પ્રશ્ર્ન : અક્ષર પુરુષોત્તમ સંસ્થાના અનેક ઉત્સવોની પાછળ મોટી રકમ ખર્ચાય છે તે માટેનાં નાણાં ક્યાંથી આવે છે? દેશમાં વ્યાપક પ્રમાણમાં ગરીબી છે ત્યારે આવા ખર્ચની જરૂર છે?
પ્રમુખ સ્વામીજી મહારાજ : સારું થયું કે તમે આ પ્રશ્ર્ન પૂછ્યો. ઘણાને આ પ્રશ્ર્ન થાય છે. એમાંય પત્રકારોને તો ખાસ. આ સંસ્થાનું આયોજન જ એવું છે કે ઓછા ખર્ચે ઘણું કરી શકાય. આ વાત મનાય એવી નથી પણ હકીકત છે. ટૂંકમાં કહેવું હોય તો આ ઉત્સવ લોકો દ્વારા, લોકો માટે ને લોકો વડે ઉજવાય છે. આમાં નાના મોટા સૌનો સહકાર હોય છે. જેટલા ભક્તો છે એ બધા દેહે કરીને સ્વેચ્છા મુજબ સેવા આપે છે. આ સેવામાં મજૂરીથી માંડીને મોટાં મોટાં પ્લાનિંગ બધું જ આવી જાય છે. સંતો અને સ્વયંસેવકો જ ગામડે ગામડે ફરીને ઉત્સવ માટે અનાજ ભેગું કરે છે. જ્યાં જેની બજાર હોય એ ક્ષેત્રમાં ફરી ફરીને મરી મસાલાથી માંડીને અનાજ ઉઘરાવી લાવે છે. સૌનો સહકાર પણ સારો મળે છે. ઇંટવાડામાંથી જુદા જુદા વેપારીઓ પાસે ઇંટો ઉઘરાવવી, સિમેન્ટના ડીલર પાસેથી સિમેન્ટ લાવવી, નર્સરીમાંથી ફૂલછોડ લાવવા, જાહેર સંસ્થાઓ પાસેથી વાસણો ઉઘરાવીને પાછા આપવાં. કેટલાક ભાવિક વેપારીઓ પોતાની વસ્તુઓ વાપરવા પણ આપે છે, કેટલાક વસ્તુઓ દાનમાં પણ આપી દે છે. એટલે કહેવાનું શું કે જે કંઇ ભપકા જેવું અથવા આકર્ષક લાગે છે, એમાં પૈસા કરતાં આયોજન અને સૌના સહકારનો ફાળો વધારે છે. એને લીધે બધું જ શોભે છે. આ એનું રહસ્ય છે પણ એ મનાય એવું નથી. સંસ્થા જે કંઇ કરે એમાં આપેલો સહકાર એળે જવાનો નથી એવો સૌનો વિશ્ર્વાસ છે. એટલે સહકાર મળી રહે છે. આયોજન અને સહકારનો ચમત્કાર કેવો છે એ જ જોવા જેવુ છે.
ઉત્સવમાં જે આવે એને મફત જમાડીએ છીએ. લોકોનું છે ને લોકો જમી જાય એમાં શો વાંધો ? આમેય જે લોકો ઉત્સવમાં જોવા આવે એ બધાને ઘરે રહે ત્યારેય ખાવા તો જોઇએ જ છેને? ત્યાં ખાવાને બદલે અહીં ખાય એ બધું એકનું એક જ થયું ને? પિકનિક પર જાઓ ત્યારે બધા ભેગું કરીને નથી જમતા? આ એવું છે. આમાં કોઇ ખર્ચ નથી. લોકોએ પ્રેમથી આપ્યું છે ને લોકો પ્રેમથી જમી જાય છે અને બીજું, આમાં તો સારા સંસ્કાર પણ મળે છે. આ ધાર્મિક અને સામાજિક ઉત્સવ છે. આમાં નુકસાન તો નથી જ.
