જીવનમાં જ્ઞાન-વૈરાગ્યના ઉદય અને સત્વ ગુણની વૃદ્ધિ કાજે કથા-વાર્તા-ભજન-કીર્તન નિત્ય કશું સારા વાંચન/શ્રવણ કર્યા પછી મનન/વાગોળવા કાજે આ વેબ-જર્નલમાં
મેં કરેલ નોંધ/લેખન દ્વારા રચાયેલ બ્લોગ એટલે – “મધુ પુંજ”
પ્રસ્તુત છે વ્હોટસ એપ દ્વારા મળેલ એક હિન્દી વીડીયો કલીપ
આ વિડિયો ક્લીપ જોઇને મને યાદ આવ્યો ૭ ડીસેમ્બર ૧૯૯૨ નો દિવસ. બાબરી ધ્વંસ નો બીજો દિવસ અને મારી પચાસમી વર્સગાંઠ નો આગલો દિવસ. મુંબઇ જ્યારે ભડકે બળી રહ્યું હતુ ત્યારે બપોરે બે વાગે ઘર છોડી સાંજ ચાર ની ફ્લાઇટ માં મારું દુબઈ ગમન.
મેં મારો મુંબઈ નો COMFORT ZONE સ્વેચ્છા એ ત્યજ્યો - શા માટે? રુપિયા ને બદલે ડોલરીયા કમાવા. પછી દુબઈ છોડી કુવૈત પહોંચ્યો ત્યારે મારા SCI/Mumbai ના એક જુના સમવયસ્ક મિત્રે વ્યંગ મા પુછ્યું " क्युं भाई कुवैत कैसा लगा मेरे दोस्त? "મારો જવાબ હતો "मै कुवैत देखने नहीं आया मेरे यार, मे तो यहा हरे रंग का डॉलर देख कर खुश हूं."
ત્યારબાદ થોડા જ વરસો પછી મુંબઈ માં TCS માં જોબ કરતા મારા દીકરા એ પણ અમેરિકા ના સાનડીએગો સ્થિત ઓફીસ માં પોસ્ટીંગ મેળવી સ્વેચ્છા એ મુંબઈ નો COMFORT ZONE છોડ્યો.
અને આજે 🍁અમેરિકામાં સ્થાઈ થયેલ મારા દીકરા ના ડોલર્સ માં મહાલતા બાળકો ને રૂપિયો એટલે શું ? 🤔 વરસો પૂર્વે ઇન્ડિયા થી અહી આવેલ વસેલ વડીલો એ કેવી તકલીફ ભોગવી હતી તે વાત તેમને કોણ સમજાવશે ?
અહિયાં રેડમોન્ડ માં અમારા BAPS મંદિરમાં PRO તરીકે સેવા દરમ્યાન મંદિરમાં દર્શને આવતા ઘણા બધા વડીલો એ મારી પાસે અવાર નવાર આવી વ્યથા ( ખાસ તો કુટુંબ કાજે ડોલર્સ કમાવા તેમણે આપેલ ભોગ અને ત્યારબાદ તેઓએ આપેલ ભોગ ને ભૂલી નવી પેઢી દ્વારા થતી તેમની અવહેલના ના કિસ્સા) ઠાલવે છે.
ત્યારે હું તેમને ફક્ત એટલું જ કહું છું - "ભૂતકાળમાં કરેલ એ ભૂલ ને ભૂલી હવે બાકીનું શેષ જીવન ફક્ત શ્રી હરિ ને સમર્પણ કરતા થાઓ એજ હવે શ્રેષ્ટ ઉપાય છે"
No comments:
Post a Comment