Showing posts with label BK. Show all posts
Showing posts with label BK. Show all posts

Thursday, February 11, 2021

યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા - ( જયદીપ સ્વાદિયા )

યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા 
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નો ખજાનો લઈ ગયા 











.

 

Sunday, August 18, 2019

નવકાર અને ભક્તામર સ્ત્રોત્ર

       🙏🙏 નવકાર અને ભક્તામર સ્ત્રોત્ર   🙏🙏

વિશ્વ વિખ્યાત ભારતીય પાર્શ્વ ગાયિકા ૮૫ વર્ષના પરમ આદરણીય લતા મંગેશકરે ભક્તામર સ્તોત્ર ની ૪૮ ગાથાઓ શુદ્ધ અને સ્પષ્ટ સ્વરૂપે સ્વરબદ્ધ કરી છે તે અહિયાં પ્રસ્તુત કરી છે. આપને વિનમ્ર નિવેદન છે કે આપ આ લીંક ને બુકમાર્ક કરી રાખો. વિભિન્ન માંત્રિક શક્તિ પ્રદાનકારક આ સ્તોત્ર આપની અનુકુળતા મુજબ નિત્ય સવાર ના શ્રવણ કરવાથી આપને અચૂક ફાયદાકારક રહેશે. 🙏🙏





નવકાર મંત્ર વિષે વધુ માહિતી 




Sunday, August 11, 2019

કાઠીયાવાડી જલશો ....


કવિ કાગ ની એક અદભુત રચના 


                                                                                                                                                                                                              🙏                             

પૃથ્વી તણો પિંડો કર્યો

રજ લાવતો ક્યાંથી હશે ?

                                                                                                                                                        

જગ ચાક ફેરવનાર

એ કુંભાર બેઠો ક્યાં હશે ?

                                                                                                                                                      

આકાશના ઘડનારના ઘરને

ઘડ્યા કોણે હશે?

                                                                                                                                                                  

અવકાશની માતા તણા

કોઠા કહો કેવડા હશે?

                                                                                                                                                     

કહે કાગ સર્જક સર્પનો

કેવો કઠીન ઝેરી હશે

                                                                                                                                                           

પવને સુગંધ પ્રસરાવતો

મારો લાડીલો કેવો લહેરી હશે

                                                                                                                                                   

આ જાણવા જોવા તણી

દિલ ઝંખના ખટકી રહી

                                                                                                                                                            

બ્રહ્માંડમાં ભટકી અને

મારી મતિ અંતે અટકી રહી



૩૭૦ની કલમ હટાવ્યા પછી એક દાદાએ સત્સંગ ની સભામાં મોદી માટે ગીત ગુજરાતી લોકગીતના ઢાળ સાથે ગાઇને હાજર સર્વેને પુલકિત કરી દીધા.


Sunday, May 31, 2015

સિકન્દર ના ચાર ફરમાન


સિકંદરે 3૨ વર્ષની નાની ઉંમરે દુનિયાના બહુ બધા દેશો ઉપર જીત મેળવી લીધી. પછી, ભારત ઉપર 
ચઢાઈ કરવા જતા, પહેલા નદી કિનારે નગ્ન અવસ્થામાં સુતેલ ફકીર ડાયોજીનસને મળવા ગયો. 

ત્યારે ડાયોજીનસે તેને કહ્યું - "આ બધું ગાંડપણ મૂકી દે. મારી તરફ નજર કર - મેં દુનિયા જીત્યા વગર 
જીત મેળવી લીધી છે. કુતરાને નદીમાં પાણી પીતા જોયા પછી, મેં મારું ભિક્ષાપાત્ર પણ નદીમાં ફેંકી દીધું છે.
તેમ તું પણ તારા કપડા નદીમાં ફેંકી મારી જેમ મસ્ત નગ્ન ફકીર બની આ વિશાળ નદી કાંઠે લંબાવી દે, 
અને હું તારા માટે પણ રોજે ભિક્ષા માંગી લાવીશ." 

