સ્વામિનારાયણ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૧૧)
દુબઈ દેશમાં પ.ભ. શ્રી કાન્તીભાઈ ના એમિરેટ હિલ્સ ખાતેના નિવાસ્થાન માં પધરાવેલ શ્રીજી મહારાજની ભવ્ય મૂર્તિ.
દોઢ ટન વજનના કમલાસન સહીત ચાર ટન વજન ધરાવતી શ્રીજી મહારાજની આ મનોહર મૂર્તિ ગઢડા (સ્વામીના), ગુજરાત, ઇન્ડિયામાં ચાર વરસની જહેમત બાદ તૈયાર થઇ. પછી સારંગપુર ખાતે બિરાજમાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આપેલ પ્રસાદીના હાર-પુષ્પોથી સંતો દ્વારા તેની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને સ્પેશીયલ પેકિંગ સાથે એક મોટા સી-કન્ટેઈનરમાં મૂકી ગઢડાથી દુબઈ રવાના કરવામાં આવી.
આ કન્ટેઈનર લઇ આવનાર જહાજ ૨૯/૦૩/૨૦૧૪ના દિવસે દુબઈ પહોંચ્યું. પણ જહાજને ૩/૦૪/૨૦૧૪ના સવારે બર્થ મળવાથી આ કન્ટેઈનર બપોર પછી સુમારે ત્રણ વાગે કાન્તીભાઈના ઘરે પહોંચ્યું. મૂર્તિ વજનદાર હોવાથી કન્ટેઇનરમાંથી બહાર કાઢવા માટે ફોર્ક લીફ્ટ મંગાવવી પડી. ગુરુવારનો દિવસ હતો એટલે દુબઈમાં બપોર પછી રજાનો સમય હોવાને કારણે સાંજના છેક ૭ વાગે ફોર્ક લીફ્ટની વ્યવસ્થા થઇ શકી.
દુબઈમાં ક્યારે પણ એપ્રિલ મહિનામાં વરસાદ વરસતો નથી, પણ મૂર્તિને જયારે પેકિંગમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે અચાનક વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું. આ રીતે અનાયાશે જ મૂર્તિનો અભિષેક થઇ ગયો - જેનું વિડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું છે.
ત્યારબાદ પોણો ટન વજન ધરવતા કમલાસનના એક પીસ ઉપર, બીજા પોણા ટન વજન નો પીસ તો જહેમત કરીને હમાલોએ મૂકી આપ્યો. પણ પછી અઢી ફૂટ ઊંચા કમલાસન ઉપર અઢી ટન વજનની મહારાજની મૂર્તિનું પ્રસ્થાપન કરવું હમાલો માટે બિલકુલ અશક્ય હતું. એટલે કાન્તીભાઈ અને તેમના ધર્મપત્ની ક્રિશ્નાબેને નિજ મંદિરમાં મહારાજ અને પ્રમુખ સ્વામીબાપા આગળ 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન શરુ કરીને ગદ-ગદ કંઠે પ્રાર્થના કરીકે 'હે મહારાજ આપ હલકાફૂલ થઈને આજેજ આપના મૂર્તિ ધામમાં બિરાજમાન થાઓ'. અને મહારાજે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી હળવા ફૂલ થઈ, કમલાસન ઉપર બિરાજમાન થયા ત્યારે સમય હતો રાત્રીના ૧૦ કલાક નો.
પછી દુબઈમાં આ મૂર્તિ સ્થાપન વિધિનો વિડીયો જયારે ઇન્ડીયામાં ગઢડા ખાતે જે સંતના માર્ગ દર્શન નીચે મૂર્તિ તૈયાર થઇ હતી તેમને મોકલવામાં આવ્યો ત્યારે જાણ થઇ કે જ્યોર્જિયન કેલેન્ડર મુજબ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ૩ એપ્રિલ અને સમય રાત્રીના ૧૦ કલાક હતો. અને બરાબર આજ તારીખ અને સમયના શ્રીજી મહારાજની ઉપરની મૂર્તિ દુબઈ ખાતે પ્રસ્થાપીત થઇ.
પ.ભ. શ્રી કાન્તીભાઈ એ પોતાના નિવાસ્થાન ને એક સુંદર મંદિરમાં રૂપાંતર કરવામાં કોઈજ કચાશ રાખી નથી. પહેલા મજલા ઉપર ઘનશ્યામ મહારાજની બીજી એક સુંદર મૂર્તિ પ્રસ્થાપીત કરી છે. આશરે ૫૦ માણસો બેસી શકે તેવો એક સુંદર સભા હોલ તૈયાર કરેલ છે. આ સભાહોલની દીવાલો ને શોભાયમાન કરવા માટે શ્રીજી મહારાજના લીલા-ચરિત્રોના કેનવાસ પેઈન્ટીગ્સ અને બહાર બગીચામાં ફુવારા પાસે પ્રસ્થાપીત કરવા નીલકંઠ વરણીની મૂર્તિ હજુ તૈયાર થઇ રહી છે.
હું માનું છું કે આવુ ભવ્ય નિજ મંદિર તમોને જવ્વલેજ બીજે કશે જોવા મળશે !
No comments:
Post a Comment