જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૨
ઇન્ડિયા આવેલ બ્રિટીશ મુલાકાતી હેન્રી જ્યોર્જ બ્રીગ્સે તેના પુસ્તક 'ધી સીટીઝ ઓફ ગુજરાષ્ટ્ર' માં લખ્યું :-
"સહજાનંદ સ્વામીના શિષ્યો - ગરીબ કે તવંગર, બુદ્ધિશાળી કે અબુધ, ગમે તે પ્રકૃત્તિ અને ઊંચ નીચના ભેદભાવ વાળા સમાજના સર્વે તેમને માની ના શકાય તે હદ સુધી અપાર પ્રેમ કરતા. તેનું એક કારણ એ હતું કે સહજાનંદ સ્વામીએ સમાજમાં નૈતિકતા, ધાર્મિકતા, અને
આધ્યામિકતાનું ઘણું બધુ પ્રદાન કરેલ અને લોકોના અંતરમાં ઘણો વિકાસ સાધેલ."
બીએપીએસ કલ્ચરલ ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાની મુલાકાતે આવેલ ટેક્ષાસના પ્રસિદ્ધ એટોર્ની જેક લેડે પ્રભાવિત થઇ તેના વક્તવ્યમાં કહ્યું :-
"મને અહિયાં જાણકારી થઇ કે ૨૬૦૦ જેટલા સ્વયંસેવકો પોતાના નોકરી/ધંધા/કુટુંબ છોડીને આ સેવામાં જોડાયા છે. પછી સ્વામીશ્રી વિષે બોલ્યા કે જે વ્યક્તિ આટલું સારું નેતૃત્વ પૂરી પાડી શકે, લોક ચાહના પ્રાપ્ત કરી શકે, એ કેવળ કોઈ સામન્ય બુદ્ધિશાળી કે ક્રિએટીવ વ્યક્તિ નથી. પણ જે વ્યક્તિને ભગવાનનો એક દિવ્ય સંચાર હોય કે તમે પૃથ્વીના અનેક લોકોને આ તરફ લઇ જાવ. એ દિશા અને ગતિ બંનેની જેને દિવ્યતા પ્રાપ્ત થઇ હોય, તેજ વ્યક્તિ આ કરી શકે. "
No comments:
Post a Comment