Friday, June 19, 2015

હંસલા હાલો રે હવે મોતીડા નહિ રે મળે ....



હંસલા હાલો રે હવે,

મોતીડા નહીં રે મળે

આ તો ઝાંઝવાના પાણી

આશા જુઠી રે બંધાણી


ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો

રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો


વાયરો વારો રે ભેંકાર

માથે મેહુલાનો માર

દીવડો નહીં રે બળે


વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે

કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે


કાયા ભલે રે બળે

માટી માટીને મળે

પ્રીતડી નહીં રે બળે


            રચના : મનુભાઈ ગઢવી, સ્વર : લતા મંગેશકર, ફિલ્મ : કસુંબી નો રંગ (૧૯૬૪)                         આ ગીતને એક નવીન અદભુત અંદાઝમાં નિરંજન પંડ્યાના સ્વરે સાંભળો. 








Check this out on Chirbit

No comments:

Post a Comment