પ્રાગટ્ય : ૨ એપ્રિલ ૧૭૮૧ - અયોધ્યા પાસે છપૈયા ગામે - પિતા ધર્મદેવ અને ભક્તીમાતાના ઘરે - નામ પડ્યું, 'ઘનશ્યામ પાંડે'
ગ્રહત્યાગ : ૨૯ જુન ૧૭૯૨ના દિવસે ૧૧ વર્ષની વયે ગ્રહત્યાગ કરી કેવળ કૌપીનધારી બાળ નીલકંઠવર્ણીએ અનેક નદી, જંગલો, ગીરી કંદરાઓ પાર કરી સતત ૭ વરસો સુધી વન વિચરણ દ્વારા ૧૨૦૦૦ કિલોમીટરની પદયાત્રા કરી અપાર ઐશ્વર્ય દેખાડ્યું.
દીક્ષા : ૨૮-૧૦-૧૮૦૦ના દિવસે રામાનંદ સ્વામીએ દીક્ષા આપી 'સહજાનંદ સ્વામી' નામ આપ્યું અને ૧૬-૧૧-૧૮૦૧ દિવસે 'ઓધવ સંપ્રદાય' ની ગાદી સોંપી.૩૧-૧૨-૧૮૦૧ના દિવસે પોતાના આશ્રીતોને 'સ્વામિનારાયણ' મહા-મંત્ર આપ્યો.
સ્વધામ : ૧-૬ -૧૮૩૦ ના દિવસે ગઢડા ગામે સ્વધામ ગમન.
*******************
કરીએ રાજી ઘનશ્યામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ;
તો સરે સરવે કામ રે, સંતો કરીએ રાજી ઘનશ્યામ ... ટેક
મરજી જોઈ મહારાજના મનની, એમ રહીએ આઠું જામ;
જે ન ગમે જગદીશને જાણો, તેનું ન પૂછીએ નામ રે ... સંતો° ૧
તેમાં કષ્ટ આવે જો કાંઈક, સહીએ હૈયે કરી હામ;
અચળ અડગ રહીએ એક મને, તો પામીએ સુખ વિશ્રામ રે ... સંતો° ૨
જુઓ રીત આગેના જનની, પામ્યા વિપત્તિ વિરામ;
જનમ થકી માનો મૂઆ સુધી, ઠરી બેઠા નહિ ઠામ રે ... સંતો° ૩
એ તો દો'યુલું સો'યલું છે આજ, તજિયે દોય દામ વામ;
No comments:
Post a Comment