Category

Friday, January 27, 2017

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું - મુનિશ્રી ચિત્રભાનુ


                   મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ….

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણ કમળ માં, મુજ જીવનનું અર્ધ્ય રહે…..

દિન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દરદ  રહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્તોત્ર વહે….

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું,
કરે ઉપેક્ષા એ મારગ નો તોય સમતા ચિત્ત ધરું …..

ચિત્રભાનુની ખરી ભાવના હૈયે સૌ માનવ લાવે,
વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે …..

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ….