Thursday, May 14, 2015

બોલ્યા શ્રી હરિ રે.........






     ભગવાન શ્રી સ્વામિનારાયણના પાંચસો પરમહંસોમાં, તેમની અતિ કૃપા પાત્ર એક એવા શ્રી પ્રેમાનંદ સ્વામીએ તેમના જીવનકાળ દરમ્યાન ૩૦૦થી વધારે ભક્તિ પદોની રચના કરી છે. તેમણે રચેલ "ઓરડા"  ના પદમાં તેમણે શ્રી હરિના તેજોમય સાકાર સ્વરૂપ અને રહેવાના ધામ વિષે નીચે મુજબ વર્ણન કરેલ છે :-

પદ - 3 
બોલ્યા શ્રી હરિ રે, સાંભળો નરનારી હરિજન;
મારે એક વાર્તા રે, સહુને સંભળાવ્યાનું છે મન... ૧
મારી મૂરતિ રે, મારા લોક ભોગ ને મુક્ત;
સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત... ૨
મારું ધામ છે રે, અક્ષર અમૃત જેનું નામ;
સર્વે સામ્રથી રે, શક્તિ ગુણે કરી અભિરામ... ૩
અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;
શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય... ૪
તેમાં હું રહું રે, દ્વિભુજ દિવ્ય સદા સાકાર;
દુર્લભ દેવને રે, મારો કોઈ ન પામે પાર... ૫
જીવ ઈશ્વર તણો રે, માયા કાળ પુરુષ પ્રધાન;
સહુને વશ કરું રે, સહુનો પ્રેરક હું ભગવાન... ૬
અગણિત વિશ્વની રે, ઉત્પત્તિ પાલન પ્રલય થાય;
મારી મરજી વિના રે, કોઈથી તરણું નવ તોડાય... ૭
એમ મને જાણજો રે, મારાં આશ્રિત સૌ નરનારી;
મેં તમ આગળે રે, વાર્તા સત્ય કહી છે મારી... ૮
હું તો તમ કારણ રે, આવ્યો ધામ થકી ધરી દેહ;
પ્રેમાનંદનો રે, વા'લો વરસ્યા અમૃત મેહ... ૯








Wednesday, May 13, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ : ૧૯ અને ૨૦ (સમાપ્ત)




  

કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૧૯ 

 






સારાંશ :-


* અંતહકરણમાં લાખો જન્મની વાસના અને કામનાઓ પડી છે, તેનો ક્ષય થવાને બદલે વધારો થતો રહે છે.
* અંતહકરણના પટ પર પડેલ વાસના/કામનાના લપેડા દુર કરવા સતત સત્સંગ કરવો પડે.
* વાસના/કામના પેદા થવાનું કારણ માયાના સત્વ, રજ અને તમો ગુણ છે.
* તમો ગુણનું લક્ષણ છે - પ્રમાદ,આળસ અને નિદ્રા. તેનું મારણ રજો ગુણ છે.
* રજો ગુણનું લક્ષણ છે - જરૂર કરતા વધારે ભેગું કરવું. તેનું મારણ છે, સત્વ ગુણ.
* સત્વગુણથી જીવમાં 'અહંકાર' આવે છે, તે પણ નુકશાન કારક અને પતનનું કારણ બને છે.
* સત્વગુણનું મારણ નથી, પણ તેની નિંદા કરવાથી અહંકાર ઓછો થાય છે.    
* સત્વ, રજો અને તમો ગુણથી પેદા થતી વાસનાઓ આત્માની અનુભૂતિ થવા દેતી નથી.  
* મળ, વિક્ષેપ અને આવરણ પણ આત્માના સ્વરૂપને દેખાવા દેતા નથી.




