પ્રસ્તુત છે શ્રીજી મહારાજે સ્વમુખે કહેલ સંત મહિમાને વર્ણવતું સદ્-ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત એક સુંદર કીર્તન.
ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઊલટી પલટ્યું આપ... સંત તે સ્વયં હરિ° ...૧
આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં હરિનો વ્યાપ ... સંત° ૨
જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નેણમાં નાથનાં નેણ ... સંત° ૩
જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વા'લાનાં વેણ ... સંત° ૪
જેના કાનમાં કાન છે કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ ... સંત° ૫
જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ ... સંત° ૬
જેના હૃદયમાં હૃદય હરિ તણું, જેના પાવમાં પ્રભુના [પ્રભુજીના] પાવ ... સંત° ૭
જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ સમાવ ... સંત° ૮
એમ સંતમાં રહ્યા છે શ્રીહરિ, માટે સંત છે સુખનું ધામ ... સંત° ૯
ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન જે, તેને રહેવાનું સંત છે ઠામ ... સંત° ૧૦
એવા સંત શિરોમણિ ક્યાં મળે, જેણે દેહબુદ્ધિ કરી [કીધી] દૂર ... સંત° ૧૧
કહે નિષ્કુળાનંદ એને સંગે, ઊગે અંતરે આનંદ સૂર ... સંત° ૧૨
નીચેની લીંક ક્લિક કરી આ અનુપ કીર્તનને દ્રશ્ય-શ્રવણમાં માણો
નીચેની લીંક ક્લિક કરી આ અનુપ કીર્તનને દ્રશ્ય-શ્રવણમાં માણો
No comments:
Post a Comment