નદી કિનારે પ્રભાતના સૂર્યકિરણો માણતા નગ્ન ફકીરની  સુંદરતા, બેફીકરાઈ અને અલમસ્તીપણાથી ઘડીભર તો સિકન્દરને પણ તેની ઈર્ષ્યા થઇ આવી. સિકંદરે ભારત શિવાઈ પૂરી દુનિયા જીતી લીધી હતી. અને પોતે ભારત જીતી લેશે તેની પૂરી ખાત્રી હતી. એટલે સિકંદરે ડાયોજીનસને કહ્યું, ઈશ્વર જો ફરી મને આ પૃથ્વી ઉપર મોકલશે તો હું ડાયોજીનસ થવાનું પસંદ કરીશ. ત્યારે ડાયોજિનસે તેને કહ્યું - "ફરી વખત શા માટે ? હમણાં જ શા માટે નહિ ? કાલ કોણે જોઈ છે ? 

સિકંદરે કહ્યું હમણા તો મારે ભારતને જીતવું છે. પહેલા મારે પૂરી દુનિયા જીતવી છે, પછી હું ફરી એક દિવસ 
તારી પાસે જરૂર આવીશ. સિકંદરે ભારતને જીત્યું. પણ પાછા ફરતા ૩૩ વર્ષની નાની ઉંમરે તેનું મ્રત્યુ થયું.
મ્રત્યુ પથારી પર પડેલ, સિકંદરે નીચેના ૪ ફરમાન બહાર પાડ્યા :-  

(૧)  મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી  નનામી  સાથ  કબ્રસ્તાનમાં  પણ  લાવજો
  જે   બાહુબળથી  મેળવ્યું, એ ભોગવી પણ ના શક્યો; અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો

(૨)  મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ  આગળ  સર્વને  દોડાવજો
        આખા  જગતને  જીતનારું  સૈન્ય  પણ  રડતું  રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું.

(૩)  મારા બધાં  વૈદો  હકીમોને  અહીં   બોલાવજો, મારો જનાજો  એ જ  વૈદોને  ખભે  ઉપડાવજો
        કહો   દર્દીઓના  દર્દને  દફનાવનારું  કોણ  છે? દોરી  તૂટી  આયુષ્યની તો સાંધનારું   કોણ  છે?

(૪)   ખુલ્લી  હથેળી  રાખીને  જીવો  જગતમાં  આવતાં, ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતાં.
        યૌવન ફના,  જીવન ફના, જર ને જવાહર છે ફના, પરલોકમાં  પરિણામ  ફળશે  પુણ્યનાં  ને  પાપનાં.

         *****આ સુંદર સ્તવનને ઇન્દુબેન ધાનકના કંઠે સાંભળવા નીચેની લીંક ક્લિક કરો*****







               










Saturday, May 30, 2015

હેતે હરિ રસ પીજીએ ... ( ધીરા ભગત રચિત એક સુંદર ભજન )


કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર;

કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર.

હેતે હરિરસ પીજીએ....


સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ;

રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર

હેતે હરિરસ પીજીએ....


કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ?

અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.

હેતે હરિરસ પીજીએ....


માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર;

આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત.

હેતે હરિરસ પીજીએ....


થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર;

મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર.

હેતે હરિરસ પીજીએ....


દાસ 'ધીરો' રમે રંગમાં રે રમે દિવસ ને રાત;

હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ.

હેતે હરિરસ પીજીએ....


 ***પ્રફુલ દવેના મધુર કંઠે ઉપરનું ભજન સાંભળવા માટે નીચેની લીંક ક્લિક અથવા કોપી/પેસ્ટ કરો ***

                                               






 






Tuesday, May 26, 2015

શું પૂછો છો મુજને .......


              સત્તાર-શા રચિત ઉપરની ગઝલ ગઢવીના સુરીલા કંઠે સાંભળવા હેડફોન 
              લગાવી અથવા સ્પીકર્સ ઓન કરી  નીચે આપેલી લીંક કલીક  કરો. 





Sunday, May 24, 2015

કરીએ રાજી ઘનશ્યામ ........



પ્રાગટ્ય  :  ૨ એપ્રિલ ૧૭૮૧ - અયોધ્યા પાસે છપૈયા ગામે - પિતા ધર્મદેવ અને ભક્તીમાતાના ઘરે                - નામ પડ્યું,  'ઘનશ્યામ પાંડે'


ગ્રહત્યાગ :  ૨૯ જુન ૧૭૯૨ના દિવસે ૧૧ વર્ષની વયે ગ્રહત્યાગ કરી કેવળ કૌપીનધારી બાળ                        નીલકંઠવર્ણીએ અનેક નદી, જંગલો, ગીરી કંદરાઓ પાર કરી સતત ૭ વરસો સુધી                        વન વિચરણ દ્વારા ૧૨૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી અપાર ઐશ્વર્ય દેખાડ્યું.


