Tuesday, July 2, 2019
આવા ગુમરાહ કરતા મેડિયા રીપોર્ટ થી સાવધાન રહેજો
આજે જ્યારે માનનીય શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશના હિંદુ મુસ્લીમ ઉચ્ચ - દલિત બધાજ વર્ગના લોકોને સબ કા સાથ સબકા વિકાસ ના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે ત્યારે ચોટીલા ના જાદવ દિવ્યા તેમના આ લેખ દ્વારા તર્દન નિમ્ન અને હલકટ કોટીનું તેથી વીપરીત સવર્ણ /દલિતો વચ્ચે વિભાજન કારી ઝેર ઓકી રહ્યા છે.
આ અખબાર ના તંત્રી સાહેબ અને જાદવ દિવ્યા ને મારા કેટલાક તાર્કિક સવાલો :-
૧) ઘણા વરસો પહેલા ડાર્વિને જગત સમક્ષ એક સિદ્ધાંત રજુ કર્યો - SURVIVAL OF THE FITTEST મતલબ કે જે સક્ષમ હશે તેનો જ વિજય થશે. મતલબ કે વરસો જુના આપણા હિન્દુ મંદિરો - રીત રીવાજો - સંસ્કૃતિ- પરંપરાઓ આજકાલ ની ડેમોક્રેટિક સરકારો કરતા વધારે સક્ષમ પુરવાર થયા છે. તો તમે ડાર્વિન ના સિદ્ધાંત ને પડકારનાર કઈ વાડી ના મૂળા?????????????
૨) મોહમદ ગઝની એ ૧૮ વખત સોમનાથ મંદિર ને લુંટ્યું/ભાંગ્યું અને દેશને આઝાદી મળ્યા પછી સરદાર પટેલ/ક.મા.મુન્શીએ એ જયારે તેનો પુનરોદ્ધાર કરેલ ત્યારે હિન્દુઓના દ્વેષી નહેરુ એ આવુંજ ગાણું ગાયેલ. આજે નહેરુ ની કોંગ્રેસ અને વંશજો ના હાલ જુઓ અને વલ્લભભાઈ પટેલ નું સ્મારક જોશો એટલે ડાર્વિન નો સિદ્ધાંત ફરી સાચો ઠરે છે. ફરી એક વખત તમે દોઢ ડાહ્યા (ગધેડા શબ્દ નો પર્યાય) સાબિત થઇ ગયા કે નહિ?
૩) આઝાદી પછી આપણી હિંદુ સંસ્કૃતિ - મંદિરો - પરંપરા થી વીપરીત પશ્ચિમી જગત નું શિક્ષણ નવી પેઢી ને આપી ને દેશે શું મેળવ્યું ? જવાબ છે - કામચોર સરકારી બાબુઓ ભ્રષ્ટ રાજકારણીઓ અને વેપારીઓ, નીતિ મત્તા ને નેવે મુકીને પ્રેક્ટીસ કરતા ડોકટરો - વકીલો. આ બધા ક્યાં થી આવી હલકી વિચાર ધારા શીખી ને આવ્યા ? જવાબ છે આપણી સંસ્કૃતિ અને પરંપરા ને અવગણી ને પશ્ચિમી જગતનું શિક્ષણ અને રાજા શાહી હટાવી ને ડેમોક્રસી ના નામે પ્રજા ને લૂટતા રાજકારણીઓ એ દેશ ની આઝાદી પછી કબજો લીધો.
૪) મંદિરો થી જ આપણી સંસ્કૃતિ આજ દિવસ સુધી સચવાઈ રહી છે. અત્યાર ની દુર્દશામાંથી દેશ અને દુનિયા ને કેવળ મંદિરો જ બચાવી શકશે. દુનિયા ભરમાં સંત સમોવર્ય શ્રી પ્રમુખસ્વામીએ બંધાવેલ ૧૧૦૦ જેટલા મંદિરો અને મંદિર સાથે જોડાયેલ સાધુ સંતો - હરિભક્તો અને આ મંદિરો દ્વારા ચલાવાતી ૧૫૦ જેટલી સેવા પ્રવૃત્તિઓ અને પારદર્શક વહીવટ પહેલા એક વખત જોઈ આવજો. આવો સમાજ પેદા કરી શકે તેવી દેશ કે દુનિયા ની એકાદ મહા વિદ્યાલય નું નામ તો મને જણાવો તમે?
