Wednesday, August 10, 2022
આ ઘર નથી તમારું - મહેમાન છો પ્રભુના ........
Friday, April 30, 2021
Thursday, April 29, 2021
વેદ ઉપનિષદની વાતો બાબત શંકાશીલ બૌદ્ધિક અને નાસ્તિક લોકો આ ૨ વિડીઓ ક્લિપ્સ અવશ્ય જુએ
Friday, April 2, 2021
ભાલ ઉપર તિલક - ચાંદલો શા માટે ?
કપાળ ઉપર તિલક ચાંદલો શા માટે ?
Thursday, April 1, 2021
સંસ્કાર વિના નું ભણતર શું કામ નું ?
Saturday, March 20, 2021
ભગવાન અને ગુણાતીત સંત જે કરે તે સદાય સારા માટે...
ભગવાન અને ગુણાતીત સંત માં દ્રઢ નિષ્ઠા અને નિર્દોષ ભાવ
યુનાઈટેડ આરબ શિપિંગ કંપની ની જોબ ઓફર સ્વીકારી વર્ષ ૧૯૯૨ ના ડિસેમ્બર મહિના માં હું એસ. સી. આઈ ની મુંબઈ ની નોકરી છોડી ને દુબઈ ગયો. પચીસેક વરસો સુધી મુંબઈ માં ફેમિલી સાથે સુખ સુવિધા થી રહેવાની આદત ના કારણે દુબઈ માં ફેમિલી રહિત એક્લવાયા જીવનશૈલી નો બદલાવ થોડો કષ્ટદાયક હતો. ખાસ તો બહાર હોટેલ-રેસ્ટોરાં ની ખાણીપીણી બાબત ની નવી આદત ને થોડી સ્વસ્થતા અને મક્કમતા થી સ્વીકારવા પ્રયત્ન કરી રહ્યો હતો.
તે દરમિયાન છએક મહિના પછી કંપની એ અમારા દુબઈ સ્થિત ડીપાર્ટમેન્ટ ને હેડ ઓફિસ કુવૈત શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. કુવૈત શિફ્ટ નો નિર્ણય તો લેવાઈ ગયો અને બીજા બધા ડીપાર્ટમેન્ટ ખાસ કરીને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ નો સ્ટાફ તો શિફ્ટ પણ થઈ ગયો. પણ કુવૈતમાં જ્યાં સુધી 'કન્ટેઇનર ટ્રેકિંગ સીસ્ટમ' ઓપરેટીવ ના થાય ત્યાં સુધી અમારા સી એમ ડી ડીપાર્ટમેન્ટ નું શિફટિંગ મુલતવી રાખવામાં આવેલ.
કુવૈત શિફ્ટ થવા બાબત હું થોડી હીચકિચાટ એ કારણે અનુભવી રહ્યો હતો કે કુવૈત માં દુબઈ જેવી શાકાહારી હોટેલ/રેસ્ટોરાં હોવા બાબત મને શંકા હતી.
મારી મુંબઈ ની મુલાકાત દરમિયાન આ વાત મે મારા વડીલ જેવા પરિચિત આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ ના માલિક કેપ્ટન સતીશ સુદ ને જણાવી. તો તેમણે દુબઈમાં એક મિસ્ટર પીટર મેલિયા જોડે ફોન ઉપર વાત કરી ને વીશીપ મેનેજમેન્ટ ની દુબઈ ઓફિસ માં મારે યોગ્ય એક ખાલી જગા હતી તેનો ઇંટરવ્યૂ કોલ ગોઠવી આપ્યો. તે મુજબ હું જ્યારે દુબઈ માં વીશીપ મેનેજમેન્ટ ઓફિસ માં પીટર મિલિયા ને મળવા એન્ટર થયો ત્યારે મારી સૌ પ્રથમ મુલાકાત થઈ એક તામિલિયન મિસ્ટર વીએસ જોડે. આ વીએસ મુંબઈ માં જયંતી શિપિંગ માં મારા સહ કાર્યકર હતા. પછીથી કેપ્ટન સતીશ સુદ ની આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ જોઇન કરેલ. અને ત્યાંથી પછી મોકો મળતા વીશીપ ની મોન્ટેકાર્લો હેડ ઓફિસ માં પહોંચી ગયેલ. મારા ઇન્ટરવ્યૂ ના દિવસે તેઓ કોઈ કંપની કારણસર વીશીપ ની દુબઈ ઓફિસ માં આવેલ.
