Category
▼
Saturday, September 26, 2015
Monday, September 21, 2015
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૫
(૧)મહારાજના સમયમાં જેવો ભક્ત સમાજ હતો તેવો અદ્દ્લ ભક્ત સમાજ
આજે પ્રમુખસ્વામીના સાનિધ્યમાં રેહેલા હરિભક્તોમાં જણાય છે.
(૨) મહારાજના સમયમાં કશીજ અપેક્ષા રાખ્યા વગર સર્વસ્વ અર્પણ કરી
દેનાર ભક્તો જેવા આજે પણ હરિભક્તો પ્રમુખ સ્વામીના આશ્રિતોમાં જણાય છે.
(૩) રૂડાભાઈ મહારાજની રૂચી સમજી પોતાના બળદની જોડ ગઢડા મંદિર
નિર્માણ દરમ્યાન આપી ના શક્યા. મહારાજના સ્વધામ ગમન પછી આ વાત
નો તેમને ખુબજ રંજ થયો. પછી રઘુવીરજી મહારાજને મળી પ્રાયસ્ચીત રૂપે
૧૨ બળદની જોડી વડતાલ મંદિરમાં અર્પણ કરી ત્યારે તેમની ભેટના સ્વીકાર
મહારાજે સ્વપ્નમાં દર્શન આપી કર્યો. તેમ છતાં રૂડાભાઈને મનમાં શાંતિ
ના થઇ. એટલે દર વરસે તેમના વારસદારો વરતાલ મંદિરમાં એક જોડ બળદ
આપે તેવું વીલમાં લખીને ગયા. તે મુજબ તેમની છ પેઢી સુધી વડતાલ
મંદિરમાં દર વરસે બળદની જોડી આપતા રહ્યા. તેમની છઠ્ઠી પેઢીએ
બળદની જોડની રાસ સ્વામીશ્રીને હાથમાં આપી ત્યારે બોલ્યા કે આજે
રૂડાભાઈના આત્માને જરૂર શાંતિ થઇ હશે !
આવાજ બીજા રસપ્રદ પ્રસંગોનું પાન કરીએ લંડન ખાતેની પારાયણના
પાંચમાં દિવસના પ્રવર્ચન દ્વારા:-
Tuesday, September 15, 2015
હે જી મેં તો હરખે નિહાળ્યા નાથ.....
હે જી મેં તો હરખે નિહાળ્યા નાથ,
આજ મારો ઝાલ્યો સ્વામીએ હાથ... °ટેક
પરમ પુનિત એની દ્રષ્ટિ કૃપાથી,
ધન્ય થયો અવતાર;
શ્રીજી સમા એવા પ્રમુખસ્વામીએ;
આજ મહેર કરી મારે માથ... હે જી° ૧
ભવનાં બંધન બધાં છૂટી ગયાં ને,
ખોલ્યાં અક્ષરનાં દ્વાર;
ડગ રે ભરું હું તો સ્વામી સંગાથે;
આજ પામ્યો અલૌકિક સાથ... હે જી° ૨
હેત ઘણાં એવાં સ્વામીનાં પામી,
આજ 'ઇન્દ્ર' થયો રે નિહાલ;
ઘણું રે જીવો મારા પ્રમુખજી પ્રીતમ;
આ ચાંદ-સૂરજની સંગાથ... હે જી° ૩
રચના : ઈન્દ્રજીત ચૌધરી
સ્વર : ચિંતન રાણા
વિડીયો ગ્રાફી : ગુંજન કે
નિર્દેશક : અનીલ રાણા
Sunday, September 13, 2015
આ દેહથી શું ના થાય રે ......રચના: સાધુ ભક્તિપ્રિયદાસ - (પૂજ્ય કોઠારી બાપા)
આ દેહથી શું ન થાય રે,
પ્રમુખસ્વામીને કાજે,
લોક-લાજથી ન ડરાય રે,
પ્રમુખસ્વામીને કાજે,
કરીએ કુરબાન બધું સ્વામીના છંદમાં,
સ્વામિનારાયણ ભજીએ આનંદમાં,
હૈયામાં કેફ છલકાય રે... ૧
ગુરુવચનમાં ટુક ટુક થઈએ,
સંસારી સુખ દુઃખ ઉરમાં ન લઈએ,
સૌના તે ગુણલા ગાઈએ... ૨
નિયમ ધરમમાં રહીએ શિર સાટે,
દિવ્યભાવ ભરીએ હૈયાની હાટે,
ભક્તોના સુહૃદ થઈએ રે... ૩
ગુરુનું ગૌરવ વિશ્વે વધારીએ,
દાસાનુદાસ થઈ અંતર ઉજાળીએ,
'ભક્તિ' પ્રગટની ગુંજાવીએ... ૪
રચના : સાધુ ભક્તિપ્રિયદાસ - (પૂજ્ય કોઠારી બાપા)
સ્વર/વિડીયોગ્રાફી : ચિંતન રાણા / જઈ હિંગુ
