Monday, August 15, 2016
Friday, July 29, 2016
'બ્રહ્મસત્ર' - પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી પ્રવર્ચન - (૧)
'બ્રહ્મસત્ર' / એપ્રિલ 2016
વક્તા: પુ.બ્રહ્મવિહારી સ્વામી
સ્થળ : રાજકોટ
* આ પૃથ્વી ઉપર સત્પુરુષ અનિવાર્ય છે, અને એ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ છે, અને એ ગુણાતીત
સત્પુરુષ સાક્ષાત અક્ષરબ્રહ્મ છે, અને એ સત્પુરુષના મન કર્મ અને વચને સમાગમ થકી જ આપણા માટે
મોક્ષનું દ્વાર ઉઘડશે, આ વાત દ્રઢ મનાય ત્યારે જ આ માર્ગમાં આગળ વધી શકાય.
* ઉપનિષદ જણાવે છે કે આ આત્મા કહેતાક ને અક્ષરબ્રહ્મનું તત્વ પ્રવર્ચનો સાંભળવાથી નથી સમજાતું.
જાજુ વાંચવાથી પણ નથી સમજાતું. કોઈના કહેવાથી નથી સમજાતું. બુદ્ધિ થી કે વિચાર કરવાથી પણ
નથી સમજાતું. એતો ફક્ત સત્પુરુષ જેને સ્વીકારે, જેની ઉપર કૃપા દ્રષ્ટિ કરે તેને જ સમજાય છે.
* અક્ષરની અંદર જેવી ભગવાનની શક્તિ વહે છે તેવી બીજા કોઈ તત્વમાં વહેતી નથી.
* પ્રસ્તુત છે એક કલાક અને ૧૮ મિનીટનું એક મનનીય પ્રવર્ચન.
Thursday, June 23, 2016
પ્રમુખસ્વામી ની સાચી ઓળખ
ગુરુ શાસ્ત્રીજી મહારાજનું કહેણ આવતા ૧૮ વર્ષની નાની ઉંમરે મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યા પહેલા બાળક શાંતિલાલે ગૃહત્યાગ કરી વતન ચાણસદ છોડી, ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ ના દિવસે સાધુ નારાયણસ્વરુપદાસ થયા. આજે દેશના જ નહિ પણ પરદેશની નામાંકિત હાર્વર્ડ અને ઓક્સફર્ડ વિદ્યાલયો ના સ્નાતકો પોતાના વતન અમેરિકા અને ઈંગલાંડ છોડી તેમની પાસે દોડી આવે છે. બીજે કશેજ નહિ શીખવા મળતી બ્રહ્મવિદ્યાના પાઠ શીખવા કાજે દેશ પરદેશના ભણેલા-ગણેલા યુવકો હોંશે હોંશે તેમની ૯૦૦થી અધિક મુંડન કરાવેલ ભગવા કપડાધારી સાધુ સમાજમાં જોડાઈ રહ્યા છે.
તેઓના નામે કોઈ જ બેંક એકાઉન્ટ નથી અને સ્વામિનારાયણ ભગવાને તેમની શીક્ષાપત્રીમાં કરેલ આદેશ મુજબ પોતે કે તેમના કોઈપણ સાધુ પૈસા - કરન્સી નોટ્સ ને અડકતા પણ નથી. છતાં તેમના આદેશને માન્ય રાખી હરિભક્તોએ આપેલ દાનની રકમમાંથી તેમના માર્ગ દર્શન નીચે દુનિયાભર માં કરોડો રૂપિયાની લાગતથી અનેક ભવ્ય મંદિરો ફક્ત ભારત જ નહી, પણ યુરોપ, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બન્યા છે. તેઓના આદેશ અને માર્ગ દર્શન નીચે ગાંધીનગર અને દિલ્હીમાં હિંદુ સંસ્કૃતિની શાન સમાં ભવ્ય અક્ષરધામ સંકુલ બન્યા છે અને હાલમાં અમેરિકામાં રોબીન્સવિલે - ન્યુ જરસી ખાતે એક વધુ અક્ષરધામ તૈયાર થઇ રહ્યું છે.
તેમણે ઘરસંસાર માંડ્યો નથી કે નથી ક્યારે પણ કોઈ વેપાર ઉદ્યોગ વ્યવસાય કર્યો. તેમ છતાં તેમણે હજારો હરીભક્તો, આશ્રીતો અને આસ્તિકોના પત્રોના જવાબ લખીને તેઓના આર્થિક, સામજિક અને વિવિધ પ્રશ્નોના ઉકેલ સુચવી નિરાકરણ કરેલ છે. ભાઈ-ભાઈ, પિતા-પુત્ર, પતિ-પત્ની કે ધંધાકીય ભાગીદારો ના આંતરિક ઝગડાનો સૌને સ્વીકાર્ય એવો ઉકેલ શોધી આપેલ છે.
તેઓની આ બધી સફળતાઓનું રહસ્ય શું છે ? તેનો જવાબ ફક્ત એક અક્ષર છે, જે તેમના નામની આગળ લખાય છે અને તે છે - "બ્રહમસ્વરૂપ" કે જેને શાસ્ત્રોમાં અક્ષરબ્રહ્મ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે.
'બ્રહ્મસ્વરુપ' એટલે શું ? વેદાંતમાં જણાવ્યું છે કે બ્રહ્મ એટલે કે 'પરબ્રહ્મ' પરમાત્માથી ઉતરતી કોટિનું 'અક્ષરબ્રહ્મ'. અને બ્રહ્મસ્વરૂપ એટલે કે "પરમ તત્વ પરમાત્માનું જે કાંઈ અનિર્વચનીય સ્વરુપ છે તે."
