Saturday, November 25, 2017

મિત્રો, વ્હોટસ એપ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા સત્યતા ચકાશો






હું માનું છું કે હાલ ઇન્ડીયામાં બી.જે.પી ના ઉદય સાથે જે લોકો ને હિન્દુઇઝમ ના પુનરસ્થાપન વિષે ની દહેશત છે અને કોંગ્રેસ ની બિન-સામપ્રદાયિકતા નું જતન કરવું છે તેવા કોઈ બુદ્ધિજીવી એ ચાણક્ય ના નામે આ ગતકડું વ્હોટસ એપ ઉપર ગબડાવ્યું છે.


હું ૧૭ વરસ થી બી.એ.પી.એસ. સાથે સંકળાયેલ છું. અને જગતવંદનીય પ્રમુખ સ્વામી મહારાજે છેલ્લા એક દસક માં દુનિયાભર માં ભવ્યાતી ભવ્ય વિશાળ મંદિરો બનાવ્યા છે. અને પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે તેમ આ મંદિરો હકીકત માં બ્રહ્મવિદ્યા ની વિશ્વ વિદ્યાપીઠો છે. મારી જિંદગી માં સ્કુલ-કોલેજો દ્વારા મેં મેળવેલ જ્ઞાન દ્વારા હું ફક્ત ધન ઉપાર્જિત કરી શક્યો. પણ મેં પ્રાપ્ત કરેલ ધન દ્વારા મારી, મારા કુટુંબીજનો અને મારા સમાજ ની સુખાકારી માટે મારે કેવી જીવન શૈલ અપનાવવી તે જાણકારી તો મને મંદિરો દ્વારા મળતી બ્રહ્મવિદ્યા દ્વારા મળી.


મિત્રો હકીકત મા તો બી.એ.પી.એસ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ભવ્ય મંદિરો દ્વારા વ્યસનમુક્તિ, સેવા પરાયણતા, અને સંસ્કારી સમાજ નિર્માણ થી આઝાદી પછી બિન-સાંપ્રદાયીકતા ના અંચળા હેઠળ દબાઈ ગયેલ ભારત દેશ ઉન્નતી ના માર્ગે આગળ વધી રહ્યો છે.


પ્રસ્તુત છે આપણા વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું આ વિષે પ્રવર્ચન :-

                                   

દુનિયા ની કોઈપણ મહાવિદ્યાલય માં શીખવવામાં આવતા અભ્યાસ, ત્યાના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ના જ્ઞાન અને જીવન શૈલી ની તુલના બી.એ.પી.એસ. ના સારંગપુર મંદિર ખાતે બ્રહમવિદ્યા શીખવતા અને શીખતા સાધુ જોડે દુનિયા નો કોઈ પણ સ્કોલર નોંધ લઈને રીપોર્ટ તૈયાર કરે તો સારંગપુર મંદિર ની બ્રહ્મવિદ્યા ની વિદ્યાપીઠ બેશક પહેલો નંબર પ્રાપ્ત કરશે.


અથવા તો  ગાંધીનગર, દિલ્હી અને રોબીન્સવિલા-અમેરિકા ના ભવ્ય અક્ષરધામ ખાતે ની મુલાકાતી ઓ ની નોંધ પોથી માં દુનિયાભર ના મહાનુભાવો એ ટપકાવેલ અભિપ્રાય વાંચશો તો આવા મંદિરો ની આજે કેટલી બધી જરૂરત છે તે સમજાશે.


આપ જો મારા આ મંતવ્ય સાથે સહમત હો તો આ પોસ્ટ ને વધુમાં વધુ લોકો સુધી પહોચાડશો અને નીચે ના ચિત્ર માં દર્શાવેલ લોકો થી સાવધાની કેળવશો.











Friday, November 24, 2017

ભારત ના વડા પ્રધાન પદ નો તાજ આકર્ષક કે કાંટાળો ?

જન સંખ્યા પ્રમાણે નીચે નકશા માં બતાવેલ ૨૦ દેશો = આપણો ભારત દેશ 

       મતલબ કે ભારતના વડા પ્રધાન ને ઉપર દર્શાવેલ ૨૦ દેશો ની   આબાદી જેટલા માણસો ની સુખાકારી સંભાળી ખુશ રાખવાના

--- સાલું જબરું ખાતું છે મોદી સાહેબ નું --- 

1. આખા દેશ નો વહીવટ કરવાનો.

