ પ્રશ્ર્ન થાય છે. એમાંય પત્રકારોને તો ખાસ. આ સંસ્થાનું આયોજન જ એવું છે કે ઓછા ખર્ચે ઘણું કરી શકાય. આ વાત મનાય એવી નથી પણ હકીકત છે. ટૂંકમાં કહેવું હોય તો આ ઉત્સવ લોકો દ્વારા, લોકો માટે ને લોકો વડે ઉજવાય છે. આમાં નાના મોટા સૌનો સહકાર હોય છે. જેટલા ભક્તો છે એ બધા દેહે કરીને સ્વેચ્છા મુજબ સેવા આપે છે. આ સેવામાં મજૂરીથી માંડીને મોટાં મોટાં પ્લાનિંગ બધું જ આવી જાય છે. સંતો અને સ્વયંસેવકો જ ગામડે ગામડે ફરીને ઉત્સવ માટે અનાજ ભેગું કરે છે. જ્યાં જેની બજાર હોય એ ક્ષેત્રમાં ફરી ફરીને મરી મસાલાથી માંડીને અનાજ ઉઘરાવી લાવે છે. સૌનો સહકાર પણ સારો મળે છે. ઇંટવાડામાંથી જુદા જુદા વેપારીઓ પાસે ઇંટો ઉઘરાવવી, સિમેન્ટના ડીલર પાસેથી સિમેન્ટ લાવવી, નર્સરીમાંથી ફૂલછોડ લાવવા, જાહેર સંસ્થાઓ પાસેથી વાસણો ઉઘરાવીને પાછા આપવાં. કેટલાક ભાવિક વેપારીઓ પોતાની વસ્તુઓ વાપરવા પણ આપે છે, કેટલાક વસ્તુઓ દાનમાં પણ આપી દે છે. એટલે કહેવાનું શું કે જે કંઇ ભપકા જેવું અથવા આકર્ષક લાગે છે, એમાં પૈસા કરતાં આયોજન અને સૌના સહકારનો ફાળો વધારે છે. એને લીધે બધું જ શોભે છે. આ એનું રહસ્ય છે પણ એ મનાય એવું નથી. સંસ્થા જે કંઇ કરે એમાં આપેલો સહકાર એળે જવાનો નથી એવો સૌનો વિશ્ર્વાસ છે. એટલે સહકાર મળી રહે છે. આયોજન અને સહકારનો ચમત્કાર કેવો છે એ જ જોવા જેવુ છે. 

ઉત્સવમાં જે આવે એને મફત જમાડીએ છીએ. લોકોનું છે ને લોકો જમી જાય એમાં શો વાંધો ? આમેય જે લોકો ઉત્સવમાં જોવા આવે એ બધાને ઘરે રહે ત્યારેય ખાવા તો જોઇએ જ છેને? ત્યાં ખાવાને બદલે અહીં ખાય એ બધું એકનું એક જ થયું ને? પિકનિક પર જાઓ ત્યારે બધા ભેગું કરીને નથી જમતા? આ એવું છે. આમાં કોઇ ખર્ચ નથી. લોકોએ પ્રેમથી આપ્યું છે ને લોકો પ્રેમથી જમી જાય છે અને બીજું, આમાં તો સારા સંસ્કાર પણ મળે છે. આ ધાર્મિક અને સામાજિક ઉત્સવ છે. આમાં નુકસાન તો નથી જ. 

હું તમને દાખલો આપું-હમણાં જ અમે યોગીજી મહારાજના જન્મસ્થાનમાં એક દિવસનો ઉત્સવ ઊજવ્યો હતો. આ ઉત્સવમાં અમે વ્યસનમુક્તિનું પ્રદર્શન પણ ગોઠવ્યું હતું. એક જ દિવસમાં લગભગ ૮૬૭ માણસોએ વ્યસન મૂક્યાં. સંતોએ ગણતરી કરી હતી. જીવનમાં વ્યસનીઓના ૧,૭૩,૦૦૦ કરતાં વધુ રૂપિયા બચ્યા હતા.‘૮૫ની સાલમાં આ જ રીતે ૨૫,૦૦૦ માણસો વ્યસનમુક્ત થયા હતા. આવી સારી પ્રેરણા મળતી હોય તો એવા ઉત્સવને ખોટો કેમ કહી શકાય? ને આ તો એક જ વાત થઇ. આ જ રીતે દહેજ ન લેવાની પ્રેરણા મળે. નીતિથી ચાલવાની પ્રેરણા મળે. ખોટું ન બોલવાની પ્રેરણા મળે. પુરુષાર્થ કરવાની પ્રેરણા મળે. પતિ-પત્નીના કંકાસમાં માર્ગદર્શન મળે. યુવાનોને રચનાત્મક કાર્યમાં વાળીને નવરાશમાં થતાં તોફાનો નિવારી શકાય. આવા આવા તો કેટ કેટલાય ફાયદા થાય છે. એમાં છેવટે તો સમાજને જ લાભ છે ને ? 

કાયદાથી કેટલું કામ થાય છે એ તો તમે જાણો છો. જ્યારે અહીં બધું સ્વેચ્છાએ અને સહજ થાય છે. માણસને 
કુટેવોમાંથી છોડાવવા માટે આ અગત્યની વાત છે. આધ્યાત્મિક માર્ગની પ્રેરણા મળે એ મોટી વાત છે. આવા 
ઉત્સવો તો વારે વારે થવા જોઇએ. લોકો ખોટેખોટા ખર્ચા સિનેમા ને બીજે ત્રીજે કરી આવે છે એને બદલે પ્રેરણા મળે એવા પ્રસંગોમાં ખર્ચા કરે તો ખોટું શું છે? 

અને આ સંસ્થા સમાજના પ્રશ્ર્નોને અવગણતી હોય તોય ઠીક છે. જ્યારે જ્યારે આ આપત્તિઓ આવે છે ત્યારે ત્યારે સંસ્થા કેવું કાર્ય કરે છે એ તમે ક્યાં નથી જાણતા? અમે તો આવા ઉત્સવોને વિનિમય કહીએ છીએ. શ્રીજી મહારાજે કહ્યું છે કે ‘માધુકરી’ કરવી. જેમ ભમરો બધાં જ ફૂલોમાંથી થોડો થોડો રસ લે છે એવું છે આ. મધપૂડાનું મધ એ કંઇ એક જ ફૂલની પેદાશ નથી. એમ આ ઉત્સવ સૌના સહકારથી બનેલા મધપૂડા જેવો છે. એમાં છેવટે લાભ તો સહકાર આપનાર અને ભાગ લેનાર કે સમાજને જ છે. 

અને ગરીબીની વાત કરતા હો તો એને માટે અમારો દૃષ્ટિકોણ થોડો જુદો છે. બરાબર છે. ગરીબ અસહાય હોય છે. એને અમે મદદ કરીએ છીએ,પરંતુ અમે તો ઘણાના અનુભવમાં આવ્યા છીએ. ગરીબ ઘરના બધા જ સભ્યો મજૂરી કરતા હોય છે. ધારો કે ઘરમાં પાંચ સભ્યો હોય તો ૨૦ રૂા.ની રોજી લેખે ઘરની રોજની ૧૦૦ રૂા.ની આવક થઇ. છતાં ગરીબ એના ઝૂંપડામાંથી ઊંચો નથી આવતો કે નથી એના છોકરા ભણતાં. એનું કારણ શું? એને કોઇએ સંસ્કાર નથી આપ્યા. એ કમાય છે પણ દારૂમાં, જુગારમાં ને બીજા વ્યસનોમાં પૈસા ખર્ચાઇ જાય છે એટલે અમે ઘણીવાર ગમ્મતમાં કહીએ છીએ કે ભારત ગરીબ દેશ નથી પણ ગરીબી એણે ખરીદેલી છે. સંસ્થા એને મદદ કરે છે પણ સાથે એ બધાને પાયાનું માર્ગદર્શન પણ આપે છે. એવા ઘણાં ગામ છે જ્યાં ઝૂંપડાને બદલે હવે પાકાં મકાનો થયાં છે. ફક્ત કપડાં, રોટી ને મકાન આપવાથી કશું સરતું નથી. ઉત્સવોમાં આવવાથી આ બધી પ્રેરણા મળે છે. એનો લાભ કોને છે? આ પરિવર્તનો અને ક્રાંતિ બહુ ધીમી છે પણ નક્કર છે.

પ્રશ્ર્ન : આપે ભગવાનને જોયા છે ? ભગવાન કેવા છે ?

પ્રમુખ સ્વામીજી મહારાજ  : હા, ભગવાનને જોયા છે.  શબ્દથી પર છે. પાત્ર થયા વગર સમજાય એવું નથી આ.  છતા કહેવું  હોય તો દિવ્ય છે, તેજોમય છે. આમ છે પુરુષ જેવા, પણ બધુ દિવ્ય છે. જોકે આ બધો 
અનભુવવાનો વિષય છે. જેમ પદાર્થ છે એને આંખ જોઇ શકે, પણ બીજી ઇન્દ્રિયો જોઇ ન શકે. તેમ સ્વાદ છે 
એ  જીભ અનભુવી શકે, આંખ નહી .  જેમ સ્પર્શ છે એ ચામડી અનભુવી શકે, બીજુ અંગ નહિ.જેમ શબ્દ છે એ કાન અનભુવી શકે, બીજી ઇન્દ્રિયો નહિ. જ્યારે ભગવાન તો બધી ઇન્દ્રિયોથી પર છે. મન અને બુદ્ધિથી પણ પર છે, એમને જોવા હોય, અનભુવવા હોય તો આત્મારૂપ થવું પડે. તેમ છતા આ બધુ ન મનાય તો ગરુ ના વચનમા વિશ્ર્વાસ રાખવો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે: સતું તે સ્વયં હરિ. શાસ્ત્રીજી મહારાજ  અને
યોગીબાપા મળ્યા. એમના અંગેઅંગમા ભગવાન રહેલા છે. એટલે એમના દર્શન થયા એટલે સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. આ વિશ્વાસ અને મહિમાનો વિષય છે. પ્રશ્નોત્તરી નો નથી.

પ્રશ્ર્ન: સંપ્રદાયમાં સંતો માટે  સ્ત્રીના ત્યાગનો નિયમ છે. એ નિયમ પાછળની ભૂમિકા કઈ છે ? આ નિયમ
સંતોમાનો  અવિશ્વાસ  દર્શાવતો નથી ? આપ તો બ્રહ્મસ્વરૂપ છો. આપને આ નિયમની જરૂર ખરી ? એક
માન્યતા આ નિયમને  સ્ત્રીઓનું અપમાન સમજે છે. બીજી તરફ મેં જોયું છે કે મહીલાઓ સપ્રદાયના સાધુ સમાજથી દુર રહે છે, છતાં એમને ભગવાન ભજ્યાનો સંતોષ રહે છે, આનંદ રહે છે. સંતો પ્રતિ પૂજ્યભાવ રહે 
છે, આવું કઈ શક્તિથી થતું હશે ? 