૫) બી એ પી એસ સંસ્થા ના મંદિરો નો વહીવટ સંભાળતા ૧૦૦૦ થી વધારે સાધુ ઓ માં કેટલા સાધુઓ અમેરિકા અને ઇંગલાન્ડ ની પ્રસિદ્ધ યુનિવરસીટી ની ઉચ્ચ પદવી મેળવ્યા પછી મુંડન કરાવી શા માટે મંદિરો માં આજીવન પસાર કરવાનો નિર્ણય કર્યો ? શું આ અખબાર ના તંત્રી અને આ લેખ ના લખનાર જાદવ દિવ્યા બી એ પી એસ ના ઉચ્ચ પદવીધારી સાધુઓ કરતા વધારે બુદ્ધિશાળી અને ડાહ્યા છે?
મિત્રો આવા અખબાર અને ગુમરાહ કરતા દોઢ ડાહ્યા કટાર લેખકો થી સાવધાન રહેજો અને જાહેર માં તેમનો વિરોધ કરવાની તમારી ફરજ અદા કરશો.
Saturday, June 8, 2019
અદભૂત કાવ્ય
અદભૂત કાવ્ય
હું પુરાયો આ દેહમાં પણ,
આ દેહ મારૂં ઘર નથી,
કરેલા કર્મોની કેદ છે આ,
કેદ મારી આ કાયમ નથી.
છતાં કર્મોના છે બંધન,
કર્મ વિના એ છુટતાં નથી,
કર્મો થકી જ કપાશે આ બંધન,
કર્મ વિના હવે છુટકો નથી.
કર્મો પણ સમજીને કરવા,
માનવ દેહ વારંવાર નથી,
ફરજ બજાવે સૌ નેકીથી,
ફરજ વિના અહીં મુક્તિ નથી.
પતિ પત્નિ બાળકો આ વૈભવ,
ક્ષણિક છે ચિર સ્થાઇ નથી,
હું આત્મા બસ અજર અમર છું,
મોહ રાખવા જેવું કંઇજ નથી.
ફરજ મુકી હું થાઉં વૈરાગી,
વૈરાગે મુક્તિની ખાત્રી નથી,
મુક્તિ મળશે સદ્કાર્યોથી,
ગુરૂ વિના સદ્કાર્ય નથી.
ગુરૂ છે એજ અક્ષર બ્રહ્મ છે,
હું પણ સામાન્ય જીવ નથી,
મુક્તિ કાજે પુરાયો આ દેહમાં,
હું પણ અક્ષરથી કમ નથી.
ગુરૂ ચિંધ્યા માર્ગે હું ચાલું,
આ રસ્તે કોઇ જોખમ નથી,
ગુરૂ મળ્યા મને અક્ષર બનાવશે,
ગુરૂશક્તિ વિના મુક્તિ નથી
મીઠું - સોલ્ટ વિષે ....
🍚🍃🥣🍃🍚
🍚 મીઠાને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર અને શુક્રનું પ્રતિક માનવામાં આવે છે. ચંદ્ર મનનો કારક હોય છે. જ્યારે શુક્ર ભૌતિક વસ્તુઓનો કારક હોય છે. તો મીઠું તમારા જીવનમાં સ્વાદ તો વધારે છે પરંતુ તે તેની સાથે ભૌતિક વસ્તુ અને મનને સંભાળવા માટે પણ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.
🍚 મિત્રો મીઠાને તમે જો સ્ટીલ અથવા લોખંડના ડબ્બામાં રાખો તો ચંદ્ર અને શનિનો મિલાપ થવાથી તે તમારા માટે ખુબ જ ઘાતક સિદ્ધ થાય છે. મિત્રો સ્ટીલ અને લોખંડ શનિનું પ્રતિક મનાય છે માટે જો તમે મીઠું તેમાં રાખો તો તેનાથી ઘાતક યોગ બને છે. તમે જોશો કે જે ઘરમાં આ રીતે મીઠું રખાતું હોય તો ઘરની સ્ત્રીમાં બેચેની જોવા મળે છે, માનસિક સમસ્યાઓ, ગુસ્સો વગેરે જેવી વસ્તુઓ વધતી જાય છે. આ ઉપરાંત તેના કામો બગડવા લાગે છે. તો ભૂલથી પણ લોખંડ કે સ્ટીલના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ.