2. દરેક રાજ્ય મા ચૂંટણી ની રેલીઓ ચાલુ હોય

3. વિદેશ પ્રવાસ ચાલુ જ હોય 

4. રોજ નવા મુદ્દા પર ....લોકસભા અને વિધાન સભામાં રણનીતી નક્કી કરવાની.

5. બજેટની માથાકૂટ હોય 

6. દરેક રાજ્યના રિપોર્ટ 

7. આંતરીક વિરોધ , પક્ષની અંદરનો વિરોધ....... બઘા પર કાબુ રાખવાનો.

8. સરકારી અઘિકારી, વિચિત્ર નેતાઓ અને પોલીસ ખાતા.... પર કાબૂ રાખી કામ કરાવાનું.

9. સુપ્રીમ કે હાઈકોર્ટનું લફડુ ચાલુ જ પડયુ હોય ....અને ..

10. પેલો કેજરીવાલ અને રાહુલ... ...રોજ સામે ઊભાં ને ઊભા જ હોય.... તોય મોદી સાહેબ ક્યારેય... - મગજ નથી બગાડતા, 

- બીમાર પડી ને રજા નથી લેતા ,... કે.. કોઈ કામ બીજા ને નથી સોંપતા.

...રોજ નવા ... સેટીંગ કરવાના, યોગ હોય કે - વાઈબ્રન્ટ રેલી હોય કે - રેડિયો, પેપર હોય કે ટીવી...


* રાહુલ વારંવાર વેકેશન પર


* સોનિયા વારંવાર અમેરીકન હોસ્પિટલ


*  લાલુ વારંવાર જેલ


*  365 દિવસ નોન સ્ટોપ મોદી સાહેબ... 🙏.. ઊભા ને ઊભા જ હોય.. 🙏 

  

✋ ગમે એટલો મોટો વિરોધી હશે...... એને પણ એ માનવું તો પડશે જ કે...

       ગજબ ની શક્તિ મોદી પાસે છે


જરા સોચો તમને કે મને નિસ્વાર્થ ભાવે આવી ફર્જ બજાવવાનું કહેવામાં આવે તો પહેલા તો આપણી પાસે આટલો ભોગ આપવાની તૈયારી અને બીજું શક્તિ છે ???????????? 


તમારી આજુ બાજુ સગા વહાલા મિત્ર મંડળમાં આવી દેશ દાઝ વાળો કોઈ દેશભક્ત તમોને દેખાય છે કે???????  

  

### જવાબ જો "ના" હોય તો ### 

એમના કુશળ સ્વાસ્થ્ય અને શક્તિ માટે ભગવાન ને નિત્ય પ્રાર્થના કરજો અને આ મેસેજ ને વધુ માં વધુ લોકો સુધી પહોચાડવા પ્રયત્ન કરજો. યાદ રાખો પ્રાર્થના માં અજબ ની શક્તિ અને સામર્થ્ય રહેલું છે. 

(બચ્ચનજી ને જયારે કુલી ના શુટિંગ વખતે ગંભીર ઈજા થઇ હતી ત્યારે તેમના ચાહકો ની પ્રાર્થના ના બળે તેમને નવજીવન પ્રાપ્ત થયેલ.)





Wednesday, November 22, 2017

અમેરિકા માં આજે ઉજવાઈ રહેલ "થેન્ક્સ ગીવીંગ ડે" ની ઉજવણી મારી રીતે

       આજે ગુરુવાર અને ૨૩ નવેમ્બર ૨૦૧૭ ના દિને અમેરિકામાં થેન્ક્સ ગીવીંગ ડે ની ઉજવણી થઇ રહી છે.  ત્યારે મારા માટે આજનો દિવસ એટલે મારી આ જીવન યાત્રા ને સફળ અને સુખદાયી બનાવવામાં જે જે લોકો એ મહત્વ ની ભૂમિકા ભજવી છે, તેમને યાદ કરવાનો દિવસ-ઋણ સ્વીકાર નો દિવસ -મનોમન વંદન કરવાનો દિવસ અને મારા હ્રદય ના ભાવો આ બ્લોગ પોસ્ટ ઉપર શબ્દ સ્વરૂપે વ્યક્ત કરવાનો દિવસ. 




