આ માનવ જાણે હું કરું અને કરતલ દુજો કોઈ,
આ દરિયા અધવચ રહી, હરિ કરે તે સોય...
હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ,
મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ ....(૨)
હાડ ચામનું આ પીંજરું કાયા,
એમાં પ્રાણ કેરી ગંગા કોઈ ભરી તો જુઓ ...
હે કરી તો જુઓરે કોઈ કરી તો જુઓ.......(૨)
રંગેલા મોરલાના આ રંગેલા પીંછા,
મારા હરીએ જેવા ચીતર્યા - પ્રભુએ જેવા ચીતર્યા,
એવા ચીતરી જુઓ, હે કરી તો જુઓ રે કોઈ ....(૨)
કાળી અમાસની પાછળ આવે, પુનમ નું અજવાળું,
ગંદા કાદવ ને કીચડમાં, કમળ ઉગે એ રૂપાળું...
હે કરી તો જુઓ રે કોઈ કરી તો જુઓ .......(૨)
હે એ સ્તંભ વિના આકાશને અદ્ધર કરી તો જુઓ...
રે મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ ...(૨)
વાદળ, વીજળી, સુરજ, ચંદ્ર નક્ષત્રોની હાર....
આવે નિયમ સર, જાય નિયમસર ઋતુઓનો પરિવાર ....(૨)
હે એ એ એની સહાય વિના ....(૨)
ભવ સાગર કોઈ તરી તો જુઓ ....
રે મારો હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ ...(૨)
Check this out on Chirbit
No comments:
Post a Comment