હવે કોઈપણ સામાન્ય જનને મનમાં બે પ્રશ્નો થાય. એક તો આ 'બ્રહ્મસ્વરૂપ' ને કેવી રીતે ઓળખવું ? અને બીજો પ્રશ્ન થાય કે શું પ્રમુખ સ્વામી મહારાજ તેમના આશ્રીતો કહે છે તેમ ખરેખર બ્રહ્મસ્વરૂપ છે કે ?
જેમ જીવ-પ્રાણી માત્રમાં રહેલ આત્માને જોઈ કે અડકી શકાતું નથી. તેવીજ રીતે 'બ્રહ્મસ્વરૂપ' ને જોઈ કે અડકી શકાતું નથી, પણ તેને ફક્ત અનુભવી શકાય છે.
આ બ્લોગ પરની હવે પછીની પોસ્ટ દ્વારા પ્રમુખસ્વામી મહારાજની અત્યંત નિકટ અને સાનિધ્યમાં રહી કાર્ય કરનાર સંતોના સ્વાનુભવ-પ્રસંગો દ્વારા તેઓમાં અદ્રશ્ય રીતે છુપાઈને રહેલ તેમનામાં રહેલ 'બ્રહમસ્વરૂપ' ની સાચી પીછાણ કરીશું.
Friday, June 17, 2016
સ્વામિનારાયણ મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ - (૧૧)
દુબઈ દેશમાં પ.ભ. શ્રી કાન્તીભાઈ ના એમિરેટ હિલ્સ ખાતેના નિવાસ્થાન માં પધરાવેલ શ્રીજી મહારાજની ભવ્ય મૂર્તિ.
દોઢ ટન વજનના કમલાસન સહીત ચાર ટન વજન ધરાવતી શ્રીજી મહારાજની આ મનોહર મૂર્તિ ગઢડા (સ્વામીના), ગુજરાત, ઇન્ડિયામાં ચાર વરસની જહેમત બાદ તૈયાર થઇ. પછી સારંગપુર ખાતે બિરાજમાન બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજે આપેલ પ્રસાદીના હાર-પુષ્પોથી સંતો દ્વારા તેની પૂજન વિધિ કરવામાં આવી. ત્યારબાદ મૂર્તિને સ્પેશીયલ પેકિંગ સાથે એક મોટા સી-કન્ટેઈનરમાં મૂકી ગઢડાથી દુબઈ રવાના કરવામાં આવી.
આ કન્ટેઈનર લઇ આવનાર જહાજ ૨૯/૦૩/૨૦૧૪ના દિવસે દુબઈ પહોંચ્યું. પણ જહાજને ૩/૦૪/૨૦૧૪ના સવારે બર્થ મળવાથી આ કન્ટેઈનર બપોર પછી સુમારે ત્રણ વાગે કાન્તીભાઈના ઘરે પહોંચ્યું. મૂર્તિ વજનદાર હોવાથી કન્ટેઇનરમાંથી બહાર કાઢવા માટે ફોર્ક લીફ્ટ મંગાવવી પડી. ગુરુવારનો દિવસ હતો એટલે દુબઈમાં બપોર પછી રજાનો સમય હોવાને કારણે સાંજના છેક ૭ વાગે ફોર્ક લીફ્ટની વ્યવસ્થા થઇ શકી.
દુબઈમાં ક્યારે પણ એપ્રિલ મહિનામાં વરસાદ વરસતો નથી, પણ મૂર્તિને જયારે પેકિંગમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે અચાનક વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું. આ રીતે અનાયાશે જ મૂર્તિનો અભિષેક થઇ ગયો - જેનું વિડીયો રેકોર્ડીંગ કરી લેવામાં આવ્યું છે.
ત્યારબાદ પોણો ટન વજન ધરવતા કમલાસનના એક પીસ ઉપર, બીજા પોણા ટન વજન નો પીસ તો જહેમત કરીને હમાલોએ મૂકી આપ્યો. પણ પછી અઢી ફૂટ ઊંચા કમલાસન ઉપર અઢી ટન વજનની મહારાજની મૂર્તિનું પ્રસ્થાપન કરવું હમાલો માટે બિલકુલ અશક્ય હતું. એટલે કાન્તીભાઈ અને તેમના ધર્મપત્ની ક્રિશ્નાબેને નિજ મંદિરમાં મહારાજ અને પ્રમુખ સ્વામીબાપા આગળ 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન શરુ કરીને ગદ-ગદ કંઠે પ્રાર્થના કરીકે 'હે મહારાજ આપ હલકાફૂલ થઈને આજેજ આપના મૂર્તિ ધામમાં બિરાજમાન થાઓ'. અને મહારાજે તેમની પ્રાર્થનાનો સ્વીકાર કરી હળવા ફૂલ થઈ, કમલાસન ઉપર બિરાજમાન થયા ત્યારે સમય હતો રાત્રીના ૧૦ કલાક નો.
પછી દુબઈમાં આ મૂર્તિ સ્થાપન વિધિનો વિડીયો જયારે ઇન્ડીયામાં ગઢડા ખાતે જે સંતના માર્ગ દર્શન નીચે મૂર્તિ તૈયાર થઇ હતી તેમને મોકલવામાં આવ્યો ત્યારે જાણ થઇ કે જ્યોર્જિયન કેલેન્ડર મુજબ શ્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ ૩ એપ્રિલ અને સમય રાત્રીના ૧૦ કલાક હતો. અને બરાબર આજ તારીખ અને સમયના શ્રીજી મહારાજની ઉપરની મૂર્તિ દુબઈ ખાતે પ્રસ્થાપીત થઇ.
