Saturday, August 17, 2019

બે જાણવા જેવા ટૂંકા પ્રવર્ચનો


મહાન જાદુગર કે.લાલ વિષે નો અદભુત કિસ્સો 




બાળકો ને સેલફોન આપતા પહેલા વિચારવા જેવી વાત



 




જીવનમા અતી ઉપયોગી માહીતી


મેડીકલ ફીટનેસ ::

------------------------


       હાઈ બી.પી. 

          ---------------


૧૨૦/૮૦    -  નોર્મલ 


૧૩૦/૮૫    -   નોર્મલ (કંટ્રોલ)/ મોટી ઉમ્મરે હોઈ શકે 


૧૪૦/૯૦    -  હાઈ અને કંટ્રોલ કરવાની જરૂરિયાત 


૧૫૦/૯૫   -  ચિંતાજનક હાઈ અને ડોક્ટર ની સલાહ/સારવાર તુરંત કરાવવી 



         લો બી.પી.

        --------------

૧૨૦/૮૦   - નોર્મલ 


૧૧૦/૭૫   -  અસાધારણ પણ ચિંતાજનક નહિ 


૧૧૦/૭૦    -  લો બી.પી. અને કંટ્રોલ કરવું જરૂરી 


૯૦/૬૫    -  વધારે પડતું લો - ચિંતાજનક - ડોક્ટર ની સલાહ/સારવાર તુરંત કરાવવી 


             હેમોગ્લોબીન 

            ------------------- --


પુરુષો માં  ૧૩ - ૧૭ 


સ્ત્રીઓ માં  ૧૧ - ૧૫ 


આર બી સી કાંઉંટ - ૪.૫૦ - ૫.૫૦ મિલીયન  (રેડ બ્લડ સેલ - લાલ રક્તકણો નું પ્રમાણ)


 --------------------------------------

       પ્લસ / ધબકારા

          -----------

દર મીનીટે ૭૨  - સામાન્ય / સ્ટાન્ડરડ 


દર મીનીટે ૬૦ - ૮૦  નોર્મલ                                     


દર  મીનીટે ૪૦ -૧૮૦ એકદમ અસાધારણ / ચીન્તાજંક                                           


 ---------------------------------------

 શરીર નું ઉષ્ણતામાન/ટેમ્પરેચર 

          ---------------------

૯૮.૪ ડીગ્રી ફેરેનહાઈટ  સામાન્ય


૯૯ ડીગ્રી અને તેનાથી ઉપર - તાવ આવ્યાની સ્થિતિ  


************************************************************************


હાર્ટએટેક અને પાણી"


તમે કેટલા એવા લોકોને જાણો છો જે રાત્રે

સુતા પહેલા પાણી પીવાનું ટાળે છે કારણકે તેમને રાત્રે ઉઠવું પડશે.


હાર્ટએટેક અને પાણી – ક્યારેય આ જાણકારી ન હતી !

માહિતી રસપ્રદ છે.


બીજીપણ એવી વાત જે ખબર નહોતી અને ડોક્ટરને પૂછ્યું કે કેટલાક લોકોને કેમ રાત્રે પેશાબ કરવા માટે વારંવાર ઉઠવું પડે છે. હૃદયરોગ Dr એ આપેલ જવાબ – ગુરુત્વાકર્ષણના કારણે જયારે તમે ઉભેલા હોવ ત્યારે પાણી તમારા શરીરના નીચેના ભાગમાં જમા થાય છે (પગે સોજા આવવા). પણ જયારે તમે સુઈ જાવ છો ત્યારે તમારા પગ કિડનીના સમાંતરે હોય છે અને ત્યારે કીડની તે પાણીને બહાર ફેંકે છે. એ ખબર હતી કે તમારે શરીરના ઝેરી કચરાને બહાર ફેંકવા માટે પાણીની આવશ્યકતા હોય છે પણ આ માહિતી નવીજ હતી.


પાણી પીવા માટેનો યોગ્ય સમય, એક હૃદયરોગ Dr આપેલી ખુબજ અગત્યની માહિતી. યોગ્ય સમયે પીવામાં આવેલું

પાણી શરીરમાં તેની અસરકારકતા વધારી દે છે ------


(1) સવારે ઉઠ્યા પછી ૨ ગ્લાસ પાણી પીવાથી આંતરિક અંગો સક્રિય થાય છે.


(2) જમવાના અડધા કલાક પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સક્રિય થાય છે.


(3) સ્નાન કરતા પહેલા ૧ ગ્લાસ પાણી બ્લડપ્રેશરને નીચું રાખે છે.


(4) રાત્રે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી પીવાથી સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ ઘટે છે.