* બીજું છે કે મીઠાને ક્યારેય પ્લાસ્ટીકના ડબ્બામાં પણ ન રાખવું જોઈએ.* તે રોગનું કારણ પણ બની શકે છે. એવું કરવાથી જીવનમાં ગરીબી આવે છે. ગરીબીનો મતલબ એવો નથી કે તમારો પગાર ઓછો આવશે કે નોકરી નહિ મળે. તમારા ઘરમાં ધનલાભ તો થશે પરંતુ તે મેડીકલ ખર્ચામાં અથવા તો કોઈ અન્ય ખર્ચાઓમાં વપરાઈ જશે.
તમારા ખર્ચાઓ એવા વધશે કે તમને સમજમાં નહિ આવે કે આટલું બધું ધન આખરે કેમ વપરાય જાય છે. માટે હંમેશા પ્લાસ્ટીકના ડબ્બાથી મીઠાને બચાવવું જોઈએ. એટલે કે તેમાં મીઠું રાખવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
🍚 તો હવે એમ થાય કે પ્લાસ્ટિક, સ્ટીલ, લોખંડ એક પણ ધાતુમાં નહિ તો મીઠુંને રાખવું શેમાં ?
તો મિત્રો સૌથી શુભ મનાય છે કાચ. કાચ એ રાહુનું પ્રતિક છે માટે રાહુ અને ચંદ્ર ભેગા થાય તો શુભ રહે છે. માટે કાચના ડબ્બામાં હંમેશા મીઠાને રાખવું જોઈએ. આવું કરવાથી માનસિક તણાવ દુર થાય છે. તેમજ તે આપણા જીવન માટે શુભ મનાય છે.
🙏🍚🙏
સંસ્કારી નગરી ભાવનગર વિષે .....
અક્ષય તૃતીયા એટલે ભાવનગર નો સ્થાપના દિવસ - જન્મ દિવસ,
આપણું ભાવનગર, આપણા સૌ નું ભાવનગર,
આવો સૌ સાથે મળી ને ભાવ વંદના કરીએ ........
ભાવનગરની સ્થાપના ઠાકોર ભાવસિંહજી રતન સિંહજી ગોહિલે
અખાત્રીજના શુભ પરમ પવિત્ર દિવસે અઢી પહોર ચઢે આજ નું
ગોળ બઝાર છે ત્યાં થાંભલી રોપી આસોપાલવનું તોરણ બાંધેલ ...
ભાવનગરના પાદર દેવકી તરીકે મેલડી માતાજીનું મંદિર પાદર દેવકી વડવા ખાતે છે
ગ્રામ દેવી તરીકે ભગવતી રૂવાપરી માતાજી પૂર્વ દિશામાં દરિયા કિનારે બેઠા છે
ગોહિલવાડના સહાયક દેવી તરીકે શ્રી ખોડિયાર માતાજી રાજપરા ગામે બિરાજમાન છે
આવા સુંદર મુહર્તમાં ભાવનગરની સ્થાપના કરવામાં આવી
સમગ્ર વડવા ગામનો ગામ ધુમાડો બંધ કરી લાપસી તથા મગનું ભોજન કરાવવામાં આવ્યું ...
સંવંત ૧૭૭૯ વૈશાખ સુદ ત્રીજના દિવસે સ્થાપના કરી ..
ઇ.સ.૨૦૧૯-૧૭૨૩=
૨૯૭ મો...સ્થાપના દિવસ..
શુભ જન્મ દિવસ આવો સૌ સાથે મળી...ઊજવીઅે..
ઠાકોર ભાવસિંહજી રતનસિંહજી એ ભાવનગરની સ્થાપના કરી ...
તેઓના નામ પરથી ભાવનગર એવું નામ રખાયું ..