પ્રમુખ  સ્વામીજી મહારાજ : ભગવાન સ્વાવમનારાયણે નાનપણમા જ ઘરનો ત્યાગ કરી સાત વર્ષ સુધી આખા ભારતમા વિચરણ કર્યું હતું. ઉત્તર અને દક્ષીણ, પૂર્વ અને પશ્ચિમ. આ બધી દિશાઓમાં જેટલા વિખ્યાત 
તીર્થો  હતા એ બધાનું  બારીકાઈથી નિરીક્ષણ કરેલુ. મોટા તીર્થોમાં ધર્મને નામે જે કઈ ચાલી રહ્યું હતું એ એમનાથી જોયું ગયું નહિ. દંભ અને  ભ્રષ્ટાચાર એમણે નજરે જોયેલા. એ વાતનો ઉલ્લેખ એમણે વચનામૃત માં પણ કરેલો છે. એમને તો ભવિષ્યમાં  હિંદુ ધર્મમાંથી કોઈનો વિશ્વાસ ડગે નહી એવો એક સંપ્રદાય સ્થાપવો હતો. એટલે એમના અભ્યાસ ઉપરથી જે કંઈ તારણ કાઢ્યું  એમા એમને એવું લાગ્યું  કે સાધઓુને સમાજના
કલ્યાણ માટે સમાજની વચ્ચે રાખવા હશે તો અમુક  નિયમો અનિવાર્યપણે પળાવવા જ પડશે. આ નિયમોમાં સ્ત્રી અને ધનનો ત્યાગ મુખ્ય છે. સંસારની ગતિ આ બે જ વસ્તુ થકી છે, કારણ કે પૈસાથી વ્યવહાર ચાલે અને સ્ત્રીથી ઉત્પતિ થાય. આ બે  મુક્યા  એટલે જગતમાં રહેવા છતાં જગતથી નિર્લેપ રહી શકાય. આ નિયમ પાછળ ચારિત્ર્યશુદ્ધિનો શુભ હેતુ છે. કારણ કે સમાજને સુધારવા માટે નીકળેલાએ પોતે  શુદ્ધ  હોવું આવશ્યક છે. મેલા પોતાથી વાસણ લુછીએ તો વાસણ સારું હોય એય બગડે. એમ જો સાધુમાંજ  ભ્રષ્ટાચાર હોય તો એ સમાજને શું સુધારી શકવાનો છે ? અને સ્વાભાવિક છે કે સાધુઓ પ્રત્યે સ્ત્રીઓને વિશેષ લાગણી હોય. સ્ત્રી માત્ર ભાવકુ હોય છે. આ ભાવકુતા ક્યારે ભ્રષ્ટતામા ફરી જાય એ ખબર રહેતી નથી હોતી. આ વસ્ત ક્યારેય બને નહિ  અને સાધુ શુદ્ધ રહે  અને  સ્ત્રીના શીલનું  રક્ષણ પણ થાય એ શુભ  હેતુથી  ભગવાન સ્વામિનારાયણે આ પાળ મૂકી. આમા સ્ત્રીઓને  અપમાનિત કરવાનો કોઈ ઈરાદો નથી. સ્ત્રીનું  ગૌરવ જળવાય છે. 

આજે ચોપાનિયામા  ને જાહરેખબરોમા જે રીતે સ્ત્રીઓનો ઉપયોગ થાય છે એમા ઊલટું સ્ત્રીઓનું અપમાન રહેલ છે. પણ કમનસીબી એ છે કે આ બધુ સ્વતંત્ર અને મુક્ત સમાજના નામે  ખપી ગયુ છે. આજે હાલતા 
ચાલતા બળાત્કારના પ્રસંગો  સાંભળવા મળે છે એનું શું કારણ છે ? એનો કોઈએ અભ્યાસ કર્યો  ? આ બાબતનું કોઈ સંશોધન કરે તો શ્રીજી મહારજની આ મર્યાદા કેટલી સાચી છે એનો ખ્યાલ આવી શકે. જેનામા સ્ત્રી  દાક્ષીણય હોય એને જરૂર આમા અપમાન જેવું  લાગે, પણ જેને  સ્ત્રીના હિતની  કામના છે. એ જરૂર આની કિંમત સમજી શકે.

સંત  બધાજ  સિદ્ધ નથી હોતા. સાધનાની દશામાથી  ક્યારે લપસી પડાય એ નક્કી હોય ? સૌભરી ઋષિ કે
વિશ્વામિત્ર  જેવા તપની પાછળ હાડ ગાળી નાખ્યા તોય આમાથી  બાકાત ન રહી શક્યા. તો  સમાજમાં રહીને સમાજનું હિત કરવા મથતા સંતોની આવી મર્યાદા વગર કેમ શુદ્ધ રહી શકે ? બરાબર છે કે સિદ્ધ થયા પછી 
એને સ્ત્રી કે પરુષ એવા ભેદ રહેતા નથી, પણ જેમ ગીતામા કહ્યું છે કે શ્રેષ્ઠ માણસો જેવું આચરણ કરે એનું અનકુરણ બીજા કરે. એટલે બીજા સાધન દશાવાળા માટે પણ એવા પરુષ મર્યાદાનું  પાલન કરતા હોય છે.

યોગીબાપાને કોઈ પત્રકારે પુછ્યું : સ્ત્રીનો સંકલ્પ થયો છે ? તો કહે સપનામાં પણ નહિ. આવા સિદ્ધ હતા છતાં 
નાની બાળકી અડી જાય તો ય ઉપવાસ કરી નાખતા. એનું કારણ એ કે ગરુ સોળ આની વર્તે તો શિષ્ય ને પણ એવી  પ્રેરણા મળી રહે. એટલે  જગતમાં સ્વામિનારાયણના પ્રતાપે આવો એક સમાજ આ બાબતથી નિર્લેપ 
રહી શકયો છે એ એક ચમત્કાર જ  છે. એન્ટીક વસ્તુના જતન માટે લોકો અને સરકાર પણ કેટલા પ્રયત્નો કરે છે એમ આ વસ્તુનું  પણ  જતન અને ફેલાવો થવો જોઈએ.

અને છેલ્લો પ્રશ્ર્ન તમે કર્યો  કે મહીલાઓને પૂજ્ય ભાવ કેમ રહે  છે તે અંગે તો તમે અમારા કરતા મહિલાઓને પૂછો તો વધારે સારી રીતે જાણવા મળશે. જોકે, અમે તો માનીએ છીએ કે ભગવાનનો આંનદ 
પામવા માટે તે તે  વ્યક્તિની  ભાવના, શ્રદ્ધા અને પવિત્રતાની  અગત્યતા છે. દૂર કે નજીક સાથે બહુ નિસ્બત 
નથી. સ્ત્રીઓ ભલે દૂર રહે  પરંતુ એમની શ્રદ્ધાને  એટલુજ  પોષણ મળી રહે છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ  મર્યાદા સ્થાપી ત્યારે જ  સંતોને કહ્યું  હતું  કે સ્ત્રીઓનું  કલ્યાણ તો અમે કરીશું. તમારે એ 
બાબતમા પડવું  નહિ. ભગવાને પોતે જ  એમનું  કલ્યાણ માથે લીધુ  હોય પછી એમને ભગવાન ભજ્યાનો સંતોષ  થાય કે નહી ? આનંદ રહે કે નહી ! આ બધુ ભગવાનની શક્તિથી થાય છે.

પ્રશ્ર્ન: આપની પ્રિય  સંસારી  વ્યક્તિ કોણ ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : જે ભગવાનનું ભજન કરે છે એ પ્રિય જ છે, કોઈ વિશેષ આપણે ક્યાં છે ?

પ્રશ્ર્ન: અત્યાર સુધીમાં આપના જીવનની સૌથી મનગમતી ઘટના કઈ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ. એમણે આપણને અપનાવ્યા એ.

પ્રશ્ર્ન: આપના જીવનમા નબળી પળ આવી છે ખરી?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : ના. હજી સુધી કોઈ નબળી પળ આવી નથી. ભગવાનની દયાથી બધુ સારું ને
સારું જ  થતું  રહ્યું છે.

પ્રશ્ર્ન: આપના મત અનુસાર બાળકોએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
પ્રમુખ  સ્વામીજી મહારાજ : (૧) સવારે વહેલા ઊઠીને ભગવાનની પ્રાર્થના કરવી. સ્નાન કરી પૂજા કર્યા પછી 
માતા પિતાને પ્રણામ કરવા અને ગુરુ તથા વડીલો પ્રત્યે આદર રાખવો.
(૨) સ્કુલમાં અને ઘરે નિયમિત અને એકાગ્રતાથી અભ્યાસ કરવો. નિયમિત  સત્સંગ સભામા જવું.
(૩) ખોટી સોબતનો ત્યાગ કરવો. બજારમા મળતા ખાવાના પદાર્થોનો ત્યાગ કરવો. માંસ અને ઇંડા તો
ખાવા જ  નહી.
(૪) ટીવી અને વીડીયોમા  આવતા ખરાબ કાર્યક્રમો જોવા નહી  અને ખરાબ ચોપડીઓ વાંચવી  નહી.
(૫) જાત મહેનત કરતા  શીખવું. પોતાના કપડા પોતે ધોવા. પોતાના વાસણ પોતે લઈ ધોઈ નાખવા.
પોતાની ક્રિયા  પોતે જ  કરવી અને માબાપને મદદરૂપ થવું.

પ્રશ્ર્ન: આપના મત અનુસાર  મહિલાઓએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : (૧) આપણા બાળકોને  સંસ્કાર  આપવાનું  કામ આપણું જ છે, એ વાતને
સમજીને બીજી પ્રવૃતિઓ માં જોડાવું.
(૨) ખોટા વહેમોમાં ફસાવું નહિ.  અતિ ભાવકુતા વીવેકભ્રષ્ટ બનાવે છે ને અતિ રજોગુણ ચારીત્ર્યભ્રષ્ટ
બનાવે છે. અતિ  આત્મગૌરવ કુટુંબની વ્યવસ્થાનું  ભંગાણ સર્જે  છે.
(૩) ભગવાનને રોજ  નિયમિતપણે પ્રાર્થના કરવી.
(૪) ઘરના વાતાવરણને પ્રભૂ પરાયણ, સંસ્કારી, પ્રેરક અને સંપ  વડે ગુંજતું  રાખવું. બાળકોના આંતરિક
અને બાહ્મ વિકાસ માટે આ જરૂરી છે.
(૫) પતિના માબાપને પોતાના માબાપ સમજી સેવા કરવી અને સાસએુ પત્રુ વધુને પોતાની દીકરી
સમજીને હેત  કરવું  અને viશ્ર્વાસ રાખવો.

પ્રશ્ર્ન: આપના મત અનુસાર  યુવાનોએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : (૧) ભગવાનની નિયમિત પ્રાર્થના અને સત્સંગ સભામા નિયમિત જવાની  ટેવ
રાખવી અને નિયમિત અભ્યાસ કરવો.
(૨) ઈન્દ્રિયોનો સંયમ  રાખવો.
(૩) ઊંચા વિચારો રાખીને એને પૂર્ણ કરવા માટે એકાગ્રતા કેળવી પુરુષાર્થમાં પાછા ન પડવું. ભગવાનમા વિશ્વાસ રાખવો.
(૪) માતાપિતાનું  ઋણ અદા કરવા તત્પર રહવું.  આપણે નાના હતા ત્યારે આપણી અવળચંડાઈ  અને
બાલીશતા  એમણે સહન કર્યા છે . હવે એમના સ્વભાવો હોય તો આપણે સહન કરીને સેવા કરવી.
(૫)  વર્તમાનમાં જીવતા શીખવું. દારુ, માંસ, તમાકુ, કેફી દ્રવ્યો, ખરાબ ફિલ્મો અને ખરાબ સોબતના કુછંદે ન ચઢી જવું. વ્યસનો આપણા ભવિષ્ય માટેના દુશ્મનો છે. 