પ.ભ. શ્રી કાન્તીભાઈ એ પોતાના નિવાસ્થાન ને એક સુંદર મંદિરમાં રૂપાંતર કરવામાં કોઈજ કચાશ રાખી નથી. પહેલા મજલા ઉપર ઘનશ્યામ મહારાજની બીજી એક સુંદર મૂર્તિ પ્રસ્થાપીત કરી છે. આશરે ૫૦ માણસો બેસી શકે તેવો એક સુંદર સભા હોલ તૈયાર કરેલ છે. આ સભાહોલની દીવાલો ને શોભાયમાન કરવા માટે શ્રીજી મહારાજના લીલા-ચરિત્રોના કેનવાસ પેઈન્ટીગ્સ અને બહાર બગીચામાં ફુવારા પાસે પ્રસ્થાપીત કરવા નીલકંઠ વરણીની મૂર્તિ હજુ તૈયાર થઇ રહી છે.
હું માનું છું કે આવુ ભવ્ય નિજ મંદિર તમોને જવ્વલેજ બીજે કશે જોવા મળશે !
Saturday, June 4, 2016
સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ ( ૧૦ )
૧૯૭૦ના વર્ષમાં યોગીજી મહારાજે જયારે પૂર્વ આફ્રિકાની મુલાકાત લીધી ત્યારે લંડનના હરિભક્તોએ તેમને લંડન પધારવા વિનંતી કરી. યોગીજમહારાજ ટોરો - યુગાન્ડામાં હતા, ત્યારે લંડનમાં રહેતા હરિભક્તો જોડે ટેલીફોન ઉપર લાંબી વાતચીત દરમ્યાન યોગી બાપાએ કીધું કે તમે પહેલા મંદિર માટે જગ્યા મેળવો પછી અમે આવીશું. તે અરસામાં લંડનમાં બહુજ ઓછા હરિભક્તો હોવાથી મંદિર નિર્માણ કાર્ય અતિ કઠીન હતું.પણ યોગીજી મહારાજને લંડન બોલાવવાના ઉત્સાહના કારણે હરિભક્તોએ મંદિર માટે યોગ્ય જગાની શોધ શરુ કરી.
તે દરમ્યાન ઇન્ડીયામાં યોગીજી મહારાજે એક વખત લંડનના નકશા ઉપર નજર કરીને નકશા ઉપર પેન્સિલથી એક ટપકું કરીને કીધું કે આ સ્થળ મંદિર માટે ઠીક રહેશે. અને મે ૧૯૭૦ ના વરસમાં બાપાએ ટપકુ કરેલ બરાબર તેજ સ્થળે - ઇસ્લીંગટનમાં એક સેન્ટ જોહન બાપટીસ્ટનું બંધ પડેલ ચર્ચ વેચાણ માટે મળી આવ્યું. શરૂઆતમાં ચર્ચના માલિકો એ જગાની વેચાણ કિંમત ૧૨૦૦૦ પાઉન્ડ કીધી. ત્યારે હરિભક્ત શ્રી જયંતીભાઈ ચાંગાને સ્વપ્નમાં દર્શન આપી યોગીજી મહારાજ આ જગા નવેક હજાર પાઉન્ડ માં મળી જશે તેમ કહી ગયા. અને તેમજ બન્યું. બીજા દિવસે ચર્ચના ટ્રસ્ટીઓ તરફથી સામેથી સંદેશ આવ્યો કે તમે મંદિર નિર્માણના સારા ઉદ્દેશથી જગા ખરીદતા હોવાથી અમે તમોને ૯,૫૦૦ પાઊંડની કિંમતે આ જગા વેચવા તૈયાર છીએ.
લંડનની ૭૭ એલ્મોર સ્ટ્રીટ પરનું બંધ પડેલ ચર્ચ પછી ૨૩ મેં ૧૯૭૦ ના યોગીજી મહારાજના વરદ હસ્તે અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર બન્યું. આ મંદિરના ઉદઘાટન સભારંભ દરમ્યાન આશરે પચાસેક હરિભક્તોના નાના સમુદાયને સંબોધતા યોગીજી મહારાજે કહેલ કે "ભવિષ્યમાં લંડનમાં આરસપાણનું ભવ્ય શિખર બંધ મંદિર બનશે અને તે યુરોપનું મોટામાં મોટું મથક બનશે". અને ૨૦૦૦ના વરસમાં ગીનીઝ બુક ઓફ રેકોર્ડમાં નીચે મુજબ નોંધ લેવાઈ ગઈ છે કે :
"લંડનમાં નેસડન ખાતેનું સ્વામિનારાયણ મંદિર ઇન્ડિયાની બહારનું સૌથી મોટું હિંદુ મંદિર છે. ૨૮૨૮ ટન્સ બ્લ્ગેરીયન લાઈમ સ્ટોન અને ૨૦૦૦ ટન્સ ઈટાલીયન માર્બલ્સ ને પહેલા ઇન્ડિયામાં કંડલા ખાતે શીપ કરવામાં આવેલ. ત્યાં ૧૫૨૬ સ્થપતિઓ એ મળીને તે પત્થરોમાં કોતરકામ-નકશી કરીને પછી લંડન લાવી આશરે ૧૨ મીલીયન (૧૨,૦૦૦૦૦૦) પાઉન્ડના ખર્ચે આ મંદિર તૈયાર થયું છે"
૧૯૯૧ના વરસમાં લંડનના નેસડન વિસ્તારમાં આર્લીગટન ગેરેજ અને વેરહાઉસની જમીન પ્રાપ્ત કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભૂમિ પૂજન કરી નુતન મંદિર નિર્માણનું કામ આરમ્ભ્યું. ત્યારે યુરોપ અને અમેરિકામાં માં ભયંકર મંદી વ્યાપી રહી હોવાથી મંદિર માટે જરૂરી મોટી રકમ ક્યાંથી લાવવી તે પ્રશ્ન ઉભો થયો. એટલે સંતો અને કાર્યકરો એ અંદરો અંદર ચર્ચા કરીને એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. આ ભોજન સમારંભમાં ઈંગલાંડના ભારતીય મૂળના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ જેવાકે લોર્ડ સ્વરાજ પોલ, ગ્લોબટીક શીપીંગના રવિ ટીકુ જેવા એકાદ ડઝન આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું. એવી અપેક્ષાથી કે ભારતીય મૂળના આ ઉદ્યોગપતિઓ મંદિરમાટે કાઈક ફંડ ફાળો આપશે. કોઈના તરફથી ફંડ ફાળો તો ના મળ્યો પણ સલાહ મળી કે - "ત્રણ ને બદલે એક જ શિખર નું મંદિર બાંધશો તો આ મંદીના સમયમાં ઓછા ખર્ચે આ પ્રકલ્પ જલ્દી પૂરો કરી શકશો.".
