Saturday, October 31, 2015
Wednesday, October 28, 2015
બીજાના ભલામાં ભલું છે પોતાનું....
બીજાના ભલામાં ભલું છે પોતાનું,
બીજાના રે સુખમાં સુખ છે પોતાનું.
પ્રમુખ સ્વામીની જીવન ભાવના સૌનું હિત ક્રરતી
કદીયે કોઈનું અહીત ન થાયે, અમૃત વહાવતી....
ધર્મ નિયમમાં દ્રઢતા રાખી, જીવથી ઉજળા થાવું,
સત્સંગી નો પક્ષ રાખતા, કદી ન લજવાવું,
જીવપ્રાણી પર દયા રાખવી, હિત ઇચ્છવું મનથી...................૧
અંતરદ્રષ્ટિ સર્વક્રિયામાં, કોઈના દોષ ન જોવા,
પતિવ્રતની ટેક રાખવી, સહજાનંદ એક ભજવા,
સબંધ જાણી સૌનો મહિમા, નિત કહેવો મુખથી.....................૨
શ્રીહરિ એક જ કર્તા હર્તા, જીવન અર્પી દેવું,
કથા, ભજન દર્શન સેવાથી, મહા સુખિયા થાવું,
આત્મબુદ્ધિ સત્પુરસમાં કરવી, દિવ્ય સદા નીરખી……….....3
અક્ષર પુરષોત્તમનો નિશ્ચય, સિદ્ધ કરો સૌ જીવમાં,
શાસ્ત્રીજી મહારાજના ઋણી રહીશું, અનંત ભવભવમાં,
યોગીજી મહારાજના ઋણી રહીશું, અનંત ભવભવમાં,
પ્રમુખ સ્વામીના ઋણી રહીશું, અનંત ભવભવમાં,
‘અક્ષર'રૂપે પ્રભુપદ સેવી, નિત્ય કરો ભક્તિ...........................૪
Wednesday, October 21, 2015
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૭
"ભગવાને જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સર્વે સંભારી રાખવી. તે શા સારું
જે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા એ ઉત્સવમાં સાધુ, બ્રહ્મચારી,
પાર્ષદ, હરિભક્તને મળ્યા હોઈએ કે સેવા કરી હોય તે યાદ આવી જાય તો એના યોગે
કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને એ જીવ મોટી પદવીને મેળવી ભગવાન
ના ધામને પામે છે."
- વચનામૃત : ગઢડા પ્રથમ ૩: લીલાચરિત્ર સંભારી રાખવાનું
"પોતાના ઇષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય એ ચરિત્રમાં ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને ભક્તિ સેહ્જે
આવી જાય. માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં પણ ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય અને
ભક્તિ દૃઢ થાય. અને ક્યારેક તો ભગવાન અને સંત અસુરોને મોહ પમાડવા માટે પણ
એવા ચરિત્રો કરે - એકદમ મનુષ્ય ભાવ દેખાડે. મહારાજે એવા ૧૮ ચરિત્રો કર્યા છે.
પણ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી જ છે."
- વચનામૃત : ગઢડા મધ્ય ૫૮: સંપ્રદાયની પુષ્ટિનું
પ્રસ્તુત છે પૂ.જ્ઞાનવત્સલ સ્વામીના લંડન ખાતેના ૭ માં અને આખરી દિવસનું પ્રવર્ચન. આપના સ્પીકર્સ/હેડફોન ઓન કરો અને નીચેના પ્લયેરના બટન પર ક્લિક કરો :-
અથવા નીચેની લીંક ક્લિક કરો અગર આપના બ્રાઉજરમાં કોપી/પેસ્ટ કરો :-
http://yourlisten.com/ykshah/day-7-at-london
Tuesday, October 13, 2015
'સ્વાઈસો' એક સરળ અને સહેલી પણ સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ કસરત કે કીમિયો !