દીક્ષા     :   ૨૮-૧૦-૧૮૦૦ના દિવસે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી 'સહજાનંદ સ્વામી' નામ                         આપ્યું અને ૧૬-૧૧-૧૮૦૧ દિવસે 'ઓધવ સંપ્રદાય' ની ગાદી સોંપી.૩૧-૧૨-૧૮૦૧ના                 દિવસે પોતાના આશ્રીતોને  'સ્વામિનારાયણ' મહા-મંત્ર આપ્યો. 


સ્વધામ  :   ૧-૬ -૧૮૩૦ ના દિવસે ગઢડા ગામે સ્વધામ ગમન.

      
                                                           *******************

                              કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;
                              તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ                      ... ટેક

                              મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;
                              જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે                    ... સંતો° ૧

                              તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;
                              અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે          ... સંતો° ૨

                               જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
                               જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે                    ... સંતો° ૩

                              એ તો દો'યુલું સો'યલું છે આજ, તજિયે દોય દામ વામ;
                              નિષ્કુળાનંદ નિઃશંક થઈને, પામિયે હરિનું ધામ રે                        ... સંતો° ૪







   

  

       

  


Thursday, May 14, 2015

બોલ્યા શ્રી હરિ રે.........






     ભગવાન શ્રી સ્વામિનારાયણના પાંચસો પરમહંસોમાં, તેમની અતિ કૃપા પાત્ર એક એવા શ્રી પ્રેમાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમ્યાન ૩૦૦થી વધારે ભક્તિ પદોની રચના કરી છે. તેમણે રચેલ "ઓરડા"  ના પદમાં તેમણે શ્રી હરિના તેજોમય સાકાર સ્વરૂપ અને રહેવાના ધામ વિષે નીચે મુજબ વર્ણન કરેલ છે :-

પદ - 3 
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા'લો વરસ્યા અમૃત મેહ... ૯








Wednesday, April 29, 2015

એક બીજાના પુરક અને શ્રીજી મહરાજના પ્રિય એવા બે સુંદર પદો.




મારા હરજી શું હેત ન દીસે રે 
તેને ઘેર શીદ જઈએ,
તેને સંગે શીદ રહીએ રે   ...... °ટેક

હેત વિના હુંકારો ન દેવો, 
જેનું હરખેશું હૈડું ન હીસે રે;
આગળ જઈને વાત વિસ્તારે, 
જેની આંખ્યુમાં પ્રેમ ન દીસે રે...... તેને° ૧

ભક્તિભાવનો ભેદ ન જાણે ને, 
ભુરાયો થઈને ભાળે રે;
લલિત લીલાને રંગે ન રાચે, 
પછી ઉલેચી અંધારું ટાળે રે......... તેને° ૨

નામ તણો વિશ્વાસ ન આવે, 
ને ઊંડુ તે ઊંડુ શોધે રે;
જાહ્‍નવી તીરે [કેરા] તરંગ તજીને, 
પછી તટમાં જઈને કૂપ ખોદે રે.... તેને° ૩

પોતાના સરખી કરીને જાણે, 
પુરુષોત્તમની કાયા રે;
નરસૈયાના સ્વામીની લીલા, 
ઓલ્યા મતિયા કહે છે માયા રે.... તેને° ૪





મારા વા'લાજી શું વા'લપ દીસે રે, 
તેનો સંગ શીદ તજીએ,
તે વિના કેને ભજીએ રે                ... °ટેક

સન્મુખ થાતાં શંકા ન કીજે, 
મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ થઈ હરિજનને મળશે, 
પછી કાચી તે કાયા પડશે રે         ... તેનો° ૧

શૂળી ઉપર શયન કરાવે તોય, 
સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, 
તેનું સુખદુઃખ સર્વે સહીએ રે         ... તેનો° ૨

અમૃતપેં અતિ મીઠાં મુખથી, 
હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, 
જેનાં દર્શન કરવાને આવે રે          .. તેનો° ૩

