Monday, September 24, 2018
પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી બેઈજીંગ (ચાયના) ગુઆન્ગજી મંદિર ના માસ્ટર યાન્જી સાથે....
બૌદ્ધ એસોસિએશન ઑફ ચાઇનાના વડા, જે 300 મિલિયન અનુયાયીઓની દેખરેખ રાખે છે, વેનેરેબલ માસ્ટર યાન્જીએ બેઇજિંગમાં જાણીતા ગુઆંગજી મંદિરમાં 22 સપ્ટેમ્બર 2018 ના રોજ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી બ્રહ્મવિહારિદાસનું સ્વાગત કર્યું હતું, જેમાં તેઓના 10 વરિષ્ઠ સાધુઓ, દૂતાવાસના અધિકારીઓ, મહાનુભાવો અને સરકારી અધિકારીઓની હાજરી હતી. . તેમણે લાંબા ઇતિહાસ અને ભારત અને ચીન વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોના સ્રોતની વર્તમાન સંભાવના અને લાંબા ગાળાના ભવિષ્ય અને વૈભવી વાયદા સાથેના આપણા વિશ્વની સૌથી મોટી, સૌથી જૂની, મજબૂત અને બુદ્ધિમાન રાષ્ટ્રોમાં લાંબા સમય સુધી ચર્ચા કરી હતી. ભારતમાં ભગવાન બુદ્ધના જન્મ અને માનસરોવરમાં ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પછી, સાર્વત્રિક શાંતિ માટે ઉપહાર અને પ્રાર્થના કરવામાં આવી.
Tuesday, September 18, 2018
Thursday, September 13, 2018
અક્ષર પુરષોત્તમ સંસ્થા ના સંતો ની પુલાશ્રમ ની યાત્રા
દાદર મંદિર ના પૂજ્ય કોઠારી સ્વામી, સંત મંડળ અને હરિભક્તો નું નેપાળ ખાતે આગમન
નેપાળ ના એક વખત ના ગવર્નર અને અત્યારે ૯૦ વર્ષ ની ઉંમરના લીલા ભગત ની સાથે
તેમની જગામાં સંત મંડળ
બુઢ્ઢા નીલકંઠ ના દર્શન કર્યા.વિષ્ણુ ભગવાન ની શેષશાયી મૂર્તિ છે.ઇ.સ.575 માં નિલકંઠ નામના ખેડૂત ને જમીનમાંથી આ મૂર્તિ મળી હતી.સુતેલી મૂર્તિ છે.પાણી માં રાખેલી છે વિશેષ તા એ છે કે પ્રતિબિંબ માં એવી ને એવી મૂર્તિ દેખાય છે. ૧૬ વર્ષથી નીચેના બાળકો જ પૂજા કરી શકે. અને પશુપતિનાથ ના દર્શન કર્યા. શંકર ભગવાનનું આ મુખ કહેવાય છે.ચારેય બાજુથી દર્શન થાય છે. આ બંને જગ્યાએ નીલકંઠ વર્ણી અને બાપા પધાર્યા હતા.બાપા ૧૯૭૯ માં અહિયાં પધાર્યા હતાં.
નેપાળ થી પોખરા જતા રસ્તામાં ત્રિસુલી ગંગા અને મત્સ્યેન્દ્રિ ગંગા જેને સંપ્રદાયમાં ભૂરી ગંગા કહેછે એ બે નદી નો સંગમ થાય છે તે જગ્યાએ બાપા એ ઠાકોરજીને સ્નાન કરાવ્યું હતું.તે જગ્યાએ સંતોએ જળ માથે ચઢાવ્યું.આ સંગમ થયેલી નદી ને નારાયણી ગંગા કહે છે. નીલકંઠ વર્ણીએ આ નદી માં સ્નાન કર્યું હશે એવું અનુમાન કરી શકાય
આજે પોખરા ના દર્શન હતા બાજુમાં સેતી ગંગા નદી વહે છે નીલકંઠ વરણી ત્યાં સ્નાન કરેલું છે પછી નીલકંઠવર્ણી બાજુમાં જ મહાદેવનું દેરૂં છે તે આગળ પધારેલા જેને ગૌ ઘાટ પણ કહે છે ત્યાં એમને કોઈએ અન્ન આપ્યું ન હતું . એટલે વર્ણીએ સંતરા નું વૃક્ષ જમીનમાંથી ઉત્પન્ન કર્યું અને નિલકંઠવણી રહ્યાં ત્યાં સુધી સંતરાનું વૃક્ષ ત્યાં રહ્યું અને વરણી ત્યાંથી જતા રહ્યા પછી વૃક્ષ જમીનમાં સમાઈ ગયું.સેતી ગંગાના કિનારે પ્રમુખસ્વામી મહારાજ નો અસ્થિ વિસર્જન વિધી પણ કર્યો અને વિવિધ સંકલ્પો કરી મહંત સ્વામી મહારાજ નું સ્વાસ્થ્ય સારું રહે હરિભક્તો તને મને ધને સુખી રહે એવી પ્રાર્થના પણ કરી અને સર્વે હરિભક્તો સંતોને પણ યાદ કર્યા.
