Friday, April 30, 2021

ભગવાન નો દ્રઢ આશરો

 

 ભક્ત ને દ્રઢ આશરો ભગવાન નો 


  ભગવાન ની સ્વરૂપ નિષ્ઠા અને ગુણ ગ્રાહક દ્રષ્ટિ  







Thursday, April 29, 2021

વેદ ઉપનિષદની વાતો બાબત શંકાશીલ બૌદ્ધિક અને નાસ્તિક લોકો આ ૨ વિડીઓ ક્લિપ્સ અવશ્ય જુએ




મેમનગર ગુરુકુળ ના સંત પૂજ્ય હરિસ્વરૂપદાસજી દ્વારા પ્રસ્તુત છે 
તાજેતર માં જ બનેલા એક કિસ્સા નું સુંદર ઓડિયો વિડીયો 
પ્રેજન્ટેશન અને તર્કશીલ નિરૂપણ 
 



એક અકલ્પનીય કલ્યાણયાત્રા અગિયાર વર્ષના બાળ નીલકંઠ ની 


કર્મ નો સિદ્ધાંત - બોધ કથા 








Saturday, April 17, 2021

કોરોના નો કહેર - અને વડોદરા માં બીએપીએસ દ્વારા રાહત કાર્ય




બીએપીએસ અટલાદરા (વડોદરા) માં કોરોના ના દર્દીઓ માટે રાહત કેન્દ્ર 







વડોદરા ના કલેકટર અને અગ્રણી ઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ 






 

ધન ના ઢગલા .......

    ધન ના ઢગલા 



આ ધન ના ઢગલા એકઠા કરવાને કાજે  'નહી કરવા જેવા ધંધા કર્યા'

'નો કરવા જેવા ધંધા' કરવામાં જિંદગી ના અમૂલ્ય વરસો વેડફયા 

અને હવે આવ્યું 'કોરોના'

ફાઇવ સ્ટાર હોટેલ રેસ્ટોરાં ના ભોજન થયા બંધ

દેશ વિદેશ ની રખડપટ્ટી ની સહેલગાઓ પણ થઈ બંધ 

લગ્નસરા અને સાલગિરાઓના વૈભવી સમારંભો પણ થયા બંધ 

હવે કરવું શું આ ધન ના ઢગલાઓનું????

રાત દિવસ સતાવતા આ પ્રશ્ને આવ્યું 

ડી પ્રે શ ન 

****************************************

માટે જ આજથી ૨૫૦ વર્ષો પૂર્વે ભગવાન 

શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી માં તેમના આશ્રિતો ને આવક નો 

દસમો ભાગ 'ધર્માદો' આપીને ઘરમાં આવતા 

ધન ની શુદ્ધિ કરવાનો આદેશ આપેલ 

અને 

જીવન માં દરેક ક્ષેત્રે સંયમ અને વિવેક રહે તે માટે 

બ્રહ્મસ્વરૂપ શ્રી યોગીજી મહારાજે અઠવાડિક સત્સંગ સભાઓ 

ચાલુ કરીને અઢાર હજાર રૂપિયા નો નફો જતો કરીને પણ 

સત્સંગ સભામાં હાજરી આપવા નો આગ્રહ રાખેલ.  


Friday, April 2, 2021

ભાલ ઉપર તિલક - ચાંદલો શા માટે ?

 કપાળ ઉપર તિલક ચાંદલો શા માટે ?



તિલક ચાંદલા નો પ્રભાવ 


૫ મિનિટ નો સત્સંગ - વકતા પુ. સત્ય સંકલ્પ સ્વામી 







ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.

ચુરમાના લાડુને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ.


સિદ્ધપુર ના બ્રાહ્મણ ની નાતના ભોજન માટે વર્ષો પહેલાં અમુક ભૂદેવો તો એક દિવસ અગાઉ ઉપવાસ રાખતા..... 


શું વધારે લાડવા ખવાય એ માટે? .....


ના,.... ખરો હેતુ શુગર કંટ્રોલનો હતો...,

કે આગલા દિવસે ઉપવાસ કરવાથી 

શુગર લેવલ લો જાય તો બીજા દિવસે 

લાડવાની ડાયાબેટીક ઇફેક્ટ કાબુમાં રહે!  


અને લાડવાનું કમ્પોઝીશન તો જુઓ?  👇👇


લાડવાના કાર્બોહાઇડ્રેટ(ઘઉં), 

ફૅટ(ઘી), અને શુગર(ગોળ)ના ગુણો વિષે જાણીને તો આજે હેલ્થ કોન્શીયસ લોકોની આંખો ચાર થઇ જાય. 


પણ ખરી ખૂબી લાડવા બનાવવાની રીતમાં છે! Multiple Coated Pellets by Brahmins  (MCPB) technique તરીકે સમજીશુ તો ખ્યાલ આવશે.