નરકકુંડથી નરસું લાગે, 
દુરિજનનું મુખ મનમાં રે,
મુક્તાનંદ મગન થઈ માગે વહાલા, 
વાસ દેજો હરિજનનમાં રે             ... તેનો° ૪









“ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે…” બાલાસાહેબ કંથારિયા દ્વારા રચાયેલ પહેલી ગુજરાતી ગઝલ

    “ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે…”
બાલાસાહેબ કંથારિયા દ્વારા રચાયેલ પહેલી ગુજરાતી ગઝલ
             જીવનના છ દસક પછી દરેક વ્યક્તિમાં એક અસાધારણ બદલાવ અનેક કારણોસર આવે છે. જેવાકે નોકરીમાંથી નિવૃત્તિ, સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ કે બીમારી, જીવનસાથીના અવસાન બાદ અપેક્ષાઓની સંતાનો દ્વારા થતી ઉપેક્ષાથી ઉપજતું દુ:ખ અને  સંતાપ. આવી પરિસ્થિતિમાં જીવન જીવવા માટે શોધેલ ચાવીને ગઝલની નીચેની પંક્તિઓ દ્વારા કવિશ્રી  બાલાસાહેબ કંથારિયાએ તેમના હ્રદયની ઉર્મીઓને વ્યક્ત કરી છે.
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સ્હેજે;
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
દુનિયાની જુઠી વાણી, વિશે જો દુ:ખ વાસે છે;
જરાયે અંતરે આનંદ, ના ઓછો થવા દેજે.
કચેરી માંહિ કાજીનો, નથી હિસાબ કોડીનો;
જગત કાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસ;
ન સારા કે નઠારાની, જરાએ સંગતે રહેજે.
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે;
દિલે જે દુ:ખ કે આનંદ, કોઇને નહીં કહેજે.
વસે છે ક્રોધ વેરી, ચિત્તમાં તેને તજી દેજે;
ધડી જાએ ભલાઇની, મહાલક્ષ્મી ગણી લેજે.
રહે ઉન્મત્ત સ્વાનંદે, ખરૂં એ સુખ માની લે;
પિયે તો શ્રી પ્રભુના, પ્રેમનો પ્યાલો ભરી પીજે.
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે;
પરાઇ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માગે તો;
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.
અહો શું પ્રેમમાં રાચે, નહીં ત્યાં સત્ય પામે તું !
અરે તું બેવફાઇથી ચડે નિંદા તણે નેજે.
લહે છે સત્ય જે, સંસાર તેનાથી પરો રહેજે;
અરે એ કીમિયાની જો મઝા છે, તે પછી કહેજે.
વફાઇ તો નથી, આખી દુનિયામાં જરા દીઠી;
વફાદારી બતાવા ત્યાં, નહીં કોઇ પળે જાજે.
રહી નિર્મોહિ શાંતિથી, રહે એ સુખ મોટું છે;
જગત બાજીગરીના તું, બધાં છલબલ જવા દેજે.
પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું;
પ્રભુની પ્યારી ગ્રીવામાં, પહેરાવી પ્રિતે દેજે.
કવિ રાજા થયો શી છે, પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશા બાલ, મસ્તીમાં મઝા લેજે.
Headphone
***** ગઝલ સાંભળવા માટેની લીંક *****


Tuesday, April 28, 2015

સ્તુતિ, પ્રાર્થના અને ધુન્ય

   
પ્રાર્થના - રચયતા કવિ શ્રી ન્હાનાલાલ



અસત્યો માંહેથી, પ્રભુ ! પરમ સત્યે તું લઈજા, 
ઉંડા અંધારેથી, પ્રભુ ! પરમ તેજે તું લઈજા 
મહામ્રત્યુમાંથી, અમૃત સમીપે નાથ ! લઈ જા 
હીણો હું છું તો, તુજ દર્શનના દાન દઈ જા 

પ્રભુ અંતર્યામી, જીવન જીવના દિન શરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભાવ સર્વસ્વ જનના,
નમું છું, વંદુ છું, વિમળમુખ સ્વામી જગતના.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇન્દ્રિયોની, મુજ મન વિશે ભાવ સમરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમા દ્ષ્ટે જોજો; તુજ ચરણમાં નાથજી ! ધરું.


*****      
સ્વામિનારાયણ મહામંત્ર ધુન્ય રાગ : માલ-કૌસ