‘સ્વાઈસો’ ના ઉદગમ વિષે
ઈશુના ૫૦૦ વરસ પહેલા ચીનમાં લાઓ ત્ઝુ નામનો એક મહાન તત્વ ચિંતક થઇ ગયો, તેણે લોકોને તન અને મનને સ્વસ્થ રાખવા માટેની એક જીવન શૈલી બતાવી. ચીની ભાષામાં જીવન શૈલી ને 'તાઓ' કહેવાય છે એટલે તેણે આપેલ બોધ પછી 'તાઓ વાદ' તરીકે ઓળખાયો. વખત જતા લાઓ અને તાઓ એક બીજાના પર્યાય બની ગયા અને આજે પણ દુનિયાભરના બૌધિક લોકો 'તાઓ' ને લગતા અનેક પુસ્તકોનો હોંશે હોંશે અભ્યાસ કરે છે. જગતને 'સ્વાઈસો' ની ભેટ લાઓ તરફથી પ્રાપ્ત થઇ છે
'સ્વાઈસો' નો ઓગણીસમી સદીમા પુનર્જન્મ
"લંગ્મેન સ્કુલ ઓફ તાઓઈજમ' ના ૧૩મા હેડ તેનરાઈ મસાઓ હાયાશીમાએ ૧૯૮૦ની સાલમાં જાપાનમાં "NIHON DOKAN" સંસ્થાની સ્થાપના કરી. જાપાન ઉપરાંત ચીન, તાઇવાન, કોરિયા વગેરે દેશોમાં તેણે આહલેક જગાવી તાઓની ટેકનીક અને સ્વાઈસો કસરતથી અનેક અસાધ્ય રોગોથી લોકોને મુક્તિ અપાવી. તેનો જીવનમંત્ર હતો "કોઈ પણ વ્યક્તિનું મ્રત્યુ કોઈ દર્દને કારણે થવું જોઈએ નહિ". કેન્સર જેવા અસાધ્ય અને જીવલેણ રોગમાંથી પણ મુક્ત થઇ શકાય છે, તે સાબિત કરવા તેણે જાણી બુઝીને પહેલા પોતાના શરીરમાં કેન્સર પેદા કર્યું અને પછી પોતાના શરીરના કેન્સરના રોગનું નિવારણ પણ કરી બતાવ્યું. ગ્રાન્ડ માસ્ટર હાયાશીમાએ 'તાઓ' ને લગતું જુનું બધુજ સાહિત્ય પોતાની લાઈબ્રેરીમાં એકઠું કરી તેના ઉંડા અભ્યાસ પછી ૮૦ જેટલા પુસ્તકો જાપાનીઝ ભાષામાં રચ્યા. તેમની એક બુક નો અંગ્રેજી અનુવાદ - ' Taoist's Road to Health' ના નામે હાલમાં ઉપલબ્ધ છે જેનો અનુવાદ જર્મન તેમજ સ્પાનીશ ભાષામાં પણ થયેલ છે
'સ્વાઈસો' કસરતનો મૂળભૂત સિદ્ધાંત
આપણા રોજીંદા જીવન ઉપર બારીકાઇથી નજર કરીશું તો માલુમ પડશે કે સામાન્ય રીતે આપણે આપણા શરીરની ડુંટીથી માથા સુધી રહેલા બધાજ અવયવોનો વધુમાં વધુ ઉપયોગ કરીએ છીએ. જયારે ડુંટીથી નીચે રહેલ બે પગનો ચાલવા બેસવા-ઉઠવા પુરતોજ બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. માનવ શરીરમાં એક જીવંત ચેતના નો પુંજ રહેલો છે. શરીરના જે ભાગમાં પ્રવૃત્તિ વધારે તે ભાગમાં આ ચેતના વધારે એકઠી થાય છે અને જ્યાં પ્રવૃત્તિ ઓછી તે ભાગમાં આ ચેતના ઓછી જમા થાય. તાઓના મતે આપણી ડુંટીથી ઉપરના ભાગમાં ૭૦% ચેતના કે ઉર્જા જમા થઈ જાય છે અને ડુંટી નીચેના ભાગમાં ઉંમર વધવાની સાથે ફક્ત ૩૦% ચેતના કે ઉર્જા રહે છે. એટલેકે ઉંમર વધવા સાથે શરીરમાં ચેતનાનું પ્રમાણ ૭૦:૩૦ જેવું થઇ જાય છે. આ સ્થિતિને ડાળીઓ, પાંદડા, ફૂલ અને ફળથી લચી પડેલ એક ઘટાટોપ પણ મુળિયાને જમીનમાં વધારે ઉંડા ઉતારવાની જરૂરીયાત વાળા ઝાડ સાથે સરખાવી શકાય. 'સ્વાઈસો' કસરત દ્વારા આપણે ઉપરના ભાગમાં જમા થયેલ ૭૦% ચેતનાને ધકેલી નીચે રહેલ ૩૦% ચેતનામાં વધારો કરવાનો છે. ધીરે ધીરે ૭૦(ઉપર):૩૦(નીચે)માં બદલાવ લાવી ૩૦(ઉપર):૭૦(નીચે) કરી આપણા શરીર રૂપી ઝાડના મુળિયા ઉંડા ઉતારી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાનું છે.
'સ્વાઈસો' કસરત કરવાની રીત
'સ્વાઈસો' કસરત કરવાની સાચી રીત આપણે યુ-ટ્યુબ ઉપર ભાઈ શ્રી કિરણ ફાલકે ના વિડીયો દ્વારા શીખીશું. જાપાનના ગ્રાન્ડ માસ્ટર તેનરાઈ હાયાશીમાના માર્ગ દર્શન શિવાય આપણે કેન્સર જેવા રોગને સંપૂર્ણ નાથી તો નહિ શકીએ. પણ ભાઈ શ્રી કિરણ ફાલકે કહે છે તેમ આ કસરત કરીને આર્થરાઈટીસ, બ્લડ પ્રેસર, કેન્સર અને ડાયાબીટીસ જેવા હઠીલા રોગના રોજીંદા ત્રાસમાંથી વત્તે ઓછે અંશે રાહત મળે તો પણ આ નિર્દોષ અને એક પણ પૈસાનો ખર્ચ કર્યા શિવાય થઇ શકતો કીમિયો અજમાવવા જેવો તો છે. યુ ટ્યુબ વિડીયો જોવા માટે નીચેની લીંક ક્લિક અથવા બ્રાઉઝરમાં કોપી-પેસ્ટ કરો :-
https://youtu.be/_OxqAvD_St0
No comments:
Post a Comment