જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
Category
▼
Saturday, October 14, 2017
પ્રભાવના (વીડીયો કલીપ) ભાગ ૧
"પ્રભાવના" એટલે જૈન સમાજ મા સાધુ-ભગવંતો ના પ્રવર્ચન દરમ્યાન શ્રેષ્ઠી લોકો દ્વારા ભેટ તરીકે અપાતી અમુક રકમ જે પછી શ્રોતાઓ ને સરખે હિસ્સે વહેંચવા મા આવે છે, તેમ મારી સમજ છે. કેટલાક સાધન-સંપન શ્રેષ્ઠી રોકડ કેશ ને બદલે ચાંદીના સિક્કા ની પ્રભાવના કરે છે. અમેરિકામાં જેમ પાર્ટી ના અંતે યજમાન તરફ થી સૌ આમન્ત્રીતો ને "ગુડ્ડી બેગ" અપાય છે, તેવીજ આ એક આ પ્રણાલી છે.
આવી ઉમદા પ્રણાલીમાં પણ આપણા ભારત દેશના સોના-ચાંદીના વેપારીઓ લોકો ને કેવી રીતે છેતરે છે, તેને ઉજાગર કરતી એક વીડીયો કલીપ મને હમણાં વ્હોટસ ગ્રુપના મારા એક મિત્ર તરફ થી મળી જે અહી પ્રસ્તુત છે.
આ વીડીયો કલીપ જોયા પછી મારા મનમાં ઉદભવેલા વિચાર વંટોળ ને ટૂંક સમય માં શબ્દ સ્વરૂપે આપની સમક્ષ મારા આ ગુજરાતી બ્લોગ ઉપર પોસ્ટ કરીશ.
No comments:
Post a Comment