હું તમને દાખલો આપું-હમણાં જ અમે યોગીજી મહારાજના જન્મસ્થાનમાં એક દિવસનો ઉત્સવ ઊજવ્યો હતો. આ ઉત્સવમાં અમે વ્યસનમુક્તિનું પ્રદર્શન પણ ગોઠવ્યું હતું. એક જ દિવસમાં લગભગ ૮૬૭ માણસોએ વ્યસન મૂક્યાં. સંતોએ ગણતરી કરી હતી. જીવનમાં વ્યસનીઓના ૧,૭૩,૦૦૦ કરતાં વધુ રૂપિયા બચ્યા હતા.‘૮૫ની સાલમાં આ જ રીતે ૨૫,૦૦૦ માણસો વ્યસનમુક્ત થયા હતા. આવી સારી પ્રેરણા મળતી હોય તો એવા ઉત્સવને ખોટો કેમ કહી શકાય? ને આ તો એક જ વાત થઇ. આ જ રીતે દહેજ ન લેવાની પ્રેરણા મળે. નીતિથી ચાલવાની પ્રેરણા મળે. ખોટું ન બોલવાની પ્રેરણા મળે. પુરુષાર્થ કરવાની પ્રેરણા મળે. પતિ-પત્નીના કંકાસમાં માર્ગદર્શન મળે. યુવાનોને રચનાત્મક કાર્યમાં વાળીને નવરાશમાં થતાં તોફાનો નિવારી શકાય. આવા આવા તો કેટ કેટલાય ફાયદા થાય છે. એમાં છેવટે તો સમાજને જ લાભ છે ને ?
કાયદાથી કેટલું કામ થાય છે એ તો તમે જાણો છો. જ્યારે અહીં બધું સ્વેચ્છાએ અને સહજ થાય છે. માણસને
કુટેવોમાંથી છોડાવવા માટે આ અગત્યની વાત છે. આધ્યાત્મિક માર્ગની પ્રેરણા મળે એ મોટી વાત છે. આવા
ઉત્સવો તો વારે વારે થવા જોઇએ. લોકો ખોટેખોટા ખર્ચા સિનેમા ને બીજે ત્રીજે કરી આવે છે એને બદલે પ્રેરણા મળે એવા પ્રસંગોમાં ખર્ચા કરે તો ખોટું શું છે?
અને આ સંસ્થા સમાજના પ્રશ્ર્નોને અવગણતી હોય તોય ઠીક છે. જ્યારે જ્યારે આ આપત્તિઓ આવે છે ત્યારે ત્યારે સંસ્થા કેવું કાર્ય કરે છે એ તમે ક્યાં નથી જાણતા? અમે તો આવા ઉત્સવોને વિનિમય કહીએ છીએ. શ્રીજી મહારાજે કહ્યું છે કે ‘માધુકરી’ કરવી. જેમ ભમરો બધાં જ ફૂલોમાંથી થોડો થોડો રસ લે છે એવું છે આ. મધપૂડાનું મધ એ કંઇ એક જ ફૂલની પેદાશ નથી. એમ આ ઉત્સવ સૌના સહકારથી બનેલા મધપૂડા જેવો છે. એમાં છેવટે લાભ તો સહકાર આપનાર અને ભાગ લેનાર કે સમાજને જ છે.
અને ગરીબીની વાત કરતા હો તો એને માટે અમારો દૃષ્ટિકોણ થોડો જુદો છે. બરાબર છે. ગરીબ અસહાય હોય છે. એને અમે મદદ કરીએ છીએ,પરંતુ અમે તો ઘણાના અનુભવમાં આવ્યા છીએ. ગરીબ ઘરના બધા જ સભ્યો મજૂરી કરતા હોય છે. ધારો કે ઘરમાં પાંચ સભ્યો હોય તો ૨૦ રૂા.ની રોજી લેખે ઘરની રોજની ૧૦૦ રૂા.ની આવક થઇ. છતાં ગરીબ એના ઝૂંપડામાંથી ઊંચો નથી આવતો કે નથી એના છોકરા ભણતાં. એનું કારણ શું? એને કોઇએ સંસ્કાર નથી આપ્યા. એ કમાય છે પણ દારૂમાં, જુગારમાં ને બીજા વ્યસનોમાં પૈસા ખર્ચાઇ જાય છે એટલે અમે ઘણીવાર ગમ્મતમાં કહીએ છીએ કે ભારત ગરીબ દેશ નથી પણ ગરીબી એણે ખરીદેલી છે. સંસ્થા એને મદદ કરે છે પણ સાથે એ બધાને પાયાનું માર્ગદર્શન પણ આપે છે. એવા ઘણાં ગામ છે જ્યાં ઝૂંપડાને બદલે હવે પાકાં મકાનો થયાં છે. ફક્ત કપડાં, રોટી ને મકાન આપવાથી કશું સરતું નથી. ઉત્સવોમાં આવવાથી આ બધી પ્રેરણા મળે છે. એનો લાભ કોને છે? આ પરિવર્તનો અને ક્રાંતિ બહુ ધીમી છે પણ નક્કર છે.