(5) રાત્રે પાણી પીને સુવાથી પગના સ્નાયુઓ જકડાઈ(સાદી રીતે કહીએ તો નસ ચઢી જવી) જતા નથી સ્નાયુઓને પાણીની જરૂરત હોય છે, અને જો સ્નાયુઓને  પાણી ના મળે તો તે જકડાઈ જાય અને તમે ચીસ પાડીને બેઠા થાવ.


૨૦૦૮ ના અમેરિકન કોલેજ ઓફ કાર્ડીઓલોજીના જર્નલના અંકમાં પ્રસિદ્ધ થયેલ જેમાં જણાવ્યા પ્રમાણે.....


(1) હાર્ટએટેક સામાન્ય રીતે સવારના ૬ થી બપોર સુધીમાં વધારે આવે છે જો રાત્રીના સમયે હાર્ટએટેક આવે તો તે વ્યક્તિની સાથે કંઇક અસામાન્ય બનાવ બન્યો હોય એમ પણ સંભવ છે.


(2) જો તમે એસ્પીરીન જેવી કોઈ દવા લેતા હોવ તો એ દવા રાતના સમયે લેવી જોઈએ કારણકે એસ્પિરીનની અસર ૨૪ કલાક માટે રહેતી હોય છે એટલે સવારના સમયે તેની તીવ્રતમ

માત્રામાં અસર હોય છે.


(3) એસ્પીરીન તમારા દવાના ડબ્બામાં ઘણા વર્ષો સુધી રહી શકે છે અને જયારે તે જૂની થાય છે ત્યારે એમાંથી (સરકો) વિનેગર જેવી વાસ આવે છે.


(4) બીજી વાત જે દરેકને મદદરૂપ થશે – બેયર કંપની ક્રિસ્ટલ જેવી એસ્પીરીન બનાવે છે જે જીભ ઉપર મુકતાજ ઓગળી જાય છે. તે સામાન્ય ગોળી કરતા ઝડપથી કામ કરે છે. માટે એસ્પીરીન કાયમ તમારી સાથે રાખો.


(5) હાર્ટએટેકના સર્વમાન્ય લક્ષણો ડાબા હાથ અને છાતીમાં દુખાવા ઉપરાંત પણ કેટલાક લક્ષણો છે જેની માહિતી પણ જરૂરી છે જેમ કે દાઢીમાં ખુબજ દુખાવો થવો,

ઉલટી ઉબકા જેવો અનુભવ થવો, ખુબજ પરસેવો થવો. પણ આ લક્ષણો ક્યારેક્જ દેખાય છે.


(6) નોંધ – હાર્ટએટેકમાં ક્યારેક છાતીમાં દુખાવો ના પણ થાય. મોટાભાગના (લગભગ ૬૦%) લોકોને જયારે ઊંઘમાં હાર્ટએટેક આવ્યો તો તેઓ જગ્યા નહતા. પરંતુ જો તમને છાતીમાં જોરદાર

દુખાવો ઉપડે તો તેનાથી તમે ગાઢ નિંદ્રામાંથી પણ જાગી જાવ છો.


(7) જો તમને હાર્ટએટેક આવે તો – તાત્કાલિક ૨ એસ્પીરીન મોઢામાં મુકીદો અને થોડાક પાણી સાથે તેને ગળી જાવ. પછી ૧૦૮ ને ફોન કરો, તમારા પડોશી કે સગા જેઓ નજીક

રહેતા હોય તેમણે ફોન કરો અને કહો “હાર્ટએટેક” અને એ પણ જણાવો કે તમે ૨ એસ્પીરીન લીધી છે. પછી મુખ્ય દરવાજાની સામે સોફા કે ખુરશીમાં બેસો અને તેમના આવવાની રાહ જુઓ – સુઈ જશો નહિ.


એક હૃદયરોગના તબીબે એમ જણાવ્યું કે જો આ માહીતીને ૧૦ લોકો શેર કરે તો ૧ જીવન બચાવી શકાય છે. મેં તો આ માહિતીને શેર કરી હવે તમે શું કરશો?


આ મેસેજને બને એટલા લોકો સુધી પહોંચાડો એ કોઈકનું જીવન બચાવી શકે છે. જીવન એ એક જ વાર મળતી અમુલ્ય ભેટ છ.




આ પોસ્ટ ઘણું રીસર્ચ કર્યા બાદ બનેલી છે,

અળવીના પાનના ગુણો

અળવીના પાનને પસંદ કઈ રીતે કરવા:


અળવીના પાન ઘેરા લીલા રંગના મધ્યમ આકારના પાનને પસંદ કરવા. પાનની દાંડી કાળા રંગની હોય તે જોવું. મકાઈ પાતળ ભાજી કે પાતળ ભાજી બનાવવા માટે ચોમાચામાં ખાસ નાના કુણા પાન મળે છે તેનો ઉપયોગ કરવો. ભાજી વધુ સ્વાદિષ્ટ બને છે. પાનની દાંડી તથા નસને હળવે હાથે ધારદાર ચપ્પુથી કાપી લેવી. નાની કાતરનો ઉપયોગ પણ કરી શકાય છે. પાન તાજા લેવા. કાળા પડી ગયેલાં કે ચીમળાઈ ગયેલાં પાનનો ઉપયોગ ટાળવો. ફ્રિઝમાં રાખેલાં પાનને બદલે બનાવવા હોય ત્યારે જ ખરીદીને ઉપયોગ કરવો હિતાવહ છે. ફ્રિઝમાં રાખવા હોય તો સ્વચ્છ કોરા કપડાંમાં વિંટાળીને તેને બે-ત્રણ દિવસ રાખી શકાય છે.


