હસવું તમારું, મોહક આ વાતો,
ચહેરો દિપે છે, મલકાતો ચાંદો,
નજરું જ્યાં પડતી, ભાગ્ય ઉઘડતી,
મરુભૂમિએ વરસાની ભરતી,
કૃપાએ ગ્રહ્યો છે, તમેજ હાથ,
કેમે છૂટે નહિ તારો સંગાથ,
તુજ પગલે પગલે, દોરી જ લેજે,
નૈયા ડૂબે નહિ, નાવિક જોજે,
જખમો ઘણા આ હ્રદયે પડ્યા છે,
ખરા બની મુજને ખોટા જડ્યા છે,
બસ હવે તું એકજ રહેજે,
તુજ બિન બીજું કાંઈજ ના દેજે,
હું છું અજ્ઞાની પામર પૂરો,
દોષ સ્વભાવે જીવને અધુરો,
ટાંકણ ઘાવ શિલ્પી તું દેજે,
તારા સમો મુને આકાર દેજે,
શ્રુતિ ના જાણું, સ્મૃતિ શું વખાણું,
સુજે ના મુજને સાચું કે ટાણું,
શબ્દ શકલનો સાર તું કહેજે,
અક્ષર તારી ઓળખ તું દેજે,
બાજી હાર્યો છું, મનના સંગ્રામે,
તરણે ધ્રુજું છું માયાની સામે,
કુંડળ-કવચ તું પહેરાવી દેજે,
હારું હવે ના સારથી જોજે,
રાજી કરું હું તુને એક હેતે,
આયખું મારું તમ પાય વીતે,
દયા ગ્રહીને નિજ ધામ લેજે,
સેવા શ્રીજીની શરણે તું દેજે,
રચના : પૂજ્ય અપૂર્વમુની સ્વામી,
સ્વર: ઓસમાણ મીર
વિડીયોગ્રાફી : બી.એ.પી.એસ.
No comments:
Post a Comment