જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
Category
▼
Saturday, August 18, 2018
સમય સાથે શું શું ગયું .....
આધુનિક દુનિયાની વ્યાખ્યા
પાણી ને વોટર ભરખી ગયું,
હુંડી ને ચેક ભરખી ગયા.
દિવાળીને ક્રિસમસ ગળી ગયું,
કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો.
બાપાને ડેડ સાહેબે દાટી દીધો,
તિથિ ને તારીખે ટક્કર મારી.
સહુનું ખાણુ ગયું ને સહુનું વાળુ ગયું,
ડીનર ની ડીશમાં એ બધું ચવાઈ ગયું.
આવો ગયું,પધારો ગયું ને નમસ્તે ગયું,
"હાય" અને "હેલ્લો" ના હાહાકાર મા સ્નેહ ભીના શબ્દો ગયા.
મહેમાન ગયા,પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા,
"વેલ કમ" અને "બાય બાય" મા લાગણીઓ તણાઈ ગઈ.
કાકા ગયા,મામા ગયા,માસા અને ફુવા ગયા,
એક અંકલ ના પેટમાં એ બધા ગરકાવ થયા.
કાકી,મામી,માસી,ફોઈ ને સ્વજનો વિસ્તાર ગયા,
આંટી મા બધાં સમાઈ ગયા.
કુટુંબ નામનો માળો તૂટ્યો,પંખી વેરવિખેર થયા,
હું ને મારા મા બધા જકડાઈ ગયા.
હાલરડાં ના હલ્લા ગયા,લગ્ન ના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કો ના તાનમાં બધા ગરકાઈ ગયા.
આઈસ્ક્રીમ ના આડંબર માં મીઠા ગોળ ને ધાણા ગયા.
પર્વ ગયા,તહેવાર ગયા,ઉત્સવ ના વહેવાર ગયા,
ક્રિસમસ ને નાતાલ મા બધા સલવાઈ ગયા.
લાપસી ગયા,કંસાર ગયા,ખીર અને ખાજા ગયા,
કેક ના ચક્કરમાં બધા ફસાઈ ગયા.
ધોતી અને કફની ગયા,ટોપી,પાઘડી અને ખેસ ગયા,
નિત બદલાતી ફેશન માં પુરૂષ અને સ્ત્રીના ભેદ ગયા ...!!
No comments:
Post a Comment