Saturday, August 15, 2015

આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો ... એક મનનીય ભજન


આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો !

મનને મહેતાજી કરી કામે લગાડજો !........


આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું ?

કેટલી કમાણી કરી, કેટલું છે દેવું ?

કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો !......


કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી ?

દયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી !

પ્રભુપંથ પામવાને પાટા બંધાવજો !.....


જમા ને ઉધાર તણો કાઢજો તફાવત;

કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ !

એક એક પાનું ચિંતનથી ચકાસજો!.....


કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા !

માળાના મણકામાં માધવને માપ્યા;

તિલકથી બુદ્ધિની શુદ્ધિ વધારજો!.....


ગીતાની વાત કહો કેટલી પચાવી ?

કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી ?

સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો !.....


ભાવ અને ભક્તિમાં મસ્ત બની રાચજો!

એક-એક ગામડે ગીતાને પહોચાડજો !













No comments:

Post a Comment