સુરેન્દ્રનગર ના સ્વામિનારાયણ મંદિર ની માલિકી ની જગામાં બીજા ભાડુતોની સાથે બે રૂમ નું રહેણાંક ભાડે રાખી પત્ની તેજબાઈ જોડે સંસાર માંડ્યો. મારું તે સારું મૂકી જગત માં જે સારું તે મારું સમજી સ્થાનકવાસી જૈન ધર્મ ત્યજી મુળી સ્વામિનારાયણ મંદિર ના અતિ ત્યાગી  અને તપસ્વી સાધુ ગોપીવલ્લભદાસ ના હસ્તે વર્તમાન ધારણ કરી, તિલક ચાંદલો, પૂજા પાઠ, વ્રત જપ પરાયણ જીવન જીવીને અમોને વારસા માં સ્વામિનારાયણ સંપ્રદાય અને અમોને એક આદર્શ જીવન શૈલીની રીત શીખવી જવા બદલ આપને કોટી કોટી વંદન. 





આજે આપની ચીર વિદાય ના ત્રણ દશક પછી પણ હું મારી આંખો બંધ કરું છું અને સ્પષ્ટ નિહાળું છું; નિત્ય સવારે પિતાશ્રીના દુકાન પ્રયાણ પછી તુરંત કબાટ માંથી સુંદર ફૂલો ની છાપ વાળો નવો સાડલો પરિધાન કરી કપાળે કંકુ નો મોટો ચાંદલો કરી તમારું મંદિર તરફ પ્રયાણ. હા આજે પણ હું સ્પષ્ટ જોઉં છું મંદિરમાં લાકડાની ઘોડી ઉપર વચનામૃત નું પુસ્તક મૂકી કેટલીક સાંખ્યયોગી અને બીજી બહેનો સમક્ષ તમે વાંચન કરતા તે દ્રશ્ય. સંધ્યા સમયે ઠાકોરજી ની આરતી ઉતારી, દૂધ ધરી અને પછી ભક્તચિંતામણી અને હરિ લીલામૃત નું ગાન કરતો તમારો અવાજ હજી પણ મારા કાનો માં ગુંજે છે.


યાદ છે મને ફાનસના અજવાળે માટીના ચુલા ઉપર તાવડી મૂકી અમારા માટે બાજરી ના ગરમ ગરમ રોટલા શેકતાનું અને રાત્રીના પાટલા ઉપર બેસી ગરમ ગરમ ખીચડી દૂધ જમતા મારા પિતાશ્રી ને તમો હાથ પંખો વીંઝતા નું દ્રશ્ય. બહેન પાસે પાટલા ઉપર ફાફડા ગાંઠિયા ઘસાવી પ્રાયમસ ઉપર તેલ ના તવા માં તમો તળી અમારા માટે મોટો ડબો ભરતા નું દ્રશ્ય. ઘરના સૌ સભ્યો ને સ્નાન અને ૫ માળા કર્યા પછી જ ચા-નાસ્તો અને અગિયારસ ને દિવસે ઉપવાસ નો અમારો ઉત્સાહ વધારવા ફરાળ માં બટાકા નું શાક, રાજગરા ની પૂરી ઉપરાંત શીંગ ની સુખડી, તલ ની ચીકી, ઘી માં સાંતળેલ ખજુર અને બટાકા ની કાતરી માં ભેળવેલ તળેલી શીંગ અચૂક રહેતી.


બે ઓરડા અને ઓસરી ના ભાડાના નાનકડા એ ઘરમાં કેટ કેટલા મહેમાનો ને તમો એ સાચવી લીધેલા? અમે ૬ ભાઈ બહેનો, દાદી તેજમા ઉપરાંત પેટીયું રળવા ભાવનગર આવેલ રાજસીતાપુરના દુરના પિત્રાઈ લાડકચંદ અને ભદ્રેશી થી આવેલ લક્ષ્મીચંદ નો  મહિના ઓ સુધી એ નાનકડી જગા માં સમાવેશ થઈ શક્યો હતો.