આ તામિલિયન મિસ્ટર વીએસ જોડે ના મારા "હાઇ હેલ્લો" એ મારા યુએએસસી ની નોકરી છોડી ને વીશીપ ની દુબઈ ઓફીસ જોઇન કરવાના ઈરાદા ઉપર પાણી ફરવી દીધું. એ હકીકત મને પછી થી કેપ્ટન સુદ દ્વારા જાણવા મળી. પીટર મિલિયા ને દુબઈ ઓફિસ મા જે કામ માટે માણસ ની જરૂરિયાત હતી તેનો મને દશ વર્ષથી પણ વધારે અનુભવ હતો. પણ પીટર મિલિયા એ જ્યારે મોન્ટેકાર્લો થી આવેલ તામિલિયન મિસ્ટર વીએસ ને મારી બાબત પૂછાકરી ત્યારે તામિલિયન મિસ્ટર વીએસે મારુ પત્તું કાપી નાખ્યું. એમ કહીને કે અમે જયંતી શિપિંગ માં સાથે કામ કરતાં - માણસ હોશિયાર અને ચાલક છે પણ ઓનેસ્ટ નથી.
કેપ્ટન સુદ પાસે થી મને જ્યારે મારા એક વખત ના સહકાર્યકર તામિલિયન મિસ્ટર વીએસ ના આવા બેહુદા વર્તનની જાણ થઈ ત્યારે મને અત્યંત ખેદ અને દુખ થયેલ. પછી તો હું કુવૈત ગયો. ધીમે ધીમે કુવૈત ની લાઈફ સ્ટાઈલ માં પણ એડજસ્ટ થઈ ગયો. જાતે રસોઈ કરવા માં પણ નિપુણતા પ્રાપ્ત કરી લીધી.
પણ કુવૈત જવામાં સૌથી મોટા મને ચાર ફાયદા થયા.
(૧) પ્રમુખસ્વામી બાપા બે વખત કુવૈત પધાર્યા ત્યારે બંને વખતે અત્યંત નજદીક થી મને તેમના સાનિધ્ય નો લાભ મળ્યો (૨) બહેરીન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને કુવૈત સત્સંગ મંડળ પ્રારંભ માં સહભાગી થવાનો અમૂલ્ય લાભ મળ્યો (૩) કુવૈત વસવાટ દરમિયાન મને અને મારા પત્ની ને તો ઠીક પણ કોલેજ માં અભ્યાસ કરતી મારી દીકરી નિશા ને પણ મળવા મુશ્કેલ એવા અમેરિકા ના વીજીટ વિઝા મળી ગયા. અને પછી તો દર વર્ષે સમર માં અમેરિકા સ્થાયી અમારા દીકરા જોડે અમે સહ કુટુંબ અમેરિકા ની મુલાકાતો માણતા રહ્યા (૪) કુવૈત માં યુરોપીયન સાહેબો જોડે ૭ વરસો સુધી કામ કરીને ઘણું શીખવા મળ્યું, ઓફિસર તરીકે પ્રમોશન પણ મળ્યું અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થઈ.
ભલું થજો પેલા તામીલીયન મિસ્ટર વીએસ નું જેણે પીટર મિલિયા ને કાન ભંભેરણી કરી ને મારી હોનેસ્ટી અંગે શંકા પેદા કરી ને વીએસ શિપિંગ - દુબઈ ઓફિસ માં મારી એન્ટ્રી અટકાવી.