પ્રશ્ર્ન : આપે ભગવાનને જોયા છે ? ભગવાન કેવા છે ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : હા, ભગવાનને જોયા છે. શબ્દથી પર છે. પાત્ર થયા વગર સમજાય એવું નથી આ. છતા કહેવું હોય તો દિવ્ય છે, તેજોમય છે. આમ છે પુરુષ જેવા, પણ બધુ દિવ્ય છે. જોકે આ બધો
અનભુવવાનો વિષય છે. જેમ પદાર્થ છે એને આંખ જોઇ શકે, પણ બીજી ઇન્દ્રિયો જોઇ ન શકે. તેમ સ્વાદ છે
એ જીભ અનભુવી શકે, આંખ નહી . જેમ સ્પર્શ છે એ ચામડી અનભુવી શકે, બીજુ અંગ નહિ.જેમ શબ્દ છે એ કાન અનભુવી શકે, બીજી ઇન્દ્રિયો નહિ. જ્યારે ભગવાન તો બધી ઇન્દ્રિયોથી પર છે. મન અને બુદ્ધિથી પણ પર છે, એમને જોવા હોય, અનભુવવા હોય તો આત્મારૂપ થવું પડે. તેમ છતા આ બધુ ન મનાય તો ગરુ ના વચનમા વિશ્ર્વાસ રાખવો. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે: સતું તે સ્વયં હરિ. શાસ્ત્રીજી મહારાજ અને
યોગીબાપા મળ્યા. એમના અંગેઅંગમા ભગવાન રહેલા છે. એટલે એમના દર્શન થયા એટલે સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. આ વિશ્વાસ અને મહિમાનો વિષય છે. પ્રશ્નોત્તરી નો નથી.
પ્રશ્ર્ન: સંપ્રદાયમાં સંતો માટે સ્ત્રીના ત્યાગનો નિયમ છે. એ નિયમ પાછળની ભૂમિકા કઈ છે ? આ નિયમ
સંતોમાનો અવિશ્વાસ દર્શાવતો નથી ? આપ તો બ્રહ્મસ્વરૂપ છો. આપને આ નિયમની જરૂર ખરી ? એક
માન્યતા આ નિયમને સ્ત્રીઓનું અપમાન સમજે છે. બીજી તરફ મેં જોયું છે કે મહીલાઓ સપ્રદાયના સાધુ સમાજથી દુર રહે છે, છતાં એમને ભગવાન ભજ્યાનો સંતોષ રહે છે, આનંદ રહે છે. સંતો પ્રતિ પૂજ્યભાવ રહે
છે, આવું કઈ શક્તિથી થતું હશે ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : ભગવાન સ્વાવમનારાયણે નાનપણમા જ ઘરનો ત્યાગ કરી સાત વર્ષ સુધી આખા ભારતમા વિચરણ કર્યું હતું. ઉત્તર અને દક્ષીણ, પૂર્વ અને પશ્ચિમ. આ બધી દિશાઓમાં જેટલા વિખ્યાત
તીર્થો હતા એ બધાનું બારીકાઈથી નિરીક્ષણ કરેલુ. મોટા તીર્થોમાં ધર્મને નામે જે કઈ ચાલી રહ્યું હતું એ એમનાથી જોયું ગયું નહિ. દંભ અને ભ્રષ્ટાચાર એમણે નજરે જોયેલા. એ વાતનો ઉલ્લેખ એમણે વચનામૃત માં પણ કરેલો છે. એમને તો ભવિષ્યમાં હિંદુ ધર્મમાંથી કોઈનો વિશ્વાસ ડગે નહી એવો એક સંપ્રદાય સ્થાપવો હતો. એટલે એમના અભ્યાસ ઉપરથી જે કંઈ તારણ કાઢ્યું એમા એમને એવું લાગ્યું કે સાધઓુને સમાજના