અને હા મારા સ્કુલ અને કોલેજ ના ૧૨ વર્ષના ગાળામાં ક્યારે પણ કોઈ માંદગી  કે બીમારીએ તમારા માં રહેલ સાત્વિકતા, પવિત્રતા અને સેવાભાવના કારણે જ તમારા શરીર માં ક્યારે પણ પ્રવેશ કરવાની હિમ્મત કરી નહોતી.


એ જમાનામાં ફક્ત ૪ ચોપડી સુધી અભ્યાસ કરેલ ગ્રહીણીમાં આટલી બધી સૂઝ, સમઝણ, આવડત ક્યાંથી આવી? એ પ્રશ્ન નો એક ફક્ત જવાબ છે, આપના માતુશ્રી અને મારા નાની સમજુ-બા. નામ એવાજ ગુણ એ સમજુ-બા એ સ્વસુરગ્રહે વળાવતા પહેલા તમારા માં સિંચેલ ગૃહ સંસ્કાર.


તમે અને નાની સમજુ-બા મારા હર્દય પટ પર મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સદાય છવાયેલ રહેશો.



ધન સંપતી ને બદલે તમોએ શૂન્ય માંથી સર્જન કરવાની આવડત મને વારસા માં આપી. મારા જીવ માં ધર્મ નિયમ વૃત જપ ના બીજ જન્મ સાથે જ રોપી ખંત પૂર્વક તેનું પોષણ કર્યું. સફળતા ના શિખરે પહોંચ્યા પછી ધન-સંપત્તિ વધારવા તરફ દુર્લક્ષ કરી તમોએ ધીમે ધીમે દિન દુખિયા ને મદદગાર બની પ્રભુ પરાયણ જીવન શૈલી અપનાવી. 


મને યાદ આવે છે, ૧૦ ફેબ્રુઆરી ૧૯૬૬ ના વહેલી પરોઢ ના પાંચ વાગ્યાની એ ઘટના. હોસ્પિટલ ની પથારી માં જીવનના  અંત નો સૂચક આપના  એક દંડિયા  શ્વાસ ની શરૂઆત થઇ ચુકી હતી. ત્યારે સમાજમાં ઊંચા મોભા ના પ્રમાણ માં આપની ધન સંપત્તિ ના અભાવની પરીસ્થિતી થી વાકેફ એવા હાજર એક હિતેચ્છુ મિત્રે આપને પુછેલ -"અંત સમયે આપની કાઈ ઈચ્છા કે મારા તરફ થી અપેક્ષા કે કોઈ ભલામણ કરવી હોય તો વિના સંકોચે મને કહો". ત્યારે તમોએ કેટલી સ્વસ્થતા પૂર્વક કહેલ કે -"મને મારા નાના દીકરા ની આવડત માં સંપૂર્ણ વિશ્વાસ  છે, એટલે તમે હવે મારા આત્મા ની સદગતી માટે સ્વામિનારાયણ નામની ધૂન કરો". આટલું કહી આપે હમેશ માટે આંખો બંધ કરી દીધેલ.


આ ઘટના સમયે મારો એન્જીનયરીંગ નો અભ્યાસ પણ હજુ પૂર્ણ થયો ન હતો. હકીકત માં ૨૦ દિવસ પછી મારી છેલા વરસની ફાઈનલ પરીક્ષા ઓ શરુ થનાર હતી. દેહ ત્યાગ વેળાએ  ઇષ્ટદેવ સ્વામિનારાયણ માં તમારી શ્રદ્ધા કેટલી દ્રઢ હતી તે વાત વરસો પછી આજે મને સમજાઈ છે. હકીકત માં તો ધન સંપતી ને ગૌણ ગણી, ઇષ્ટદેવ ને યાદ કરી  આશીર્વાદ રૂપી મહામૂલી મૂડી મને આપી ને આપે દેહત્યાગ કરવાનું ઉચિત માન્યું. 


ધન સંપત્તિ ને બદલે મને ધર્મ પરાયણ જીવન શૈલી નો વારસો આપવા બદલ આપને કોટી કોટી પ્રણામ.