ઘઉંના લોટ રૂપી કાર્બ ને ઘી ની ફૅટમાં તળવામાં આવે કે જેથી ઘઉંના લોટના કણેકણ(pellets)પર 

ઘી નું પડ (coating) થઇ જાય. 


પછી તેનો ભૂકો કરીને ગોળ ભેળવવામાં આવે 

અને તેની સાથે પણ ઘી ઉમેરવામાં આવે 

કે જેથી ગોળની કણી એ કણી ઉપર પણ ઘી નું (second coating) થઇ જાય. 


અને પછી વાળેલા ગોળ લાડવા ઉપર ખસખસ નું મુક્ત પડ ચડાવવામાં આવે.ખસખસ ના ઝીણાં ઝીણાં  બી સાઈઝ-2 માઈક્રોન  (detoxifier) તરીકે કામ કરે છે.


આ દરેકનું સ્ટેપનું આગવું મહત્વ છે.


First line of defence

ખસખસ છેલ્લે લગાવવાનું પણ કારણછે.જયારે ખસખસ લગાડેલ  લાડવો શરીરમાં જાય ત્યારે ડાયાબેટીક શુગર સ્પાઇક સામે ખસખસ ફર્સ્ટ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ કરે છે. 

           તેને કારણે લાડવાની ડી-કમ્પોઝીશન ની પ્રક્રિયા ધીમી પડે, કે જે બ્લડમાં ઘૂસી આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે.

ત્યાર બાદ Second line of defence કાર્યરત થાય, જેમાં ઘી મહત્વની ભૂમિકા ભજવે છે.

લોટ અને ગોળ ના કણ જે 3-4 માઈક્રોન થી  નાના  હોય તેને ધીમાં સાંતળી એના પર કોટીંગ કરેલ તે ઘીનું કામ હવે શરુ થાય છે.

શરીર જયારે લાડવાને ડી-કમ્પોઝ કરવાનું શરુ કરે ત્યારે તેને પહેલાં તો ઘઉં અને ગોળ પર રહેલું ઘી નું કોટીંગ તોડવું પડે, કે જે ધીમી પ્રક્રિયા છે. 


તેને કારણે શુગર રીલીઝ થવામાં વાર લાગે કે  જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે. 

Third line of defence.

એકવાર ઘઉં અને ગોળમાંથી શુગર મોલેક્યુલ્સ રિલીઝ થાય ત્યારે થર્ડ લાઈન ઑફ ડીફેન્સ એક્ટીવેટ થાય. 


અને એ છે ખસખસ અગેઇન. 


આ ખસખસ એક મહામાયા છે.


એ ફક્ત લાડવાની ડી-કમ્પોઝીશન ને જ ધીમું કરે છે એવું નથી. ખસખસ રીલીઝ થયેલાં શુગર મોલિક્યુલ્સ ને બ્લડ સ્ટ્રીમમાં એબ્સોર્બ થવામાં પણ બ્રેક મારે છે.

કે જે વન્સ અગેઇન બ્લડમાં આવતી શુગર સ્પાઇક સામે રક્ષણ આપે છે.

આમ લાડવા  બનાવવામાં જે સૂઝબૂઝ આપણા વડીલોએ બતાવી છે તે અદ્ભૂત છે. એટલે જ ત્યારે ડાયાબિટીસ ન હતો.ખાવાના  વધું શોખીન સિદ્ધપુરીયા અને હળવદીયા બ્રાહ્મણ, આગલા દિવસ ભુખ્યા રહેતાં ને વધુ જમાઈ જાય તો જમીને નદી એ ન્હાવા પડતાં. આ બંને હકીકત આરોગ્ય વિજ્ઞાન ની દ્રષ્ટીએ કેટલી સાર્થક છે તે આજે સમજાય છે ને? આજ સુધી આપણે જ આપણાં ભૂદેવઓની આ પ્રકારના વર્તન ને સમજ્યા વગર હસી કાઢતાં.

GOOD MORNING 🙏

 હર હર મહાદેવ

જય શ્રી કૃષ્ણ 🙏🌹 

Thursday, April 1, 2021

સંસ્કાર વિના નું ભણતર શું કામ નું ?


સંસ્કાર વિહીન ભણતર શું કામનું ???




ઉપરના પ્રવર્ચન દ્વારા જાણ્યું કે અત્યારે સ્કૂલ - કોલેજો - મહાશાળાઓ માં અપાતું શિક્ષણ કેવળ "બુદ્ધિલક્ષી" છે. માણસ જ માણસ નો દુશ્મન બનતો જાય છે. દરેક બુદ્ધિજીવી સમાજ માં પોતાના થી ઓછી ક્ષમતા વાળા ઉપર એક યા બીજી રીતે અત્યાચાર કરી રહ્યો છે. તેનું એક માત્ર કારણ છે - મનુષ્ય જીવન માં "સંસ્કાર" નો અભાવ. 

