શ્રીજી મહારાજ પોતાના હરિભક્તોના વ્યવહારનું પણ હંમેશા ધ્યાન રાખતા જેમકે :-
૧) એક વખત શ્રીજી મહારાજ મછીયાવ ગામે વીરાજમાન હતા. ત્યારે વડીલ બાઈ હરિભક્ત જીજીબાઇને કહ્યું કે "પંચાળાના ઝીણાભાઈએ તેમની ઉમર લાયક દીકરી માટે સારું પાત્ર શોધી જણાવવા કહ્યું છે, તો મને એમ થાય છે કે તેમની દીકરીનું લગ્ન આપણે આ હાલાજી ના દીકરા સાથે કરીએ તો કેમ ?"
પંચાળાના ઝીણાભાઈ ગરાસીયા દરબાર અને જુનાગઢ નવાબ સાહેબની કચેરીમાં તેમની ખુરશી હતી. જયારે હાલાજી તો એક સામાન્ય કાઠી દરબાર હતા. આટલા મોટા ઘરની દીકરી નાના ઘરે જવા તૈયાર થશે કે કેમ તેવો પ્રશ્ન હાજર બાઈ-ભાઈ હરિભક્તોને થયો. પછી મહારાજની મરજી કાકાભાઈ અને પુંજાભાઈએ જયારે ઝીણાભાઈને કહી, તો ઝીણાભાઈ અને તેમની દીકરી બંને એ મહારાજની રૂચી પ્રમાણેનો સબંધ સ્વીકારી લીધો.
૨) સાંવદા ગામના એક કંદોઈ હરિભક્ત દુકાન બંધ કરી રાત્રે ઘરે ગયા, ત્યારે દુકાનને તાળું મારવાનું ભૂલી ગયેલ. બીજે દિવસે સવારે દુકાને જવા નીકળ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી એટલે રાત્રીના દુકાન લુટાઈ જવાની બીક લાગી. પણ સવારે દુકાને પહોંચ્યા, ત્યારે દુકાન સામે રહેતા એક શેઠ દ્વારા તેમને ખબર પડીકે રાત્રીના ભક્તવત્સલ શ્રીજી મહારાજે જાતે ચોકીદારી કરી દુકાનની રક્ષા કરેલ.
"અંતકાળે મારા જનને જરૂર તેડવા આવું, બિરુદ મારું ના ફરે તે સહુ જનને જણાવું"
૩) ડભાણ ગામના વિપ્ર ગોવિંદરામને ગઢડામાં એક વખત મહારાજે કીધું કે હવે તમારી અવસ્થા આવી રહી છે. આવતી સુદ એકાદશીના વરતાલમાં રાજભોગ જમી/આરતી પછી અમે ડભાણમાં તમોને અક્ષરમુકતો સાથે ધામમાં લેવા આવીશું અને આ વાત તમે ગામમાં સૌને કહેજો. પછી સુદ એકાદશીના દિવસે શ્રીજી મહારાજ સંતો-મુકતો સાથે આવીને ગોવિંદરામ વિપ્રને પોતાના અક્ષરધામમાં લઇ ગયા તે સર્વે ગ્રામ્યજનો એ નજરે નિહાળ્યું.
વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં બનેલ આવીજ ઘટનાઓ ને માણીયે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના મુખે લંડન ખાતેના ત્રીજા દિવસના પ્રવર્ચન દ્વારા :-
અથવા તો નીચેના પ્લેયરને 'ઓન' કરી સાંભળો
No comments:
Post a Comment