ડીસેમ્બર ૧૯૭૧ મા આગમન સાથે જ સ્વેચ્છા એ જવાબદારી સ્વીકારી મને મારી બે સામાજિક ફરજો માંથી નિવૃત્તિ અપાવી - (૧) સંધિવાના કારણે હલન ચલન કરી શકવાને અસમર્થ મારી માતા ની કાળજી પૂર્વક ની સંભાળ [ ટોઇલેટ માં ફસડાઈ પડેલ મારી માતા ને નાના બાળક ની જેમ શાવરમાં લઇ જઈને નહવારવી સ્વચ્છ કર્યા નો પ્રસંગ હું ક્યારે પણ ભૂલી શકુ તેમ નથી](૨) મારી નાની બહેન માટે યોગ્ય જીવન સાથી ની શોધ કરીને  લગ્ન વિધિ પતાવી સ્વસુર ગ્રહે વિદાય અપાવી.


પિયરગ્રહ ની રસોઈ, કરકસર પૂર્વક ની ઘર રખાવટ અને પહેલા 'સ્વામિનારાયણ' નું ક્યારેય નામ પણ નહિ સાંભળ્યું હોવા છતાં સાસુમા પાસે થી જાણી સ્વામિનારાયણ સંપ્રદાય ના ચુસ્ત નિયમધર્મનું  પાલન સ્વીકારી - ગંગા જમુના ના અનેરી સંગમ જેવી જીવન શૈલી અપનાવી શ્વસુરગ્રહે સૌના હૈયા જીતી લીધા. આ વાત નો શ્રેય હું ઈલા ના માતુશ્રી અને મારા સાસુમા સ્વ. કમળાબેનને તેમણે દીકરીને  આપેલી કેળવણી અને સંસ્કાર બદલ આપું છું. 


ગ્રહસ્થીની જવાબદારી ની રુએ હું નવ વરસ દુબઈ/કુવૈત નોકરી અર્થે કમાણી કરવા ગયો. તે દરમ્યાન  મુંબઈ માં સિંગલ મોમ ઈલા એ અમારા દીકરા-દીકરી ના અભ્યાસ અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયી કૌટુંબિક પરમ પરા ને અનુરૂપ સંસ્કાર ની જવાબદારી નિભાવી.


આજે એ વાત નીર્વિવાદિત છે કે મિડલ ઇસ્ટ જઈને મેં કરેલી કમાઈ કરતા મુંબઈ માં રહીને ઈલા એ અમારા બંને સંતાનો ને આપેલ સંસ્કાર જેના કારણે આજે પણ અમેરિકા આવી વસેલા અમારા બને સંતાનો એ નિત્ય સવારે પ્રથમ સ્નાન-પૂજા-માળા ની કૌટુંબિક પરમપરા જાળવી રાખ્યા નું મહત્વ વધારે છે. 



એપ્રિલ ૧૯૯૭ માં કૃપા કરી કુવૈત પધારીને  આપે મારો હાથ જાલ્યો અને જાણેકે મને નવી જિંદગી મળી. મારા યોગક્ષેમ ની સઘળી જવાબદારી આપે લઇ લીધી. પૂર્વ જન્મો ના કર્મ બંધનો માંથી મને મુક્તિ અપાવવા અવાર નવાર આપના ચરણ સ્પર્શ નો મને લાભ આપ્યો. હે સ્વામી બાપા બહુ બધા સંતો હરિભક્તો ઉપરના ક્યારે પણ નહી ચૂકવી શકાય તેવા આપના અનેક ઉપકારો થી કૃતાર્થ થનારાઓ માં હું પણ એક છું. આપે મારા સર્વ શુભ સંકલ્પો પૂર્ણ કર્યા. સાંસારિક સહજ આવતી અનેક આધી-વ્યાધી-ઉપાધિઓ દરમ્યાન આપે મારી રક્ષા કરી. સત્સંગ, નિયમ ધર્મ માં ક્યારેય ચૂક ના થાય તેવી શક્તિ અને બળ આપતા રહેજો અને અંતકાળે વહેલા વહેલા તેડવા આવજો એજ માત્ર મારી એક અરજ સ્વીકારજો. 

