Tuesday, April 30, 2019

૭૦ વરસો પછી મારી શાળા ની પુનઃ મુલાકાત .....



સૌરાષ્ટ્ર ના રજવાડી રાજ્યના  સુપેરે ચાલતા વહીવટના એ સમય દરમિયાન શાળા ની શરૂઆત મોટા હોલમાં સરસ્વતી માતા ની એક મોટી છબી પાસે બધા બાળકો બેસી પ્રાર્થના કરતા. તેમાંની એક હતી સરસ્વતી સ્તુતિ - "પેલા મોરલા ની પાસ બેઠા શારદા ને જો...અને બીજી હતી "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઇ જા..."

જેમ જેમ જીવન ના વરસો વિતતા ગયા તેમ તેમ મને ઉમાશંકર જોષી રચિત "અસત્યો માંહેથી પરમ સત્યે તુ લઇ જા" પ્રાર્થના ની યથાર્તા વધુ ઉચિત લાગી છે. જીવન એટલે શું એમ આજે કોઈ મને પૂછે તો તેનો એક જ લાઈનમાં ઉત્તર છે "સત્ય અસત્ય નો ભેદ જાણી અસત્ય ત્યજી સત્ય નો રાહ પકડવો". પણ આ એટલું સહેલું નથી, વિદ્વાનો પણ સત્ય અસત્ય  ની ભેદ રેખા પામવામાં થાપ ખાઈ ગયા છે. હું માનું છું કે સત્ય ના પ્રયોગો કરનાર મહાત્મા ગાંધી પણ આ ભેદ રેખા ના ઉકેલી શકવાના કારણે આઝાદ ભારત નું સુકાન વલ્લભભાઈ પટેલ ને સોંપવાને બદલે નહેરુ ને સોંપવાનો નિર્ણય લીધેલ જેનું દુષ-પરીણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. 

આજ કારણ થી મને પ્રશ્ન થયો કે ૧૯૫૦ ના દાયકા માં મારી શાળા માં બાળકો દ્વારા થતી પ્રાર્થના ની એ પ્રથા ચાલુ છે કે ? અને મેં તે દિશા માં વધુ જાણકારી મેળવવા ચક્રો ગતિમાન કર્યા. એક પરિચિત દ્વારા મોતીબાગ ટાઉનહોલ પાછળના વિસ્તાર માં આવેલી મારી આ શાળા ના અત્યારના હેડમાસ્ટર શ્રી જોરુભા જોડે વાત ચિત દ્વારા જાણવા મળ્યું કે આજે પણ શાળા ની શરૂઆત સમૂહ પ્રાર્થના થી થાય છે. જોરુભા સાહેબ અતિ ઉત્સાહી એક આદર્શ શિક્ષક અને અતિ માયાળુ સરળ અને નિસ્પૃહી અદકેરા માનવી છે. મારી ૨૦૧૮-૧૯ ની ઇન્ડિયા ટુર દરમ્યાન મને આ સજ્જન ને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. 

જોગાનું જોગ જોરુભા સાહેબ અને તેમના મદદનીશ તળાજા તાલુકા ના શ્રીજી મહારાજ ના પ્રસાદીભૂત ગામ પીપરાલા ના મનોજભાઈ બારૈયા બંનેના કપાળ માં શોભતો સુંદર લાલ ચાંદલો જોઈ મને ના કેવળ મારી બાળપણ ની શાળા માં આવ્યા નો પણ જાણે કે શ્રી હરિ ના સમય ના સત્સંગી ભક્તો ને મળ્યા નો આનંદ ઉપજ્યો.



    શ્રી જોરુભા સાહેબ બાળકો ને મારો પરિચય આપી રહ્યા છે.                

હોલ ની દિવાલ ઉપર લખેલ સુવિચાર "પ્રાર્થના એ આત્મા નો ખોરાક છે" તેની  સૌ લોકો એ જરૂર નોંધ લેવી.



 શ્રી મનોજભાઈ બારૈયા એ સ્મૃતિ ચિન્હ રૂપે મને એક પુસ્તિકા ભેટ આપી