(૫) જેવાતેવા જીવને ઘડીકમાં અક્ષરધામમાં પોતાની મૂર્તિના દર્શન કરાવી દે.
(૬) પૂર્વે શાસ્ત્રે વિષે કહ્યા જે ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય, ભક્તિ તથા યોગ. + સાંખ્ય શાસ્ત્ર અને વેદાંતના મત.
તેમના સ્વરૂપનું પ્રતિપાદન મહારાજ પોતે જયારે કરે તથા બીજા પાસે કરાવે અથવા શાસ્ત્ર રચે યા
રચાવે. ત્યારે પૂર્વના શાસ્ત્ર કરતાં તેમાં બહુ ચમત્કાર જણાય. મહારાજના સંતોની વાતો અને રચેલ
શાસ્ત્રોમાંમાં તથા પરોક્ષ અવતારો અને ઋષિમુનીઓની વાતોમાં નીચે મુજબ ફર્ક છે.
(અ) એકાંતિક ધર્મનું સ્પષ્ટ પ્રતિપાદન
(બ) 3 તત્વો તથા ૫ ભેદોનું સ્પષ્ટ નિરૂપણ છે.
(ક) શ્રી હરિનું સાકારપણાનું તથા સર્વોપરીપણાનું અતિશય ઉદાહરણ સહીત વર્ણન
(ડ) ધર્મ અર્થ કામ કરતાંય કલ્યાણ/મોક્ષનું મુખ્યપણું
(ત) આત્યંતિક મોક્ષ અને તેના ઉપાયની સ્પષ્ટતા
(થ) પરોક્ષ કરતા પ્રગટથી કલ્યાણનું સવિશેષ મહત્વ
(દ) શ્રીજી મહારાજના સંતોએ રચેલ ગ્રંથોની શૈલી અતિ સરળ અને સચોટ છે.
(૭) પોતાના દર્શન માત્રે કરીને જ અનેક જીવના મનની વૃત્તિઓ સહેજે જ પોતાની મૂર્તિમાં તણાઈ જાય.
(૮) અંતકાળે પોતાના ભક્તને તેડવા પોતાના મુક્તોને લઈને વિમાનમાં બેસી તેડવા આવે.
No comments:
Post a Comment