-----------------------


અળવીના પાનના ગુણો જાણી લઈએ


એન્ટિઑક્સિડન્ટના ગુણો ધરાવે છે: વિટામિન સીની માત્રા પાનમાં ભરપૂર સમાયેલી છે. શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટિઑક્સિડન્ટની માત્રા પૂરી પાડે છે. શરીરને અનેક રોગથી બચાવે છે. ફ્રિ રેડિકલ્સથી બચાવે છે જે કૅન્સર થવાનું એક કારણ ગણાય છે.


રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે: એક મોટા અળવીના પાનમાં ૮૬ ટકા વિટામિન સીની માત્રા સમાયેલી હોય છે. જે શરીરના રોગપ્રતિકારક તંત્રને સુધારવા માટે પૂરતી ગણાય છે. આથી જો એક પાનનો ઉપયોગ પણ આહારમાં વિવિધ રીતે કરવામાં આવે તો શરીરની સક્ષમતા વધી જાય છે.


આંખોનું તેજ વધારે છે: પાતરાંના પાનમાં વિટામિન સીની સાથે વિટામિન એ ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. વ્યક્તિની રોજની જરૂરિયાત ફક્ત પાનનો આહારમાં ઉપયોગ કરવાથી પૂર્ણ થાય છે. આંખોની સમસ્યાથી બચી શકાય છે. લીલાં શાકભાજી આમ પણ આંખની તંદુરસ્તી માટે જરૂરી ગણાય છે. ચોમાસામાં ખાસ મળતાં અળવીના પાનનો ઉપયોગ અચૂક કરવો જોઈએ.


વજન ઘટાડવામાં મદદરૂપ: અળવીના પાનમાં ફેટનું પ્રમાણ જોવા મળતું નથી. વળી પ્રોટિન ભરપૂર પ્રમાણમાં સમાયેલું છે. શરીરની ચરબી ઉતારવાની સાથે મસલ્સ વધારે મજબૂત બને તે માટે પ્રોટિનયુક્ત આહાર લેવો જોઈએ. પાતરાંને બાફીને કે વઘારીને તેનો ઉપયોગ કરવો. તળેલાં પાતરાં ચરબી અચૂક વધારશે. 


બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : અળવીના પાનમાં ઓમેગા ૩ ફેટી એસીડ પણ સમાયેલ છે. રક્તકોષિકામાં લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થાય તે માટે પૂરતાં હાર્મોન્સનુ નિર્માણ પણ કરે છે. આમ લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાથી બ્લડ પ્રેશરની તકલીફમાં રાહત મળે છે. 


એનિમિયાની તકલીફમાં રાહત: અળવીના પાનમાં આયર્નની માત્રા પણ ભરપૂર છે. જે લાલ રક્તકણોને બનાવવામાં મદદ કરે છે. વળી વિટામિન સીની માત્રા આયર્નને યોગ્ય રીતે શરીરમાં ભેળવવામાં મદદ કરે છે. જે લાલ રક્તકણોનું કામ શરીરમાં સરળ બનાવે છે. અળવીના પાનને ક્યારેય કાચા ન ખાવા તેને પાણીમાં થોડો સમય રાખ્યા બાદ બરાબર ધોઈને સૂકા કરીને વાપરવા.પાતરવેલિયા બનાવવાને કડાકૂટ ન ગણી વરસાદી મોસમમાં ઘરે જ બનાવીને શુદ્ધ-સાત્વિક ફરસાણનો આનંદ માણવાનું રખે ચૂકતાં!


મકાઈ પાતળ ભાજી બનાવવાની રીત: ૧ નંગ મકાઈના દાણા, ૧ ઝૂડી પાતરાંના નાના પાન, ૧ કપ ચણાની દાળ, ૨ કળી લસણ, ૧ ચમચી અજમો, ૧ ચમચી ઘી, ૧ ચમચી માખણ, કીચનકિંગ મસાલો ૧ ચમચી, હિંગ જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે,૧ નાનો ટુકડો ગોળ, ૧ ચમચી આદુંમરચાંની પેસ્ટ,૧ ચમચી લીંબુનો રસ, સજાવટ માટે બાફેલાં મકાઈદાણા તથા આદુંની કતરણ.


