Sunday, May 31, 2015

સિકન્દર ના ચાર ફરમાન


સિકંદરે 3૨ વર્ષની નાની ઉંમરે દુનિયાના બહુ બધા દેશો ઉપર જીત મેળવી લીધી. પછી, ભારત ઉપર 
ચઢાઈ કરવા જતા, પહેલા નદી કિનારે નગ્ન અવસ્થામાં સુતેલ ફકીર ડાયોજીનસને મળવા ગયો. 

ત્યારે ડાયોજીનસે તેને કહ્યું - "આ બધું ગાંડપણ મૂકી દે. મારી તરફ નજર કર - મેં દુનિયા જીત્યા વગર 
જીત મેળવી લીધી છે. કુતરાને નદીમાં પાણી પીતા જોયા પછી, મેં મારું ભિક્ષાપાત્ર પણ નદીમાં ફેંકી દીધું છે.
તેમ તું પણ તારા કપડા નદીમાં ફેંકી મારી જેમ મસ્ત નગ્ન ફકીર બની આ વિશાળ નદી કાંઠે લંબાવી દે, 
અને હું તારા માટે પણ રોજે ભિક્ષા માંગી લાવીશ." 

નદી કિનારે પ્રભાતના સૂર્યકિરણો માણતા નગ્ન ફકીરની  સુંદરતા, બેફીકરાઈ અને અલમસ્તીપણાથી ઘડીભર તો સિકન્દરને પણ તેની ઈર્ષ્યા થઇ આવી. સિકંદરે ભારત શિવાઈ પૂરી દુનિયા જીતી લીધી હતી. અને પોતે ભારત જીતી લેશે તેની પૂરી ખાત્રી હતી. એટલે સિકંદરે ડાયોજીનસને કહ્યું, ઈશ્વર જો ફરી મને આ પૃથ્વી ઉપર મોકલશે તો હું ડાયોજીનસ થવાનું પસંદ કરીશ. ત્યારે ડાયોજિનસે તેને કહ્યું - "ફરી વખત શા માટે ? હમણાં જ શા માટે નહિ ? કાલ કોણે જોઈ છે ? 

સિકંદરે કહ્યું હમણા તો મારે ભારતને જીતવું છે. પહેલા મારે પૂરી દુનિયા જીતવી છે, પછી હું ફરી એક દિવસ 
તારી પાસે જરૂર આવીશ. સિકંદરે ભારતને જીત્યું. પણ પાછા ફરતા ૩૩ વર્ષની નાની ઉંમરે તેનું મ્રત્યુ થયું.
મ્રત્યુ પથારી પર પડેલ, સિકંદરે નીચેના ૪ ફરમાન બહાર પાડ્યા :-  

(૧)  મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો, મારી  નનામી  સાથ  કબ્રસ્તાનમાં  પણ  લાવજો
  જે   બાહુબળથી  મેળવ્યું, એ ભોગવી પણ ના શક્યો; અબજોની દોલત આપતાં પણ એ સિકંદર ના બચ્યો

(૨)  મારું મરણ થાતાં બધા હથિયાર લશ્કર લાવજો, પાછળ રહે મૃતદેહ  આગળ  સર્વને  દોડાવજો
        આખા  જગતને  જીતનારું  સૈન્ય  પણ  રડતું  રહ્યું, વિકરાળ દળ ભૂપાળને નહિ કાળથી છોડાવી શક્યું.

(૩)  મારા બધાં  વૈદો  હકીમોને  અહીં   બોલાવજો, મારો જનાજો  એ જ  વૈદોને  ખભે  ઉપડાવજો
        કહો   દર્દીઓના  દર્દને  દફનાવનારું  કોણ  છે? દોરી  તૂટી  આયુષ્યની તો સાંધનારું   કોણ  છે?

(૪)   ખુલ્લી  હથેળી  રાખીને  જીવો  જગતમાં  આવતાં, ને ખાલી હાથે સૌ જનો આ જગતથી ચાલ્યા જતાં.
        યૌવન ફના,  જીવન ફના, જર ને જવાહર છે ફના, પરલોકમાં  પરિણામ  ફળશે  પુણ્યનાં  ને  પાપનાં.

         *****આ સુંદર સ્તવનને ઇન્દુબેન ધાનકના કંઠે સાંભળવા નીચેની લીંક ક્લિક કરો*****







               










No comments:

Post a Comment