પોખરા જતા રસ્તામાં બીજું એક પ્રસાદી નું સ્થાન આવે છે એ છે વ્યાસગુફા. અહીં વ્યાસ ભગવાન નો જન્મ થયો હતો.નીલકંઠ વર્ણી અહીં પધાર્યા હતાં. બાજું માંજ સેતી ગંગા નદી વહે છે.નીલકંઠ વર્ણીએ અહીં સ્નાન કર્યું હતું.પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ પણ અહીં ૧૯૭૯ માં અહીં પધાર્યા હતા અને ઠાકોરજીને સ્નાન પણ કરાવ્યું હતું.
આ પ્રસાદી ના સ્થળે પૂ કોઠારી બાપા પૂ.વિવેકસાગર સ્વામી પૂ જ્ઞાનેશ્વર સ્વામી પૂ.શ્રુતિપ્રકાશ સ્વામી પૂ.ઋષિરાજ સ્વામી સહિત ૯૦ સંતો હરિભક્તો સહિત મસ્તકે જળ ચઢાવ્યું.અને બાપાનું અસ્થિ વિસર્જન શાંતિપાઠ અને શ્લોક સાથે કર્યું. તથા મહંત સ્વામી નું સ્વાસ્થ્ય સારું રહે,હરિભક્તો સંતો એકાંતિક ધર્મ સિદ્ધ કરે,હરિભક્તો ના દેશકાળ સારા રહે, એવી ધૂન કરી. પોખરા જવા આગળ વધ્યા.
Thursday, September 6, 2018
મકાન ભલે કાચા હતા પણ......
🌹
@દાદીમા બનાવતા હતા રોટલી,
પહેલી ગાયની અને કૂતરાની છેલ્લી !
રોજ સવારે એક વાછરડું ઘરના આંગણે આવતું,
ગોળનું ઢેફું ખાવા માટે !
કબુતરોને ચણ,
કીડીઓને લોટ !
શનિવારે હનુમાનને સરસવનું તેલ,
અમાસ, પૂનમે બ્રાહ્મણને સીધું,
ફળીયાની કાળી કુતરી વિયાય ત્યારે ગોળ-ચણાનો પ્રસાદ અને કાળીને રાબ, ઓઢવા માટે કોથળો !!
બધું જ એજ ઘરમાંથી અપાતું હતું જે ઘરમાં ભોગવિલાસના નામ પર સાચે જ કહી શકાય એવો રેડિયો કે ટેબલ પંખો પણ નો'તો !!
આજ..
સામાનથી હકડેઠઠ્ઠ ભરેલા ઘરમાં કંઇ જ નીકળતું નથી, સિવાય લડવાનો કર્કશ અવાજ અને ગાળાગાળીનો અસ્ખલિત પ્રવાહ !
મને આજે પણ યાદ છે..
મકાનો કાચા હતા પણ સંબંધો સાવ સાચા હતા...
દિવાલો જર્જરિત હતી પણ લાગણીઓ અવિરત હતી !
ખાટલામાં સાથે બેસતા હતા અને એકબીજાના દિલમાં પ્રેમથી રહેતા હતા !
સોફા અને ડબલ બૅડ શું આવી ગયો,
અંતર એકબીજા વચ્ચે વધારી ગયો !
ઘરની છત /અગાસી માથે સૂતા'તા અને વાતો અલકમલકની કરતા'તા !
ઘરના આંગણે ઝાડ હતા,
સૌના સુખ-દુ:ખ ભેળા હતા !
દરવાજા ઘરના ખુલ્લા રહેતા'તા,
રસ્તે જનારા પણ આવી બેસતા'તા !
કાગડા છત પર બોલતા'તા,
મહેમાન પણ આવતા જાતા,તા !
એક સાયકલ જ ખાલી પાસે હતી ,
તોય આખા ગામની જાણે એ જાગિરી હતી !