બનાવવાની રીત: ચણાની દાળને તથા મકાઈના દાણાને બાફી લેવા. 


એક કડાઈમાં ઘી-માખણ ગરમ કરી અજમાથી વઘાર કરો. તેમાં ચણાની દાળ, મકાઈના બાફેલા દાણા વઘારવા. થોડું પાણી નાખી થોડી વખત પકાવો. અળવીના પાનને ઝીણાં સમારીને ભેળવો. સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, આદું મરચાંની પેસ્ટ, ગોળ, કિચન કિંગ મસાલો નાખી બરાબર સીઝવો. ગેસ બંધ કરીને લીંબુનો રસ ભેળવો. સર્વ કરતી વખતે ઉપરથી મકાઈના દાણા તથા આદુંની લીંબુ-મીઠું લગાવેલી કતરણથી સજાવી ગરમાગરમ પીરસો. કૂણા પાનનો ઉપયોગ કરવાથી ભાજી અત્યંત સ્વાદિષ્ટ બનશે. 


Tuesday, August 13, 2019

શ્રદ્ધાની આવશ્યકતા

પૂ. ભાઈ: 


                  વ્યવહારમાં પણ શ્રદ્ધાની આવશ્યકતા છે. આપણે હરેક કાર્ય શ્રદ્ધાથી કરીએ છીએ. કોઈ પણ કાર્યની પાછળ આપણને શ્રદ્ધા હોય છે. બાળકોને માતાપિતા ઉપર શ્રદ્ધા હોય છે. આ તમારાં (મુકુંદ-મીરાં મારી સાથે હતાં.) બાળકો છે ને? એમને છે કશી ચિંતા? એ કઈ રીતે મોટાં થાય છે? તમારા પરની શ્રદ્ધાથી. એમને એટલું યાદ છેઃ અમારે માતા-પિતા છે અને તેઓ અમારી સંભાળ લેશે. તેવી જ રીતે માતા-પિતાને બાળકો ઉપર શ્રદ્ધા હોય છે. બાળકો મોટાં થશે, અમુક રીતે ભણશે, અમુક રીતે કમાશે, અમુક રીતે આપણને સંભાળશે એમ મા-બાપ વિચાર કરતાં નથી. તો તેમને વાત્સલ્ય આપી શકે જ નહિ. આમ માતાપિતા પણ બાળકોને શ્રદ્ધાથી મોટાં કરે છે. વ્યવહારમાં દરેક કાર્ય શ્રદ્ધાથી થાય છે.


               ચોરને ખરાબ કૃત્યમાં પણ પોતાના સાથીઓ પ્રત્યે શ્રદ્ધા હોય છે. તેને જોરે જ તે લાંબા ગાળા સુધી ચોરીમાં રચ્યોપચ્યો રહે છે. કોઈ બુદ્ધિ કે તર્કમાં માને તેને પણ તેમાં શ્રદ્ધા હોય છે. આમ કોઈ પણ અવસ્થાએ માણસને શ્રદ્ધા હોય છે. શ્રદ્ધામાં ન માનતો હોય તેને પણ કશાકમાં શ્રદ્ધા હોય છે. “મને શ્રદ્ધા નથી” એમ કહેનારને પણ શ્રદ્ધા ન હોવામાં શ્રદ્ધા હોય છે.


           તો આપણે શા માટે શ્રદ્ધા ન રાખવી? આધ્યાત્મિક જીવનમાં લાખો ભક્તો અને ભાગવતપુરષો થઈ ગયા છે. તેમણે અનુભવને બળે શ્રદ્ધાનો પુરસ્કાર કર્યો છે. તેમને જગત પ્રત્યે કશી અપેક્ષા ન હતી, તેમને કીર્તિ કમાવી નહોતી. તેઓ કેવળ નિઃસ્પૃહ હતા. છતાં તેમણે પોતાના અનુભવને બળે ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું કહ્યું છે. તેમને ઢોંગ કરવાનું કે ખોટું બોલવાનું કોઈ કારણ નહોતું. વળી, કંઈ એક નહિ, પરંતુ માનવજાતના ઇતિહાસમાં આવા લાખો સ્ત્રી-પુરુષો થઈ ગયાં છે. બધાં ખોટાં ન હોઈ શકે. તો આપણે તેમના વચનોમાં અવિશ્વાસ રાખવાનું કોઈ કારણ નથી.


             બુદ્ધિને મર્યાદા છે. તે વસ્તુને એકસાથે સમગ્રતાથી સમજી શકતી નથી. તે વસ્તુનું પૃથક્કરણ કરે છે. તેના ટુકડા કરે છે ને ટુકડે ટુકડે સમજે છે. સમગ્ર વસ્તુને તે એકસાથે સમગ્રતાથી સમજી શકતી નથી. તેથી બુદ્ધિનું દર્શન ખંડદર્શન છે, પૂર્ણદર્શન નથી. તેથી બુદ્ધિ જે પરિણામ ઉપર આવે તેના પર આધાર રાખવા જેવું નથી.