જુન  ૧૯૫૪ થી ૧૯૬૦ સુધી ભાવનગર ની સનાતન ધર્મ સ્કુલ માં અને પછી બે વરસ ભાવનગર ની સાયંન્સ કોલેજ માં સાથે અભ્યાસ કરતા કરતા કૃષ્ણ સુદામા જેવી દોસ્તી  જામી. ખિસ્સા ખાલી છતાં મજબુત મનોબળ અને પ્રબળ પુરૂસાર્થ કરી સ્વપ્નો ને સાકાર કરવા અમે મુંબઈ આવ્યા. મુંબઈ પહોંચી TRIPLE F - ફ્લેટ, ફિયાટ અને ફોન પ્રાપ્તિ નો ટાર્ગેટ પૂર્ણ કર્યો. 


ત્યારબાદ  એક વધુ F ફોરેન ટુર નો નિર્ધાર કર્યો. મારી પહેલા કિશોરે વર્ડ ટુર કરી મને પ્રોત્સાહિત કર્યો એટલુજ નહિ પણ જરૂરી માર્ગ દર્શન ઉપરાંત દુનિયા ના કોઈપણ ખૂણા માં મને એક અઠવાડિયા માં ૫૦૦ ડોલર્સ જેટલું ફંડ પહોચાડવા ની હૈયે હામ આપી. અને મેં ખિસ્સા માં એક પણ ડોલર વગર કાર્ગો શીપ દ્વારા વિઝાગપટનમ થી જાપાન વાયા સિંગાપોર જવા પ્રયાણ કરી અમારો એ ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો.


પછી તો પહેલા એ દુબઈ જઈ શારજાહ માં સ્થાઈ થયો અને પાછળ પાછળ હું પણ દુબઈ જઈ પહોંચ્યો. શારજાહ થી પછી તે મસ્કત (ઓમન) શિફ્ટ થયો અને હું કુવૈત શિફ્ટ થયો. અમારી જુગલબંધી ચાલુ રહી. મસ્કત છોડી પછી પહેલા તે અમેરિકા આવી ને વસ્યો અને ત્યારબાદ વરસો પછી નસીબે મને પણ અમેરિકા આવી વસવાનો મોકો મળ્યો. અમારી દોસ્તી આજે પણ એટલીજ નિર્ભેળ -નિસ્વાર્થ અને સુખ દુખ માં એક બીજા ને સહીયારે આગળ ધપતા રહેવામાં મદદગાર થઇ છે.


અંતમાં  નિખાલસતા પૂર્વક હું  એ કબુલ કરું છું કે અમારા બંને માં એ હમેંશા મારા માટે પ્રેરણા દાયી અને મદદગાર રહ્યો છે. માટેજ મારા બીજા બધાજ મિત્રો કરતા તેની છબી આજ દિવસ સુધી મારા દિલો દિમાગ માં હમેશ માટે છવાયેલ રહી છે.













 




 

 




 


    










 

Monday, November 20, 2017

$ કમાવા પરદેશ ગમન કરનાર ની વ્યથા



      પ્રસ્તુત છે વ્હોટસ એપ દ્વારા મળેલ એક હિન્દી વીડીયો કલીપ 




           આ વિડિયો ક્લીપ જોઇને મને યાદ આવ્યો ૭ ડીસેમ્બર ૧૯૯૨  નો દિવસ. બાબરી ધ્વંસ નો બીજો દિવસ અને મારી પચાસમી વર્સગાંઠ નો આગલો દિવસ. મુંબઇ જ્યારે ભડકે બળી રહ્યું હતુ ત્યારે બપોરે બે વાગે ઘર છોડી સાંજ ચાર ની ફ્લાઇટ માં મારું દુબઈ ગમન.


           મેં મારો મુંબઈ નો COMFORT ZONE સ્વેચ્છા એ ત્યજ્યો - શા માટે? રુપિયા ને બદલે ડોલરીયા કમાવા. પછી દુબઈ છોડી કુવૈત પહોંચ્યો ત્યારે મારા SCI/Mumbai ના એક જુના સમવયસ્ક મિત્રે વ્યંગ મા પુછ્યું " क्युं  भाई कुवैत कैसा लगा मेरे  दोस्त? "મારો જવાબ હતો "मै कुवैत देखने नहीं आया मेरे यार, मे तो यहा हरे रंग का डॉलर देख कर खुश हूं."  