સિહોરથી રાજગાદી બદલી ખંભાતના અખાત ઉપર વડવા ગામ નજીક સ્થળ પસંદ કરવામાં આવ્યું. આનું કારણ ...મરાઠા સરદાર પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમ બાંડે સૌરાષ્ટ્ર પર ચડી આવ્યા ...ઘમાસાણ યુદ્ધ થયું અને ખંડણી વગર જ પરત ચાલ્યા ગયા...આથી ભવિષ્યમાં આ તકલીફથી બચવા નવી રાજધાની માટે જગ્યાની પસંદ કરવામાં આવી ..
આવો મિત્રો આજે આપણે
સુ-વિકસિત જૂના ભાવનગર રાજ્યની કેટલીક વાતો તાજી કરીએ
જૂના ભાવનગર રાજ્યની શક્ય તેટલી વાતો અહીં મૂકવાનો પ્રયાસ કર્યો છે .
ભાવનગર જૂના રાજ્યમાં રેલવે માર્ગ વાહન વ્યવહાર માટેના ધોરી માર્ગ બ્રિટિશ દરજ્જાના બંદરો એરપોર્ટ રેલવે ટેલિફોન એક્સચેન્જ ટપાલ ખાતું વિશાળ તળાવ પાણીની વ્યવસ્થા જેવા અનેક પ્રશ્નો અહીંયા સુપેરે સંપન્ન થયા છે આપણે સૌ જાણીને આનંદ થશે કે આજ કરતાં પણ વધુ વિકસિત ભાવનગર જૂનું રાજ્ય હતું ...
આપણા આજના કહેવાતા રાજકીય આગેવાનો પાસે કોઈપણ પ્રકારની આપણા જિલ્લા માટે કોઠા સુજ નો અભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે..
આમ છતાં કોઈને ઉતારી પાડવાની અમારી કોઈ મંછા નથી ..
આજના ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે જૂની વાતોને માત્ર સંસ્મરણ કરીએ અને ભાવ વંદના કરી ...
ઈ.સ.૧૮૫૧ ટપાલ ખાતાની શરૂઆત કરવામાં આવી
ઇ.સ ૧૮૫૨ પ્રાથમિક શાળા તથા કન્યા શાળાનું નિર્માણ કરવામાં આવ્યું ...જે આગળ જતાં ઈ.સ ૧૯૨૨ માં બસોને સોળ પ્રાથમિક શાળાઓ હતી જેમાં કુમાર શાળા અને કન્યા છાત્રાલય કન્યા શાળાઓ અલગ અલગ રીતે હતી
ઈ.સ ૧૯૪૮ દરબારી પ્રાથમિક શાળાઓ ૩૪૨ અને ગ્રામ સુધારણા ફંડ સંચાલિત ૧૩૨ પ્રાથમિક શાળાઓ હતી
ઇ.સ ૧૮૫૬ માધ્યમિક શાળાઓની સ્થાપના
એંગ્લો વર્નાક્યુલર શાળાની સ્થાપના
ઈ.સ ૧૮૭૧ માધ્યમિક શાળાઓ મહુવા સિહોર કુંડલા બોટાદ અને તળાજા તે પાંચ પરગણાના શાળાઓની સ્થાપના કરવામાં આવી ...
ઇ.સ ૧૮૮૫ ભાવનગર રાજ્યમાં બે અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવી.
ભાવનગર બંદર ધમધમતું અને વિકસીત બંદર હતુ..
ઇ.સ.૧૮૬૦ બ્રિટિશ બંદરનું દરજ્જો પ્રાપ્ત થયો...
ઇ.સ ૧૮૭૦ જુવાન સિંહજી સંસ્કૃત પાઠ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું
ઈ.સ.૧૮૭૪ માં ટેલિગ્રાફ ઓફિસની શરૂઆત કરવામાં આવી..
ઇ.સ.૧૮૭૨ બી.બી.એન્ડ વઢવાણથી ભાવનગર રેલવે લાઇનનું કામ શરૂ થયું હતું.
રેલવે વિરમગામથી વઢવાણ સુધી લંબાવવામાં આવી આ બ્રોડગેજ લાઇન હતી ..