               બાહ્ય-જગતને વિજ્ઞાન ઑબ્જેક્ટિવ (objective – વસ્તુલક્ષી) રીતે સમજે છે. તે વસ્તુને પ્રયોગશાળામાં લાવી શકે છે. તે એક પ્રકારની પ્રયોગશાળા છે. બીજી આંતરિક પ્રયોગશાળા પણ છે. તેના પ્રયોગો આંતરિક ચેતનામાં થાય છે. તેનું પણ વિજ્ઞાન છે. તેના પણ વૈજ્ઞાનિકો છે. આધ્યાત્મિક પુરષો પોતાની આંતરિક ચેતનામાં તેના પ્રયોગો કરે છે. અને તેઓ પણ એક પ્રકારનું જ્ઞાન મેળવે છે. બાહ્ય પ્રયોગોથી જગતને જાણી શકાય તે સાચું અને આવા અધ્યાત્મ પુરુષોનું આંતર-દર્શન ખોટું એમ માનવું તે બરાબર નથી.


                 બુદ્ધિ જ પૂર્ણ છે એવું નથી, એ સર્વસ્વ નથી. એ સિવાય પણ સત્યનું દર્શન કરવાની અવસ્થા, શક્યતા અને શક્તિ આપણામાં છે. પશુજગતને instinct (ઈન્સ્ટિન્ક્ટ–પ્રેરણા) છે. વનસ્પતિજગતમાં આ બાબત ઘણી પ્રાથમિક અવસ્થામાં હોય છે. મનુષ્યમાં પણ instinct (ઈન્સ્ટિન્ક્ટ–પ્રેરણા) તો છે. પણ તે ઉપરાંત બુદ્ધિ પણ છે, પણ એ બુદ્ધિ એ છેલ્લું પગથિયું નથી. તે પછી પગથિયાં ન હોય તેમ માનવાને કારણ નથી. નીચે બે પગથિયાં છે તો ઉપર પણ પગથિયાં હોઈ શકે. જે પગથિયે ઊભા હોઈએ તે છેલ્લું જ છે એમ માનવાને કોઈ કારણ નથી. 


            બુદ્ધિથી ઉપર ઇન્ટ્યુઈશન (intuition - અંતઃસ્ફફૂરણા, સહજજ્ઞાન) અને રિવીલેશન (revealation-બધું પ્રગટ, પ્રાગટ્ય; પ્રગટીકરણ) છે. બુદ્ધિ કરતાં એ વધારે પૂર્ણ અને સ્પષ્ટ દર્શન કરાવે છે.


              રિઝન (reason – કારણ)થી વસ્તુને માણી શકાતી નથી. ફેઇથ (faith - શ્રદ્ધા)થી, હૃદયથી માણી શકાય છે. સાંજનો સમય હોય, સમુદ્ર ઊછળી રહ્યો હોય, સૂર્ય આથમતો હોય, અને તેનો સોનેરી પ્રકાશ સમુદ્રમાં રેલાતો હોય, એ મજાનું દૃશ્ય છે. આ દૃશ્યને હૃદય માણી શકે, બુદ્ધિ ન માણી શકે. કોઈ તેના સંગીતમાં મગ્ન થશે, તો કોઈ ચિત્રકાર રંગોમાં મસ્ત થશે. આ માણનાર એક આનંદથી નાચી ઊઠશે. એ પોતાની જાતને ભૂલી જ મસ્તીનો આનંદ લેશે; જ્યારે બુદ્ધિ આ દૃશ્યને જોવા જશે તો તેને પ્રકાશ અને તેના વક્રીભવન કે પાણી અને મોજાં સિવાય કશું હાથમાં નહિ આવે. તે સૌંદર્યનું ચાર્મ (મનોહારિતા) ખોઈ બેસશે. મેઘધનુષ્યના મનોહર રંગો-જોવાથી મસ્તી આવી શકે, પરંતુ વિશ્લેષણ કરવા બેસીએ તો સફેદ રંગમાં સાત રંગો રહેલા છે તેવા શુષ્ક જ્ઞાન સિવાય કશું નહિ મળે.


