Saturday, May 30, 2015

હેતે હરિ રસ પીજીએ ... ( ધીરા ભગત રચિત એક સુંદર ભજન )


કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર;

કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર.

હેતે હરિરસ પીજીએ....


સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ;

રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર

હેતે હરિરસ પીજીએ....


કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ?

અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્.

હેતે હરિરસ પીજીએ....


માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર;

આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત.

હેતે હરિરસ પીજીએ....


થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર;

મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર.

હેતે હરિરસ પીજીએ....


દાસ 'ધીરો' રમે રંગમાં રે રમે દિવસ ને રાત;

હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ.

હેતે હરિરસ પીજીએ....


 ***પ્રફુલ દવેના મધુર કંઠે ઉપરનું ભજન સાંભળવા માટે નીચેની લીંક ક્લિક અથવા કોપી/પેસ્ટ કરો ***

                                               






 






No comments:

Post a Comment