મોટા સંત પુરષોની વિચારવાની અને કાર્ય કરવાની પદ્ધતિ કાઈક અલગ જ હોય છે. સ્વામીશ્રી પાસે આ પરિસ્થિતિનો ચિતાર રજુ કરવામાં આવ્યો, ત્યારે ૧૯૯૨ના વરસમાં સ્વામીશ્રી પોતે લંડન પધાર્યા. સ્વામીશ્રીને તેમના હરિભક્તો ઉપર પૂરો વિશ્વાસ હતો અને તેમની ઈચ્છા તેમના હરિભક્તો પાસેથી જ સેવા મેળવી આ મંદિર નિર્માણ કરવાની હતી. એટલે સ્વામીશ્રી એ એક પછી એક એમ પોતાના લાડીલા હરિભક્તોને કહેણ મોકલાવીને બોલાવ્યા. એટલુજ નહિ બલકે દરેકને અમુક રકમ તાત્કાલિક ૨૪ થી ૩૬ કલાકના સમયમાં જમા કરાવવા આજ્ઞા કરી. અને હરિભક્તો એ મંદીના કપરા કાળમાં પણ પોતાના પ્રાણ પ્યારા ગુરુની આજ્ઞા પાળી. કેટલાકે તો પોતાના રહેવાના મકાન/દુકાન વગેરે વેચી અથવા તો ગીરવે મુકીને પણ સ્વામીશ્રીના કહેવા મુજબ તાત્કાલિક રકમ જમા કરાવી.
આ કઈ રીતે શક્ય બન્યું ? કારણ હરિભક્તોને સ્વામીશ્રી ના વચનમાં પૂરો વિશ્વાસ હતો. પ્રમુખ સ્વામી જેવા સાચા સનીષ્ટ સંત ક્યારે પણ કારણ વગર આવી માંગણી ના કરે. હરિભક્તોને સ્વામીશ્રી ની એ વાત ઉપર પણ ભરોશો હતો કે "કોઈનો ભાર ના રાખે મુરારી - આ તો દેના બેંક છે - આપો તેથી બમણું થઈને પરત આવે, જેમ જમીનમાં એક દાણો રોપો અને અનેક દાણા ઉગી નીકળે. તેમ સંતની વાત ઉપર વિશ્વાસ રાખી આપેલ રકમ ટૂંક સમયમાં વધીને પરત આવેજ છે તે વાત નો સૌને અનુભવ છે.
અને ભયંકર મંદી વચ્ચે પણ ચારેક વર્ષના ટૂંકા ગાળામાં ૨૦-૮-૧૯૯૫ના દિવસે લંડનના નેસડન વિસ્તારમાં ૭ શિખરનું આરસપાણના પત્થોરથી બનેલ આ ભવ્ય મંદિર સાકાર થયું. ૧૯૭૦ના વરસમાં ઇસલિંગટન ખાતે યોગીજી મહારાજે કરેલ ભવિષ્યવાણી આશરે ૨૫ વરસ પછી હકીકત બની.
યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાન સ્વામિનારાયણના અતિશય કૃપા પાત્ર અને બ્રહ્મસ્વરૂપ સંતોએ કરેલ વિચાર અને ઉચ્ચારેલ વાણી સદાય સાકાર થઈને જ રહે છે.
Friday, May 13, 2016
સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૯)
૧૮૬૭ ના વર્ષમાં મૂળ અક્ષરમૂર્તિ ગુણાતિતાનંદ સ્વામી ગોંડલમાં અક્ષરધામ સિધાવ્યા.તેમના અસ્થીને એક ત્રાંબાના ચરુમાં મૂકી તેમની જ્યાં અંતિમ ક્રિયા કરવામાં આવેલ તે જગ્યાએ પધરાવવામાં આવ્યા. તેમની સ્મૃતિમાં ગણોદ ગામના અભયસિંહ દરબારે ત્યાં એક સુંદર દેરી બંધાવી. અને જુનાગઢના બાલમુકુન્દ સ્વામીએ પંચાળામાં જે પત્થર પર બેસી ભગવાન સ્વામિનારાયણે અનેક વખત સ્નાન કરેલ તે પથ્થરમાંથી ચરણાવિંદ કોતરાવી અક્ષરદેરીમાં પધરાવ્યા. ૧૯૨૭ના વર્ષમાં બાલમુકુન્દ સ્વામીના શિષ્ય અને તત્કાલીન જુનાગઢના મહંત નારાયણદાસ સ્વામીની ઈચ્છા આ દેરી ઉપર એક શિખરનું મંદિર બાંધવાની હતી, પણ વડતાલ મંદિરના કોઠારી અને આચાર્યશ્રી એ તે માટે પરવાનગી આપી નહિ. ત્યારે નારાયણદાસ સ્વામીએ કીધું કે - "ભવિષ્યમાં અહીત્રણ શિખરનું ભવ્ય મંદિર બનશે.
