Tuesday, June 9, 2015

એકલા જ આવ્યા મનવા, એકલા જવાના ...


એકલાં જ આવ્યા મનવા,   એકલાં જવાના

સાથી  વિના, સંગી  વિના,  એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જ આવ્યા  એ મનવા...


આપણે એકલાં  ને  કિરતાર એકલો

એકલાં જીવોને તારો આધાર એકલો


આપણે એકલાં  ને  કિરતાર એકલો

એકલાં જીવોને તારો આધાર એકલો

એકલાં રહીએ ભલે

વેદના સહીએ ભલે


એકલાં  રહીને  બેલી  થાઓ  રે બધાંના

સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જ આવ્યા મનવા,   એકલાં જવાના

સાથી  વિના, સંગી  વિના,  એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જ આવ્યા  એ મનવા...


કાળજાની   કેડીએ    કાયા ના સાથ દે

કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે


કાળજાની   કેડીએ    કાયા ના સાથ દે

કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે

કાયા ના સાથ દે ભલે

છાયા ના સાથ દે ભલે


પોતાના  જ   પંથે    પોતાના   વિનાના

સાથી વિના, સંગી વિના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના


એકલાં જ આવ્યા મનવા,   એકલાં જવાના

સાથી  વિના, સંગી  વિના,  એકલાં જવાના


એકલાં જવાના, એકલાં જવાના

એકલાં જવાના, એકલાં જવાના

                                            

                                            બરકત વિરાણી રચિત આ ગઝલને                                                                     શ્રી પ્રફુલ દવેના મધુર કંઠે સાંભળવા  નીચેની લીંક ક્લિક કરો 






No comments:

Post a Comment