ભગવાન અને ગુણાતીત સંત માં દ્રઢ નિષ્ઠા અને નિર્દોષ ભાવ
યુનાઈટેડ આરબ શિપિંગ કંપની ની જોબ ઓફર સ્વીકારી વર્ષ ૧૯૯૨ ના ડિસેમ્બર મહિના માં હું એસ. સી. આઈ ની મુંબઈ ની નોકરી છોડી ને દુબઈ ગયો. પચીસેક વરસો સુધી મુંબઈ માં ફેમિલી સાથે સુખ સુવિધા થી રહેવાની આદત ના કારણે દુબઈ માં ફેમિલી રહિત એક્લવાયા જીવનશૈલી નો બદલાવ થોડો કષ્ટદાયક હતો. ખાસ તો બહાર હોટેલ-રેસ્ટોરાં ની ખાણીપીણી બાબત ની નવી આદત ને થોડી સ્વસ્થતા અને મક્કમતા થી સ્વીકારવા પ્રયત્ન કરી રહ્યો હતો.
તે દરમિયાન છએક મહિના પછી કંપની એ અમારા દુબઈ સ્થિત ડીપાર્ટમેન્ટ ને હેડ ઓફિસ કુવૈત શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. કુવૈત શિફ્ટ નો નિર્ણય તો લેવાઈ ગયો અને બીજા બધા ડીપાર્ટમેન્ટ ખાસ કરીને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ નો સ્ટાફ તો શિફ્ટ પણ થઈ ગયો. પણ કુવૈતમાં જ્યાં સુધી 'કન્ટેઇનર ટ્રેકિંગ સીસ્ટમ' ઓપરેટીવ ના થાય ત્યાં સુધી અમારા સી એમ ડી ડીપાર્ટમેન્ટ નું શિફટિંગ મુલતવી રાખવામાં આવેલ.
કુવૈત શિફ્ટ થવા બાબત હું થોડી હીચકિચાટ એ કારણે અનુભવી રહ્યો હતો કે કુવૈત માં દુબઈ જેવી શાકાહારી હોટેલ/રેસ્ટોરાં હોવા બાબત મને શંકા હતી.
મારી મુંબઈ ની મુલાકાત દરમિયાન આ વાત મે મારા વડીલ જેવા પરિચિત આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ ના માલિક કેપ્ટન સતીશ સુદ ને જણાવી. તો તેમણે દુબઈમાં એક મિસ્ટર પીટર મેલિયા જોડે ફોન ઉપર વાત કરી ને વીશીપ મેનેજમેન્ટ ની દુબઈ ઓફિસ માં મારે યોગ્ય એક ખાલી જગા હતી તેનો ઇંટરવ્યૂ કોલ ગોઠવી આપ્યો. તે મુજબ હું જ્યારે દુબઈ માં વીશીપ મેનેજમેન્ટ ઓફિસ માં પીટર મિલિયા ને મળવા એન્ટર થયો ત્યારે મારી સૌ પ્રથમ મુલાકાત થઈ એક તામિલિયન મિસ્ટર વીએસ જોડે. આ વીએસ મુંબઈ માં જયંતી શિપિંગ માં મારા સહ કાર્યકર હતા. પછીથી કેપ્ટન સતીશ સુદ ની આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ જોઇન કરેલ. અને ત્યાંથી પછી મોકો મળતા વીશીપ ની મોન્ટેકાર્લો હેડ ઓફિસ માં પહોંચી ગયેલ. મારા ઇન્ટરવ્યૂ ના દિવસે તેઓ કોઈ કંપની કારણસર વીશીપ ની દુબઈ ઓફિસ માં આવેલ.
આ તામિલિયન મિસ્ટર વીએસ જોડે ના મારા "હાઇ હેલ્લો" એ મારા યુએએસસી ની નોકરી છોડી ને વીશીપ ની દુબઈ ઓફીસ જોઇન કરવાના ઈરાદા ઉપર પાણી ફરવી દીધું. એ હકીકત મને પછી થી કેપ્ટન સુદ દ્વારા જાણવા મળી. પીટર મિલિયા ને દુબઈ ઓફિસ મા જે કામ માટે માણસ ની જરૂરિયાત હતી તેનો મને દશ વર્ષથી પણ વધારે અનુભવ હતો. પણ પીટર મિલિયા એ જ્યારે મોન્ટેકાર્લો થી આવેલ તામિલિયન મિસ્ટર વીએસ ને મારી બાબત પૂછાકરી ત્યારે તામિલિયન મિસ્ટર વીએસે મારુ પત્તું કાપી નાખ્યું. એમ કહીને કે અમે જયંતી શિપિંગ માં સાથે કામ કરતાં - માણસ હોશિયાર અને ચાલક છે પણ ઓનેસ્ટ નથી.
કેપ્ટન સુદ પાસે થી મને જ્યારે મારા એક વખત ના સહકાર્યકર તામિલિયન મિસ્ટર વીએસ ના આવા બેહુદા વર્તનની જાણ થઈ ત્યારે મને અત્યંત ખેદ અને દુખ થયેલ. પછી તો હું કુવૈત ગયો. ધીમે ધીમે કુવૈત ની લાઈફ સ્ટાઈલ માં પણ એડજસ્ટ થઈ ગયો. જાતે રસોઈ કરવા માં પણ નિપુણતા પ્રાપ્ત કરી લીધી.
પણ કુવૈત જવામાં સૌથી મોટા મને ચાર ફાયદા થયા.
(૧) પ્રમુખસ્વામી બાપા બે વખત કુવૈત પધાર્યા ત્યારે બંને વખતે અત્યંત નજદીક થી મને તેમના સાનિધ્ય નો લાભ મળ્યો (૨) બહેરીન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને કુવૈત સત્સંગ મંડળ પ્રારંભ માં સહભાગી થવાનો અમૂલ્ય લાભ મળ્યો (૩) કુવૈત વસવાટ દરમિયાન મને અને મારા પત્ની ને તો ઠીક પણ કોલેજ માં અભ્યાસ કરતી મારી દીકરી નિશા ને પણ મળવા મુશ્કેલ એવા અમેરિકા ના વીજીટ વિઝા મળી ગયા. અને પછી તો દર વર્ષે સમર માં અમેરિકા સ્થાયી અમારા દીકરા જોડે અમે સહ કુટુંબ અમેરિકા ની મુલાકાતો માણતા રહ્યા (૪) કુવૈત માં યુરોપીયન સાહેબો જોડે ૭ વરસો સુધી કામ કરીને ઘણું શીખવા મળ્યું, ઓફિસર તરીકે પ્રમોશન પણ મળ્યું અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થઈ.
ભલું થજો પેલા તામીલીયન મિસ્ટર વીએસ નું જેણે પીટર મિલિયા ને કાન ભંભેરણી કરી ને મારી હોનેસ્ટી અંગે શંકા પેદા કરી ને વીએસ શિપિંગ - દુબઈ ઓફિસ માં મારી એન્ટ્રી અટકાવી.
No comments:
Post a Comment