કલ્યાણ માટે સમાજની વચ્ચે રાખવા હશે તો અમુક નિયમો અનિવાર્યપણે પળાવવા જ પડશે. આ નિયમોમાં સ્ત્રી અને ધનનો ત્યાગ મુખ્ય છે. સંસારની ગતિ આ બે જ વસ્તુ થકી છે, કારણ કે પૈસાથી વ્યવહાર ચાલે અને સ્ત્રીથી ઉત્પતિ થાય. આ બે મુક્યા એટલે જગતમાં રહેવા છતાં જગતથી નિર્લેપ રહી શકાય. આ નિયમ પાછળ ચારિત્ર્યશુદ્ધિનો શુભ હેતુ છે. કારણ કે સમાજને સુધારવા માટે નીકળેલાએ પોતે શુદ્ધ હોવું આવશ્યક છે. મેલા પોતાથી વાસણ લુછીએ તો વાસણ સારું હોય એય બગડે. એમ જો સાધુમાંજ ભ્રષ્ટાચાર હોય તો એ સમાજને શું સુધારી શકવાનો છે ? અને સ્વાભાવિક છે કે સાધુઓ પ્રત્યે સ્ત્રીઓને વિશેષ લાગણી હોય. સ્ત્રી માત્ર ભાવકુ હોય છે. આ ભાવકુતા ક્યારે ભ્રષ્ટતામા ફરી જાય એ ખબર રહેતી નથી હોતી. આ વસ્ત ક્યારેય બને નહિ અને સાધુ શુદ્ધ રહે અને સ્ત્રીના શીલનું રક્ષણ પણ થાય એ શુભ હેતુથી ભગવાન સ્વામિનારાયણે આ પાળ મૂકી. આમા સ્ત્રીઓને અપમાનિત કરવાનો કોઈ ઈરાદો નથી. સ્ત્રીનું ગૌરવ જળવાય છે.
આજે ચોપાનિયામા ને જાહરેખબરોમા જે રીતે સ્ત્રીઓનો ઉપયોગ થાય છે એમા ઊલટું સ્ત્રીઓનું અપમાન રહેલ છે. પણ કમનસીબી એ છે કે આ બધુ સ્વતંત્ર અને મુક્ત સમાજના નામે ખપી ગયુ છે. આજે હાલતા
ચાલતા બળાત્કારના પ્રસંગો સાંભળવા મળે છે એનું શું કારણ છે ? એનો કોઈએ અભ્યાસ કર્યો ? આ બાબતનું કોઈ સંશોધન કરે તો શ્રીજી મહારજની આ મર્યાદા કેટલી સાચી છે એનો ખ્યાલ આવી શકે. જેનામા સ્ત્રી દાક્ષીણય હોય એને જરૂર આમા અપમાન જેવું લાગે, પણ જેને સ્ત્રીના હિતની કામના છે. એ જરૂર આની કિંમત સમજી શકે.
સંત બધાજ સિદ્ધ નથી હોતા. સાધનાની દશામાથી ક્યારે લપસી પડાય એ નક્કી હોય ? સૌભરી ઋષિ કે
વિશ્વામિત્ર જેવા તપની પાછળ હાડ ગાળી નાખ્યા તોય આમાથી બાકાત ન રહી શક્યા. તો સમાજમાં રહીને સમાજનું હિત કરવા મથતા સંતોની આવી મર્યાદા વગર કેમ શુદ્ધ રહી શકે ? બરાબર છે કે સિદ્ધ થયા પછી
એને સ્ત્રી કે પરુષ એવા ભેદ રહેતા નથી, પણ જેમ ગીતામા કહ્યું છે કે શ્રેષ્ઠ માણસો જેવું આચરણ કરે એનું અનકુરણ બીજા કરે. એટલે બીજા સાધન દશાવાળા માટે પણ એવા પરુષ મર્યાદાનું પાલન કરતા હોય છે.
