એવા સંતની બલિહારી રે,
જેને ગુણે રીઝ્યા ગિરધારી રે... એવા° ટેક
કામ, ક્રોધ, લોભ મનમાં ન આણે,
સોનું ને ધૂળ તે સમ કરી જાણે;
હાં રે જેને ગીતાજી ગાય છે પોકારી રે... એવા° ૧
હરિ વિના બીજો ઘાટ ન લાગે,
લોભ લહરનો લેશ ન લાગે;
હાં રે નારી ન શકે નયન બાણ મારી રે... એવા° ૨
બ્રહ્મવિદ્યા જેણે દ્રઢ કરી સાધી,
પિંડ બ્રહ્માંડની તજી રે ઉપાધિ;
હાં રે ભૂતપ્રાણી તણા હિતકારી રે... એવા° ૩
બ્રહ્મસ્વરૂપમાં રહે નિત્ય ન્હાયા,
પ્રગટ હરિ ગુણમાં ચિત્તડાં હરાયાં;
હાં રે પ્રેમસખી એવા સંત ઉપર વારી રે... એવા° ૪
( રચયિતા : સદગુરૂ પ્રેમાનંદ સ્વામી )
Check this out on Chirbit
No comments:
Post a Comment