Saturday, June 8, 2019

મીઠું - સોલ્ટ વિષે ....

🍚🍃🥣🍃🍚


🍚 મીઠાને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શુક્રનું પ્રતિક માનવામાં આવે છે. ચંદ્ર મનનો કારક હોય છે.  જ્યારે શુક્ર ભૌતિક વસ્તુઓનો કારક હોય છે. તો મીઠું તમારા જીવનમાં સ્વાદ તો વધારે છે પરંતુ તે તેની સાથે ભૌતિક વસ્તુ અને મનને સંભાળવા માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.


🍚 મિત્રો મીઠાને તમે જો સ્ટીલ અથવા લોખંડના ડબ્બામાં રાખો તો ચંદ્ર અને શનિનો મિલાપ થવાથી તે તમારા માટે ખુબ જ ઘાતક સિદ્ધ થાય છે. મિત્રો સ્ટીલ અને લોખંડ શનિનું પ્રતિક મનાય છે માટે જો તમે મીઠું તેમાં રાખો તો તેનાથી ઘાતક યોગ બને છે. તમે જોશો કે જે ઘરમાં આ રીતે મીઠું રખાતું હોય તો ઘરની સ્ત્રીમાં બેચેની જોવા મળે છે, માનસિક સમસ્યાઓ, ગુસ્સો વગેરે જેવી વસ્તુઓ વધતી જાય છે.  આ ઉપરાંત તેના કામો બગડવા લાગે છે. તો ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ.


* બીજું છે કે મીઠાને ક્યારેય પ્લાસ્ટીકના ડબ્બામાં પણ ન રાખવું જોઈએ.*  તે રોગનું કારણ પણ બની શકે છે. એવું કરવાથી જીવનમાં ગરીબી આવે છે. ગરીબીનો મતલબ એવો નથી કે તમારો પગાર ઓછો આવશે કે નોકરી નહિ મળે. તમારા ઘરમાં ધનલાભ તો થશે પરંતુ તે મેડીકલ ખર્ચામાં અથવા તો કોઈ અન્ય ખર્ચાઓમાં વપરાઈ જશે.


 તમારા ખર્ચાઓ એવા વધશે કે તમને સમજમાં નહિ આવે કે આટલું બધું ધન આખરે કેમ વપરાય જાય છે. માટે હંમેશા પ્લાસ્ટીકના ડબ્બાથી મીઠાને બચાવવું જોઈએ. એટલે કે તેમાં મીઠું રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.


🍚 તો હવે એમ થાય કે પ્લાસ્ટિક, સ્ટીલ, લોખંડ એક પણ ધાતુમાં નહિ તો મીઠુંને રાખવું શેમાં ? 


તો મિત્રો સૌથી શુભ મનાય છે કાચ. કાચ એ રાહુનું પ્રતિક છે માટે રાહુ અને ચંદ્ર ભેગા થાય તો શુભ રહે છે. માટે કાચના ડબ્બામાં હંમેશા મીઠાને રાખવું જોઈએ.  આવું કરવાથી માનસિક તણાવ દુર થાય છે. તેમજ તે આપણા જીવન માટે શુભ મનાય છે.


🙏🍚🙏

No comments:

Post a Comment