પ્રશ્ર્ન: આપના મત અનુસાર વડીલોએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : (૧) વડીલો કુટુંબના મોભ સમાન છે. ભાવી  પેઢી એમના વર્તનનું  અનુકરણ
કરે છે, એટલે આગ્રહપૂર્વક  જીવન શુદ્ધિ કેળવવી. બાળકોને સંસ્કાર નહી આપો તો સંપતી અને સંતાન   
બેય ગુમાંવવાનો વારો આવશે.
(૨) વડીલોએ યુવાનોને સમજવા ખાસ પ્રયત્ન કરવો. એમનામા વિશ્ર્વાસ મૂકીને સાહસ કરવાની પ્રેરણા
આપવી ને  થાપ ખાય એવું  લાગે ત્યારે માર્ગદર્શન  આપવું. પણ વણમાગ્યે સલાહ આપ્યે રાખવાથી
પરસ્પરનો વિશ્વાસ તૂટી  પડે છે.
(૩) કુટુંબના તમામ સભ્યો દિવસમાં  ઓછામા ઓછું  એકવાર સાથે જમે, રોજ રાત્રે ઘરસભા કરીને સારા
ગ્રંથોનું વાંચન કરે. આ એક એવી જડીબુટ્ટી  છે કે જેનાથી કુટુંબજીવન આનંદમાં રહે  છે.
(૪) ઉંમર થાય એટલે વ્યવહાર પુત્રોને  સોંપીને આત્માના કલ્યાણ માટે અને પરોપકાર માટે જીવન
જીવવું. ધર્મ પરાયણ બનવું.
(૫) મોટી ઉંમરે નવરાશ આવે ત્યારે કુથલી અને વ્યસનો બન્ને ઘુસી જાય છે. એનાથી દૂર રહવું  અને
શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રોજ  મંદિરે જવું, સંત સમાગમ કરવો.

પ્રશ્ર્ન: આપ જે આદર્શ જીવનની વાત કરો છો એવું આદર્શ જીવન સમાજની દરેક વ્યક્તિ જીવે એ વ્યવહારુ 
દ્રષ્ટીએ શક્ય છે ખરું ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : માણસ ધારે એ કરી શકે છે તો આ પણ કેમ ન કરી શકે? આદર્શ જીવન સૌ
જીવી શકે, પણ શકય થાય કે ન થાય એ તરફ અમે જોતા નથી. અમે તો ભગવાનને સંભારીને, એમની
પ્રેરણાથી આખી દુનિયા આદર્શ  બને  એવો સંકલ્પ રાખીને કાર્ય કરીએ છીએ. બધા જ  સુખી  બને એ
માટે પ્રયત્ન કરીએ છીએ. શ્રીજી મહારાજે વચનામતૃ મા કહ્યું  છે કે કોઈ સત્પરુષ છે, જેને આ લોકને વિશે
પ્રીતિ  નથી ને  પોતાના સંગમાં  આવનાર બધા મારા જેવા સુખિયા થાય એવી ઈચ્છા છે. એવી દૃષ્ટિ રાખીને 
પ્રયત્ન કરીએ. શકય થવું  ન થવું  ભગવાનની ઈચ્છાની વાત છે.  કર્મ કર્યે જઈએ ફળની આશા રાખવાની કોઈ જરૂર નહિ. સંકલ્પ તો સારા કરવા જ. તો ઉત્સાહ અને પુરુષાર્થ જળવાઈ રહે. આપણે જીવનના અંત સુધી એમના આદેશ પ્રમાણે કાર્ય કરે જવું. એમની ઈચ્છાથી દુનિયા તો શું ? બ્રહમાંડ પણ થવાના છે.

પ્રશ્ર્ન: ૨૧મી સદીની ટેકનૉલૉજીની હવા ફેલાયેલી છે તે માટે આપ કાઈક કહશો ?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : ૨૧મી સદી તો આવતા આવશે, પરંતુ આપણે સારું જીવન જીવીએ તો ૨૧મી
સદીમા જ  બેઠા છીએ. આપણે સૌ સતયગુ આ રહા હૈ એવી વાતો સાભળીએ છીએ, પરંતુ  ધર્મ નિયમમાં રહી
રહી દારૂ, ચોરી, ભ્રષ્ટાચાર ન કરીએ તો સતયુગ છે. આ રીતે માનવી જ્યા સુધી વ્યક્તિગત પ્રગતી ન કરે ત્યાં સુધી ૨૨મી સદીમા પ્રવેશ કરશે તો પણ તેને માટે તે પથ્થરયુગ છે.

પ્રશ્ર્ન: દેશ, માનવજીવન અને ધર્મનું ભાવી શું લાગે  છે?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : માણસમા ધર્મ ભાવના છે, ભગવાનમા શ્રદ્ધા છે તેથી દેશ, માનવજીવન અને ધર્મનું ભાવી સારું લાગે છે. દેશ, માનવજીવન અને ધર્મના ભાવિમાં ઊથલપાથલ થતી આવે છે. સંકટ  સમયે
ભગવાન આ ધરતી પર મહાપૂરુષો, અવતારી પરુષો મોકલે છે. તેઓ સારા કાર્યો  કરે છે તેથી મનુષ્ય જીવન 
સારું બને છે. 

સંતોના વિચરણ  દેશ વિદેશમાં થાય છે. ક્યાંક ક્યાંક પારાયણો યોજાય છે. હજારો માણસ તેનું  શ્રવણ કરે છે, તેના પરથી લાગે છે કે ભાવિ સદમાર્ગે  છે. સારું છે.યજ્ઞાદીક પ્રવૃત્તિ જેમ પૂર્વે ચાલુ હતી તેમ આજે પણ ચાલુ છે. વ્યસનમુક્તિના યજ્ઞો થાય છે. આ એક યોગયજ્ઞ છે. યજ્ઞમા આમ તો જવ , તલ, ઘી હોમાય, પણ આ પ્રકારના વ્યસનમુક્તિના યજ્ઞો થવા માંડ્યા છે. તેમા અનેક વર્ષોથી રૂઢ થઈ ગયેલા વ્યસનો હોમાય છે. શુભ સંકલ્પો થાય છે તેથી પણ દેશનું, ધર્મનું માનવીઓનું ભાવી ઉજળું છે.

પૂર્વે  આપણા ઋષિમુનીઓ, અવતારો આપણા માટે, ભવિષ્ય માટે ઘણું  કરી ગયા છે; તેનું  ફળ આપણે પામવાનું  છે. દેશ, સદાચારભર્યું  માનવજીવન તેમજ  ધર્મ  વિષે અચળનિષ્ઠા રાખીશું  તો ભાવિ જરૂર
ઉજળું  રહેવાનું છે.
જેમ માછીમાર જાળ નાખે ત્યારે જે માછલા દૂર દૂર હોય તે જાળમા ફસાય પણ માછીમારના પગ પાસે
હોય, નજીકમા હોય તે બચી જાય. તેને જાળ ફસાવી શકતી નથી. એમ આપણે પણ દેશ, ધર્મ  એ બધાને વિષે અચળ નિષ્ઠા રાખીશું, ભગવાનમા શ્રદ્ધા રાખીશું  તો જરૂર સુખી  રહીશું. જીવન જીવવાનો આનંદ આવશે. સંકટના સમયમા અવતારી પરુષોની સહાય મળી જ  રહે છે. સંતો સંસ્કાર સાચવે છે અને બીજામાં 
તે ટકાવી રાખવા પ્રયાસ કરે છે એટલે ભાવી ઉજળું  છે.

પ્રશ્ર્ન: વાચકો માટે આપનો સન્દેશો શું  છે?

પ્રમુખ  સ્વામીજી મહારાજ : ઘરમા રહે વું હોય તો મહેમાનની પેઠે રહવું.  કોઈના ઘરે આપણે મહેમાન તરીકે
જઈએ તો આપણે પાંચ દિવસના મેહમાન છીએ. આપણું કુંઈ નથી એવો ભાવ સહજતાથી માનવમા આવે તો કોઈ વાતની ચિંતા નથી હોતી. એમ આપણે આ જીવનમા  ઘરમા પચાસ સાઠ વર્ષ માટે મહેમાન છીએ.
આ બધુ  મૂકીને જવાનું  છે, એમ વિચારવાથી મોહ, મમતા, આસક્તિ  ટળી જાય છે. મારું છે એવું માનવાથી 
દુ:ખ થાય. કોઈકનું  ઘર ભસ્મ થાય તો આપણને દુ:ખ નથી થતું. આ તો દેહનો ભાવ છે, દેહ સાથે છૂટી જવાનું છે. ભગવાન આપણા શેઠ છે. આપણે તેના મુનીમ  છીએ. શેઠ કહે  એ પ્રમાંણે પેઢી ચલાવવાની. બહું  સારું
કામ કરીશું  તો શેઠ પગારવધારો આપે છે. તેમ આ આપણા શેઠ આપણું જરૂર કલ્યાણ કરશે. ટુંકૂ મા કહું તો 
બધુ ભગવાનનું  છે, ભગવાને આપેલું છે. ભગવાન માટે કરવાનું  છે.












Thursday, August 25, 2016

મહાનુભાવો દ્વારા પ.પુ. પ્રમુખ સ્વામી મહારાજને અપાયેલ શ્રધ્ધાન્જલીઓ ...



વિશેષમાં તેઓએ જણાવ્યું કે :-

* અમદાવાદ યુવક મંડળ દ્વારા છેલ્લા ૧૬ વરસ ૧૧ મહિનાથી પૂજ્ય પ્રમુખ મહારાજના સ્વાસ્થ્ય માટે દરરોજ બે યુવકો દ્વારા નિર્જળા ઉપવાસ કરવામાં આવતા હતા. અને યુવતી મંડળ દ્વારા પણ જનમંગલ પાઠ, પાંચ માળા અને પ્રદીક્ષણા પણ કરવામાં આવતી હતી.

* વિદેશના હરિભક્તો ૧૦,૦૦૦ થી વધુ ડોલર્સ ખર્ચીને અંતિમ દર્શને આવ્યા હતા. આપણા નૈરોબી મંદિરના એક પૂજારીએ તેમનો પાસપોર્ટ રીન્યુ કરાવવા આપ્યો હતો તે સમયે તેમને બાપાનાં સમાચાર મળ્યા. એટલે તે તરતજ ત્યાની પાસપોર્ટ ઓફિસમાં જઈને રડી પડ્યો. ત્યારે એક અધિકારીને દયા આવી અને તરતજ તેને પાસપોર્ટ કરી આપ્યો. આવા તો અનેક ઉદાહરણો છે.

*  ૧૦,૦૦૦ સ્વયંસેવકોએ ભૂખ તરસ રાત દિવસ જોયા વગર સારંગપુર ખાતે વ્યવસ્થા જાળવણી માટે ખડે પગે સેવા આપી હતી. 



વિશેષમાં તેઓએ જણાવ્યું કે :-

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જયારે લંડન ખાતે બાયપાસ સર્જરી કરાવી ત્યારે કડક સુચના હતી કે મુલાકાત બંધ કરવી, પ્રવર્ચન બંધ કરવા. છતાં તેમણે મને કહ્યું કે હવે પછી આપણે સભામાં જઈએ છીએ ત્યારે તારે કહેવાનું કે "ડોકટરે કહ્યું છે કે હવે બધું બરાબર છે, હવે તમારે પહેલાની જેમજ સત્સંગ કરવાનો છે". આ હતો તેમનો સત્સંગ સમાજ માટે અને હરિભક્તો માટે પ્રેમ કે બધા હરિભક્તો મારા છે અને હું હરિભક્તો નો છું. તેમને તો હરિભક્તોના સંકલ્પો પૂર્ણ કરવા હતા તો પછી હરિભક્તોથી દુર કેમ જવાય ? . તેમણે પોતાના જીવનની  કોઈ વ્યક્તિગત બાબત ધ્યાન આપ્યું નહતું. કંઈજ પર્સનલ નહિ અને એકાગ્રતા ચૂકાય નહિ.


