Tuesday, September 26, 2017

પ્રગટ સદા પ્રગટ

મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભક્તિમાર્ગને વિષે પ્રવર્ત્યો એવો જે ભગવાનનો ભક્ત તેને એવું એક સાધન તે કયું છે જે, એક સાધનને કર્યા થકી જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તે સર્વે તે એક સાધનને વિષે આવી જાય ?” 


પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ત્રીશ લક્ષણે યુક્ત એવા જે સંત તેનો જે સંગ તે મન, કર્મ, વચને કરીને રાખે તો જેટલાં કલ્યાણને અર્થે સાધન છે તેટલાં સર્વે તેના સંગમાં આવી જાય છે.” -

                           ***********************


                       શ્રીજી મહારાજની રુચિ અને અભિપ્રાય ના જાણકાર  એવા                                                  સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામિ એ નીચેનું કીર્તન રચ્યું ;-                                                                                                                                                                             ધન્ય ધન્ય એ સંત સુજાણને,

જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ  ૧

આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ... સંત ૨

જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ... સંત ૩ 

જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા’લાનાં વેણ... સંત ૪

જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ... સંત ૫ 

જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ... સંત ૬

જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના† પાવ... સંત ૭

જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ... સંત ૮ 

એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ... સંત ૯

ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ... સંત ૧

એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી‡ દૂર... સંત ૧૧

કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર... સંત꠶ ૧૨


સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીના આ કીર્તન ઉપરથી વરસો પૂર્વે પ્રમુખ સ્વામિ મહારાજ ની આણંદ ખાતે ઉજવાયેલ જન્મ જયંતી નીમ્મીતે સંતોએ નીચેના સુંદર વીડીયો નું નિરૂપણ કર્યું.




શ્રીજી મહારાજે સંત સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામિ મહારાજ માં રહીને કરેલ કાર્યો ની યાદી :-                                 

■ અક્ષરધામ નિર્માણ~ 3   (દિલ્હી, ગાંધીનગર, અમેરિકા)
■ વિદેશમાં શિખર બદ્ધ મંદિરોનું નિર્માણ -8  (લંડન, કેન્યા, અમેરિકા-5, કેનેડા)
■ દેશમાં ભવ્ય 31 શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ ;  મુંબઈ, દિલ્હી, તીથલ, સાંકરી, સુરત, સિલવાસા, નવસારી, ભરૂચ, સુરેન્દ્રનગર, લીંબડી, રાજકોટ, ભાદરા, જામનગર, જુનાગઢ, મહુવા, ધારી, ભાવનગર, બોડેલી, દાહોદ,  મેહસાણા, હિમ્મતનગર, નાગપુર, આણંદ, ડભાણ, નડિયાદ, કોલકત્તા.
■ 75 હજાર ગામોમાં વિચરણ
■ 2લાખ 50000 ઘરોમાં પધરામણી
■ 7 લાખ પત્રો લખ્યા.
■ ૧૫  શાળાઓમાં અદ્યતન સુવિધા સાથેનું શિક્ષણ
■ ભૂકંપ ગ્રસ્ત ૨૫ ગામો દત્તક લઈ તેનો વિકાસ
■ ૨૬ છાત્રાલયોમાં છાત્રો માટે આધુનિક વ્યવસ્થા
■1100 મંદિરોમાં સ્વહસ્તે પ્રાણપ્રતિષ્ઠા
■ ૮૫૦ પ્રકાશનોનું અલગ-અલગ પ્રગટીકરણ -અઢાર સામયિકો પ્રકાશિત
■ ૧૦૦૦ સંતોને દીક્ષા આપી સંતમાળની રચના
■ ૧૦૦૦ જેટલા ગામોને ભૂકંપ, પૂર, દુષ્કાળ, કુદરતીઆપત્તિમાં રાહત પહોંચાડી.
■ 9 લાખ સત્સંગ સભાઓ દર વર્ષે થાય છે, જેમાં પ્રત્યેક સભામાં 100 થી 500 કે 1000 ની સંખ્યામાં ભક્તો નિત્ય સત્સંગ કરે છે.
■ ગ્રામ, શહેર, તાલુકા, નગર કક્ષાએ રોજ અને સાપ્તાહિક મળીને દર વર્ષે થતી સત્સંગ સભાઓમાં સંખ્યા 30 લાખ 45 હજારની થાય છે.
■ ૯૦૦૦ મહિલા સત્સંગ કેન્દ્રો
■ ૯૫૦૦ બાળ-યુવા સત્સંગ કેન્દ્રો
■ ૨૧૦૦૦ ગાય-બળદ-પશુઓની કેટલકેમ્પ દ્વારા સારસંભાળ
■ ૨૮૫૦૦ વૃક્ષારોપણ
■ ૩૬૦૦૦  યુવાનોને આંતરરાષ્ટ્રીયમહોત્સવો દ્વારા પ્રોત્સાહન
■ ૬૦૦૦૦ યુવાનોને રચનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ કર્યા
■ ૯૦૦૦૦ તબીબોને પરિષદો દ્વારા જ્ઞાાન, તાલીમથી કટિબદ્ધ કર્યા.
■ કચ્છ ભૂકંપ વખતે ૧૮૦૦૦૦૦ ડીશ-ભોજનનો પ્રબંધ કર્યો.
■ ૨૧૦૦૦૦૦ હરિભક્તોએ ચાર જ દિવસમાં સારંગપુરમાં દિવ્યાત્માનાં દર્શન કર્યા
■ ૪૦૦૦૦૦૦ લોકોને વ્યસનમુક્ત કર્યા
■ ૪૦૦૦૦૦૦ લોકોએ દ્વિશતાબ્દી મહોત્સવમાં (શ્રીહરિ) દર્શન કર્યા. (1981)
■ ૫૦૦૦૦૦૦ લોકોએ યોગીશતાબ્દિ મહોત્સવમાં (1992) દર્શન કર્યા
■ ૫૦૦૦૦૦૦ લોકોને બાર મોબાઈલ મેડિકલ ક્લિનીકથી સારવાર
■ ૮૦૦૦૦૦૦ લોકોએ ગુણાતીત દ્વિશતાબ્દિ મહોત્સવ (1985)માં દર્શન કર્યા.
■ દોઢ કરોડ લોકોને કુદરતી આફતોમાં રાહત આપી.
■ દસ કરોડ દર્શનાર્થીઓએ  વિવિધ અક્ષરધામ મંદિરોમાં દર્શન કર્યા.
■ તેર કરોડ દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં સારવારનો લાભ મળ્યો
■ ૧૧૯૬ દિવસ સળંગ સારંગપુરમાં રોકાણ. (તા. ૫-૫-૨૦૧૩થી ૧૩-૮-૨૦૧૬)
■ શ્રીપ્રમુખસ્વામી મહારાજ કુલ : ૩ ૪ ૫૮૩ દિવસ - ૧૨ કલાકનુંઆયુષ્ય ભોગવી  અક્ષરધામ નિવાસી થયા.
■ એક દિવસના  ૨૧૬૦૦ શ્વાસોચ્છવાસ લેખે તેમના કુલ ચુંવોતેર કરોડ, સિત્તેર લાખ, ત્રણ હજાર છસો શ્વાસનું આયુષ્ય થાય છે.