યોગીબાપાને કોઈ પત્રકારે પુછ્યું : સ્ત્રીનો સંકલ્પ થયો છે ? તો કહે સપનામાં પણ નહિ. આવા સિદ્ધ હતા છતાં
નાની બાળકી અડી જાય તો ય ઉપવાસ કરી નાખતા. એનું કારણ એ કે ગરુ સોળ આની વર્તે તો શિષ્ય ને પણ એવી પ્રેરણા મળી રહે. એટલે જગતમાં સ્વામિનારાયણના પ્રતાપે આવો એક સમાજ આ બાબતથી નિર્લેપ
રહી શકયો છે એ એક ચમત્કાર જ છે. એન્ટીક વસ્તુના જતન માટે લોકો અને સરકાર પણ કેટલા પ્રયત્નો કરે છે એમ આ વસ્તુનું પણ જતન અને ફેલાવો થવો જોઈએ.
અને છેલ્લો પ્રશ્ર્ન તમે કર્યો કે મહીલાઓને પૂજ્ય ભાવ કેમ રહે છે તે અંગે તો તમે અમારા કરતા મહિલાઓને પૂછો તો વધારે સારી રીતે જાણવા મળશે. જોકે, અમે તો માનીએ છીએ કે ભગવાનનો આંનદ
પામવા માટે તે તે વ્યક્તિની ભાવના, શ્રદ્ધા અને પવિત્રતાની અગત્યતા છે. દૂર કે નજીક સાથે બહુ નિસ્બત
નથી. સ્ત્રીઓ ભલે દૂર રહે પરંતુ એમની શ્રદ્ધાને એટલુજ પોષણ મળી રહે છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ મર્યાદા સ્થાપી ત્યારે જ સંતોને કહ્યું હતું કે સ્ત્રીઓનું કલ્યાણ તો અમે કરીશું. તમારે એ
બાબતમા પડવું નહિ. ભગવાને પોતે જ એમનું કલ્યાણ માથે લીધુ હોય પછી એમને ભગવાન ભજ્યાનો સંતોષ થાય કે નહી ? આનંદ રહે કે નહી ! આ બધુ ભગવાનની શક્તિથી થાય છે.
પ્રશ્ર્ન: આપની પ્રિય સંસારી વ્યક્તિ કોણ ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : જે ભગવાનનું ભજન કરે છે એ પ્રિય જ છે, કોઈ વિશેષ આપણે ક્યાં છે ?
પ્રશ્ર્ન: અત્યાર સુધીમાં આપના જીવનની સૌથી મનગમતી ઘટના કઈ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ. એમણે આપણને અપનાવ્યા એ.
પ્રશ્ર્ન: આપના જીવનમા નબળી પળ આવી છે ખરી?
પ્રમુખ સ્વામીજી મહારાજ : ના. હજી સુધી કોઈ નબળી પળ આવી નથી. ભગવાનની દયાથી બધુ સારું ને
સારું જ થતું રહ્યું છે.
પ્રશ્ર્ન: આપના મત અનુસાર બાળકોએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : (૧) સવારે વહેલા ઊઠીને ભગવાનની પ્રાર્થના કરવી. સ્નાન કરી પૂજા કર્યા પછી
માતા પિતાને પ્રણામ કરવા અને ગુરુ તથા વડીલો પ્રત્યે આદર રાખવો.
(૨) સ્કુલમાં અને ઘરે નિયમિત અને એકાગ્રતાથી અભ્યાસ કરવો. નિયમિત સત્સંગ સભામા જવું.
(૩) ખોટી સોબતનો ત્યાગ કરવો. બજારમા મળતા ખાવાના પદાર્થોનો ત્યાગ કરવો. માંસ અને ઇંડા તો
ખાવા જ નહી.
