Wednesday, September 2, 2015

શ્રી પ્રમુખ ચાલીશા - રચના/સ્વર/વિડીયોગ્રાફર શ્રી ચિંતન રાણા

 ગુરુહરિ છો આપ રૂપમા, માળિયા છે મહારાજ,

હાથ ધરી મુજ મસ્તક પર, વસો હૃદયમાં આજ,


નારાયણ સ્વરૂપ જેનું નામ છે, 

અવતાર અક્ષરબ્રહ્મ,વર્ણવતા જેનો આરો નહિ, અંગોઅંગે પરબ્રહ્મ,


જે શ્રીજીનું છે ધામ પરમ જેનો ના કોઈ અંત આરંભ,

જે સર્વેશ્વર છે અંતર્યામી, નખશીખ સહજાનંદ,


જેની દ્રષ્ટિ માત્રે પલવારે, શમી જાય દુખ ભવ ભવના,

જેના હ્રદયે વહે કરુણાની ધારા, વેણે અમીના ઝરણા,


જેના દર્શન જીવના પાપો બાળે, ખીલે પુણ્યના સ્મિત,

જે અજાતશત્રુ કલ્યાણકારી, મનમાં સહુનું હિત,


જેના રોમે રોમે કોટી બ્રહ્માંડો અણુની પેઠે ઉડતા,

તે ગામે ગામે સર્વે લોકે કલ્યાણ કાજે ફરતા,


આદિ ના જેનો અંત એવા આ સાધુ મળે ના કયારે,

જેમાં પ્રગટ રહે શ્રી સહજાનંદ, જેની વાણી નિત સંભારે,


જેનો મહિમા ગાતા પાર ના આવે, ગાવે પોતે જો દેવ,

એ ભાગ્ય પણ અમોલ કે જેમાં આવા ચરણની સેવ,


જેના ચરણ કમલની રજ સ્વીકારે, પરમ તત્વ સ્વયમ,

જેનું નામ ઉચારી પાર ઉતારે, હરે હ્રદયનું તમ,


યોગીજીના સંકલ્પોને પૂરણ કરવું ધ્યેય,

મંદિરો વિશ્વભરમાં વીજળી વેગે જે કરે,


કેવી પણ આવે અડચણ, જેની વૃત્તિ હરીમાં સ્થિર,

એવા સંતના દર્શન અર્થે મન રહે સદાજ અધીર,


જે વચન સિદ્ધ છે, આશિષ આપે તે ફળે હંમેશ,

જે ગુણોના સાગર વડવાનળ સમ, ચંચળતા નહિ લેશ,


જે નિષ્કામી છે સંત નારાયણ રૂપ છે સાક્ષાત,

આવા અલોકિક ને દિવ્ય સંતની શું મુખે કરવી વાત,


જે ક્ષમા મૂર્તિ જે આંખોથી નિત્ય વહે છે કરુણા,

જેના દિલમાં દયા રહે સૌ માટે, સહજ છે કોમળતા,


જે સુખ આપે છે ભક્તોને જે મળે નહિ કઈ દેતા,

જે જાણે છે પરબ્રહ્મ સ્વરૂપને એજ છે કરતા હરતા,


જેની કીર્તિ લોક ત્રણેમાં ગાજે નામ કરે ભવ પાર,

જે સંત કાળ કરમને માયાથી છે અનાદી પાર,


જે જ્ઞાનરૂપ અજ્ઞાન ને ટાળે એવા સમરથ સંત,

એવા સમરથ કે જે લાવે છે જનમ-મરણનો અંત,


નિર્દોષ બુદ્ધિને વિવેક ભરયુ જીવન છે જે જીવતા,

એ જીવંત સહજાનંદ રૂપને વંન્દન હાથો કરતા,


જેમાં લોભ નથી એક અંશનો, જે સંયમનું સરનામું,

એવા સંત જે મોક્ષ અપાવે એવું નિશ્ચય પણે હું જાણું,


જે સૌના આદિ ને અંત ને જાણે, સર્વ તણા કારણ,

જેના સમરણથી મન શુદ્ધ બને, જે ગૃહે આ સંત શરણ,


જેમાં લેશ ના માયા અંતરમાં જે શ્રીજી સુખમાં સુખિયા,

પળવારે પણ જે ભૂલે ના ભગવાન જેમાં પરબ્રહ્મ રહીયા,