સંબંધો સૌ સાચવતા હતા,
રિસાતા હતા અને મનાવતા પણ હતા !
પૈસાનું ભલે છેક હતું,
પણ તેનું દુ:ખ ના એક હતું !
મકાન ભલે કાચા હતા પણ સંબધો સાવ સાચા હતા !
હવે જાણે કે બધું મેળવી લીધું છે પણ લાગે છે કે ઘણું બધું ગૂમાવી દીધું
લેટેસ્ટ મોડેલ ના સ્માર્ટ ફોન લઈને ઘૂમતી આજની યુવા પેઢી ને તેઓની માનીતી યુ ટ્યુબ ગુગલ કે ડોગ પાઈલ જેવી વેબ સાઈટ ઉપર બધુજ જોવા જાણવા મળશે પણ ઉપર જણાવેલ મોઝ તો જવા દ્યો સ્વપ્ના માં પણ આવું દ્રશ્ય હવે જોવા નહિ મળે !
Wednesday, September 5, 2018
પારિવારિક એકતા - પુ.નારાયણમુની સ્વામી - પ્રવર્ચન ભાગ: ૪
પૂજ્ય નારાયણમુની સ્વામી
* રામાયણમાં 3 કુટુંબની વાત આવે છે. એક શ્રી રામચંદ્રજીનું માનવ કુટુંબ, બીજું વાલી અને સુગ્રીવનું વાનર કુટુંબ, અને ત્રીજું રાવણનું રાક્ષસ કુટુંબ.
* ત્રણેય કુટુંબોની અંદર નાના મોટા પ્રશ્નો થયા. એમાં માનવ શ્રી રામચંદ્રજીના કુટુંબે એવો વ્યવહાર કર્યો કે એમનો શોક, એમનું દુ:ખ એજ સુખનું કારણ બની ગયું.
* વાનર કુટુંબની અંદર થોડી ગેર સમજ થઇ, પણ એ કુટુંબ આગળ વધ્યું ,પ્રયત્ન કર્યો અને એ કુટુંબમાં પણ શોકનું શ્લોકત્વ થયું.
* રાક્ષસ કુટુંબ, જ્યાં અહંકાર પ્રધાન હતો, ભગવાન પ્રધાન ના થયા, એટલે ત્યાં આનંદનું વાતાવરણ શોકમાં બદલાઈ ગયું.
Monday, September 3, 2018
જુઓ ઓનલાઈન ગુજરાતી નાટક
હર્ષાબેન શાહના સૌજન્યથી :
ગુજરાતી પ્રેમીઓ માટે...
🎭 ONLINE
જુઓ ઓનલાઈન ગુજરાતી નાટક
અમારી દુનિયા તમારી દુનિયા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6091.html
અમે બરફ ના પંખી
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6208.html
અલવિદા ડાર્લિંગ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4834.html
અભિનય સમ્રાટ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_3814.html
અઢી અક્ષર પ્રેમ ના
http://gujnatak.blogspot.com/2010/02/gujarati-natak.html
એક ચતુર નાર
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-chatur-nar.html
એક મૂરખ ને એવી ટેવ
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-ek-murakh-ne-aevi-tev.html
અલ્પવિરામ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8355.html
આંખ મીંચોલી
<
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4176.html
આ છે આદમખોર
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6179.html
આવ તારું કરી નાખું
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-aav-taru-kari-nakhu.html
આપણા જ ઘરમાં નો એન્ટ્રી
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9542.html
કાજળ ઢોળાયું કંકુમાં
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9814.html
કાંતિ તોફાને ચડ્યો
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_02.html
ગ્રહણ
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_2352.html
પત્તા ની જોડ
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_5269.html
હું પૈસા નો પરમેશ્વર
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9526.html
વિસામો
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_7783.html
તો કરો શ્રીગણેશ
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_1114.html
બની રહીએ એક મેક ના
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_01.html
પ્રેમ કરતા પંચર પડ્યું
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_9990.html
છક્કો મક્કો
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_638.html
બા એ મારી બાઉન્ડ્રી
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6116.html
છેલ છબીલા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_7815.html
મમ્મી ૨૦ ની દીકરી ૪૦ ની http://gujnatak.blogspot.com/2010/02/1.html
જલસા કરો જયંતિલાલ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post.html>
બસ કર બકુલા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8870.html
ગોલમાલ
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-golmal.html
ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-gujjubhai-e-gam-gajavyu.html>
વાત બહાર જાય નહિ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_895.html
મૂંગા બોલે બહેરા સાંભળે
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-munga-bole-bahera.html
તોફાની ત્રિપુટી
http://gujnatak.blogspot.com/2010/03/gujarati-natak-sahebji.html
રંગ છે રાજા
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9705.html
બુઢ્ઢા એ મારી સિક્ષ્સર
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_6843.html
સાહેબજી
http://gujnatak.blogspot.com/2010/03/blog-post_04.html
સખણા રેજો રાજ
http://gujnatak.blogspot.com/2010/03/sakhana-rejo-raj-gujarati-natak.html
છગન મગન તારા છાપરે લગન
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_9592.html
છાનું ને છપનું કૈ થાય નહિ
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_4613.html
બા રીટાયર થાય છે
.