            દિવ્ય શક્તિમાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. તેનું ખાસ કારણ છે. Divinity (દિવ્ય શક્તિ)એ આ વિશ્વનું સર્જન કર્યું છે. પોતાના સર્જનમાં ડિવિનિટીને interest (રસ) છે. દરેકને પોતાના સર્જનમાં રસ હોય છે. જો પોતાના સર્જનમાં રસ ન હોત તો ડિવિનિટી આ સર્જન કરત નહિ. તેને આપણમાં રસ છે, તો આપણને તેનામાં રસ હોવો જોઈએ. આપણે પણ શ્રદ્ધાથી તેનામાં રસ ધરાવી શકીએ તો તેને પામી શકીએ. તે આપણે માટે ખૂબ ઉત્સુક છે, પણ આપણે બુદ્ધિ લડાવીને તેનાથી દૂર ભાગીએ છીએ. તેને પામવા હૃદય જોઈએ – શ્રદ્ધા જોઈએ. તર્ક લડાવીશું તો કશું વળશે નહિ. તો દિવ્યતા પણ તમને દૂર મૂકી દેશે. તે કહેશે “હવે તમે તમારા પ્રયત્ન ઉપર મુસ્તાક છો, તો જાતે પામો.” બાળક નાનું હોય અને માતાપિતા પર નિર્ભર હોય, તો માતા-પિતા તેની કાળજી લેશે. પણ બુદ્ધિ આવતાં તે સ્વતંત્ર થઈ જશે, તો માતા-પિતા માનશે કે હવે આપણી તેને જરૂર નથી. તો તેઓ તેની કાળજી લેતાં બંધ થશે. તે રીતે બુદ્ધિથી આપણે ડિવિનિટીથી દૂર થઈશું તો તે પણ આપણી સંભાળ લેવાનું છોડી દેશે. માટે ભગવાન પર સાચી શ્રદ્ધા હોવી જરૂરી છે. અને સાચું તો છે તેનું નામસ્મરણ.


                                    ******

પુસ્તક: રમાનાથનો અમૃતબોધ

સંકલન: વ્રજલાલ વઘાસિયા

Sunday, August 11, 2019

કાઠીયાવાડી જલશો ....


કવિ કાગ ની એક અદભુત રચના 


                                                                                                                                                                                                              🙏                             

પૃથ્વી તણો પિંડો કર્યો

રજ લાવતો ક્યાંથી હશે ?

                                                                                                                                                        

જગ ચાક ફેરવનાર

એ કુંભાર બેઠો ક્યાં હશે ?

                                                                                                                                                      

આકાશના ઘડનારના ઘરને

ઘડ્યા કોણે હશે?

                                                                                                                                                                  

અવકાશની માતા તણા

કોઠા કહો કેવડા હશે?

                                                                                                                                                     

કહે કાગ સર્જક સર્પનો

કેવો કઠીન ઝેરી હશે

                                                                                                                                                           

પવને સુગંધ પ્રસરાવતો

મારો લાડીલો કેવો લહેરી હશે

                                                                                                                                                   

આ જાણવા જોવા તણી

દિલ ઝંખના ખટકી રહી

                                                                                                                                                            

બ્રહ્માંડમાં ભટકી અને

મારી મતિ અંતે અટકી રહી



૩૭૦ની કલમ હટાવ્યા પછી એક દાદાએ સત્સંગ ની સભામાં મોદી માટે ગીત ગુજરાતી લોકગીતના ઢાળ સાથે ગાઇને હાજર સર્વેને પુલકિત કરી દીધા.


ભગવદ ગીતા - અધ્યાય ૧૨ ભક્તિયોગ શ્લોક ૧૮ નો ભાવાર્થ

📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖


અધ્યાય: ૧૨ ભક્તિયોગ

શ્લોક:- ૧૮ ભાવાર્થ-૧


समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः।

शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः।।૧૨.૧૮।। 


શબ્દાર્થ:-

જે શત્રુ તથા મિત્રમાં સમાનભાવ રાખે છે, માન-અપમાનમાં સમ છે, ટાઢ-તડકો, સુખ-દુઃખમાં સમ છે, તથા સંગથી રહિત (આસક્તિ વગરનો) છે ।।૧૨.૧૮।।


ભાવાર્થ:-

            શુભાશુભપરિત્યાગી થયા પછી પ્રભુ કહે છે કે જેમ તેં શુભ-અશુભ સૌનો પરિત્યાગ કર્યો છે, તેમજ તારે समः शत्रौ च मित्रे च થવાનું છે. શત્રુ કે મિત્ર પ્રતિ સમભાવે રહેવાનું છે. શત્રુનો તિરસ્કાર નથી કરવાનો કે મિત્રમાં જ ઓળઘોળ થઈને નથી અટવાવાનું!!!


            આપણને એમ સહજ વિચાર આવે કે યોગમાર્ગે ચાલનારા સાધકને, જેણે अद्वेष्टा: सर्वभूतानाम् થી ગુણ સંપાદન, ગુણ સંવર્ધનની શરૂઆત કરી છે અને શુભાશુભપરિત્યાગી સુધીની સફર સર કરી છે, તેને શત્રુઓ હોય??? મિત્રો હોય?? તે તો આ જગતમાં ફરે ત્યારે "वासुदेव सर्वम्" ની ભૂમિકાથી ફરતો હોય. સઘળે પ્રભુ નીરખતો હોય. તેને શત્રુ કે મિત્રો કેવી રીતે હોય??