ઇ.સ.૧૮૭૭ થી ઇ.સ ૧૮૮૦ ભાવનગર ગોંડલ બોટાદ રેલવે લાઇનનું કામ તથા ભાવનગરથી વઢવાણ ગોંડલ ધોરાજી સુધીનું કામ પૂર્ણ કરવામાં આવેલું
ઈ.સ ૧૮૮૧ ધોરાજી પોરબંદર રેલ્વે માર્ગ તૈયાર કરાયો એકવીસમી જાન્યુઆરીના રોજ ખુલ્લો મુકાયો
ઇ.સ.૧૮૮૪ સમગ્ર કાઠિયાવાડમાં સૌ પ્રથમ શામળદાસ કોલેજની સ્થાપના કરવામાં આવી .પૂજ્ય મહાત્મા ગાંધી આ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યાં છે ..
ઇ.સ.૧૮૮૨ માં બાર્ટન લાઇબ્રેરી અને સંગ્રહસ્થાન અસ્તિત્વમાં આવ્યા ..
ઇ.સ.૧૮૮૩ માં ગુજરાતી માધ્યમની શાળાઓ ઉપરાંત એક ઉર્દું શાળાની શરૂઆત કરવામાં આવી ..
ઈ.સ ૧૮૮૫ સંસ્કૃત વેદ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું
પ્રાચીન ભારતીય ઋષિ સંસ્કૃતિ વેદોનું અધ્યયન માટે ...
ઇ.સ.૧૮૯૨ માં ડોક્ટર બરજોરજી ના નેતૃત્વ નીચે
સર તખ્તસિંહજી હોસ્પિટલની શરૂઆત કરાઇ હતી...
ઇ.સ ૧૮૮૭-૮૮ દક્ષિણના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ભાવનગરની મુલાકાત લીધી હતી
ઇ.સ. ૧૮૮૮ માં ખેડૂતોને શાહુકારોના ચુંગાલમાંથી મુક્ત કરવા ..તાલુકો ધારી એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો
કાઠીયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી..
ઇ.સ ૧૮૯૨ થી આ સંસ્થા સ્વાધ્યાય સંસ્કાર પ્રસાર અને સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે આ સંસ્થા હાલમાં થિયોસોફિકલ લોજ તરીકે ઓળખાય છે..
ઇ.સ. ૧૮૯૭ થી ૧૮૯૯ છપ્પનિયા દુષ્કાળ માં રાહત કામની શરૂઆત ભાવનગરથી કરવામાં આવી.. હા સુંદર કામગીરી સમગ્ર મુંબઈ ઇલાકામાં સર્વશ્રેષ્ઠ રહી હતી ..
બોર તળાવનું નવીનીકરણ આ જ સમયમાં કરવામાં આવ્યું બોરતળાવની ડિઝાઇન મૈસુર સ્ટેટ
શ્રી વિશ્વેશ સુરૈયા જીએ કર્યું વિશ્વે સુરાજી ના નામે અત્યારે ઇજનેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવા મહાન એન્જિનિયરે બોરતળાવની ડિઝાઈન બનાવેલી બોરતળાવ માનવ નિર્મિત આડબંધ પાળો બનાવીને બનાવેલું તળાવ છે..
માનવ નિર્મિત સુંદર મજાનું તળાવ છે તળાવના કાંઠે હવા ખાવાનો બંગલો જે આજે સુંદરવાસ નામે ઓળખાય છે તથા એક પાળા પર ભાવ વિલા પેલેસ નું નિર્માણ કરવામાં આવ્યું ....
આયુર્વેદને બળ આપવા આયુર્વેદિક કોલેજની રચના કરવામાં આવી
સર પ્રભાશંકર પટ્ટણીના નામે સાયન્સ કોલેજની રચના કરવામાં આવી
સર પ્રભાશંકર પટની સાયન્સ કોલેજ ..
મહારાજા સર ભાવસિંહજી પોલીટેકનીક કોલેજની રચના કરવામાં આવી..
ભાવનગર યુનિવર્સિટીના નિર્માણ માટે હજારો એકર જમીન આપવામાં આવી...