‘સ્વાઈસો’ ના ઉદગમ વિષે
ઈશુના ૫૦૦ વરસ પહેલા ચીનમાં લાઓ ત્ઝુ નામનો એક મહાન તત્વ ચિંતક થઇ ગયો, તેણે લોકોને તન અને મનને સ્વસ્થ રાખવા માટેની એક જીવન શૈલી બતાવી. ચીની ભાષામાં જીવન શૈલી ને 'તાઓ' કહેવાય છે એટલે તેણે આપેલ બોધ પછી 'તાઓ વાદ' તરીકે ઓળખાયો. વખત જતા લાઓ અને તાઓ એક બીજાના પર્યાય બની ગયા અને આજે પણ દુનિયાભરના બૌધિક લોકો 'તાઓ' ને લગતા અનેક પુસ્તકોનો હોંશે હોંશે અભ્યાસ કરે છે. જગતને 'સ્વાઈસો' ની ભેટ લાઓ તરફથી પ્રાપ્ત થઇ છે
'સ્વાઈસો' નો ઓગણીસમી સદીમા પુનર્જન્મ
"લંગ્મેન સ્કુલ ઓફ તાઓઈજમ' ના ૧૩મા હેડ તેનરાઈ મસાઓ હાયાશીમાએ ૧૯૮૦ની સાલમાં જાપાનમાં "NIHON DOKAN" સંસ્થાની સ્થાપના કરી. જાપાન ઉપરાંત ચીન, તાઇવાન, કોરિયા વગેરે દેશોમાં તેણે આહલેક જગાવી તાઓની ટેકનીક અને સ્વાઈસો કસરતથી અનેક અસાધ્ય રોગોથી લોકોને મુક્તિ અપાવી. તેનો જીવનમંત્ર હતો "કોઈ પણ વ્યક્તિનું મ્રત્યુ કોઈ દર્દને કારણે થવું જોઈએ નહિ". કેન્સર જેવા અસાધ્ય અને જીવલેણ રોગમાંથી પણ મુક્ત થઇ શકાય છે, તે સાબિત કરવા તેણે જાણી બુઝીને પહેલા પોતાના શરીરમાં કેન્સર પેદા કર્યું અને પછી પોતાના શરીરના કેન્સરના રોગનું નિવારણ પણ કરી બતાવ્યું. ગ્રાન્ડ માસ્ટર હાયાશીમાએ 'તાઓ' ને લગતું જુનું બધુજ સાહિત્ય પોતાની લાઈબ્રેરીમાં એકઠું કરી તેના ઉંડા અભ્યાસ પછી ૮૦ જેટલા પુસ્તકો જાપાનીઝ ભાષામાં રચ્યા. તેમની એક બુક નો અંગ્રેજી અનુવાદ - ' Taoist's Road to Health' ના નામે હાલમાં ઉપલબ્ધ છે જેનો અનુવાદ જર્મન તેમજ સ્પાનીશ ભાષામાં પણ થયેલ છે
'સ્વાઈસો' કસરતનો મૂળભૂત સિદ્ધાંત
આપણા રોજીંદા જીવન ઉપર બારીકાઇથી નજર કરીશું તો માલુમ પડશે કે સામાન્ય રીતે આપણે આપણા શરીરની ડુંટીથી માથા સુધી રહેલા બધાજ અવયવોનો વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. જયારે ડુંટીથી નીચે રહેલ બે પગનો ચાલવા બેસવા-ઉઠવા પુરતોજ બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. માનવ શરીરમાં એક જીવંત ચેતના નો પુંજ રહેલો છે. શરીરના જે ભાગમાં પ્રવૃત્તિ વધારે તે ભાગમાં આ ચેતના વધારે એકઠી થાય છે અને જ્યાં પ્રવૃત્તિ ઓછી તે ભાગમાં આ ચેતના ઓછી જમા થાય. તાઓના મતે આપણી ડુંટીથી ઉપરના ભાગમાં ૭૦% ચેતના કે ઉર્જા જમા થઈ જાય છે અને ડુંટી નીચેના ભાગમાં ઉંમર વધવાની સાથે ફક્ત ૩૦% ચેતના કે ઉર્જા રહે છે. એટલેકે ઉંમર વધવા સાથે શરીરમાં ચેતનાનું પ્રમાણ ૭૦:૩૦ જેવું થઇ જાય છે. આ સ્થિતિને ડાળીઓ, પાંદડા, ફૂલ અને ફળથી લચી પડેલ એક ઘટાટોપ પણ મુળિયાને જમીનમાં વધારે ઉંડા ઉતારવાની જરૂરીયાત વાળા ઝાડ સાથે સરખાવી શકાય. 'સ્વાઈસો' કસરત દ્વારા આપણે ઉપરના ભાગમાં જમા થયેલ ૭૦% ચેતનાને ધકેલી નીચે રહેલ ૩૦% ચેતનામાં વધારો કરવાનો છે. ધીરે ધીરે ૭૦(ઉપર):૩૦(નીચે)માં બદલાવ લાવી ૩૦(ઉપર):૭૦(નીચે) કરી આપણા શરીર રૂપી ઝાડના મુળિયા ઉંડા ઉતારી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનું છે.
'સ્વાઈસો' કસરત કરવાની રીત
'સ્વાઈસો' કસરત કરવાની સાચી રીત આપણે યુ-ટ્યુબ ઉપર ભાઈ શ્રી કિરણ ફાલકે ના વિડીયો દ્વારા શીખીશું. જાપાનના ગ્રાન્ડ માસ્ટર તેનરાઈ હાયાશીમાના માર્ગ દર્શન શિવાય આપણે કેન્સર જેવા રોગને સંપૂર્ણ નાથી તો નહિ શકીએ. પણ ભાઈ શ્રી કિરણ ફાલકે કહે છે તેમ આ કસરત કરીને આર્થરાઈટીસ, બ્લડ પ્રેસર, કેન્સર અને ડાયાબીટીસ જેવા હઠીલા રોગના રોજીંદા ત્રાસમાંથી વત્તે ઓછે અંશે રાહત મળે તો પણ આ નિર્દોષ અને એક પણ પૈસાનો ખર્ચ કર્યા શિવાય થઇ શકતો કીમિયો અજમાવવા જેવો તો છે. યુ ટ્યુબ વિડીયો જોવા માટે નીચેની લીંક ક્લિક અથવા બ્રાઉઝરમાં કોપી-પેસ્ટ કરો :-
https://youtu.be/_OxqAvD_St0
પ્રસ્તુત છે આવોજ એક બીજો વિડીયો જેમાં એક ચાઈનિજ વ્રદ્ધ વ્યક્તિ સમુદ્ર કિનારે આ કસરત કરી
રહેલો જોવા મળે છે.