            ખરેખર તો એક વાત સત્ય છે કે આ સાધકે, પોતે ગમે એટલો જીવનવિકાસ કરે, પરંતુ રહેવાનું તો આ જગતમાં જ છે. એ પોતે યોગમાર્ગે ઉર્ધ્વગતિ પામ્યો છે, પરંતુ દુનિયા તો હજી ત્યાંની ત્યાં જ છે. લોકોની વિચારશૈલી, વિચારશક્તિ તો હજી પ્રાથમિક અવસ્થાની, તર્કશૂન્ય, છીછરી, સ્વાર્થી, ફાયદાવાદી જ છે. લોકો જ્યારે આવા વિકસિત પુરૂષને જુએ છે, ત્યારે તેમનાથી એ દેખ્યે ખમાતું નથી અને તેથી તેઓ એ સાધકના ટાંટિયાખેંચ કરવાના પ્રયાસો કરે છે.


            કોઈપણ નવું કામ, જૂદુ કામ, ચીલાચાલુ કરતાં વિશિષ્ટ કામ, શરૂ થાય એટલે લોકો તેમાં ઘોંચપરોણા કરવા લાગે. જે તે વ્યક્તિ / કાર્ય / પ્રવૃત્તિ પાંચ તબક્કામાંથી પસાર થાય…..


૧. ઉપહાસ - પ્રથમ તબક્કામાં લોકો તે કાર્યની / કાર્ય કરનારની મશ્કરી-ટીખળ કરે. બિલકુલ નિ:સ્વાર્થ ભાવે!!! એમને એમાંથી કશું મળવાનું ન હોય!!! છતાં આટલા બધા બગલાની વચ્ચે એક હંસ, જે આમ દેખાવે સરખો છતાં ગુણોથી બહુ જુદો છે. તેથી બધા બગલાઓ કલરવ મચાવી દે છે કે તું અમારી જેમ માછલા / જીવડા / ઈયળો કેમ નથી ખાતો??? પથરા (મોતી) શું શોધે છે?? એમાંથી શું મળે?? સાવ અક્કલ વિનાનો છે!!!


૨. ઉપેક્ષા - જે કાર્ય / સાધક ઉપહાસની પગથી સહીને ઓળંગી જાય, તો ત્યારબાદ લોકો તેમની ઉપેક્ષા કરે. તેમની સામે ન જુએ, નોંધ પણ ન લે, તેમને ક્ષુલ્લક ગણે. આ એક-એક પગથી નાની લાગે, પરંતુ પાર કરવી બહુ અઘરી છે. વિશ્વના કોઈપણ ખૂણે, કોઈપણ કાર્યે, આ ચક્કીમાં પીસાવું જ પડે છે


૩. વિરોધ - ઉપેક્ષાની પગથી પાર કરી જાય ત્યારે લોકોથી તે ખમાતું નથી. જનમાનસનો ego hurt થાય છે. એમને એમ થાય છે કે આપણે ઉપેક્ષા કરીએ છીએ પણ આ તો આગળ જ વધતાં જાય છે. તેથી તેઓ ષડયંત્રો કરે છે, દોષારોપણ કરે છે, યેનકેન issue ઉભા કરી વિરોધ કરે છે. તેના માટે વ્યક્તિગત તેમજ સંસ્થાગત એલફેલ આરોપો કરે છે. તોયે દાળ ન ગળે તો ચરિત્રહનનનો અંતિમ પ્રયાસ કરે છે.


૪. પ્રશંસા - જો કે આ વિરોધનો કોઠો પણ પસાર થઈ જાય તો અતિ લપસણી પગથી એટલે પ્રશંસા. વિરોધ કરનારા જેમ એલફેલ વિરોધ કરે તે જ રીતે પ્રશંસા કરતી વખતે પણ ઢંગધડા વગરની, અમર્યાદિત, કપોળ કલ્પિત વાર્તાઓ ઘડીને પ્રશંસા કરે છે. ૩ પગથી પસાર કરેલા ઘણા કાર્યો / સાધકો આ પગથી પર આવીને આ પ્રશંસાના ધોધમાર પૂરમાં તણાઈ જાય છે.


૫. અનુસરણ - આ ૪ કોઠા જે પસાર કરી જાય તે કાર્યને / કાર્યકરને / સાધકને જનસમૂહ અનુસરે છે. પડ્યો બોલ ઝીલે છે.