http://gujnatak.blogspot.com/2010/02/blog-post_8524.html
સાસરિયું સોનાની ખાણ
http://gujnatak.blogspot.com/2010/03/sasariyu-sona-ni-khan-gujarati-natak.html
ગુજરાતી નાટકો માં મઝા આવતી હોઈ તો એક વાર મુલાકાત લેવા જેવી સાઈટ છે.
જો તમને ગમે તો બીજા દોસ્તો ને પણ આ ફોરવર્ડ કરવા વિનતી.
❛અડધી સદીની ધારે થી કહું છું
❛અડધી સદીની ધારે થી કહું છું,
60 ની ઉમર ના ઓવારે થી કહું છું....
જીવવાની પડી છે મજા,
એવું હું અનુભવના આધારે કહું છું...
ખુબ દીધું છે ઉપરવાળા એ,
પડી છે મૌજ, એના સરવાળે કહું છું...
સૌ સપના સાકાર ના પણ થાય,
પણ, જે થયા તેના સથવારે કહું છું...
ખૂટતું લાગ્યું મનમાં નથી આણ્યું,
અભાવો સૌ મૂકી પરભારે કહું છું !
વીત્યા તેટલા વીતવાના નથી,
જે બાકી છે તેના અણસારે કહું છું!
ખુલ્લા મને હસતો રહ્યો છું
મળ્યો જે આનંદ એના ફૂવારે કહું છું...
દોસ્ત મળ્યા - સ્વજન પણ મળ્યા,
વીત્યું મજેથી એમના સથવારે કહું છું..
રહે સૌ આનંદમાં મારા થકી,
બસ, એટલા અમથા વિચારે કહું છું...
અધૂરો છું અને ટૂંકી છે સમજ,
એટલે તો શબ્દોના સહારે કહું છું!
ફાળો છે જેનો મારા ઘડતરમાં,
તે સૌના ભરપૂર આભારે કહું છું...
ક્યાંક લાગ્યું હોય જો દુઃખ મારાથી,
તો, માફીની વાત જુદા પ્રકારે કહું છું !
શીદને મન ટૂંકું કરવું ભલા ?
એટલી વાત આ મઝધારે કહું છું !
"સૌ" નો આભાર માનું તેટલો ઓછો,
એટલું જ આગવા અધિકારે કહું છું !
આમ જ વીત્યા કરે દિવસો સૌ,
આ દિલની વાત વારે વારે કહું છું.❜
🙏😊
આને કહેવાય પત્ની નો વિકાસ...
😆😆😆😆😆😆
મસ્ત છે ભાઈ પત્ની ઓ નો વિકાસ ક્રમ જુવો
1960 માં
પતિ:- એક કપ ચા...???
પત્ની:- પહેલાથી લઈને સામે ઉભેલી મળે
1970 મા
પતિ:- એક કપ ચા...???
પત્ની:- હમણાં લાવું જી..
1980 મા
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ...
1990 મા
પતિ:- એક કપ ચા...???
પત્ની:- લાવું છુ, થોડી રાહ તો જુવો..
2000 મા
પતિ:- એક કપ ચા...???પત્ની:- લાવું છુ હમણાં સિરિયલ મા બ્રેક પડવા દો...
2010 મા
પતિ:- એક કપ ચા...???પત્ની:- બૂમો ના પાડો, આપું છું... બહુ ઉતાવળ હોય તો જાતે બનાવી ને પીલો...
અને હાલ 2018 મા
પતિ:- એક કપ ચા...???પત્ની:- શું કીધું...???
પતિ:- એક કપ ચા બનાવવા જઉછું તો, મેં વિચાર્યું કે તને પણ... પૂછી લઉ... કે... તું પણ ચા પીસ..???
આને કહેવાય પત્ની નો વિકાસ
😆😆😆😆😆😆😆😆
Subscribe to:
Posts (Atom)