Thursday, September 10, 2015
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૪
ગઢડામાં એક વખત શ્રીજી મહારાજે ગંભીર બીમારી ગ્રહણ કરી બીમારીમાં માણસ લવરી કરે તેવું ચરિત્ર કરી બોલવા લાગ્યા કે - "બસ મેં તો મારું કાર્ય પૂરું કરી લીધું, હવે મારે મારા ધામમાં જવું છે, હવે મારો દેહ રહેશે નહિ, તમે બધા અમારું ભજન કરી અમારો મહિમા બધાને કહેજો". એટલે બધા ગંભીર-ઉદાસ થઇ ગયા. એટલામાં બહારથી મુક્તાનંદ સ્વામી આવ્યા, અને મહારાજને કહ્યું હજી તો મોટા શિખરબંધ મંદિરો બાંધવાના બાકી છે, બાવાઓ અને મત પન્થીને કારણે આપણા સંતોના વિચરણમાં બહુ તકલીફ પડે છે. હજી તમારું પણ ભગવાન પણું પ્રતિષ્ટિત થયું નથી. ત્યારે મહારાજ કહે અમે પૂર્ણ પુરષોત્તમ નારાયણ છીએ - અમે સંકલ્પ કર્યો છે કે આ બ્રહ્માંડમાં એકે એક ગામમાં અમારી મૂર્તિની પ્રતિષ્ટતા થશે. માટે આજથી યુગો સુધી અમારા પરમ એકાંતિક સંતો અમારી મૂર્તિની પ્રતિસ્થા કરશે અને અમારો સંકલ્પ પૂર્ણ કરશે.
સર્વોપરી શ્રી હરિ અને સદગુરૂ સંતોએ પૂર્વે કરેલ સંકલ્પો આજે ધરતીના પાંચેય ખંડોમાં સાકાર અને મૂર્તિમાન થઇ રહ્યા છે :- ( એશિયા ખંડ - ભારતના કેટલાક મંદિરો )
આવાજ ભવ્ય બીજા ૨૯ શીખરબંધ મંદિરો ભારતમાં અમદાવાદ,અમલનેર,આણંદ,ભરૂચ, ભાવનગર, બોડેલી, દિલ્હી, ધારી ધોળકા, ગોધરા, હિંમતનગર, જયપુર, જામનગર, જુનાગઢ, કોલકોતા, લીંબડી, મહેળાવ, મહેશાણા, મહુવા, મુંબઈ, નડિયાદ, નાગપુર, નવસારી, રાજકોટ, સાંકરી, સિલવાસા, સુરત, સુરેન્દ્રનગર, અને તીથલ મુકામે સાકાર થઇ ચુક્યા છે.
***આફ્રિકા ખંડમાં શીખરબંધ મંદિરો ***
તદુપરાંત અરુશા, દારેસલામ, ડર્બન, ગેબોન,જીન્જા, એલ્ડોરેટ, ઇન્ગાગા,જોહાનીસબર્ગ, કીશીમું, લેનાશિયા, લીમ્બે, મોમ્બાસા, મ્વાન્ઝા, નકુરુ, ટોરોરો અને ત્જાનીનના ૧૬ હરીમંદિરોમાં સ્વામિનારાયણનું ભજન કીર્તન ગવાઈ રહ્યું છે.
*** અમેરિકા ખંડમાં ***
આ ઉપરાંત અમેરિકામાં કેવળ અક્ષર પુરસોત્તમ સંસ્થાનાજ બીજા ૭૫ જેટલા નાના હરિ મંદિરોમાં આજે ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન-કીર્તન થાય છે. આ શિવાય અમદાવાદ - કાલુપુર સંસ્થા તેમજ મણીનગર અને વાસણા સંસ્થાના પણ બીજા અનેક સ્વામિનારાયણ મંદિરો કાર્યવિન્ત છે.
યુરોપ ખંડ
આ ઉપરાંત એન્ટવર્પ (બેલ્જીયમ), લીસ્બન (પોર્ટુગલ) અને યુ.કેમાં કેવળ અક્ષર-પુરષોત્તમ સંસ્થાનાજ બીજા ૧૨ નાના હરિ મંદિરોમાં આજે 'સ્વામિનારાયણ' નું ભજન કીર્તન થઇ રહ્યું છે. આ શિવાય અમદાવાદ કાળુપુર સંસ્થા તેમજ મણીનગર અને વાસણા સંસ્થાના પણ બીજા અનેક સ્વામિનારાયણ મંદિરો યુરોપ ખંડમાં કાર્યવિન્ત છે.
ઓસ્ટ્રેલીયા ખંડ
પ્રસ્તુત છે પુ.જ્ઞાનવત્સલ સ્વામીના લંડન ખાતેના
૪થા દિવસનું પ્રવર્ચન