            પરંતુ ઉપરની ચાર પગથી પાર કરવાના સમયગાળા દરમ્યાન સાધકની દ્રષ્ટિ તો સૌ પ્રત્યે સમ જ હોય. પરંતુ સામાન્યજન તેના તરફ મિત્રતા કે શત્રુતા રાખે અને છડેચોક વ્યક્ત પણ કરે. આવા પ્રસંગોએ સૌ તરફ સાધકે સમદ્રષ્ટિ રાખવાની છે. મિત્રભાવ રાખનારની ખોટી favour કરવાની નથી કે શત્રુભાવ રાખનાર પ્રત્યે દ્વેષ કે ક્રોધ કરવાનો નથી. સાધકે તો એમ જ સમજવાનું છે કે આ મિત્રભાવ કે શત્રુભાવ મોકલનાર પ્રભુ છે. પ્રભુ પરણવા પહેલા મારી કસોટી કરે છે.


            यथा चतुर्भि कनकं परिक्ष्यते निर्घषणच्छेदन तापताडनैः। પરીક્ષણ સોનાનું જ થાય. તેમ પ્રભુ પણ સાધકની જ પરીક્ષા કરે છે. પ્રભુના ગુણો જીવનમાં કેળવી જે પ્રભુપદ પામવાનો છે, તેની પરીક્ષા ભગવાન સ્વયં લે છે, લોકોને નિમિત્ત બનાવીને.


           સાધક જો કનખલમાં જઈને બેસી રહેવાનો હોય તો તેને કંઈ ના થાય. પરંતુ પ્રભુ એવા જોગટાની વાત નથી કરતા. પ્રભુ તો "સંસારમાં સરસો રહે ને મન મારી પાસ" એવા યોગીની /  ભક્તની વાત કરે છે. તેના ગુણો સમજાવે છે. જે પ્રભુની નજીક પહોંચ્યો છે, તે કોઈને મિત્ર કે શત્રુ ન સમજે. તે તો સૌને એક જ પ્રભુના દીકરા હોવાના નાતે ભાઈ સમજે. પરંતુ લોકોનું માનસ એવું વિકસિત ના હોય, તેથી કેટલાંક લોકો સાધકની કનડગત કરે, અને કેટલાક લોકો માત્ર પોતાના માનસિક સહારા માટે તેમને પૂજે.


            પ્રભુ સ્વયં જ્યારે કૃષ્ણ અવતાર લઈને આવ્યા ત્યારે તેમને અસંખ્ય લોકો એવા મળ્યા છે કે જે તેમના પર સર્વસ્વ ન્યોછાવર કરે. અને અસંખ્ય લોકો એવા પણ મળ્યા છે કે જે તક મળતા જ કૃષ્ણની ગરદન ઉડાડવા તત્પર હતા. તો પછી સામાન્ય સાધકનું તો પૂછવું જ શું?? પ્રભુ કહે છે કે જીવનમાં મળતા પ્રત્યેક મિત્ર કે શત્રુ પ્રત્યે સમભાવ રાખવાનો છે.


             સમભાવનો અર્થ એવો નથી કે બેઉને સરખા જ ગણવાના. એક જ લાઠીએ હાંકવાના. સમભાવ રાખવાનો અર્થ એ છે કે નિષ્પક્ષપાતી રહેવું. મિત્ર આપણો પોતીકો છે અને શત્રુ પરાયો છે, એવું નહીં. એ બંને પ્રભુના છે. તેમણે પણ અંતે પ્રભુ પાસે જ જવાનું છે. પ્રભુ જ તેમનું પણ જીવન ચલાવે છે. જેનું જીવન પ્રભુ ચલાવે છે, તેના તરફ મારાથી દ્વેષભાવે કેમ જોવાય?? તેથી તે દરેક પ્રત્યે પ્રભુભાવે જુએ, આ જ છે સાચો સમભાવ.


પ્રભુના જ દીકરા, મળ્યાં જે  મિત્ર-શત્રુ ભાવે

ચકાસણી તપાસણી કાજ ખુદ ખુદા મોકલાવે

_______


સંદર્ભ: શ્રીમદ્ ભગવદ્ ગીતા

ઑડિયો : પરવાનગીની અપેક્ષા સહ

---------------------------------------------------------------------------------

                                     * ઋણ સ્વીકાર *



ટીમ

✍🏼

Limited 10પોસ્ટ


(આ પોસ્ટ કોપી રાઈટ આરક્ષિત હોવાથી તેના લખાણમાં કોઈ ફેરફાર ન કરવો)


[34 ગ્રુપ, 8000 જેટલા વાચકો નિજાનંદ અને માત્ર માતૃભાષાના પ્રસાર-પ્રચાર માટે ધબકતું, મારું Limited 10 ✉  પોસ્ટ, મારી પોકેટ 📚 લાઈબ્રેરી]


જોડાઓ, અમારી સાથે

વોટ્સએપ: 07041143511

ટેલિગ્રામ:

https://t.me/limited10post


Jai shreekrushna  🌺

Friday, August 2, 2019

સંતો નો દિવ્ય રાસ

સંતો નો દિવ્ય રાસ 


           



સાંખ્ય યોગી બહેનો રાસ 


            



છપૈયા માં રાસોત્સ્વ