Thursday, April 1, 2021

એલોપેથિક દવા ની સાઈડ અસર થી સાવધાન રહેજો ....

 




૫૦૦ રૂપિયા ની એલોપેથિક દવા મહંત સ્વામીએ ફેંકાવી દીધી 

.

મારો સ્વાનુભવ:-

આજથી લગભગ ૧૫ વરસો પહેલા બેંગલોર ની એક નામાંકિત હોસ્પિટલ માં આંખના મોતિબિંદુ એટલકે "કેટરેકટ" ના ઓપેરેશન પૂર્વે મારી તબીબ તપાસ માં ડોકટરો એ "હાઇ બ્લડ પ્રેસર" નું નિદાન કર્યું. એટલે આંખ ના ડોકટરો એ મને હાર્ટ ના ડોકટર પાસે વધુ તપાસ કરાવવા મોકલી દીધો. હાર્ટ ના ડોક્ટરે "નોન ઇનવેજીવ એંજયઓગ્રાફી" કર્યા બાદ હાઇ બીપી ને કંટ્રોલ માં રાખવા માટે સવાર સાંજ રોજ ની પાંચ ગોળીઓ લેવા ની ભલામણ સાથે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. તેમાં એક હતી "એકોસ્પીરીન" એટલેકે લોહી ને પાતળું કરવા માટે ની ગોળી. 

પ્રિસ્ક્રિપ્શન લખેલ બધીજ દવાઓ ના રેપર ઉપર તેની "સાઈડ ઇફેક્ટ" ની માહતી પણ લખી હતી. એટલે તે ગોળીઓ લેવા મને થોડી હીચકિચાટ હતી. બે એક પરીચિત અને વિશ્વાસુ ડોકટરો ની સલાહ મુજબ મી તે ગોળીઓ લેવાની શરૂઆત કરી. શિવાય કે "એકોસ્પીરિન". કેમ જે મને કોઈ પણ ઘા થાય અને લોહી નીકળે તો મને સદાય તુરંત ઋજ આવી જતી. એટલે મને મારા રુધિર - લોહી ને પાતળું કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. 

આઠેક વરસો સુધી હું નિયમિત હાઇ બીપી ને કંટ્રોલ કરવાની ગોળીઓ લેતો રહ્યો અને વરસ માં એક વખત મુંબઈ માં નામાંકિત હાર્ટ સ્પેશીયાલિસ્ટ પાસે ચેકઅપ પણ કરાવતો રહ્યો. પછી તો મને આમાંની એક પિન્ક ગોળી ને કારણે લો બીપી ના લક્ષણ દેખાવાના શરૂ થયા. તેમ છતાં હાર્ટ સ્પેશિયાલીસ્ટ ડોક્ટરે મને બધીજ ગોળીઓ મૂળ પ્રિસક્રીપશન મુજબ ચાલુ રાખવા કીધેલ. ડૉક્ટર ની સલાહ અવગણી ને મે રોજ ની એક પિન્ક નાની ગોળી લેતો તેની માત્રા અડધી કરી દીધી - તો લો બીપી ના લક્ષણ બંધ થઈ ગયા.

ત્યારબાદ હું ઈન્ડિયા છોડી ને મારા દીકરા ના ફેમિલી સાથે રહેવા અમેરિકા આવીને સ્થાયી થયો. આજ થી પાંચેક વરસો પહેલા મને પગ ની એક પાની માં સખત દુખાવો શરૂ થયો અને પછી બીજા પગ ના અંગૂઠા માં એમ બંને પગમાં એવો દુખાવો શરૂ થયો કે બેડરૂમ ની નજીક માં જ આવેલ બાથરૂમ સુધી જવામાં પણ તકલીફ પડવા લાગી. 

ઇન્ટરનેટ ના મારા શોખ ને કારણે મને સમજાયું કે મને "ગાઉટ" ની તકલીફ શરૂ થઈ હતી. "ગાઉટ" નો મતલબ તમારી કિડનીઓએ પ્રોટીનજન્ય કચરો યુરીન દ્વારા બહાર ફેંકવા નું બંધ કરી દીધેલ છે. તે કચરો હવે તમારા રક્તપ્રવાહ માં ભળીને શરીરના અંગો ને હલન ચલન માં અવરોધ પેદા કરી રહ્યો છે. 

એટલે સૌ પ્રથમ તો મે પ્રોટીન યુક્ત તુવેર દાળ અને અન્ય કઠોળ લેવાના બિલકુલ બંધ કર્યા. વળી બને એટલું વધુ પાણી પીવાનું શરૂ કર્યું જેથી યુરીન દ્વારા પણ જમા થયેલો કચરા નો થોડી થોડી માત્રા માં પણ ધીરે ધીરે નિકાલ થાય.  ત્યારબાદ થોડી રાહત થઈ એટલે અમેરિકા માં એક ફૂટ સ્પેશીયાલિસ્ટ - પગના નિષ્ણાત ડૉક્ટર પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પણ કન્ફમ કર્યું કે મને "ગાઉટ" નો રોગ થયો છે. અને ત્રણ મહિના સુધી બે પ્રકાર ની ફાર્મસી પિલ્સ નો કોર્સ કર્યા પછી ફરી ને ચેકઅપ કરાવવાની સલાહ આપી. અમેરિકા ના ફાર્મસી અને હેલ્થ ઈન્સ્યોરન્સ ના નિયમ મુજબ મને ફક્ત એક મહિના ની પિલ્સ આપી ને ફરીથી રિફિલ કરાવવા કહેવા માં આવ્યું.

તે દરમ્યાન દર વર્ષ ની માફક વિન્ટર માં મારી ઈન્ડિયાની મુલાકાત નક્કી થઈ ત્યારે મે થોડું આત્મમંથન કર્યું તો મને સમજાયું કે મને ગાઉટ થવાનું મૂળ કારણ હું જે હાઇ બીપી કંટ્રોલ કરવા ફાર્મસી પિલ્સ લેતો હતો તે હતું. બેંગલોર ના હાર્ટ ના ડોક્ટરે મારા હ્રદય ને ઓછો શ્રમ પડે તે માટે ગોળીઓ આપીને મારી કિડની પાસે વધુ કામ કરાવેલ. એટલે હવે કિડની ની તકલીફ શરૂ થઈ હતી. અને મે મનોમન નિર્ધાર કર્યો હવેથી કોઈ જ "ફાર્મસી પિલ્સ" નહિ લેવાનો. 

ઈન્ડિયા પહોંચ્યા પછી અમદાવાદ જઈને મે શાહીબાગ માં આવેલ "યોગી હોસ્પિટલ" ના આયુર્વેદ અને નેચરોપથી વિભાગ માં આઠ દિવસ ના "પંચ કર્મ" થી દેહ શુદ્ધિ કરાવી. ત્યારબાદ બધીજ ફારમાડ્રગ્સ ને તિલાંજલિ આપીને શરીર માં ફરીથી કોઈ અશુદ્ધિ ના થાય તે રીત ની ખાણી પીણી અપનાવી. બહાર હોટેલ રેસ્ટોરાં માં જવાનું સદંતર બંધ કર્યું. અને હવે છેલ્લા પાંચેક વરસો થી અને અત્યારે ૭૭ વરસ ની ઉંમરે મને નથી કોઈ તકલીફ હાર્ટ ની કે કિડની ની.



No comments:

Post a Comment