વિશેષમાં તેઓએ કહ્યું કે :-

* જાણીતા કાર્ડીઓલોજીસ્ટ અને પૂજ્ય બાપાનાં ઓપરેશન સમયે હાજર રહેલ ડોક્ટર તેજસ પટેલે ફોન પર કહ્યું હું બાપાનાં અંતિમ દર્શન નહિ કરી શકું. પણ અંતે તેઓ આવ્યા ત્યારે ભાવ વિભોર થઈને રડી પડ્યા. મેં અનેક મ્રત્યુ પામેલા લોકો જોયા છે અને અંતિમ સમયે તેમના ચહેરા ઉપર ભય કે ગભરાટની રેખાઓ જોવા મળે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર અંતિમ સમયે પણ આજ પ્રસન્ન મુદ્રા હતી. ત્યારે ચોક્કસ માનવું પડે કે એ દિવ્ય પુરુષ છે.  

* દુખને હણવું હોય તો સ્મૃતિ સિવાય કોઈજ ઉપાય નથી. જયારે તમે કોઈપણ મૂંઝવણમાં હો ત્યારે તમે  સ્મૃતિ કરશો તો  સત્પરુષ સોએ સો ટકા હાજર થશે. કેમકે તેઓ ક્યાંય ગયા જ નથી. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ કહેતા કે હું તેમને શ્રી લંકા હોઉં ત્યારે યાદ કરું કે મેં તેમને એડીનબરો ખાતે યાદ કર્યા ત્યારે તેઓ હાજર થઇ જતા હતા. તેમણે ક્યારેય કંઠી પહેરી નહોતી કે માળા ફેરવી નહોતી અને તેઓ સ્મૃતિ કરે અને હાજર થઇ જાય તો તમને-મને સત્પુરુષની સ્મૃતિ થાય તો ચોક્કસ હાજર થઇ જાય.

* એક મહાપુરુષ ચિદાનંદ સ્વામી કહેતા કે તમારે તમારા ગુરુની પાછળ દોડવાની જરૂર નથી. તમારા ગુરુ માટે દોડો તો તમે તેમની નજીક પહોંચી જશો. જો તમે પ્રમુખ સ્વામી મહારાજને સાચા હ્રદયથી ચાહતા હો તો તેમના માટે જીવો.  


જયારે હું પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરવા પહોંચ્યો ત્યારે તેમના મુખારવિંદની શાંતિ જોઇને મને લાગ્યું કે જાણે હમણાં પ્રમુખ સ્વામી બોલવા લાગશે. મારા પિતાશ્રીના મુખ પર સ્વર્ગમાં પણ સ્મિત ઉત્પન થશે કેમકે હું પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરવા આવ્યો છું. મારા સ્વર્ગસ્થ પિતા મને કહેતા "હું જે કંઈ છું તે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને લીધે છે ". પ્રમુખ સ્વામીને હું કાઈ પૂછું તે પહેલા તેઓ મને પૂછે કે તમે તમારી માતાનું ધ્યાન રાખો છો કે કેમ ?


    














Wednesday, August 17, 2016

"ધર્મ નિરપેક્ષતા" અનિવાર્ય કે અભિશાપ ?

૧૭ ઓગસ્ટ ૨૦૧૬ ના ઇન્ટરનેટ ઉપરના એક સમાચાર:-



અમેરિકાના કોલોરોડો સ્પ્રિંગમાં આવેલ પીટરસન એરફોર્સ દળના મેજર સ્ટીવ લુઇસના  ટેબલ ઉપર
'બાઈબલ'નું પુસ્તક ખુલ્લું/ઉધાડું જોઇને મીલીટરી રીલીજીયસ ફ્રીડમ ફાઊંડેશનનો સ્થાપક માઈક વેઇનસ્ટન ભડકી ઉઠ્યો છે. માઈકે મેજર સ્ટીવ લુઇસને આ હરકત સબબ કડક સજાની માંગણી કરી છે.

૩૧૦ નંબરની સ્પેસ વિંગ ના કમાન્ડર કર્નલ ફેલ્ટમેન માને છે કે એરફોર્સના સ્ટાફને પોત પોતાનો ધર્મ જ્યાં સુધી બીજાને તકલીફ ના આપે ત્યાં સુધી પાળવાનો બંધારણીય હક્ક છે. જયારે માઈક વેઇનસ્ટનની દલીલ છે કે લુઇસે જ્યાં ઉઘાડું બાઈબલ મુક્યું છે તે ટેબલ અમેરિકાની મીલીટરીનું એટલેકે તેની પોતાની માલિકીનું નથી પણ અમેરિકન જનતાનું છે. વેઇનસ્ટન અમેરિકન દળોને 'ક્રિશ્ચયાન વિચાર ધારાથી' મુક્ત જોવા ઈચ્છે છે જેથી અમેરિકન દળો દુશ્મનો જોડે વધારે ઝનૂની રીતે લડી શકે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારત બ્રિટીશરો ના શાશનથી મુક્ત થયું અને ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના નેત્રત્વમાં બનેલ પહેલી સરકારે પશ્ચિમ જગતની 'ધર્મનિરપેક્ષતા'ની આ વિચારધારા અપનાવી અને તેનું ભૂત હજી પણ ભારતની ધરતી ઉપર ધૂણી રહ્યું છે. શાસ્ત્રો, મંદિરો, અને સંતોની પવિત્ર ભારત ભૂમિ માટે આ વિચાર ધારા અનિવાર્ય છે કે અભિશાપ એ દરેક દેશ પ્રેમી  ભારતીય નાગરિકે વિચારવાનો સમય હવે પાકી ગયો છે.

હમણાજ આપણે ૭૦મો સ્વત્રંતા દિવસ મનાવ્યો. આ દિવસે આપણે દેશના સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરીએ છીએ, ગાંધી બાપુને યાદ કરીએ છીએ પણ એક અજ્ઞાત વ્યક્તિના અમુલ્ય યોગદાનથી ભાગ્યેજ માહિતગાર છીએ, અને તે છે, BAPS સંસ્થાના સંત બ્રહ્મ સ્વરૂપશ્રી યોગીજી મહારાજ.

આફ્રિકાથી આવ્યા પછી બેરીસ્ટર એમ.કે.ગાંધી એ મીઠાના સત્યાગ્રહ કાજે  ૫ માર્ચ ૧૯૩૦ના દિવસે દાંડીયાત્રા કાઢેલ તે તવારીખ ઈતિહાસમાં નોંધાયેલ છે. પણ પછી એક અઠવાડિયા બાદ ૧૩ માર્ચ ૧૯૩૦ના દિવસે BAPS સંસ્થાના બ્રહ્મસ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજને નવાગામમાં મળેલ ત્યારે નીચે મુજબ વાર્તાલાપ થયેલ.

ગાંધીજી :  "સ્વામીજી મારું ધ્યેય (દેશની આઝાદી) સફળ થાય તેવા આપ મને આશીર્વાદ આપો.
શાસ્ત્રીજી મહારાજે ત્યારે પાસે બેઠેલા જોગી મહારાજ તરફ દ્રષ્ટિ કરી કહ્યું કે -
"તમારા પ્રયત્નોથી દેશને આઝાદી મળે તે માટે અમારા આ જોગી હવે થી માળા-જપ કરશે. તમે જો ધર્મ અને નીતિ નિયમનું પાલન કરશો તો ભગવાન તમારું ધ્યેય અચૂક પાર પાડશે"

ત્યારબાદ  લગભગ ૧૭ વરસો સુધી BAPS સંસ્થાના અગ્રગણ્ય સંતવર્ય શ્રી યોગીજી મહારાજે દેશની આઝાદી કાજે માળા ફેરવી. આખરે દેશ આઝાદ પણ થયો પણ પછી શું બન્યું ? નહેરુજી એ દેશને "ધર્મ નિરપેક્ષ" કર્યો અને આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ તેમ "નીતિ નિયમો" નો પણ ધ્વંસ થયો. આજના ભારતમાં પ્રવર્તમાન ઘણા ખરા હિંદુ ધર્મોમાં માંસાહાર અને મદિરાનો નિષેધ છે. જૈન, વૈષ્ણવ અને સ્વામિનારાયણ  જેવા સંપ્રદાયમાં તો ડુંગળી-લસણનો પણ નિષેધ છે. છતાં આજે કેટલા લોકો તેનું પાલન કરે છે ?  ધર્મ-નિરપેક્ષતાની વિચાર-ધારાએ ફરી એક વખત દેશને દંભી, સત્તા લાલચુ અને બે-ઈમાન રાજકારણીઓની ગુલામીમાં ધકેલી દીધો છે.

આ વિકટ પરિસ્થિતિથી દેશના સામાન્ય માનવીને બચાવવાની ફિકર અને ઈલાજ કોની પાસે છે ? તેનો જવાબ મારી માન્યતા મુજબ છે - "આપણા શાસ્ત્રો, મંદિરો અને સંતો."

હમણાંજ આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વાતંત્ર્ય દિવસ નીમ્મીતે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવી રાષ્ટ્રજોગ પ્રવર્ચન વિધિ પતાવી, તુરંત સારંગપુર ધામ આવી પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતનું  કારણ હતું ભારતના સંત શિરોમણી શ્રી પ્રમુખસ્વામીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવાનું.
ધર્મ-નિરપેક્ષતા નો ઢોલ પીટતા રાજકારણીઓ અને ઈતર ધર્મના લોકોને કદાચ તેમની આ ચેષ્ટા નહિ ગમી હોય. પણ તેમના પ્રાસંગિક પ્રવર્ચનમાં તેમણે જે પોતાની કેટલીક અંગત વાતો કરી તેની ભારતના દરેક નાગરિકે વિશેષ નોંધ લેવા જેવી છે.

સૌ પ્રથમ તો તેમણે આંસુ ભીના વદને શોક વ્યક્ત કર્યો કે BAPS ના અનુયાયીઓએ  તેમના ગુરુ ગુમાવ્યા
છે, પણ મેં તો મારા પિતાશ્રી ગુમાવ્યા છે. આજ સંદર્ભમાં તેમણે આગળ જણાવ્યુ કે ૨૦૦૦ના વરસમાં જયારે મને કોઈ ઓળખતું પણ નહિ, ત્યારે યમુના તીરે દિલ્હી અક્ષરધામના ખાત-મુહુર્ત સમયે સ્વામીશ્રી એ મને આગ્રહ કરી મહાનુભાવો જોડે પૂજા વિધિમાં બેસાડ્યો. એટલુજ નહિ પણ અંતર્યામી પણે જાણ્યું કે મારી પાસે પૂજાવિધિ પછી ભેટ મુકવાના પૈસા મારા ખિસ્સામાં નથી એટલે તેની પણ વ્યવસ્થા કરી આપી. ત્યાર બાદ
સ્વામીશ્રીએ તેઓને એક પેન ઈલેક્શનના ફોર્મમાં સહી કરવા માટે ભેટ આપેલ તે હકીકતથી આપણે સૌ
વાકેફ છીએ. વળી તેમણે જણાવ્યું કે સ્વામીશ્રી મોદીજીના પ્રવર્ચનોની વિડીયો મંગાવી તેઓ કાંઈક બોલવામાં ભૂલ કરતા તો તે બાબતમાં પણ તેમને  મીઠો ઠપકો આપી સુધારતા.

