ખાખમેં ખપી જાના બંદા માટી સે મિલ જાના;
તુમ મત કરો અભિમાના, એક દિન પવન સે ઊડી જાના … ટેક
સ્વપ્ન મિટ્ટીકા મહેલ બનાયા, મૂર્ખ કહે ઘર મેરા,
જમડા આવશે જીવ લેવા, નહીં પૂછે ઘર તેરા … ખાખમેં..
લીલા પહેરો, પીળા પહેરો, પહેરો પિતાંબર સાચા,
રૂપિયાનું ગજ મસરૂ પહેરો, તો યે મરણ કેરી આશા … ખાખમેં..
સોનાએ પહેરો, રૂપાએ પહેરો, પહેરો ઝગમગ સાચા;
વારી વારીએ મોતી રે ઠાંસો, તો યે મરણ કેરી આશા … ખાખમેં..
હાથીસે ચલતા, ઘોડેસે ચલતા, ચલતા નોબત નિશાના,
લીલીએ પીળી ખેરખ ચલતી, તોયે મરણ કેરી આશા … ખાખમેં..
માતા તારી જન્મ રૂએ, રૂએ બેની બારે માસા;
ઘર કેરી તીરીયા તેર દિન રૂએ, ફેર કરે પર આશા … ખાખમેં..
એક દિન જીવો દો દિન જીવો જીવો વરસ પચાસા;
કહત કબીર સુનો મેરે સાધુ, તો યે મરણ કેરી આશા … ખાખમેં..
No comments:
Post a Comment