(૪) ટીવી અને વીડીયોમા આવતા ખરાબ કાર્યક્રમો જોવા નહી અને ખરાબ ચોપડીઓ વાંચવી નહી.
(૫) જાત મહેનત કરતા શીખવું. પોતાના કપડા પોતે ધોવા. પોતાના વાસણ પોતે લઈ ધોઈ નાખવા.
પોતાની ક્રિયા પોતે જ કરવી અને માબાપને મદદરૂપ થવું.
પ્રશ્ર્ન: આપના મત અનુસાર મહિલાઓએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : (૧) આપણા બાળકોને સંસ્કાર આપવાનું કામ આપણું જ છે, એ વાતને
સમજીને બીજી પ્રવૃતિઓ માં જોડાવું.
(૨) ખોટા વહેમોમાં ફસાવું નહિ. અતિ ભાવકુતા વીવેકભ્રષ્ટ બનાવે છે ને અતિ રજોગુણ ચારીત્ર્યભ્રષ્ટ
બનાવે છે. અતિ આત્મગૌરવ કુટુંબની વ્યવસ્થાનું ભંગાણ સર્જે છે.
(૩) ભગવાનને રોજ નિયમિતપણે પ્રાર્થના કરવી.
(૪) ઘરના વાતાવરણને પ્રભૂ પરાયણ, સંસ્કારી, પ્રેરક અને સંપ વડે ગુંજતું રાખવું. બાળકોના આંતરિક
અને બાહ્મ વિકાસ માટે આ જરૂરી છે.
(૫) પતિના માબાપને પોતાના માબાપ સમજી સેવા કરવી અને સાસએુ પત્રુ વધુને પોતાની દીકરી
સમજીને હેત કરવું અને viશ્ર્વાસ રાખવો.
પ્રશ્ર્ન: આપના મત અનુસાર યુવાનોએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : (૧) ભગવાનની નિયમિત પ્રાર્થના અને સત્સંગ સભામા નિયમિત જવાની ટેવ
રાખવી અને નિયમિત અભ્યાસ કરવો.
(૨) ઈન્દ્રિયોનો સંયમ રાખવો.
(૩) ઊંચા વિચારો રાખીને એને પૂર્ણ કરવા માટે એકાગ્રતા કેળવી પુરુષાર્થમાં પાછા ન પડવું. ભગવાનમા વિશ્વાસ રાખવો.
(૪) માતાપિતાનું ઋણ અદા કરવા તત્પર રહવું. આપણે નાના હતા ત્યારે આપણી અવળચંડાઈ અને
બાલીશતા એમણે સહન કર્યા છે . હવે એમના સ્વભાવો હોય તો આપણે સહન કરીને સેવા કરવી.
(૫) વર્તમાનમાં જીવતા શીખવું. દારુ, માંસ, તમાકુ, કેફી દ્રવ્યો, ખરાબ ફિલ્મો અને ખરાબ સોબતના કુછંદે ન ચઢી જવું. વ્યસનો આપણા ભવિષ્ય માટેના દુશ્મનો છે.
પ્રશ્ર્ન: આપના મત અનુસાર વડીલોએ કઈ પાંચ બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : (૧) વડીલો કુટુંબના મોભ સમાન છે. ભાવી પેઢી એમના વર્તનનું અનુકરણ
કરે છે, એટલે આગ્રહપૂર્વક જીવન શુદ્ધિ કેળવવી. બાળકોને સંસ્કાર નહી આપો તો સંપતી અને સંતાન
બેય ગુમાંવવાનો વારો આવશે.
(૨) વડીલોએ યુવાનોને સમજવા ખાસ પ્રયત્ન કરવો. એમનામા વિશ્ર્વાસ મૂકીને સાહસ કરવાની પ્રેરણા
આપવી ને થાપ ખાય એવું લાગે ત્યારે માર્ગદર્શન આપવું. પણ વણમાગ્યે સલાહ આપ્યે રાખવાથી
પરસ્પરનો વિશ્વાસ તૂટી પડે છે.