કેટલાક વરસ પછી વિરસદ ગામના નારાયણજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વપ્નમાં દર્શન આપી ગોંડલમાં ત્રણ શિખરનું મંદિર બાંધવા માટે તેમના આશ્રીતોને જણાવવા કીધું. એટલે નારાયણજી મહારાજ વિરસદ ગામના તેમના શિષ્યો શંકરભાઈ અમીન અને હીરાભાઈ અમીન અને જડેશ્વરના ભીખાભાઈ શુક્લાને લઈને ગોંડલ ગયા. અહિયાં તેઓએ ગોંડલના મહારાજા ભગવતસિંહજીને મળીને જે જગા ઉપર અક્ષરદેરી હતી ત્યાં મંદિર નિર્માણ માટે તે ખેતરની જમીનની માંગણી કરી. મહારાજા ફક્ત ૨૫૦૦૦ રૂપિયાની નજીવી કિંમતે પણ ત્રણ શરતોને આધીન તે જમીન આપવા તૈયાર થયા. (૧) અક્ષર દેરી જેમ છે તેમજ રહેવી જોઈએ (૨) ત્રણ શિખરનું ભવ્ય મંદિર ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાના ખર્ચથી બંધાવું જોઈએ (૩) મંદિરનું નિર્માણ ત્રણ વરસમાં થઇ જવું જોઈએ.
નારાયણજી મહારાજ અને હીરાભાઈ અમીને વિચાર્યું કે આ શરતે ફક્ત શાસ્ત્રીજી મહારાજ જ મંદિર બંધાવી શકશે, એટલે તેઓ સારંગપુર શાસ્ત્રીજ મહારાજ પાસે આવ્યા. શાસ્ત્રીજી મહારાજ મંદિર નિર્માણ માટે તૈયાર થયા પણ શરત કરીકે તમારે જમીન પ્રાપ્ત કરીને મને ફ્રિ માં સુપ્રત કરવાની રહેશે. પછી તે મુજબ ૧૯૩૨ના વરસમાં મંદિરનો શિલાન્યાસ વિધિ કરી નિર્માણ શરુ થયું. મંદિરના પાયાના ખોદકામ દરમ્યાન ચાંદીનો હાથી અને રથ મળ્યા એટલે શાસ્ત્રીજી મહારાજે ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં અહિયાં શોભાના હાથી મુકાશે, લાખો લોકો દર્શન કરવા આવશે અને જે કોઈ અહિયાં મહાપૂજા કરાવશે તેમની મનોકામના પૂર્ણ થશે, અને મંદિર માટે જરૂરી પૈસાની તંગી ક્યારે પણ નહિ આવે.
મંદિર નિર્માણ દરમ્યાન એક વખત બધા સંતો કોઈ પ્રસંગે સારંગપુર ગયેલ. ગાયો અને મંદિરની દેખભાળ માટે ફક્ત મોહન ભગત અને મૂળજી ભગત બેજ .લોકો રહ્યા હતા. ત્યારે એક રાત્રીના કોઈ ચાર બદમાશ લોકો પપ્પૈયાની ઝાડીમાંથી દાખલ થયા. તેઓ પપૈયાના ઝાડ કાપવાની સાથે અને અંદરો અંદર વાત કરવા લાગ્યા કે - "આજતો તેના એવા ટુકડે ટુકડા કરી દેવા છે કે ભવિષ્યમાં કોઈ અહિયાં આવવાની હિમ્મત જ ના કરે". આ સાંભળી મોહન ભગતને ધ્રાસકો પડ્યો કે આજે તેનું આવી બન્યું છે - આ લોકો જરૂર તેના ઉપર હુમલો કરશે. એટલે તેઓ અક્ષરદેરીમાં જઈને ચરણાવિંદ પર મસ્તક ટેકવીને પ્રાર્થના કરવા લાગ્યા કે "હે મહારાજ - હે સ્વામી મને બચાવો". ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપી તેમના માથે હાથ મૂકીને કીધું કે "ભગત ડરો છો કેમ ? તમે એકલા નથી. હું અને શ્રીજી મહારાજ અહિયાં સદાય હાજર છીએ. પછી સ્વામીએ તેમને નજીકના આંબલીના વ્રક્ષ તરફ જોવાને કીધું." આંબલીના વ્રક્ષના પાંદડાના ઝુંડમાં ભગતને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીના દર્શન થવાથી હિમ્મત આવી. એટલે તેઓએ પેલા ઘુસણખોર લોકોને જોરથી પડકાર્યા અને બદમાશો ડરીને ભાગી ગયા.
બહુ બધા પ્રશ્નો અને મુશીબતોનો સામનો કરીને પણ શાસ્ત્રીજી મહારાજે ફક્ત બેજ વરસમાં મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું અને ત્રણ દિવસના ભવ્ય યજ્ઞના આયોજન સાથે ૨૩-૫-૧૯૩૪ના દિવસે મંદિરની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ટા કરી.
Thursday, April 21, 2016
સ્વામિનારાયણ ના મંદિર નિર્માણ દરમ્યાન બનેલ અવિસ્મરણીય ઘટનાઓ (૮ )
ઓગસ્ટ ૨૦૦૪ની અમેરિકાની મુલાકાત દરમ્યાન સિયાતલની બોઇંગમાં કંપનીમાં એન્જીનીયરનો
જોબ કરતા પ.ભ.શ્રી રમેશભાઈ પટેલને મારે સૌ પ્રથમ વખત મળવાનું થયું. વાર્ષિક
દિવસની ઉજવણી દરમ્યાન
બોઇંગ ની મુલાકાતનો અમે લાભ લઇ શકીએ તે માટે
તેમણે અમારા વિજીટ પાસની વ્યવસ્થા કરેલ.