        કર્મનો સિદ્ધાંત - પ્રવર્ચન ભાગ : ૨૦   

સારાંસ :-                          


* હકીકતમાં તો હિબ્રુમાં લખાયેલ બાઈબલમાં પણ માંસહારની મનાઈ છે, પણ હિબ્ર્રુમાંથી 
  અંગ્રેજીમાં ભાષાંતર દરમ્યાન 'મીટ' શબ્દના ખોટા ઉપયોગથી અર્થ નો અનર્થ થયો છે. 
* માંસાહાર કરનાર વ્યક્તિને ગીતા અને ભાગવત સાંભળવાનો અધિકાર નથી.
* માનવ સૃષ્ટિની અંદર ૫ કોષો હોય છે, 
  - અન્નમય,પ્રાણમય,મનોમય,વિજ્ઞાનમય અને આનંદમય કોષ. 
* વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ અને આનંદમય કોષ એટલે અહંકાર.
* પંચકોષના અધ્યાસને કરીને માણસને આત્માનું સ્વરૂપ દેખાતું નથી.
* સ્ત્રી-પુરુષમાં ભેદ છે, એ ભાવ છે, ત્યાં સુધી ભોગ્ય ભાવ આવ્યા વિના રહે નહિ.
* પ્રાણમય કોષનો અધ્યાસ છૂટે તો જ હું ભૂખ્યો છું તરસ્યો છું એ મટી જાય.
* મનોમય કોષમાં સુખદુખની, વિજ્ઞાનમય કોષમાં હું જ્ઞાની/વિજ્ઞાની ની અને આનંદમય 
  કોષમાં અહંકારની લાગણી પેદા થાય છે.
* અંતહકરણ જેટલું શુદ્ધ એટલું તમારા આત્માની પ્રકાશ પડવાની શક્યતા વધારે.
* ઉપરના પાંચેય કોષમાંથી જયારે અધ્યાસ જાય ત્યારે અંતહકરણ શુદ્ધ થઈને આત્મદર્શન થાય. 
* જીવનની નદી સંયમના પાણીથી પૂરી ભરેલી હોય, એ પાણીમાં સત્યનું વહેણ ચારિત્રની ભેખડોથી 
  રક્ષાયેલ હોય, એમાં દયાની ઊર્મિઓ હોય, તેનાથી અંતહકરણ શુદ્ધિ થાય છે.  

                                         




*****- પ્રવર્ચન માલા સમાપ્ત - *****


 



Wednesday, May 6, 2015

કર્મનો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૧૦, ૧૧ અને ૧૨










વિશેષ નોંધ :-  ભગવાન શ્રી સ્વામિનારાયણે - જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ મૂળ તત્વો કહ્યા.પોતે પૃથ્વી ઉપર અવતર્યા ત્યારે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને સાથે લઇને આવ્યા. ગુણાતીત સંતને સાકાર 'બ્રહ્મસ્વરૂપ' તરીકે ઓળખાવ્યા અને માયા થી પર એવા ગુણાતીત સંતને મોક્ષનું દ્વાર અને પરમતત્વને પામવાનું સાધન કહ્યું.   

 

  




Saturday, May 2, 2015

કર્મ નો સિદ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન ભાગ ૭, ૮ અને ૯










વિશેષ નોંધ :-  ૯/૨૦  પ્રવર્ચનમાં  શ્રી હીરાભાઈ ઠક્કરે “વેદાંત”ના આધારે કરેલ મોક્ષની  સમજણ, ભગવાન સ્વામીનારાયણને અસ્વીકાર્ય છે. મોક્ષ પામવાની સાચી રીત ભગવાન સ્વામિનારાયણે વચનામૃત વરતાલ પ્રકરણ -૧૦ અને આ બ્લોગ ઉપર તારીખ ૨૭ -૪ -૨૦૧૫ની પોસ્ટ દ્વારા આપવામાં આવેલ છે. શુષ્ક વેદાન્તી ના  “અહમ બ્રહ્માસ્મિ” મતને પણ ભગવાન સ્વામિનારયણે અમાન્ય રાખ્યો છે. અને દરેક જીવને અક્ષરબ્રહ્મની ઉપાસના કરી “બ્રહ્મરૂપ” થઇ પરબ્રહ્મની સેવામાં જોડાઈને જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ પામવાનો ઉપદેશ આપેલ છે.  

 

  

  


 




Friday, May 1, 2015

કર્મ નો સિધ્ધાંત - હીરાભાઈ ઠક્કર - પ્રવર્ચન-ભાગ ૪, ૫ અને ૬