(૩) કુટુંબના તમામ સભ્યો દિવસમાં ઓછામા ઓછું એકવાર સાથે જમે, રોજ રાત્રે ઘરસભા કરીને સારા
ગ્રંથોનું વાંચન કરે. આ એક એવી જડીબુટ્ટી છે કે જેનાથી કુટુંબજીવન આનંદમાં રહે છે.
(૪) ઉંમર થાય એટલે વ્યવહાર પુત્રોને સોંપીને આત્માના કલ્યાણ માટે અને પરોપકાર માટે જીવન
જીવવું. ધર્મ પરાયણ બનવું.
(૫) મોટી ઉંમરે નવરાશ આવે ત્યારે કુથલી અને વ્યસનો બન્ને ઘુસી જાય છે. એનાથી દૂર રહવું અને
શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રોજ મંદિરે જવું, સંત સમાગમ કરવો.
પ્રશ્ર્ન: આપ જે આદર્શ જીવનની વાત કરો છો એવું આદર્શ જીવન સમાજની દરેક વ્યક્તિ જીવે એ વ્યવહારુ
દ્રષ્ટીએ શક્ય છે ખરું ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : માણસ ધારે એ કરી શકે છે તો આ પણ કેમ ન કરી શકે? આદર્શ જીવન સૌ
જીવી શકે, પણ શકય થાય કે ન થાય એ તરફ અમે જોતા નથી. અમે તો ભગવાનને સંભારીને, એમની
પ્રેરણાથી આખી દુનિયા આદર્શ બને એવો સંકલ્પ રાખીને કાર્ય કરીએ છીએ. બધા જ સુખી બને એ
માટે પ્રયત્ન કરીએ છીએ. શ્રીજી મહારાજે વચનામતૃ મા કહ્યું છે કે કોઈ સત્પરુષ છે, જેને આ લોકને વિશે
પ્રીતિ નથી ને પોતાના સંગમાં આવનાર બધા મારા જેવા સુખિયા થાય એવી ઈચ્છા છે. એવી દૃષ્ટિ રાખીને
પ્રયત્ન કરીએ. શકય થવું ન થવું ભગવાનની ઈચ્છાની વાત છે. કર્મ કર્યે જઈએ ફળની આશા રાખવાની કોઈ જરૂર નહિ. સંકલ્પ તો સારા કરવા જ. તો ઉત્સાહ અને પુરુષાર્થ જળવાઈ રહે. આપણે જીવનના અંત સુધી એમના આદેશ પ્રમાણે કાર્ય કરે જવું. એમની ઈચ્છાથી દુનિયા તો શું ? બ્રહમાંડ પણ થવાના છે.
પ્રશ્ર્ન: ૨૧મી સદીની ટેકનૉલૉજીની હવા ફેલાયેલી છે તે માટે આપ કાઈક કહશો ?
પ્રમુખ સ્વામીજી મહારાજ : ૨૧મી સદી તો આવતા આવશે, પરંતુ આપણે સારું જીવન જીવીએ તો ૨૧મી
સદીમા જ બેઠા છીએ. આપણે સૌ સતયગુ આ રહા હૈ એવી વાતો સાભળીએ છીએ, પરંતુ ધર્મ નિયમમાં રહી
રહી દારૂ, ચોરી, ભ્રષ્ટાચાર ન કરીએ તો સતયુગ છે. આ રીતે માનવી જ્યા સુધી વ્યક્તિગત પ્રગતી ન કરે ત્યાં સુધી ૨૨મી સદીમા પ્રવેશ કરશે તો પણ તેને માટે તે પથ્થરયુગ છે.
પ્રશ્ર્ન: દેશ, માનવજીવન અને ધર્મનું ભાવી શું લાગે છે?
પ્રમુખ સ્વામીજી મહારાજ : માણસમા ધર્મ ભાવના છે, ભગવાનમા શ્રદ્ધા છે તેથી દેશ, માનવજીવન અને ધર્મનું ભાવી સારું લાગે છે. દેશ, માનવજીવન અને ધર્મના ભાવિમાં ઊથલપાથલ થતી આવે છે. સંકટ સમયે
ભગવાન આ ધરતી પર મહાપૂરુષો, અવતારી પરુષો મોકલે છે. તેઓ સારા કાર્યો કરે છે તેથી મનુષ્ય જીવન
સારું બને છે.