મહારાણી વિક્ટોરિયાના આગમન સમયે ભાવનગર શહેર મધ્યે વિશાળ જંગલનું નિર્માણ કરવામાં આવ્યું જે આજે વિક્ટોરિયા પાર્કના નામે ઓળખાય છે
ભારતભરમાં સૌ પ્રથમ રક્તપિતના દર્દીઓ માટે વિશાળ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું
ઇ.સ ૧૯૦૨ માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરવામાં આવી જે પાછળથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના નામથી ઓળખાય છે જે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્રમાં મર્જ થયેલ
ઈ.સ.૧૯૧૪ થી ૧૯૧૮ પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌને પરિસ્થિતિથી વાકેફ રાખવા સૌપ્રથમ કવિ કાંતના સહાયથી ચોપાન્યુ બહાર પાડવામાં આવ્યું હતું ...
ઇ.સ ૧૯૧૮ બે મહત્ત્વના પ્રગતિશીલ પગલાં ભાવનગર રાજ્યે લીધા હતા ભાવનગર મુન્સી પાલીટી સમિતિના સભ્યોની સંખ્યા વધારીને વીસ સભ્યો તથા દસ અધિકારી તથા ૮ અન્ય એમ મળીને કુલ આડત્રીસ સભ્યો ..પ્રજા પ્રતિનિધિ સભાની જાહેરાત કરવામાં આવી
ઇ.સ ૧૯૦૫ હરિજનો માટે રાજ્ય ખાસ શાળાઓ શરૂ કરી હતી શ્રી અમૃતલાલ ઠક્કર (ઠક્કર બાપા) બળવંતરાય મહેતા દેવચંદભાઇ પારેખ રતિલાલ સામાણી દ્વારા પ્રયાસથી ભાવનગર વરતેજ બોટાદ સાવરકુંડલા વગેરે સ્થળોએ હરિજનો માટે છાત્રાલયો અને સ્કૂલો શરૂ કરવામાં આવી
ઇ.સ ૧૯૦૬ શેઠ ત્રિભોવનદાસ ભાણજી જૈન કન્યા વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી
ઈ.સ ૧૯૧૦ જૈનોનું પવિત્ર યાત્રાધામ પાલિતાણા માટે સિહોરથી પાલિતાણા રેલ્વે માર્ગ નાખવામાં આવ્યો
ઈ.સ ૧૯૧૩ બોટાદથી જસદણ રેલવે માર્ગ નાખવામાં આવ્યો
ઇ.સ ૧૯૧૬ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ભાવનગરની સ્થાપના ના ત્રણ આધારસ્તંભ સમાન નાનાભાઇ ભટ્ટ ...શ્રી ગિજુભાઇ બધેકા શ્રી હરભાઈ ત્રિવેદી અા સંસ્થાના ૩ મુખ્ય આધાર સ્થંભ સમાન હતા
ઇ.સ ૧૯૧૮
શ્રી નંદકુંવરબા બાલાશ્રમની સ્થાપના કરવામાં આવી નિરાધાર અને અનાથ બાળકોને ભણાવી
યોગ્ય ઉંમરે પરણાવી સમાજ વ્યવસ્થામાં સ્થિર કરવા ભાવનગર રાજ્ય એ જવાબદારી લીધી
ઈ.સ ૧૯૨૦ શ્રી ગણેશ વેશંપાયન ડોક્ટર પુરષોતમ કાણે ના પ્રયાસથી પ્રથમ વ્યાયામ શાળા શરૂ થઇ હાલમાં તે ગણેશ ક્રિડા મંડળના નામે ઓળખાય છે .
.
ઇ.સ ૧૯૨૨ ખેડૂત દેવા સમિતિની રચના કરવામાં આવી
ખેડૂતોને ઋણ મુક્ત કરવા..આ યોજના તળે ખેડૂતોનું રૂપિયા ૮૦ લાખનું દેવું માફ કરવામાં આવ્યું હતું ..
ઇ.સ ૧૯૨૪ કુંડલા તાલુકાના જુના સાવર ગામે ગ્રામ પંચાયતની પ્રથમ શરૂઆત કરવામાં આવી આમ ગ્રામ પંચાયતની શરૂઆત ભાવનગર રાજ્યએ પ્રથમ કરી હતી
ઇ.સ ૧૯૨૪ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભાવનગર ખાતે યોજાયું હતું
ઇ.સ ૧૯૨૫ ભાવનગર સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરવામાં આવી શ્રી મુક્તાલક્ષ્મી મહાવિદ્યાલય એની પ્રથમ સ્કૂલ છે
ઇ.સ ૧૯૨૯ માં ગ્રામ પંચાયત અંગેના કાયદાઓ બનાવવામાં આવ્યા...