મિત્રો હવે તમેજ વિચારો કે અત્યાર સુધી આપણામાંના કેટલા લોકો જાણતા હતા કે દેશની આટલી બધી ફીકર અને ખેવના આપણો કોઈ દેશનેતા નહિ પણ ભારતના સાધુ સમાજે જેમને સંત શિરોમણી તરીકે સ્વીકારેલ તે પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા.

દુનિયામાં શાંતિ અને સુખાકારી સ્થાપવા માટે આજે સૌથી વધારેમાં વધારે જરૂર છે, આપણા ભારતના શાસ્ત્રો,
મંદિરો અને પ્રમુખસ્વામી જેવા નિયમ-ધર્મમાં ચુસ્તતાના આગ્રહી સંતોની. માટે ધર્મ-નિરપેક્ષતાની કે મંદિરો ની શી જરૂરિયાત છે, તેવી મેડિયાની ગંદી અને વાહિયાત સંદેશો ફેલાવતા વ્હોટસએપ સંદેશાઓ થી ચેતતા રહેજો.  

 
   
  

   




      

  







   

Monday, August 15, 2016

ભારતના વડા પ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજ ને શ્રધ્ધાંજલિ

             તારીખ ૧૫/૮/૨૦૧૬ - ભારતના સ્વતંત્ર દિવસના રોજ પોતાના અતિશય વ્યસ્ત કાર્યક્રમો માંથી સમય ફાળવી આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ વંદનીય  સંતવર્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજના દેહ-વિલય બાદ તેમના અંતિમ દર્શન કરવા સારંગપુર આવી પહોંચ્યા હતા. 

              આ પ્રસંગે તેમના હ્રદયમાંથી ઉદભવેલ ભાવનાઓ નું એક અવિસ્મરણીય અને હૃદયંગમ પ્રવર્ચન અત્રે પ્રસ્તુત છે. આ પ્રવર્ચન સાંભળ્યા પછી જે લોકો સ્વામીશ્રીને યથાર્થ ઓળખી શક્યા હતા તે ધન્યતા અનુભવશે અને જે લોકો સ્વામીશ્રીને બરાબર ઓળખી ના શક્યા તેમણે ભારતમાં જન્મ લઇ કેવી સુંદર તક ગુમાવી દીધી તેનો અહેસાસ અનુભવશે.

             

          આ પ્રવર્ચન ગુજરાતી ભાષામાં હોવાથી અન્ય ભાષી લોકોને તો તેનો લાભ નહિ મળે. પણ હ્રદયના તારને ઝણ-ઝણાવતું આ પ્રવર્ચન દરેક ગુજરાતી ભાષા જાણકારે અચૂક સાંભળવું અને અન્ય મિત્રો ને પણ તેમ કરવા જણાવવું. 


              


              
               

 

        

    

Friday, July 29, 2016

'બ્રહ્મસત્ર' - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - (૧)


   
'બ્રહ્મસત્ર' / એપ્રિલ 2016
વક્તા: પુ.બ્રહ્મવિહારી સ્વામી 
સ્થળ : રાજકોટ  



* આ પૃથ્વી ઉપર સત્પુરુષ અનિવાર્ય છે, અને એ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એ ગુણાતીત 
  સત્પુરુષ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે, અને એ સત્પુરુષના મન કર્મ અને વચને સમાગમ થકી જ આપણા માટે 
  મોક્ષનું દ્વાર ઉઘડશે, આ વાત દ્રઢ મનાય ત્યારે જ આ માર્ગમાં આગળ વધી શકાય.

*  ઉપનિષદ જણાવે છે કે આ આત્મા કહેતાક ને અક્ષરબ્રહ્મનું તત્વ પ્રવર્ચનો સાંભળવાથી  નથી સમજાતું.    
   જાજુ વાંચવાથી પણ નથી સમજાતું. કોઈના કહેવાથી નથી સમજાતું. બુદ્ધિ થી કે વિચાર કરવાથી પણ            
   નથી સમજાતું. એતો ફક્ત સત્પુરુષ જેને સ્વીકારે, જેની ઉપર કૃપા દ્રષ્ટિ કરે તેને જ સમજાય છે.

*  અક્ષરની અંદર જેવી ભગવાનની શક્તિ વહે છે તેવી બીજા કોઈ તત્વમાં વહેતી નથી. 

*  પ્રસ્તુત છે એક કલાક અને ૧૮ મિનીટનું એક મનનીય પ્રવર્ચન.

             

               

Thursday, June 23, 2016

પ્રમુખસ્વામી ની સાચી ઓળખ



                ગુરુ શાસ્ત્રીજી મહારાજનું કહેણ આવતા ૧૮ વર્ષની નાની ઉંમરે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યા પહેલા બાળક શાંતિલાલે ગૃહત્યાગ કરી વતન ચાણસદ છોડી, ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ ના દિવસે સાધુ નારાયણસ્વરુપદાસ થયા. આજે દેશના જ નહિ પણ પરદેશની નામાંકિત હાર્વર્ડ અને ઓક્સફર્ડ વિદ્યાલયો ના સ્નાતકો પોતાના વતન અમેરિકા અને ઈંગલાંડ છોડી તેમની પાસે દોડી આવે છે.  બીજે કશેજ નહિ શીખવા મળતી બ્રહ્મવિદ્યાના પાઠ શીખવા કાજે દેશ પરદેશના ભણેલા-ગણેલા યુવકો હોંશે હોંશે તેમની ૯૦૦થી અધિક મુંડન કરાવેલ  ભગવા કપડાધારી સાધુ સમાજમાં જોડાઈ રહ્યા છે.
             
            તેઓના નામે કોઈ જ  બેંક એકાઉન્ટ નથી અને સ્વામિનારાયણ ભગવાને તેમની  શીક્ષાપત્રીમાં કરેલ આદેશ મુજબ પોતે કે તેમના કોઈપણ સાધુ પૈસા - કરન્સી નોટ્સ ને અડકતા પણ નથી. છતાં તેમના આદેશને માન્ય રાખી હરિભક્તોએ આપેલ દાનની રકમમાંથી તેમના માર્ગ દર્શન નીચે દુનિયાભર માં કરોડો રૂપિયાની લાગતથી અનેક ભવ્ય મંદિરો ફક્ત ભારત જ નહી, પણ યુરોપ, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બન્યા છે. તેઓના આદેશ અને માર્ગ દર્શન નીચે ગાંધીનગર અને દિલ્હીમાં હિંદુ સંસ્કૃતિની શાન સમાં ભવ્ય અક્ષરધામ સંકુલ બન્યા છે અને હાલમાં અમેરિકામાં રોબીન્સવિલે - ન્યુ જરસી ખાતે એક વધુ અક્ષરધામ તૈયાર થઇ રહ્યું છે.
          

        તેમણે ઘરસંસાર માંડ્યો નથી કે નથી ક્યારે પણ કોઈ વેપાર ઉદ્યોગ વ્યવસાય કર્યો. તેમ છતાં તેમણે હજારો હરીભક્તો, આશ્રીતો અને આસ્તિકોના પત્રોના જવાબ લખીને તેઓના આર્થિક, સામજિક અને વિવિધ પ્રશ્નોના ઉકેલ સુચવી નિરાકરણ કરેલ છે. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, પતિ-પત્ની કે ધંધાકીય ભાગીદારો ના આંતરિક ઝગડાનો સૌને સ્વીકાર્ય એવો ઉકેલ શોધી આપેલ છે.
       
          તેઓની આ બધી સફળતાઓનું રહસ્ય શું છે ?  તેનો જવાબ ફક્ત એક અક્ષર છે, જે તેમના નામની આગળ લખાય છે અને તે છે - "બ્રહમસ્વરૂપ" કે જેને શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
       
          'બ્રહ્મસ્વરુપ' એટલે શું ? વેદાંતમાં જણાવ્યું છે કે બ્રહ્મ એટલે કે 'પરબ્રહ્મ' પરમાત્માથી ઉતરતી કોટિનું 'અક્ષરબ્રહ્મ'. અને બ્રહ્મસ્વરૂપ એટલે કે "પરમ તત્વ પરમાત્માનું જે કાંઈ અનિર્વચનીય સ્વરુપ છે તે."
       
          હવે કોઈપણ  સામાન્ય જનને મનમાં બે પ્રશ્નો થાય. એક તો આ 'બ્રહ્મસ્વરૂપ' ને કેવી રીતે ઓળખવું ? અને બીજો પ્રશ્ન થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ તેમના આશ્રીતો કહે છે તેમ ખરેખર બ્રહ્મસ્વરૂપ છે કે ?
         

         જેમ જીવ-પ્રાણી માત્રમાં રહેલ આત્માને જોઈ કે અડકી શકાતું નથી. તેવીજ રીતે  'બ્રહ્મસ્વરૂપ' ને જોઈ કે અડકી શકાતું નથી, પણ તેને ફક્ત અનુભવી શકાય છે.
         

        આ બ્લોગ પરની હવે પછીની પોસ્ટ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અત્યંત નિકટ  અને સાનિધ્યમાં  રહી કાર્ય કરનાર સંતોના સ્વાનુભવ-પ્રસંગો દ્વારા તેઓમાં અદ્રશ્ય રીતે છુપાઈને રહેલ તેમનામાં રહેલ 'બ્રહમસ્વરૂપ' ની સાચી પીછાણ કરીશું.



Friday, June 17, 2016

સ્વામિનારાયણ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૧૧)


દુબઈ દેશમાં પ.ભ. શ્રી કાન્તીભાઈ ના એમિરેટ હિલ્સ ખાતેના નિવાસ્થાન માં પધરાવેલ શ્રીજી મહારાજની ભવ્ય મૂર્તિ. 

         

             દોઢ ટન વજનના કમલાસન સહીત ચાર ટન વજન ધરાવતી શ્રીજી મહારાજની આ મનોહર મૂર્તિ ગઢડા (સ્વામીના), ગુજરાત, ઇન્ડિયામાં ચાર વરસની જહેમત બાદ તૈયાર થઇ. પછી સારંગપુર ખાતે બિરાજમાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આપેલ પ્રસાદીના હાર-પુષ્પોથી સંતો દ્વારા તેની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને સ્પેશીયલ પેકિંગ સાથે એક મોટા સી-કન્ટેઈનરમાં મૂકી ગઢડાથી દુબઈ રવાના કરવામાં આવી.   

            

            આ કન્ટેઈનર લઇ આવનાર જહાજ ૨૯/૦૩/૨૦૧૪ના દિવસે દુબઈ પહોંચ્યું. પણ જહાજને ૩/૦૪/૨૦૧૪ના સવારે બર્થ મળવાથી આ કન્ટેઈનર બપોર પછી સુમારે ત્રણ વાગે કાન્તીભાઈના ઘરે પહોંચ્યું. મૂર્તિ વજનદાર હોવાથી કન્ટેઇનરમાંથી બહાર કાઢવા માટે ફોર્ક લીફ્ટ મંગાવવી પડી. ગુરુવારનો  દિવસ હતો એટલે દુબઈમાં બપોર પછી રજાનો સમય હોવાને કારણે સાંજના છેક ૭ વાગે ફોર્ક લીફ્ટની વ્યવસ્થા થઇ શકી.

           

         દુબઈમાં ક્યારે પણ એપ્રિલ મહિનામાં વરસાદ વરસતો નથી, પણ મૂર્તિને જયારે પેકિંગમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે અચાનક વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું. આ રીતે અનાયાશે જ મૂર્તિનો અભિષેક થઇ ગયો - જેનું વિડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું છે. 