Tuesday, February 16, 2021
તિલક - ચાંદલો શા માટે?
તિલક ચાંદલો રાખજો તો કાળ પણ કાઇ કરશે નહીં
મારો સ્વાનુભવ
એપ્રિલ ૧૯૯૭ માં પ્રમુખ સ્વામી પહેલી વખત કુવૈત આવ્યા ત્યારે મને તેમના આશીર્વાદ મળ્યા. સ્વામી બાપા ની આગન્યા પ્રમાણે અમોએ કુવૈત સત્સંગ મંડળ શરૂ કર્યું. ત્યારે અમોને કહેવા માં આવેલું કે આ મુસ્લિમ દેશ હોવાથી અને કોઈ સંઘર્ષ ના થાય એટલે માટે "તિલક ચાંદલો" નહીં કરો તો ચાલશે. પછી ફરીથી સ્વામી બાપા જાન્યુઆરી ૨૦૦૧ માં કુવૈત પધાર્યા ત્યારે અમારું સત્સંગ મંડળ સરસ સેટ થઈ ગયેલ. ત્યારે પ. ભ. લલિતભાઈ એ મને કીધું આપણે બાપા ના રોકાણ દરમ્યાન સભા માં બધાએ "બિન્ધાસ્ત" તિલક ચાંદલો કરવો અને જો કોઈ પ્રશ્ન થશે તો હું સંભાળી લઇશ. લલીત ભાઈ ઘણા વરસો પહેલા કુવૈત આવેલ અને અરબી ભાષા પણ શીખી લીધી અને કેટલાક કુવૈતી શેખ લોકો સાથે ઘનિષ્ટ પરિચય કેળવેલ.
એટલે હું કુવૈત માં હતો ત્યાર થી એટલકે વીશએક વરસો થી નિત્ય સવારે પૂજા પહેલા તિલક ચાંદલો કરું છું. મજાની વાત એ બની કે જ્યારે હું કુવૈત છોડી ની મુંબઈ પાછો આવ્યો ત્યારે મારા લગેજ માં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મિક્ષર અને માઇક્રોવેવ ઓવન હતા. એટલે રેડ ચેનલ માંથી પસાર થવા ગયો. ત્યારે કસ્ટમ્સ ઓફિસરે પૂછ્યું - વ્હિસ્કી કે ગોલ્ડ છે? મે કીધું 'ના' . પછી તિલક ચાંદલો બતાવી કીધું હું 'બીએપીએસ નો સત્સંગી હોવાને કારણે વ્હિસ્કી અથવા વાઇનને હાથ પણ અડકાવતો નથી. કસ્ટમ્સ ઓફિસરે મને બે હાથ જોડી સ્મિત સાથે મારો લગેજ સ્ક્રીન મશીન માં મૂક્યા વગર એકજીટ ગેઈટ તરફ પ્રયાણ કરવા ઈશારો કર્યો.
મારા માટે આ તિલક ચાંદલો - GPS અને AUTO PILOT સમાન પુરવાર થયો છે. કોઈ પણ પ્રશ્ન આવે તેનો આપો આપ ઉકેલ મળી જાય છે. મારે કોઈની સલાહ લેવા જવું પડતું નથી. કોઈ ટેન્શન લેવું પડતું નથી. નિરધારીત સ્થળે નિર્ધારિત સમયે આપો આપ હું પહોંચી જાઉ છું કોઈ પણ મુશ્કેલી વગર. હમણાં જ નવેમ્બર ૨૦૨૦ માં "કોવિદ મહામારી" છતાં અને કોઈ પણ વ્યક્તિ સાથે નહીં હોવા છતાં મુંબઈ થી નોવાર્ક - ન્યુ જર્સી અમેરિકા ની મારી લાંબી સફર અત્યંત આરામદાયક (one of the most comfortable flight journey I ever had in my life) રીતે પૂરી થઈ.
તિલક ચાંદલો શા માટે?