આ મુલાકાત બાદ સત્સંગીના નાતે તેઓ અમોને હેતપૂર્વક નજીકના
રેન્ટન વિસ્તારના તેમના ઘરે ચા
-પાણી માટે લઇ ગયા. ત્યાં મારી મુલાકાત તેમના માતુશ્રી જોડે થઇ. ત્યારે તકલીફ ના
સમયમાં
ગુણાતીત સંતો દ્વારા અમોને મળેલ મદદ અને રાહત વિશેના અમારા
સ્વાનુભવના કેટલાક પ્રસંગોની
આપ-લે થઇ ત્યારે તેમના માતુશ્રી બોલ્યા - "બોઇંગ કંપનીમાં સ્વામિનારાયણ
સંપ્રદાયના બીજા
લોકો છે. પણ અક્ષર-પુરષોત્તમ શાખાના અત્યાર સુધી અમે
એકલા હતા અને હવે તમે ભળ્યા તેનો
મને આનંદ થયો". ત્યારે મેં કીધું "ચાલો આપણે સંકલ્પ ધૂન કરી
અહી સત્સંગ વધે એટલુજ નહિ ભવિષ્યમાં
અક્ષર-પુરષોત્તમનું મંદિર પણ બને તેવી સ્વામી બાપાને પ્રાર્થના
કરીએ". ત્યારબાદ થોડાજ વરસોમાં
ડલ્લાસથી શ્રી નીલેશભાઈ પટેલ અને આટલાંટાથી ડોક્ટર જીગેશભાઇ પટેલ આવ્યા અને બોથેલ
હિંદુ મંદિર ખાતે અક્ષર-પુરષોત્તમની અઠવાડિક સત્સંગ સભાની શરુઆત થઇ. પછી પ..ભ.
શ્રી મુકુંદભાઈએ
સીયાતલમાં સત્સંગ પ્રવૃત્તિ સારી રીતે થઇ શકે તે હેતુથી ખાસ ઈશવાકુ વિસ્તારમાં એક મોટું
મકાન ખરીદી આપ્યું અને સત્સંગ વિસ્તરતો ગયો. બરાબર
૧૦ વરસ પછી ૨૪ ઓગસ્ટ 20૧૪ના રોજ પૂજ્ય મહંત સ્વામી દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા બાદ રેડમોન્ડ ખાતે ઉપર ના ફોટા
મુજબનું મંદિર અસ્તિત્વ માં આવ્યું.
મઝાની વાત એ બની કે આ મંદિર અહીની ૯૫ નોર્થ-ઇસ્ટ સ્ટ્રીટ પર બન્યું
એટલકે અહી રેડમોન્ડમાં
જે સ્ટ્રીટ ઉપર અમારું મકાન આવેલ છે, તે જ સ્ટ્રીટ ઉપર. પણ અમારા ઘર અને મંદિર વચ્ચે
એક નાની ટેકરી અને નદીનું વહેણ છે. શ્રીજી મહારાજ કહે "હું
તારા ઘર પાસે તો આવ્યો પણ હવે
તું ટેકરી અને નદી રૂપી સંસારના અવરોધો પાર કરી મારી પાસે આવવા
પ્રયત્નો કરજે." ચાલો હવે
આ મંદિર નિર્માણ દરમ્યાન બનેલી કેટલીક ઘટનાઓને વાગોળીને માણીયે :-
સંસ્થા દ્વારા અહિયાં મંદિર કરવાની મંજુરી તો મળી ગઈ, પણ મંડળ નાનું, વળી મોટા ભાગના સભ્યો નોકરિયાત, એટલે મંદિર માટે જગા ખરીદવા જરૂરી ફંડ ભેગું કરવાની મોટી જવાબદારી આવી પડી. હજુ તો મંદિર માટે યોગ્ય પરવડી શકે તેવી કિંમતે જગાની શોધ ચાલી રહી હતી, તે દરમ્યાન ૨૯-૧૦-૨૦૧૨ ના દિવસે ચીનો હિલ્સ મંદિરના કળશ પૂજન તેમજ સેક્રેમેંનટો અને ફોનીક્ષ મંદિરની મૂર્તિઓની પ્રતિષ્ઠા સાથે સીયાતલ મંદિર ની મૂર્તિઓની પ્રતિષ્ઠા પણ સ્વામીશ્રીએ અમદાવાદમાં શાહીબાગ ખાતે કરીને મૂર્તિઓને અમેરિકા રવાના પણ કરી દીધી. બીએપીએસ ના ઈતિહાસમાં કદાચ પહેલી વખત મંદિર માટે જગા લેવાઈ ના હોય છતાં પૂજન વિધિ કરી મૂર્તિઓ અમેરિકા રવાના કરી દીધાનો કિસ્સો બન્યો. સ્વામીશ્રીને દ્રઢ વિશ્વાસ હતો, કે સીયાતલના હરિભક્તો મંદિર માટે યોગ્ય જગ્યા ખરીદ્શેજ અને તેમના પ્રયત્નો માં શ્રીજી મહારાજ જરૂર ભળશે જ અને ઘીના ઠામમાં ઘી સચવાશે.