          

            ત્યારબાદ પોણો ટન વજન ધરવતા કમલાસનના એક પીસ ઉપર, બીજા પોણા ટન વજન નો પીસ તો જહેમત કરીને હમાલોએ મૂકી આપ્યો. પણ પછી અઢી ફૂટ ઊંચા કમલાસન ઉપર અઢી ટન વજનની મહારાજની મૂર્તિનું પ્રસ્થાપન કરવું હમાલો માટે બિલકુલ અશક્ય હતું.  એટલે કાન્તીભાઈ અને તેમના ધર્મપત્ની ક્રિશ્નાબેને નિજ મંદિરમાં મહારાજ અને પ્રમુખ સ્વામીબાપા આગળ 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન શરુ કરીને ગદ-ગદ કંઠે પ્રાર્થના કરીકે 'હે મહારાજ આપ હલકાફૂલ થઈને આજેજ આપના મૂર્તિ ધામમાં બિરાજમાન થાઓ'. અને મહારાજે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી હળવા ફૂલ થઈ, કમલાસન ઉપર  બિરાજમાન થયા ત્યારે સમય હતો રાત્રીના ૧૦ કલાક નો. 

        

         પછી દુબઈમાં આ મૂર્તિ સ્થાપન વિધિનો વિડીયો  જયારે ઇન્ડીયામાં ગઢડા ખાતે જે સંતના માર્ગ દર્શન નીચે મૂર્તિ તૈયાર થઇ હતી તેમને મોકલવામાં આવ્યો ત્યારે જાણ થઇ કે  જ્યોર્જિયન કેલેન્ડર મુજબ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ૩ એપ્રિલ અને સમય રાત્રીના ૧૦ કલાક હતો. અને બરાબર આજ તારીખ અને સમયના શ્રીજી મહારાજની ઉપરની મૂર્તિ દુબઈ ખાતે પ્રસ્થાપીત થઇ.

         

         પ.ભ. શ્રી કાન્તીભાઈ એ પોતાના નિવાસ્થાન ને એક સુંદર મંદિરમાં રૂપાંતર કરવામાં કોઈજ કચાશ રાખી નથી. પહેલા મજલા ઉપર ઘનશ્યામ મહારાજની બીજી એક સુંદર મૂર્તિ પ્રસ્થાપીત કરી છે. આશરે ૫૦ માણસો બેસી શકે તેવો એક સુંદર સભા હોલ તૈયાર કરેલ છે. આ સભાહોલની દીવાલો ને શોભાયમાન કરવા માટે શ્રીજી મહારાજના લીલા-ચરિત્રોના કેનવાસ પેઈન્ટીગ્સ અને બહાર બગીચામાં ફુવારા પાસે પ્રસ્થાપીત કરવા નીલકંઠ વરણીની મૂર્તિ હજુ તૈયાર થઇ રહી છે. 

         

          હું માનું છું કે આવુ ભવ્ય નિજ મંદિર  તમોને જવ્વલેજ બીજે કશે જોવા મળશે ! 

          



Saturday, June 4, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ ( ૧૦ )


૧૯૭૦ના વર્ષમાં યોગીજી મહારાજે જયારે પૂર્વ આફ્રિકાની મુલાકાત લીધી ત્યારે લંડનના હરિભક્તોએ તેમને લંડન પધારવા વિનંતી કરી. યોગીજમહારાજ ટોરો - યુગાન્ડામાં હતા, ત્યારે લંડનમાં રહેતા હરિભક્તો જોડે ટેલીફોન ઉપર લાંબી વાતચીત દરમ્યાન યોગી બાપાએ કીધું કે તમે પહેલા મંદિર માટે જગ્યા મેળવો પછી અમે આવીશું. તે અરસામાં લંડનમાં બહુજ ઓછા હરિભક્તો હોવાથી મંદિર નિર્માણ કાર્ય અતિ કઠીન હતું.પણ યોગીજી મહારાજને લંડન બોલાવવાના ઉત્સાહના કારણે હરિભક્તોએ મંદિર માટે યોગ્ય જગાની શોધ શરુ કરી.


તે દરમ્યાન ઇન્ડીયામાં યોગીજી મહારાજે એક વખત  લંડનના નકશા ઉપર નજર કરીને નકશા ઉપર પેન્સિલથી એક ટપકું કરીને કીધું કે આ સ્થળ મંદિર માટે ઠીક રહેશે. અને મે ૧૯૭૦ ના વરસમાં બાપાએ ટપકુ કરેલ બરાબર તેજ સ્થળે - ઇસ્લીંગટનમાં એક સેન્ટ જોહન બાપટીસ્ટનું બંધ પડેલ ચર્ચ વેચાણ માટે મળી આવ્યું. શરૂઆતમાં ચર્ચના માલિકો એ જગાની વેચાણ કિંમત ૧૨૦૦૦ પાઉન્ડ કીધી.  ત્યારે હરિભક્ત શ્રી  જયંતીભાઈ ચાંગાને સ્વપ્નમાં દર્શન આપી યોગીજી મહારાજ આ જગા નવેક હજાર પાઉન્ડ માં મળી જશે તેમ કહી ગયા. અને તેમજ બન્યું. બીજા દિવસે ચર્ચના ટ્રસ્ટીઓ તરફથી સામેથી  સંદેશ આવ્યો કે તમે મંદિર નિર્માણના સારા ઉદ્દેશથી જગા ખરીદતા હોવાથી અમે તમોને ૯,૫૦૦ પાઊંડની કિંમતે આ જગા વેચવા તૈયાર છીએ. 


લંડનની ૭૭ એલ્મોર સ્ટ્રીટ પરનું બંધ પડેલ ચર્ચ પછી ૨૩ મેં ૧૯૭૦ ના યોગીજી મહારાજના વરદ હસ્તે  અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર બન્યું. આ મંદિરના ઉદઘાટન સભારંભ દરમ્યાન આશરે પચાસેક હરિભક્તોના નાના સમુદાયને સંબોધતા યોગીજી મહારાજે કહેલ કે "ભવિષ્યમાં લંડનમાં આરસપાણનું ભવ્ય શિખર બંધ મંદિર બનશે અને તે યુરોપનું મોટામાં મોટું મથક બનશે". અને ૨૦૦૦ના વરસમાં ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં નીચે મુજબ નોંધ લેવાઈ ગઈ છે કે :


"લંડનમાં નેસડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર ઇન્ડિયાની બહારનું સૌથી મોટું હિંદુ મંદિર છે. ૨૮૨૮ ટન્સ બ્લ્ગેરીયન લાઈમ સ્ટોન અને ૨૦૦૦ ટન્સ ઈટાલીયન માર્બલ્સ ને પહેલા ઇન્ડિયામાં કંડલા ખાતે શીપ કરવામાં આવેલ. ત્યાં ૧૫૨૬ સ્થપતિઓ એ મળીને તે પત્થરોમાં કોતરકામ-નકશી કરીને પછી લંડન લાવી આશરે ૧૨ મીલીયન (૧૨,૦૦૦૦૦૦) પાઉન્ડના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે" 


૧૯૯૧ના વરસમાં લંડનના નેસડન વિસ્તારમાં આર્લીગટન ગેરેજ અને વેરહાઉસની જમીન પ્રાપ્ત કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભૂમિ પૂજન કરી નુતન મંદિર નિર્માણનું કામ આરમ્ભ્યું. ત્યારે યુરોપ અને અમેરિકામાં માં ભયંકર મંદી વ્યાપી રહી હોવાથી મંદિર માટે જરૂરી મોટી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉભો થયો. એટલે સંતો અને કાર્યકરો એ અંદરો અંદર ચર્ચા કરીને એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. આ ભોજન સમારંભમાં ઈંગલાંડના ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ જેવાકે લોર્ડ સ્વરાજ પોલ, ગ્લોબટીક શીપીંગના રવિ ટીકુ જેવા એકાદ ડઝન આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. એવી અપેક્ષાથી  કે ભારતીય મૂળના આ ઉદ્યોગપતિઓ મંદિરમાટે કાઈક ફંડ ફાળો આપશે. કોઈના તરફથી ફંડ ફાળો તો ના મળ્યો પણ સલાહ મળી કે - "ત્રણ ને બદલે એક જ શિખર નું મંદિર બાંધશો તો આ મંદીના સમયમાં ઓછા ખર્ચે આ પ્રકલ્પ જલ્દી પૂરો કરી શકશો.".


મોટા સંત પુરષોની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિ કાઈક અલગ જ હોય છે. સ્વામીશ્રી પાસે આ પરિસ્થિતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો, ત્યારે ૧૯૯૨ના વરસમાં સ્વામીશ્રી પોતે લંડન પધાર્યા. સ્વામીશ્રીને તેમના હરિભક્તો ઉપર પૂરો વિશ્વાસ હતો અને તેમની ઈચ્છા તેમના હરિભક્તો પાસેથી જ સેવા મેળવી આ મંદિર નિર્માણ કરવાની હતી. એટલે સ્વામીશ્રી એ એક પછી એક એમ પોતાના લાડીલા હરિભક્તોને કહેણ મોકલાવીને  બોલાવ્યા. એટલુજ નહિ બલકે દરેકને અમુક રકમ તાત્કાલિક ૨૪ થી ૩૬ કલાકના સમયમાં જમા કરાવવા આજ્ઞા કરી. અને હરિભક્તો એ મંદીના કપરા કાળમાં પણ પોતાના પ્રાણ પ્યારા ગુરુની આજ્ઞા પાળી. કેટલાકે તો પોતાના રહેવાના મકાન/દુકાન વગેરે વેચી અથવા તો ગીરવે મુકીને પણ સ્વામીશ્રીના કહેવા મુજબ તાત્કાલિક રકમ જમા કરાવી.


આ કઈ રીતે શક્ય બન્યું ? કારણ હરિભક્તોને સ્વામીશ્રી ના વચનમાં પૂરો વિશ્વાસ હતો.  પ્રમુખ સ્વામી જેવા સાચા સનીષ્ટ સંત ક્યારે પણ કારણ વગર આવી માંગણી ના કરે. હરિભક્તોને સ્વામીશ્રી ની એ વાત ઉપર પણ ભરોશો હતો કે "કોઈનો ભાર ના રાખે મુરારી - આ તો દેના બેંક છે - આપો તેથી બમણું થઈને પરત આવે, જેમ જમીનમાં એક દાણો રોપો અને અનેક દાણા ઉગી નીકળે. તેમ સંતની વાત ઉપર વિશ્વાસ રાખી આપેલ રકમ ટૂંક સમયમાં વધીને પરત આવેજ છે તે વાત નો સૌને અનુભવ છે.


અને ભયંકર મંદી વચ્ચે પણ ચારેક વર્ષના ટૂંકા ગાળામાં ૨૦-૮-૧૯૯૫ના દિવસે લંડનના નેસડન વિસ્તારમાં ૭ શિખરનું આરસપાણના પત્થોરથી બનેલ આ ભવ્ય મંદિર સાકાર થયું.  ૧૯૭૦ના વરસમાં ઇસલિંગટન ખાતે યોગીજી મહારાજે કરેલ ભવિષ્યવાણી આશરે ૨૫ વરસ પછી હકીકત બની.

 

યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાન સ્વામિનારાયણના અતિશય કૃપા પાત્ર અને બ્રહ્મસ્વરૂપ સંતોએ કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી સદાય સાકાર થઈને જ રહે છે.   