વિશેષ નોંધ :-
મારો સ્વાનુભવ :- છેલ્લા ૪ વરસથી અમેરિકામાં નિવૃત્ત બેઠાડુ જીવનના કારણે મારા હાથ પગના સાંધા જકડાઈ જવાથી મને ચાલવામાં અને ખાસ કરીને કમરવાળીને જમીન ઉપર પડેલ વસ્તુ ઊંચકવામાં બહુજ તકલીફ પડતી હતી. મેં આ કસરત શરુ કરી. શરૂઆત ફક્ત એક મિનીટમાં ૪૦-૪૪ સ્વીન્ગ્સ x ૫ મિનીટ = ૨૦૦ સ્વીન્ગ્સથી કરી. એકજ અઠવાડિયામાં મને પ્રોસ્ટેટના કારણે રાત્રીના 3-૪ વખત બાથરૂમ કાજે ઉઠવું પડતું હતું તેમાં ઘટાડો થઇને હવે ફક્ત ૧વખત ઉઠવું પડે છે. હવે રાત્રીના વધારે સારી ઊંઘ થવાથી સવારના ઉઠતી વખતે પહેલા કરતા વધારે સ્ફૂર્તિ અનુભવું છું.
આ બ્લોગ પોસ્ટના વાંચકોને 'સ્વાઈસો' કસરત કરવાના આગ્રહ સાથે, પોતાના મિત્ર વર્તુળમાં તેની જાણકારી આપવા તેમજ પોતાના સ્વાનુભવો અહી લખી દર્શાવવા મારી નમ્ર વિનંતી છે, જેથી અન્ય લોકોને તે અપનાવવાની પ્રેરણા મળે.
Sunday, October 11, 2015
પ્રીત બંધાણી પ્રમુખજી મારી ..... રચના-સ્વર-વિડીયો પ્રેજન્ટેશન : ચિંતન રાણા
પ્રીત બંધાણી પ્રમુખજી મારી (૨)
તમ સાથે દિલ ની .....
પ્રીત બંધાણી પ્રમુખજી મારી (૨)
તમ સાથે દિલ ની .....
સાચું એક સગપણ, તમ સંગાથે,
રાહ બડી મંઝીલ ની .....
પ્રીત બંધાણી પ્રમુખજી મારી,
તમ સાથે દિલ ની ..... (૨)
યાદ કરું જયારે, આપ હૈયાતીએ,
મારું પરમનુ સુખ .....
જયારે જયારે આપની, નજરુને દેખું,
થાઉં શ્રીજીની સન્મુખ .....
અંત થયો ભવના આરંભનો,
ઓર ગયો પરસીમ ની..
પ્રીત બંધાણી પ્રમુખજી મારી,
તમ સાથે દિલ ની ..... (૨)
આપ ચરણમાં મારું ઠેકાણું,
મારા આપ છો વિસરામ....
આપમાંજ રેહવું, હવે ના જાવું,
જગતનો સંગ્રામ...
માણવી ઘડિયું, સરજે મારી,
અલોકિક મત્સલની ...
પ્રીત બંધાણી પ્રમુખજી મારી,
તમ સાથે દિલ ની ..... (૨)
Saturday, October 3, 2015
શ્રીજી મહારાજ આજે પણ સંત સ્વરૂપે પ્રગટ છે - વ્યાખ્યાન માળાનો મણકો : ૬
જેવું શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ હતું, એવું જ આજે પ્રમુખ સ્વામી દ્વારા આપણને દેખાય છે. મહારાજના જીવનમાં જે જે ગુણોના દર્શન આપણને થતા અને થાય છે, તેવાજ ગુણોનું દર્શન આજે આપણને પ્રમખ સ્વામીના જીવનમાં પણ થાય છે. જેવા શ્રીજી મહારાજથી કાર્યો થતા, તેવા આજે પ્રમુખ સ્વામી દ્વારા પણ થાય છે. આ વાતની પ્રતીતિ કરાવતા કેટલાક યાદગાર પ્રસંગોને સાંભળીયે પુ. જ્ઞાનવત્સલ સ્વામીના છટ્ઠા દિવસના પ્રવર્ચન દ્વારા.
આપના સ્પીકર્સ/હેડફોન ઓન કરો અને નીચેના પ્લયેરના બટન પર ક્લિક કરો
અથવા નીચેની લીંક ક્લિક કરો અગર આપના બ્રાઉજરમાં કોપી/પેસ્ટ કરો :-
http://yourlisten.com/ykshah/day-6-at-london
Subscribe to:
Posts (Atom)