           ત્યારબાદ થોડા જ વરસો પછી મુંબઈ માં TCS માં જોબ કરતા મારા દીકરા એ પણ અમેરિકા ના સાનડીએગો સ્થિત ઓફીસ માં પોસ્ટીંગ મેળવી સ્વેચ્છા એ મુંબઈ નો COMFORT ZONE છોડ્યો. 

             

          અને આજે 🍁અમેરિકામાં  સ્થાઈ થયેલ મારા દીકરા ના ડોલર્સ માં મહાલતા બાળકો ને રૂપિયો એટલે શું ? 🤔 વરસો પૂર્વે ઇન્ડિયા થી અહી આવેલ વસેલ વડીલો એ કેવી તકલીફ ભોગવી હતી તે વાત તેમને કોણ સમજાવશે ?

           

          અહિયાં રેડમોન્ડ માં અમારા BAPS મંદિરમાં PRO તરીકે સેવા દરમ્યાન મંદિરમાં દર્શને આવતા ઘણા બધા વડીલો એ મારી પાસે અવાર નવાર આવી વ્યથા ( ખાસ તો કુટુંબ કાજે ડોલર્સ કમાવા તેમણે આપેલ ભોગ અને ત્યારબાદ તેઓએ આપેલ ભોગ ને ભૂલી નવી પેઢી દ્વારા થતી તેમની અવહેલના ના કિસ્સા)  ઠાલવે છે.   

            

         ત્યારે હું તેમને ફક્ત એટલું જ કહું છું - "ભૂતકાળમાં કરેલ એ ભૂલ ને ભૂલી હવે બાકીનું શેષ જીવન ફક્ત શ્રી હરિ ને સમર્પણ કરતા થાઓ એજ હવે શ્રેષ્ટ ઉપાય છે"

                                                






Friday, November 17, 2017

બે જોડકણા - એક બાળપળનું અને બીજું બુઢાપાનું

બાળપણ માં ગાઈ - કોડી થી લાડુ ની ગાથા




બુઢાપા માં ગાઈ - કંઠી થી અક્ષરધામ ની ગાથા
જન્મ મરણ ના ફેરા ફરતા થા, ફરતા થા ભાઈ ફરતા થા , ફરતા ફરતા જન્મ ધર્યો , ભાવનગર માં જનમ ધર્યો , સત્સંગ કુળમાં જનમ થયો ને સ્વામિનારાયણ ની કંઠી મળી , સ્વામિનારાયણ ની એ કંઠી એ, પૂજા વ્રત જપ માળા દીધી , દશ વરસની એ વૃત જપ માળાએ, યોગી બાપા નો જોગ થયો , યોગી બાપા એ ધબ્બો દીધો, ધબ્બો દઈ આશીર્વાદ દીધા, એ ધબ્બા એ અમોને , દીરહામ, દીનાર ગણતા કર્યા, દીરહામ થી હરખાઈ ને અમે, દુબઈ માં સત્સંગ માં જોડાયા, સત્સંગ ને યોગીજી ના ઈશારે, અમે પહોંચી ગયા કુવૈત , કુવૈતમાં શું કૌતુક થયું, એની કરવી છે આજે વાત, કુવૈત માં અમારા કાજે, આવી પધાર્યા પ્રમુખ સ્વામી , બાપા ના ચરણ સ્પર્શ કર્યા ને , બાપા એ જાલ્યો મારો હાથ, પછી તો એવું ઘેલું લાગ્યું , જ્યાં બાપા ત્યાં હું દોડું , સઘળા સંકલ્પો પૂર્ણ થયા ને હવે કોઈ ના રહી આશ, ૧૩ દેશો માં ઘૂમી ફરીને , આખરે પહોંચ્યા અમેરિકા, અમેરિકા માં નિહાળ્યું અક્ષરધામ , ને હવે તો જોઈએ બસ એક અક્ષરધામ.