પૂજ્ય મહાત્મા ગાંધીની સૂચનાથી રાષ્ટ્રીય શાળાના આચાર્ય પદ છોડીને ભાઈ શંકર શિહોરી આ કામના પ્રથમ સેવક બન્યા
ના ગ્રામ સુધારણા ફંડનો અમલ કરવામાં આવ્યો
ઈ.સ ૧૯૩૨ મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાની સ્થાપના કરવામાં આવી
અંધ બાળકોને શિક્ષણ દ્વારા સ્વરોજગારી અને જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડતી સંસ્થાનું નિર્માણ જૂના કાઠિયાવાડમાં સૌપ્રથમ ભાવનગરમાં થયું
ઈ.સ.૧૯૩૫-૩૬ સમગ્ર ભારત વર્ષમાં સૌપ્રથમ ટેલિફોન એક્સચેન્જ સ્વયં સંચાલિત શરૂ કરવામાં આવ્યું ...૨૦૦ સૌપ્રથમ જોડાણ આપવામાં આવ્યું
ઈ.સ ૧૯૩૮ ભાવનગર ખાતે હવાઇ મથક એરપોર્ટનું નિર્માણ થયું ..
ઇ.સ ૧૯૩૮ લોક શાળાઓ તથા ઉત્તર બુનિયાદી શાળાઓની સ્થાપના શ્રી નાનાભાઇ ભટ્ટ
ઇ.સ ૧૯૩૮ ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા અને મરનારની સ્થાપના શ્રી મનુભાઇ પંચોળી દર્શક ની સહાયથી શરૂ કરવામાં આવી જે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની શાખા તરીકે આબલા માં ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના થઈ...
ઇ.સ ૧૯૩૯ ઘરશાળા સંસ્થાની સ્થાપના પ્રખર કેળવણીકાર શ્રી હર ભાઇ ત્રિવેદીએ ભાવનગર મુકામે રહેણાંકીય શાળા તરીકે કરી .
ઈ.સ ૧૯૪૩ માં ગ્રામ પંચાયતના કાયદાઓ સુધારીને બનાવવામાં આવ્યા
ઇ.સ ૧૯૩૨ માં બીએસસી સાયન્સ ફેકલ્ટીના વર્ગો શરૂ કરવામાં આવ્યા
ઇ.સ ૧૯૩૯ રાજે પ્રજાની જવાબદાર તંત્રની ધારાસભા આપવાની જાહેરાત કરી
ઇ.સ ૧૯૪૧ માં આઝાદી પહેલા ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો
જે ભાવનગર રાજ્યએ
સૌપ્રથમ પહેલ કરી હતી
ઈ.સ ૧૯૪૭ ભારત આઝાદ થતાં ભાવનગર હિન્દી સંઘમાં તારીખ ૧૫/૦૧/૧૯૪૭ રોજ જોડાયું ..
આમ સૌપ્રથમ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈ ભાવનગર મહારાજા
સર કૃષ્ણકુમાર સિંહજીએ ભારતના ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલના વડપણ તળે ભાવનગર રાજ્ય સૌપ્રથમ આપી હિન્દી સંઘને મજબૂત બનાવવાની પહેલ કરી.
ભાવનગર આપણું
ભાવનગર આપણાં સૌનું
આવો સૌ સાથે મળી
વિકસિત ભાવનગર ની કેડીઓ કંડારી ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને સાચા અર્થમાં શ્રદ્ધા સુમન અર્પણ કરી ભાવનગર રાજ્યનો શુભ જન્મદિવસ સાચી રીતે ઉજવી
આવો સૌ સાથે મળી ભાવનગરના વિકાસ માટે આપણે સૌ સંકલ્પબધ્ધ બનીએ ...
બસ એ જ અભ્યર્થના
આપણે સૌ ભાવનગર વાસીઓને ભાવનગર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા
જય હો ભાવેણા શહેર. ..