નાનકડા મંડળના હરિભક્તો મંદિર નિર્માણ માટે તન-મન-ધન બધુજ અર્પણ કરવા થનગની ઉઠ્યા. બહેનોએ કેટરિંગના ઓર્ડરો દ્વારા ૮૦,૦૦૦ ડોલર્સનું ફંડ ભેગું કર્યું. તો યુવકોએ કરેલ જોળી દાન ઉપરાંત સિનિયર્સ - વડીલોએ પણ તેમની અંગત બચતમાંથી દરેકે ૫૦૦૦ હજાર ડોલર્સ સ્વેચ્છાએ આપવાનો નીર્ણય લીધો.અને રેડમોન્ડ અથવા કર્કલેન્ડમાં બજેટમાં બેસે તેવી જગ્યાનીશોધ શરુ કરી. એક દિવસ લોસ એન્જલસ થી આવેલ પુ. સર્વદર્શન સ્વામીને નીલેશભાઈએ મંદિર માટે જોયેલ કેટલીક જગાઓ બતાવી. એક બિલ્ડીંગ આગળથી કારમાં પસાર થતા નીલેશ ભાઈએ કહ્યું - "સ્વામી આ બિલ્ડીંગ મંદિર માટે બધીજ રીતે અનુકુળ છે, પણ તેની કિંમત સાડા છ મીલીયન છે, જયારે અમારી પહોંચ ૩ મીલીયન આસપાસની જ છે". ત્યારે સર્વદર્શન સ્વામીએ હસતા હસતા પ્રસ્તાવ મુક્યો - "આપણે સ્વામીબાપાને પ્રાર્થના કરીએ કે વેચાણ માટેના આ બિલ્ડીંગના માલિકને તેની કિંમત ઘટાડવા માટે સ્વામી પ્રેરણા કરે".
તે દરમ્યાન સંસ્થામાંથી ફરમાન આવ્યું કે સિયાતલ મંદિરની જગા ખરીદવાનું હમણાં મુલતવી રાખો. તમારી પાસેનું ભંડોળ તાત્કાલિક ચીનો હિલ્સને લોન રૂપે મોકલી ધ્યો. પછી ચીનો હિલ્સ મંદિરના ઉદઘાટન વિધીના સમૈયામાં ભાગ લઇને નીલેશભાઈ તથા જીગેશભાઈ પરત આવ્યાના એક અઠવાડિયા બાદ પેલી છ મીલીયન વાળી જગાના બ્રોકરનો ફોન આવ્યો.આ જગાના માલિકે લોન ભરપાઈ કરવામાં નાદારી દાખવી હોવાથી બેન્કે તે મકાન નો કબજો લઇ લીધેલ. અપેક્ષિત કિંમત નહિ મળવાથી બેન્કે વહેલી તકે મકાન વેચી દેવા બ્રોકરને જણાવેલ. અને પુ.સર્વદર્શન સ્વામીએ કહ્યા પ્રમાણે તે મકાનની મંદિર માટે અમોને ૩.૪ મીલીયનની નજીવી કિંમતે ઓફર મળી. ૩૦ દિવસની મુદતમાં પ્રોપર્ટીની પૂરી કિંમત ચૂકવીને હસ્તગત કરવાની હતી એટલે ખરી કસોટી હવે શરુ થઇ, જેની ટૂંકી માહિતી નીચે મુજબ :-
વિઘ્નો અને નિવારણ :-
(૧) તાત્કાલિક મોટી રકમની જરૂરિયાત
સૌ પ્રથમ તો બેંકની અપેક્ષિત કિંમતની ઓફર સ્વીકાર્યા પછી ૩૦ દિવસની અંદર ડીલ ક્લોઝ કરવાનું હતું. એટલેકે ચુકવણી કરવા તાત્કાલિક મોટી રકમની વ્યવસ્થા કરવાની.હરિભક્તોએ પોતાના રહેણાંક ના મકાન બેન્કને ગીરવી મૂકી જરૂરી રકમ એકઠી કરી લેવાની તૈયારીઓ શરુ કરી દીધી.
(૨) ઓફીસ માટેના મકાન નું - જાહેર વપરાશ/મંદિર માટે કાઉન્સિલની મંજુરી :-
નવા કાનુન પ્રમાણે આ જુના મકાનને "ભૂકંપ વિરોધી" કરવું જરૂરી હતું, જે માટે સ્ટીલના
કેટલાક નવા ગર્ડરસ બેસાડવા જરૂરી હતું. આ કાર્ય પાર પાડવા આ જુના મકાનના પ્લાન્સ
નકશા ક્યાંથી લાવવા ? નવા નકશા બનવવા અતિશય ખર્ચાળ અને સમય માંગી લે તેમ હતું . આ પ્રશ્નનો હલ પણ કેવળ શ્રીજી-સ્વામીની કૃપાથી આવ્યો. બન્યું એવું કે મૂળ ભારતીય એવા એક કોન્ટ્રાકટરને આ મકાનના મૂળ માલિકે કશાક કામ અર્થે મકાનના પ્લાન્સ આપેલ. કોન્ટ્રાકટરે સોંપેલ કામનો કોસ્ટ એસ્ટીમેટ મકાન માલિકને આપેલ પણ વાત આગળ વધી નહિ. આ મકાનના માલિક બદલાયાના તેને સમાચાર મળતા તે આવ્યો. અને તેની પેન ડ્રાઈવમાં સચવાયેલ આ મકાનના નકશા તેણે અમોને આપ્યા અને અમારી ગાડી આગળ વધી.
મંદિર માટે પસંદ કરાયેલ આ મકાન પાસેથી "સમ્મામીશ" નદીનું એક નાનું વહેણ પસાર થાય છે. જાહેર વપરાશ માટે લેવાતું મકાન નદીના વહેણ થી અમુક ફૂટ દુર હોવાની અહીની સ્થાનિક કાઉન્સીલે એક મર્યાદા બાંધી છે. આ નિયમનું પાલન કરવા મકાનની એક બાજુની દીવાલમાં ફેરફાર કરી આશરે ૬ ઇંચ જેટલી અંદર લઇ જવી પડે તેમ હતું. અમારા માટે આ એક તર્દન બિન જરૂરી ખર્ચ હતો. તે બચાવવા અમોએ અહીના મેયરનો સંપર્ક કર્યો. અમારા સદનશીબે મેયરની દીકરી અને એક હરિભક્તની દીકરી સ્કુલમાં એકજ ક્લાસમાં ભણતા હોવાથી આ કામ વધારે આશાન થયું. મેયરે અમારી તકલીફ સમજીને આ નિયમમાં છૂટ આપવાની ભલામણ કરી આપી.
