Category

Wednesday, August 9, 2017

ઘટના અને અર્થ ઘટન - ૫ ( આજના લોકો ની માનસિકતા )


              

         ઘટના 

              

હમણા જ મને વ્હોટસ એપ દ્વારા એક મિત્રે  ત્રણ વીડીયો ક્લિપ્સ મોકલાવી. વીડીયો ક્લિપ્સ માં આ  વર્ષે ગુજરાત ખાસ કરીને ઉત્તર  ગુજરાત/રાજસ્થાન માં અતિ વ્રષ્ટિ ના કારણે જળ બમ્બાકાર થયેલ  રસ્તા/પુલો ને તેમજ માનવ હાની નું ચિત્રીકરણ થયેલ છે.

ત્રણેય વીડીયો ક્લિપ્સ નું સંકલન કરી તેને અનુરૂપ એક લોકપ્રિય ભજન ની ઓડિયો કલીપ જોડી  આપના માટે તૈયાર કરેલ એક વીડીયો અહિયાં મુકવામાં આવેલ છે.



            

                                             

પહેલી  વીડીયો કલીપ માં રસ્તા ઉપર થી પસાર થતી એક બસ ધસમસતા પાણી માં ગરકાવ  થતી  નજરે પડે છે. બીજી વીડીયો કલીપ માં રસ્તા ઉપર થી પસાર થતી એક સફેદ મોટર કાર  ઉપર થી  વહી  રહેલા પાણી માં ગરકાવ થતી નજરે પડે છે. અને ત્રીજી વીડીયો કલીપ માં એક  યુવાન મોટર બાઈક સવાર રસ્તા પરથી વહેતા પાણી માં ગરકાવ થતો નજર પડે છે.


હકીકત :

૧)  જે કોઈ પણ વ્યક્તિ એ આ વીડીયો રેકોર્ડીંગ કરી તેની કલીપ તૈયાર કરી તે બસ, મોટર કાર અને મોટર બાઈક સવાર થી અત્યંત નજીક ના અંતરે હોવી જોઈએ નહી તો આટલી ક્લીર  વીડીયો કલીપ  તૈયાર થઇ શકે નહિ.


૨)  વીડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ ને રોડ ઉપર થી ધસમસી રહેલા પાણી ના પ્રવાહ /વહેણ માં  રહેલ પ્રચંડ તાકાત અને આ રોડ ઉપર વાહન ચલાવવું કેટલું જોખમી હતું તેની જરૃર જાણ હશેજ.

        


૩)  વીડીયો રેકોર્ડ કરનાર વ્યક્તિ બસ, કાર કે મોટર બાઈક ચાલક ને રોડ ઉપર વાહન લઇ આગળ વધવા માં રહેલ જાન ના જોખમ વિષે જાણકારી આપી ત્રણ વ્યક્તિ ના જીવન બચાવી શક્યો હોત.



અર્થઘટન

આજનો માનવ અતિ સ્વાર્થી બની ગયો છે. વીડીયો રેકોર્ડ કરનારને ત્રણ વ્યક્તિ ના જીવ બચાવવા કરતા આવી ત્રણ વીડીયો કલીપ રેકોર્ડ કરવાની તેને મળેલ તક જતી નહિ કરવાનું વધારે ઉચિત લાગ્યું હશે.  

દુઃખ અને ખેદ સાથે સ્વીકારવું રહ્યું કે ઉપર ની ત્રણ વીડીયો કલીપ ત્રણ વ્યક્તિ - બસ ડ્રાઈવર , કાર ડ્રાઈવર અને બાઈક સવાર ની જીન્દીગી ના ભોગે આપણ ને જોવા મળી છે !