Tuesday, April 30, 2019
૭૦ વરસો પછી મારી શાળા ની પુનઃ મુલાકાત .....
સૌરાષ્ટ્ર ના રજવાડી રાજ્યના સુપેરે ચાલતા વહીવટના એ સમય દરમિયાન શાળા ની શરૂઆત મોટા હોલમાં સરસ્વતી માતા ની એક મોટી છબી પાસે બધા બાળકો બેસી પ્રાર્થના કરતા. તેમાંની એક હતી સરસ્વતી સ્તુતિ - "પેલા મોરલા ની પાસ બેઠા શારદા ને જો...અને બીજી હતી "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઇ જા..."
જેમ જેમ જીવન ના વરસો વિતતા ગયા તેમ તેમ મને ઉમાશંકર જોષી રચિત "અસત્યો માંહેથી પરમ સત્યે તુ લઇ જા" પ્રાર્થના ની યથાર્તા વધુ ઉચિત લાગી છે. જીવન એટલે શું એમ આજે કોઈ મને પૂછે તો તેનો એક જ લાઈનમાં ઉત્તર છે "સત્ય અસત્ય નો ભેદ જાણી અસત્ય ત્યજી સત્ય નો રાહ પકડવો". પણ આ એટલું સહેલું નથી, વિદ્વાનો પણ સત્ય અસત્ય ની ભેદ રેખા પામવામાં થાપ ખાઈ ગયા છે. હું માનું છું કે સત્ય ના પ્રયોગો કરનાર મહાત્મા ગાંધી પણ આ ભેદ રેખા ના ઉકેલી શકવાના કારણે આઝાદ ભારત નું સુકાન વલ્લભભાઈ પટેલ ને સોંપવાને બદલે નહેરુ ને સોંપવાનો નિર્ણય લીધેલ જેનું દુષ-પરીણામ આજે આપણે જોઈ રહ્યા છીએ.
આજ કારણ થી મને પ્રશ્ન થયો કે ૧૯૫૦ ના દાયકા માં મારી શાળા માં બાળકો દ્વારા થતી પ્રાર્થના ની એ પ્રથા ચાલુ છે કે ? અને મેં તે દિશા માં વધુ જાણકારી મેળવવા ચક્રો ગતિમાન કર્યા. એક પરિચિત દ્વારા મોતીબાગ ટાઉનહોલ પાછળના વિસ્તાર માં આવેલી મારી આ શાળા ના અત્યારના હેડમાસ્ટર શ્રી જોરુભા જોડે વાત ચિત દ્વારા જાણવા મળ્યું કે આજે પણ શાળા ની શરૂઆત સમૂહ પ્રાર્થના થી થાય છે. જોરુભા સાહેબ અતિ ઉત્સાહી એક આદર્શ શિક્ષક અને અતિ માયાળુ સરળ અને નિસ્પૃહી અદકેરા માનવી છે. મારી ૨૦૧૮-૧૯ ની ઇન્ડિયા ટુર દરમ્યાન મને આ સજ્જન ને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.
જોગાનું જોગ જોરુભા સાહેબ અને તેમના મદદનીશ તળાજા તાલુકા ના શ્રીજી મહારાજ ના પ્રસાદીભૂત ગામ પીપરાલા ના મનોજભાઈ બારૈયા બંનેના કપાળ માં શોભતો સુંદર લાલ ચાંદલો જોઈ મને ના કેવળ મારી બાળપણ ની શાળા માં આવ્યા નો પણ જાણે કે શ્રી હરિ ના સમય ના સત્સંગી ભક્તો ને મળ્યા નો આનંદ ઉપજ્યો.
શ્રી જોરુભા સાહેબ બાળકો ને મારો પરિચય આપી રહ્યા છે.
હોલ ની દિવાલ ઉપર લખેલ સુવિચાર "પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે" તેની સૌ લોકો એ જરૂર નોંધ લેવી.
શ્રી મનોજભાઈ બારૈયા એ સ્મૃતિ ચિન્હ રૂપે મને એક પુસ્તિકા ભેટ આપી
Subscribe to:
Posts (Atom)