      

 

   

       



Friday, May 13, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૯)


૧૮૬૭ ના વર્ષમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતિતાનંદ સ્વામી ગોંડલમાં અક્ષરધામ સિધાવ્યા.તેમના અસ્થીને એક ત્રાંબાના ચરુમાં મૂકી તેમની જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવેલ તે જગ્યાએ પધરાવવામાં આવ્યા. તેમની સ્મૃતિમાં ગણોદ ગામના અભયસિંહ દરબારે ત્યાં એક સુંદર દેરી બંધાવી. અને જુનાગઢના બાલમુકુન્દ સ્વામીએ પંચાળામાં જે પત્થર પર બેસી ભગવાન સ્વામિનારાયણે અનેક વખત સ્નાન કરેલ તે પથ્થરમાંથી ચરણાવિંદ કોતરાવી અક્ષરદેરીમાં પધરાવ્યા. ૧૯૨૭ના વર્ષમાં બાલમુકુન્દ સ્વામીના શિષ્ય અને તત્કાલીન જુનાગઢના મહંત નારાયણદાસ સ્વામીની ઈચ્છા આ દેરી ઉપર એક શિખરનું મંદિર બાંધવાની હતી, પણ વડતાલ મંદિરના કોઠારી અને આચાર્યશ્રી એ તે માટે પરવાનગી આપી નહિ. ત્યારે નારાયણદાસ સ્વામીએ કીધું કે - "ભવિષ્યમાં અહીત્રણ શિખરનું ભવ્ય મંદિર બનશે.

કેટલાક વરસ પછી વિરસદ ગામના નારાયણજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી ગોંડલમાં ત્રણ શિખરનું મંદિર બાંધવા માટે તેમના આશ્રીતોને જણાવવા કીધું. એટલે નારાયણજી મહારાજ વિરસદ ગામના તેમના શિષ્યો શંકરભાઈ અમીન અને હીરાભાઈ અમીન અને જડેશ્વરના ભીખાભાઈ શુક્લાને લઈને ગોંડલ ગયા. અહિયાં તેઓએ ગોંડલના મહારાજા ભગવતસિંહજીને મળીને જે જગા ઉપર અક્ષરદેરી હતી ત્યાં મંદિર નિર્માણ માટે તે ખેતરની જમીનની માંગણી કરી. મહારાજા ફક્ત ૨૫૦૦૦ રૂપિયાની નજીવી કિંમતે પણ ત્રણ શરતોને આધીન તે જમીન આપવા તૈયાર થયા. (૧) અક્ષર દેરી જેમ છે તેમજ રહેવી જોઈએ (૨) ત્રણ શિખરનું ભવ્ય મંદિર ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાના ખર્ચથી બંધાવું જોઈએ (૩) મંદિરનું  નિર્માણ ત્રણ વરસમાં થઇ જવું જોઈએ.

નારાયણજી મહારાજ અને હીરાભાઈ અમીને વિચાર્યું કે આ શરતે ફક્ત શાસ્ત્રીજી મહારાજ જ મંદિર બંધાવી શકશે, એટલે તેઓ સારંગપુર શાસ્ત્રીજ મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ મંદિર નિર્માણ માટે તૈયાર થયા પણ શરત કરીકે તમારે જમીન પ્રાપ્ત કરીને મને ફ્રિ માં સુપ્રત કરવાની રહેશે. પછી તે મુજબ ૧૯૩૨ના વરસમાં મંદિરનો શિલાન્યાસ વિધિ કરી નિર્માણ શરુ થયું. મંદિરના પાયાના ખોદકામ દરમ્યાન ચાંદીનો હાથી અને રથ મળ્યા એટલે શાસ્ત્રીજી મહારાજે ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં અહિયાં શોભાના હાથી મુકાશે, લાખો લોકો દર્શન કરવા આવશે અને જે કોઈ અહિયાં મહાપૂજા કરાવશે તેમની મનોકામના પૂર્ણ થશે, અને મંદિર માટે જરૂરી પૈસાની તંગી ક્યારે પણ નહિ આવે.

મંદિર નિર્માણ દરમ્યાન એક વખત બધા સંતો કોઈ પ્રસંગે સારંગપુર ગયેલ. ગાયો અને મંદિરની દેખભાળ માટે ફક્ત મોહન ભગત અને મૂળજી ભગત બેજ .લોકો રહ્યા હતા. ત્યારે એક રાત્રીના કોઈ ચાર બદમાશ લોકો પપ્પૈયાની ઝાડીમાંથી દાખલ થયા. તેઓ પપૈયાના ઝાડ કાપવાની સાથે અને અંદરો અંદર વાત કરવા લાગ્યા કે - "આજતો તેના એવા ટુકડે ટુકડા કરી દેવા છે કે ભવિષ્યમાં કોઈ અહિયાં આવવાની હિમ્મત જ ના કરે". આ સાંભળી મોહન ભગતને ધ્રાસકો પડ્યો કે આજે તેનું આવી બન્યું છે - આ લોકો જરૂર તેના ઉપર હુમલો કરશે. એટલે તેઓ અક્ષરદેરીમાં જઈને ચરણાવિંદ પર મસ્તક ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા કે "હે મહારાજ - હે સ્વામી મને બચાવો". ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપી તેમના માથે હાથ મૂકીને કીધું કે "ભગત ડરો છો કેમ ? તમે એકલા નથી. હું અને શ્રીજી મહારાજ અહિયાં સદાય હાજર છીએ. પછી સ્વામીએ તેમને નજીકના આંબલીના વ્રક્ષ તરફ જોવાને કીધું." આંબલીના વ્રક્ષના પાંદડાના ઝુંડમાં ભગતને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થવાથી હિમ્મત આવી. એટલે તેઓએ પેલા ઘુસણખોર લોકોને જોરથી પડકાર્યા અને બદમાશો ડરીને ભાગી ગયા.

બહુ બધા પ્રશ્નો અને મુશીબતોનો સામનો કરીને પણ શાસ્ત્રીજી મહારાજે ફક્ત બેજ વરસમાં મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું અને ત્રણ દિવસના ભવ્ય યજ્ઞના આયોજન સાથે ૨૩-૫-૧૯૩૪ના દિવસે મંદિરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ટા કરી.                     


    


Thursday, April 21, 2016

સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૮ )

       

ઓગસ્ટ ૨૦૦૪ની અમેરિકાની મુલાકાત દરમ્યાન સિયાતલની બોઇંગમાં કંપનીમાં એન્જીનીયરનો જોબ કરતા પ.ભ.શ્રી રમેશભાઈ પટેલને મારે સૌ પ્રથમ વખત મળવાનું  થયું. વાર્ષિક દિવસની ઉજવણી દરમ્યાન બોઇંગ ની મુલાકાતનો અમે લાભ લઇ શકીએ તે માટે તેમણે અમારા વિજીટ પાસની વ્યવસ્થા કરેલ. આ મુલાકાત બાદ સત્સંગીના નાતે તેઓ અમોને હેતપૂર્વક નજીકના રેન્ટન વિસ્તારના તેમના ઘરે ચા -પાણી માટે લઇ ગયા. ત્યાં મારી મુલાકાત તેમના માતુશ્રી જોડે થઇ. ત્યારે તકલીફ ના સમયમાં  ગુણાતીત સંતો દ્વારા અમોને મળેલ મદદ અને રાહત વિશેના અમારા સ્વાનુભવના કેટલાક પ્રસંગોની આપ-લે થઇ ત્યારે તેમના માતુશ્રી બોલ્યા - "બોઇંગ કંપનીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના બીજા લોકો છે. પણ અક્ષર-પુરષોત્તમ શાખાના અત્યાર સુધી અમે એકલા હતા અને હવે તમે ભળ્યા તેનો મને આનંદ થયો". ત્યારે મેં કીધું "ચાલો આપણે સંકલ્પ ધૂન કરી અહી સત્સંગ વધે એટલુજ નહિ ભવિષ્યમાં અક્ષર-પુરષોત્તમનું મંદિર પણ બને તેવી સ્વામી બાપાને પ્રાર્થના કરીએ". ત્યારબાદ થોડાજ વરસોમાં ડલ્લાસથી શ્રી નીલેશભાઈ પટેલ અને આટલાંટાથી ડોક્ટર જીગેશભાઇ પટેલ આવ્યા અને બોથેલ હિંદુ મંદિર ખાતે અક્ષર-પુરષોત્તમની અઠવાડિક સત્સંગ સભાની શરુઆત થઇ. પછી પ..ભ. શ્રી મુકુંદભાઈએ સીયાતલમાં સત્સંગ પ્રવૃત્તિ સારી રીતે થઇ શકે તે હેતુથી ખાસ ઈશવાકુ વિસ્તારમાં એક મોટું મકાન ખરીદી આપ્યું અને સત્સંગ વિસ્તરતો ગયો. બરાબર ૧૦ વરસ પછી ૨૪ ઓગસ્ટ 20૧૪ના રોજ પૂજ્ય મહંત સ્વામી દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા બાદ રેડમોન્ડ ખાતે ઉપર ના ફોટા મુજબનું મંદિર અસ્તિત્વ માં આવ્યું. મઝાની વાત એ બની કે આ મંદિર અહીની ૯૫ નોર્થ-ઇસ્ટ સ્ટ્રીટ પર બન્યું એટલકે અહી રેડમોન્ડમાં જે સ્ટ્રીટ ઉપર અમારું મકાન આવેલ છે, તે જ સ્ટ્રીટ ઉપર. પણ અમારા ઘર અને મંદિર વચ્ચે એક નાની ટેકરી  અને નદીનું વહેણ છે. શ્રીજી મહારાજ કહે "હું તારા ઘર પાસે તો આવ્યો પણ હવે તું ટેકરી અને નદી  રૂપી સંસારના અવરોધો પાર કરી મારી પાસે આવવા પ્રયત્નો કરજે." ચાલો હવે આ મંદિર નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક ઘટનાઓને વાગોળીને માણીયે :-  

 

       
     



સંસ્થા દ્વારા અહિયાં  મંદિર કરવાની મંજુરી તો મળી ગઈ, પણ મંડળ નાનું, વળી મોટા ભાગના સભ્યો નોકરિયાત, એટલે મંદિર માટે જગા ખરીદવા જરૂરી ફંડ ભેગું કરવાની મોટી જવાબદારી આવી પડી. હજુ તો મંદિર માટે યોગ્ય પરવડી શકે તેવી કિંમતે જગાની શોધ ચાલી રહી હતી, તે દરમ્યાન  ૨૯-૧૦-૨૦૧૨ ના દિવસે ચીનો હિલ્સ મંદિરના કળશ પૂજન તેમજ સેક્રેમેંનટો અને ફોનીક્ષ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સીયાતલ મંદિર ની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ સ્વામીશ્રીએ અમદાવાદમાં શાહીબાગ ખાતે કરીને મૂર્તિઓને અમેરિકા રવાના પણ કરી દીધી. બીએપીએસ ના ઈતિહાસમાં કદાચ પહેલી વખત મંદિર માટે જગા લેવાઈ ના હોય છતાં પૂજન વિધિ કરી મૂર્તિઓ  અમેરિકા રવાના કરી દીધાનો કિસ્સો બન્યો. સ્વામીશ્રીને દ્રઢ વિશ્વાસ હતો, કે સીયાતલના હરિભક્તો મંદિર માટે યોગ્ય જગ્યા ખરીદ્શેજ અને તેમના પ્રયત્નો માં શ્રીજી મહારાજ જરૂર ભળશે જ અને ઘીના ઠામમાં ઘી સચવાશે.   


નાનકડા મંડળના હરિભક્તો મંદિર નિર્માણ માટે તન-મન-ધન બધુજ અર્પણ કરવા થનગની ઉઠ્યા. બહેનોએ કેટરિંગના ઓર્ડરો દ્વારા ૮૦,૦૦૦ ડોલર્સનું ફંડ ભેગું કર્યું. તો યુવકોએ કરેલ જોળી દાન ઉપરાંત સિનિયર્સ - વડીલોએ પણ તેમની અંગત બચતમાંથી દરેકે ૫૦૦૦ હજાર ડોલર્સ સ્વેચ્છાએ આપવાનો નીર્ણય લીધો.અને રેડમોન્ડ અથવા કર્કલેન્ડમાં બજેટમાં બેસે તેવી જગ્યાનીશોધ શરુ કરી. એક દિવસ લોસ એન્જલસ થી આવેલ પુ. સર્વદર્શન સ્વામીને નીલેશભાઈએ મંદિર માટે જોયેલ કેટલીક જગાઓ બતાવી. એક બિલ્ડીંગ આગળથી કારમાં પસાર થતા નીલેશ ભાઈએ કહ્યું - "સ્વામી આ બિલ્ડીંગ મંદિર માટે બધીજ રીતે અનુકુળ છે, પણ તેની કિંમત સાડા છ મીલીયન છે, જયારે અમારી પહોંચ ૩ મીલીયન આસપાસની જ છે". ત્યારે સર્વદર્શન સ્વામીએ હસતા હસતા પ્રસ્તાવ મુક્યો - "આપણે સ્વામીબાપાને પ્રાર્થના કરીએ કે વેચાણ માટેના આ બિલ્ડીંગના માલિકને તેની કિંમત ઘટાડવા માટે સ્વામી પ્રેરણા કરે". 

તે દરમ્યાન સંસ્થામાંથી ફરમાન આવ્યું કે સિયાતલ મંદિરની જગા ખરીદવાનું હમણાં મુલતવી રાખો. તમારી પાસેનું ભંડોળ તાત્કાલિક ચીનો હિલ્સને લોન રૂપે મોકલી ધ્યો. પછી ચીનો હિલ્સ મંદિરના ઉદઘાટન વિધીના સમૈયામાં ભાગ લઇને નીલેશભાઈ તથા જીગેશભાઈ પરત આવ્યાના એક અઠવાડિયા બાદ પેલી છ મીલીયન વાળી જગાના બ્રોકરનો ફોન આવ્યો.આ જગાના માલિકે લોન ભરપાઈ કરવામાં નાદારી દાખવી હોવાથી બેન્કે તે મકાન નો કબજો લઇ લીધેલ. અપેક્ષિત કિંમત નહિ મળવાથી બેન્કે વહેલી તકે મકાન વેચી દેવા બ્રોકરને જણાવેલ. અને પુ.સર્વદર્શન સ્વામીએ કહ્યા પ્રમાણે તે મકાનની  મંદિર માટે અમોને ૩.૪ મીલીયનની નજીવી કિંમતે  ઓફર મળી. ૩૦ દિવસની મુદતમાં પ્રોપર્ટીની પૂરી કિંમત ચૂકવીને હસ્તગત કરવાની હતી એટલે ખરી કસોટી હવે શરુ થઇ, જેની ટૂંકી માહિતી નીચે મુજબ :-

 

વિઘ્નો અને નિવારણ :-

(૧)  તાત્કાલિક મોટી રકમની જરૂરિયાત

સૌ પ્રથમ તો બેંકની અપેક્ષિત કિંમતની ઓફર સ્વીકાર્યા પછી ૩૦ દિવસની અંદર ડીલ ક્લોઝ કરવાનું હતું. એટલેકે ચુકવણી કરવા તાત્કાલિક મોટી રકમની વ્યવસ્થા કરવાની.હરિભક્તોએ પોતાના રહેણાંક ના મકાન બેન્કને ગીરવી મૂકી જરૂરી રકમ એકઠી કરી લેવાની તૈયારીઓ શરુ કરી દીધી.

(૨)  ઓફીસ માટેના મકાન નું - જાહેર વપરાશ/મંદિર માટે કાઉન્સિલની મંજુરી :-

નવા કાનુન પ્રમાણે આ જુના મકાનને "ભૂકંપ વિરોધી" કરવું જરૂરી હતું, જે માટે સ્ટીલના

કેટલાક નવા ગર્ડરસ બેસાડવા જરૂરી હતું. આ કાર્ય પાર પાડવા આ જુના મકાનના પ્લાન્સ

નકશા ક્યાંથી લાવવા ? નવા નકશા બનવવા અતિશય ખર્ચાળ અને સમય માંગી લે તેમ હતું . આ પ્રશ્નનો હલ પણ કેવળ શ્રીજી-સ્વામીની કૃપાથી આવ્યો. બન્યું એવું કે મૂળ ભારતીય એવા એક કોન્ટ્રાકટરને આ મકાનના મૂળ માલિકે કશાક કામ અર્થે મકાનના પ્લાન્સ આપેલ. કોન્ટ્રાકટરે સોંપેલ કામનો કોસ્ટ એસ્ટીમેટ મકાન માલિકને આપેલ પણ વાત આગળ વધી નહિ. આ મકાનના  માલિક બદલાયાના તેને સમાચાર મળતા તે આવ્યો. અને તેની પેન ડ્રાઈવમાં સચવાયેલ આ મકાનના  નકશા તેણે અમોને આપ્યા અને અમારી ગાડી આગળ વધી.

મંદિર માટે પસંદ કરાયેલ આ મકાન પાસેથી "સમ્મામીશ" નદીનું એક નાનું વહેણ પસાર થાય છે. જાહેર વપરાશ માટે લેવાતું મકાન નદીના વહેણ થી અમુક ફૂટ દુર હોવાની અહીની સ્થાનિક કાઉન્સીલે એક મર્યાદા બાંધી છે. આ નિયમનું પાલન કરવા મકાનની એક બાજુની દીવાલમાં ફેરફાર કરી  આશરે ૬ ઇંચ જેટલી  અંદર લઇ જવી પડે તેમ હતું. અમારા માટે આ એક તર્દન બિન જરૂરી ખર્ચ હતો. તે બચાવવા અમોએ અહીના મેયરનો સંપર્ક કર્યો. અમારા સદનશીબે મેયરની દીકરી અને એક હરિભક્તની દીકરી સ્કુલમાં એકજ ક્લાસમાં ભણતા હોવાથી આ કામ વધારે આશાન થયું. મેયરે અમારી તકલીફ સમજીને આ નિયમમાં છૂટ આપવાની ભલામણ કરી આપી.

ત્યારબાદ સ્થાનિક કાઉન્સિલ ના નિયમોનું પાલન થાય તે રીતે મકાનમાં કેટલાક જરૂરી ફેરફારો - કેટલીક દીવાલો નષ્ટ કરી અને કેટલીક નવી બનાવી - મૂર્તિઓના સ્થાપન - સિંહાસન, પુજારી માટે રહેણાંક, સભાહોલ,  રસોઈઘર, ભોજનાલય, સંતો માટે નિવાસ, ક્લાસ રૂમ્સ , બાથરૂમ્સ -ટોઇલેટમાં જરૂરી ફેરફાર ક્યા અને કેવી રીતે કરવા તે બધુજ સંતો અને હરિભક્તોની ટીમે  સવિસ્તાર ચર્ચા કરીને નિર્ણય લીધા બાદ તે મુજબના પ્લાન્સ - નકશા તાબડ-તોબ તૈયાર કરવામાં આવ્યા. અને સ્થાનિક કાઉન્સિલમાં મંજુરી માટે રજુ કરી દેવામાં આવ્યા. ડીલ-કલોઝિંગ કરવા માટે હવે ફક્ત એકજ અઠવાડિયાનો સમય બચ્યો હતો. નિર્ધારિત તારીખે અમારા પ્રતિનિધિ એવા બે હરિભક્તો કાઉન્સિલમાં "મંજુરી પત્ર" લેવા ગયા. ત્યારે ત્યાં હાજર અને જવાબદાર બહેને ઠાવકાઈથી કહી દીધું "તમે કેટલાક અમાન્ય ફેરફારો કર્યા હોવાથી હું તમોને "મંજુરી પત્ર" આપી શકું નહિ. આ સાંભળી અમારા પ્રતિનિધિઓ હેબતાઈ ગયા, જાણેકે કિનારે પહોચેલા બાર વહાણ એકાએક ડૂબવા લાગ્યા.

હવે શું કરવું ? મતિ મૂંઝાઈ ગઈ અને પગ જમીન સાથે ચોંટી ગયા ! તે દરમ્યાન કેબીન માંથી બહાર નીકળી વોશરૂમ તરફ જઈ રહેલા એક ઓફિસરની નજર અમારા પ્રતિનિધિઓ ઉપર પડી. તેનામાં જાણે શ્રીજી મહારાજ આવીને વસ્યા હોય તેમ નજદીક આવી તેણે પૂછ્યું -"સજ્જનો તમે કાંઈક ચિન્તામાં લાગો છો ! હું તમોને કાંઈક મદદ રૂપ થઇ શકું તેમ હોય તો મને ખુશીથી જણાવો ! ". અમારા પ્રતિનીધીઓની વાત સાંભળ્યા પછી તેણે કીધું - "જે ભાઈ તમોને "મંજુરી પત્ર" આપનારા હતા, તે આજે રજા ઉપર છે, પણ હું તમારો કેશ બરાબર જાણું છું. જે બહેને તમોને અજાણતા "ના" કહી તે મારા હાથ નીચે કાર્ય કરે છે. હું તમોને "મંજુરી પત્ર" આપવા માટે  તે બહેન ને હમણા જ ફરમાન કરું છું.

પછી તો મંજુરી પત્ર મળી ગયો અને પૈસા ચૂકવીને બેંક પાસેથી મકાન ની ચાવી પણ હાથમાં આવી ગઈ.  એટલે નાના-મોટા-બાઈ-ભાઈ-અબાલ-વૃદ્ધ સૌ પોત પોતાના ઘરેથી સફાઈનો સામાન લાવી ત્રણ વરસથી ખંડીયાર હાલતમાં પડેલ ૫૦૦૦ ચોરસ ફીટમાં પથરાયેલ એ મોટા મકાનની સફાઈ કરવાના સેવા યજ્ઞમાં જોડાઈ ગયા. અંકુરભાઇ પટેલે પોતાના ધંધાને થોડો  સમય વિરામ આપી - કડિયા-સુથાર-પ્લમ્બર-કારીગરોને શોધી ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું કાર્ય થાય તેની જવાબદારી લીધી. મકાનનું ઈલેક્ટ્રીફીકેશન સંતો એ બનાવી આપેલ નકશા મુજબ હરિભક્તોએ જાતે કર્યું. મકાનની બધીજ દીવાલો - દરવાજાના  રંગ કામની જવાબદારી બહેનો એ સંભાળી તો કિચન અને ડાઈનીંગ હોલમાં વજનદાર લાદી ઓ બેસાડવાની જવાબદારી યુવાનો એ લીધી. વડીલોએ પાર્કિંગ એરિયાની સફાઈ તેમજ સુકાઈ ગયેલ લોન અને ફૂલઝાડને ફરીથી નવ -પલ્લવિત કર્યા. અત્રે ના જૈન સમાજના એક પ્રતિષ્ઠિત વેપારીએ તેમની ફેક્ટરીમાંથી મંદિર  માટે જરૂરી વાયર-કેબલ્સ વિના મુલ્યે આપ્યા તો બીજા એક શીખ વેપારીએ મંદિર માટે જરૂરી "ગ્રેનાઈટસ" વિના મુલ્યે આપ્યા. આમ જોત જોતામાં એક સુંદર મંદિર સાકાર થયું.