સ્વભાવ જે ગાંભીર્ય તણો જેની સ્થિતિ નિત્ય પ્રસન્ન,

જે રહે છે હળવા ફૂલની પેઠે, મન પર છે શાસન,


સાંખ્ય યોગ સહજ છે જેને, એજ ખરા છે સંત,

સૌ જીવો પર કરુણા જેને અગણિત ને અનંત, 


હરિ કથાને કાજે પળ પળ રહે છે તત્પર મન,

જે મળે છે સુખ આ સંત તણું, તે ચાહે છે સૌ સુરગણ.


જ્ઞાન ધ્યાનમા નિત્ય ડોલે હરિ ભજનનું જેને અંગ,

એવા સંતના શરણે જાવાથી, મળે શ્રીજી તણો પ્રસંગ,


જે પાપીને પણ સંત બનાવે સાચા સહુના સ્વજન,

પ્રભાવ જેનો સૂર્ય સમોને, શીતલતા જેમ ચાંદ,


જે ગુણાતીત છે, ગુણો રહિત છે સત્વ રજ ને તમ,

જેણે સાધુ સંત અર્થે કર્યો છે, દેહ ને કૃષ્ણાપણ,


ચાર વેદનું જ્ઞાન છે જીવન ગીતા સમ,

જેના શબ્દો ફૂલ તણી છે સેજ ને ચરણ કમળના ફૂલ.


પ્રકૃતિ પુરુષથી પરનું તત્વ ને સર્જનનો આધાર,

જે આત્માને જાણે જેનું જીવન શાસ્ત્ર તણો છે સાર,


જે અચલ છે સ્વધર્મમાં, જે સત્ય સનાતન બ્રહ્મ,  

જેના ભજનથી ભાગે છે દુરીજન, કર જોડે છે જમ,


ભક્તિ અતિ ઉત્તમ છે જેની, વશ કીધા ભગવાન,

જેના જીવનમાં છે ત્યાગ અને વૈરાગ્ય છટા છે અનંત,


જે ભક્તિને કાજે ભજન કરતા ભક્તોને કાજે જીવતા,

જે સંતની પાસે હરિનું નાણું, કલ્યાણ અર્થે વિચરતા,


દ્રષ્ટિ માત્રે અવિદ્યાનો અંધકાર દુર કરતા,

અક્ષર ને પુરષોત્તમનો સિદ્ધાંત દિગંતે પ્રવરતા,


જેનું અંતકરણ છે નિર્મળ ને જે સ્વયંમ મોક્ષનું દ્વાર,

તેને જોડી કરને વંદુ નમાવું શીશ હું વારંવાર,


હે કૃપા સિંધુને પતિતપાવન, એવા દયો આશિષ,

રહું સદાએ હું તમારે ચરણે આજ્ઞા એ વરતી,


નામ શ્રીજીનું અખંડ લેતા અમૃત વરસા થાય,

અક્ષરને ખોળે બેસીને અક્ષર પદમાં જાય,


દુર્લભ એવા સંતના દર્શન કરતા મંગલ થાય,

જે સર્વ ને જોવે સમભાવે જે હરિ ગુણ નિત્ય ગાય,


જે અન્યને ક્યારે દુભવે નહિ, જે બોલે સત્યને હિતકર,

જેને લેશ ના આવે માન, આપે છાયા સૌને જેનું જીવતર.


જે પ્રવૃત્તિમાં પણ નિવૃત્ત છે, રહે સદા હરિ ચરણે,

જે અહોનિશ ધરે ધ્યાન હરિનું, રહે છે ઈશ્વર વચને, 


જેના સંગે સદબુદ્ધિ વધે ને આત્મબળ વિકસાતું,

જેના વચને નિષ્ઠા દ્રઢ થાય, મન જોઈ જોઈ હરખાતું,


જે સ્થૂળ સુક્ષ્મ ને કારણ બાળે એવા સંત સમર્થ,

ચિંતન એવા સંત ને વિનવું શ્રી હરિ પદના અર્થ, 


સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ,

સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. સ્વામિનારાયણ,


  

  

     




  

  

     


No comments:

Post a Comment