મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે .....
મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ... (૨) પ્રભુ મળ્યાના કેફ માં રહેવું, મોજમાં રહેવું રે ..
તેજને મધ્યે મૂર્તિ જે છે, સંત સ્વરૂપે આજ એ છે રે...(૨) હે સર્વોપરીને શરણે છીએ, નચિંત રહેવું રે .....મોજમાં રહેવું રે .....
પારસમણી ચિંતામણી આજ ઓચિંતી હાથ આવી રે ...(૨) દુનિયા કેરા દોકડાની શું ખોજ માં રહેવું રે .... મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...
જે કાઈ થાયે સ્વામી કરે છે, શ્રીજી કરે છે સાચું કરે છે ..(૨) હાં ખાટ હિંડોળે બેસીયો સોની, ખાટ હિંડોળે બેસીયો સોની, એમ માલતા રહેવું રે ....મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...
હાં સ્વામીના સ્નેહના સાગરમાંહી ડૂબી ગયા તે તરી ગયા રે ...(૨)
હાં સંસારમાં તો તર્યા તોયે ડૂબ્યા જેવું રે ...
મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...
સંસાર કેરી ફિકર રાખે, અંત વેળાએ લેવા આવે રે ...(૨) હાં મૂકી વિમાને અક્ષરધામે તેડી જાશે રે ..... મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે ...
No comments:
Post a Comment