સંતોના વિચરણ દેશ વિદેશમાં થાય છે. ક્યાંક ક્યાંક પારાયણો યોજાય છે. હજારો માણસ તેનું શ્રવણ કરે છે, તેના પરથી લાગે છે કે ભાવિ સદમાર્ગે છે. સારું છે.યજ્ઞાદીક પ્રવૃત્તિ જેમ પૂર્વે ચાલુ હતી તેમ આજે પણ ચાલુ છે. વ્યસનમુક્તિના યજ્ઞો થાય છે. આ એક યોગયજ્ઞ છે. યજ્ઞમા આમ તો જવ , તલ, ઘી હોમાય, પણ આ પ્રકારના વ્યસનમુક્તિના યજ્ઞો થવા માંડ્યા છે. તેમા અનેક વર્ષોથી રૂઢ થઈ ગયેલા વ્યસનો હોમાય છે. શુભ સંકલ્પો થાય છે તેથી પણ દેશનું, ધર્મનું માનવીઓનું ભાવી ઉજળું છે.
પૂર્વે આપણા ઋષિમુનીઓ, અવતારો આપણા માટે, ભવિષ્ય માટે ઘણું કરી ગયા છે; તેનું ફળ આપણે પામવાનું છે. દેશ, સદાચારભર્યું માનવજીવન તેમજ ધર્મ વિષે અચળનિષ્ઠા રાખીશું તો ભાવિ જરૂર
ઉજળું રહેવાનું છે.
જેમ માછીમાર જાળ નાખે ત્યારે જે માછલા દૂર દૂર હોય તે જાળમા ફસાય પણ માછીમારના પગ પાસે
હોય, નજીકમા હોય તે બચી જાય. તેને જાળ ફસાવી શકતી નથી. એમ આપણે પણ દેશ, ધર્મ એ બધાને વિષે અચળ નિષ્ઠા રાખીશું, ભગવાનમા શ્રદ્ધા રાખીશું તો જરૂર સુખી રહીશું. જીવન જીવવાનો આનંદ આવશે. સંકટના સમયમા અવતારી પરુષોની સહાય મળી જ રહે છે. સંતો સંસ્કાર સાચવે છે અને બીજામાં
તે ટકાવી રાખવા પ્રયાસ કરે છે એટલે ભાવી ઉજળું છે.
પ્રશ્ર્ન: વાચકો માટે આપનો સન્દેશો શું છે?
પ્રમુખ સ્વામીજી મહારાજ : ઘરમા રહે વું હોય તો મહેમાનની પેઠે રહવું. કોઈના ઘરે આપણે મહેમાન તરીકે
જઈએ તો આપણે પાંચ દિવસના મેહમાન છીએ. આપણું કુંઈ નથી એવો ભાવ સહજતાથી માનવમા આવે તો કોઈ વાતની ચિંતા નથી હોતી. એમ આપણે આ જીવનમા ઘરમા પચાસ સાઠ વર્ષ માટે મહેમાન છીએ.
આ બધુ મૂકીને જવાનું છે, એમ વિચારવાથી મોહ, મમતા, આસક્તિ ટળી જાય છે. મારું છે એવું માનવાથી
દુ:ખ થાય. કોઈકનું ઘર ભસ્મ થાય તો આપણને દુ:ખ નથી થતું. આ તો દેહનો ભાવ છે, દેહ સાથે છૂટી જવાનું છે. ભગવાન આપણા શેઠ છે. આપણે તેના મુનીમ છીએ. શેઠ કહે એ પ્રમાંણે પેઢી ચલાવવાની. બહું સારું
કામ કરીશું તો શેઠ પગારવધારો આપે છે. તેમ આ આપણા શેઠ આપણું જરૂર કલ્યાણ કરશે. ટુંકૂ મા કહું તો
બધુ ભગવાનનું છે, ભગવાને આપેલું છે. ભગવાન માટે કરવાનું છે.
No comments:
Post a Comment