ત્યારબાદ સ્થાનિક કાઉન્સિલ ના નિયમોનું પાલન થાય તે રીતે મકાનમાં કેટલાક જરૂરી ફેરફારો - કેટલીક દીવાલો નષ્ટ કરી અને કેટલીક નવી બનાવી - મૂર્તિઓના સ્થાપન - સિંહાસન, પુજારી માટે રહેણાંક, સભાહોલ, રસોઈઘર, ભોજનાલય, સંતો માટે નિવાસ, ક્લાસ રૂમ્સ , બાથરૂમ્સ -ટોઇલેટમાં જરૂરી ફેરફાર ક્યા અને કેવી રીતે કરવા તે બધુજ સંતો અને હરિભક્તોની ટીમે સવિસ્તાર ચર્ચા કરીને નિર્ણય લીધા બાદ તે મુજબના પ્લાન્સ - નકશા તાબડ-તોબ તૈયાર કરવામાં આવ્યા. અને સ્થાનિક કાઉન્સિલમાં મંજુરી માટે રજુ કરી દેવામાં આવ્યા. ડીલ-કલોઝિંગ કરવા માટે હવે ફક્ત એકજ અઠવાડિયાનો સમય બચ્યો હતો. નિર્ધારિત તારીખે અમારા પ્રતિનિધિ એવા બે હરિભક્તો કાઉન્સિલમાં "મંજુરી પત્ર" લેવા ગયા. ત્યારે ત્યાં હાજર અને જવાબદાર બહેને ઠાવકાઈથી કહી દીધું "તમે કેટલાક અમાન્ય ફેરફારો કર્યા હોવાથી હું તમોને "મંજુરી પત્ર" આપી શકું નહિ. આ સાંભળી અમારા પ્રતિનિધિઓ હેબતાઈ ગયા, જાણેકે કિનારે પહોચેલા બાર વહાણ એકાએક ડૂબવા લાગ્યા.
હવે શું કરવું ? મતિ મૂંઝાઈ ગઈ અને પગ જમીન સાથે ચોંટી ગયા ! તે દરમ્યાન કેબીન માંથી બહાર નીકળી વોશરૂમ તરફ જઈ રહેલા એક ઓફિસરની નજર અમારા પ્રતિનિધિઓ ઉપર પડી. તેનામાં જાણે શ્રીજી મહારાજ આવીને વસ્યા હોય તેમ નજદીક આવી તેણે પૂછ્યું -"સજ્જનો તમે કાંઈક ચિન્તામાં લાગો છો ! હું તમોને કાંઈક મદદ રૂપ થઇ શકું તેમ હોય તો મને ખુશીથી જણાવો ! ". અમારા પ્રતિનીધીઓની વાત સાંભળ્યા પછી તેણે કીધું - "જે ભાઈ તમોને "મંજુરી પત્ર" આપનારા હતા, તે આજે રજા ઉપર છે, પણ હું તમારો કેશ બરાબર જાણું છું. જે બહેને તમોને અજાણતા "ના" કહી તે મારા હાથ નીચે કાર્ય કરે છે. હું તમોને "મંજુરી પત્ર" આપવા માટે તે બહેન ને હમણા જ ફરમાન કરું છું.
પછી તો મંજુરી પત્ર મળી ગયો અને પૈસા ચૂકવીને બેંક પાસેથી મકાન ની ચાવી પણ હાથમાં આવી ગઈ. એટલે નાના-મોટા-બાઈ-ભાઈ-અબાલ-વૃદ્ધ સૌ પોત પોતાના ઘરેથી સફાઈનો સામાન લાવી ત્રણ વરસથી ખંડીયાર હાલતમાં પડેલ ૫૦૦૦ ચોરસ ફીટમાં પથરાયેલ એ મોટા મકાનની સફાઈ કરવાના સેવા યજ્ઞમાં જોડાઈ ગયા. અંકુરભાઇ પટેલે પોતાના ધંધાને થોડો સમય વિરામ આપી - કડિયા-સુથાર-પ્લમ્બર-કારીગરોને શોધી ઓછામાં ઓછા ખર્ચે સારામાં સારું કાર્ય થાય તેની જવાબદારી લીધી. મકાનનું ઈલેક્ટ્રીફીકેશન સંતો એ બનાવી આપેલ નકશા મુજબ હરિભક્તોએ જાતે કર્યું. મકાનની બધીજ દીવાલો - દરવાજાના રંગ કામની જવાબદારી બહેનો એ સંભાળી તો કિચન અને ડાઈનીંગ હોલમાં વજનદાર લાદી ઓ બેસાડવાની જવાબદારી યુવાનો એ લીધી. વડીલોએ પાર્કિંગ એરિયાની સફાઈ તેમજ સુકાઈ ગયેલ લોન અને ફૂલઝાડને ફરીથી નવ -પલ્લવિત કર્યા. અત્રે ના જૈન સમાજના એક પ્રતિષ્ઠિત વેપારીએ તેમની ફેક્ટરીમાંથી મંદિર માટે જરૂરી વાયર-કેબલ્સ વિના મુલ્યે આપ્યા તો બીજા એક શીખ વેપારીએ મંદિર માટે જરૂરી "ગ્રેનાઈટસ" વિના મુલ્યે આપ્યા. આમ જોત જોતામાં એક સુંદર મંદિર સાકાર થયું.
Subscribe to:
Posts (Atom)