સ્કૂલ કોલેજો માં તે અપાતું નથી. માં બાપ પાસે યા તો સમય નથી કે પછી કહેવત મુજબ "કૂવા માં હોય તો બેડાં માં આવેને?" જેવી પરિસ્થિતી છે.

આપણા ઈન્ડિયા માં સદનશીબે સંત મહાત્માઓ દ્વારા - મંદિરો અને ગુરુદ્વારાઓ માં "સત્સંગ મંડળો" ચાલી રહ્યા છે. જરૂર છે તેનો લાભ લેવાની.




 

 

એલોપેથિક દવા ની સાઈડ અસર થી સાવધાન રહેજો ....

 




૫૦૦ રૂપિયા ની એલોપેથિક દવા મહંત સ્વામીએ ફેંકાવી દીધી 

.

મારો સ્વાનુભવ:-

આજથી લગભગ ૧૫ વરસો પહેલા બેંગલોર ની એક નામાંકિત હોસ્પિટલ માં આંખના મોતિબિંદુ એટલકે "કેટરેકટ" ના ઓપેરેશન પૂર્વે મારી તબીબ તપાસ માં ડોકટરો એ "હાઇ બ્લડ પ્રેસર" નું નિદાન કર્યું. એટલે આંખ ના ડોકટરો એ મને હાર્ટ ના ડોકટર પાસે વધુ તપાસ કરાવવા મોકલી દીધો. હાર્ટ ના ડોક્ટરે "નોન ઇનવેજીવ એંજયઓગ્રાફી" કર્યા બાદ હાઇ બીપી ને કંટ્રોલ માં રાખવા માટે સવાર સાંજ રોજ ની પાંચ ગોળીઓ લેવા ની ભલામણ સાથે એક પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું. તેમાં એક હતી "એકોસ્પીરીન" એટલેકે લોહી ને પાતળું કરવા માટે ની ગોળી. 

પ્રિસ્ક્રિપ્શન લખેલ બધીજ દવાઓ ના રેપર ઉપર તેની "સાઈડ ઇફેક્ટ" ની માહતી પણ લખી હતી. એટલે તે ગોળીઓ લેવા મને થોડી હીચકિચાટ હતી. બે એક પરીચિત અને વિશ્વાસુ ડોકટરો ની સલાહ મુજબ મી તે ગોળીઓ લેવાની શરૂઆત કરી. શિવાય કે "એકોસ્પીરિન". કેમ જે મને કોઈ પણ ઘા થાય અને લોહી નીકળે તો મને સદાય તુરંત ઋજ આવી જતી. એટલે મને મારા રુધિર - લોહી ને પાતળું કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. 

આઠેક વરસો સુધી હું નિયમિત હાઇ બીપી ને કંટ્રોલ કરવાની ગોળીઓ લેતો રહ્યો અને વરસ માં એક વખત મુંબઈ માં નામાંકિત હાર્ટ સ્પેશીયાલિસ્ટ પાસે ચેકઅપ પણ કરાવતો રહ્યો. પછી તો મને આમાંની એક પિન્ક ગોળી ને કારણે લો બીપી ના લક્ષણ દેખાવાના શરૂ થયા. તેમ છતાં હાર્ટ સ્પેશિયાલીસ્ટ ડોક્ટરે મને બધીજ ગોળીઓ મૂળ પ્રિસક્રીપશન મુજબ ચાલુ રાખવા કીધેલ. ડૉક્ટર ની સલાહ અવગણી ને મે રોજ ની એક પિન્ક નાની ગોળી લેતો તેની માત્રા અડધી કરી દીધી - તો લો બીપી ના લક્ષણ બંધ થઈ ગયા.

ત્યારબાદ હું ઈન્ડિયા છોડી ને મારા દીકરા ના ફેમિલી સાથે રહેવા અમેરિકા આવીને સ્થાયી થયો. આજ થી પાંચેક વરસો પહેલા મને પગ ની એક પાની માં સખત દુખાવો શરૂ થયો અને પછી બીજા પગ ના અંગૂઠા માં એમ બંને પગમાં એવો દુખાવો શરૂ થયો કે બેડરૂમ ની નજીક માં જ આવેલ બાથરૂમ સુધી જવામાં પણ તકલીફ પડવા લાગી. 

ઇન્ટરનેટ ના મારા શોખ ને કારણે મને સમજાયું કે મને "ગાઉટ" ની તકલીફ શરૂ થઈ હતી. "ગાઉટ" નો મતલબ તમારી કિડનીઓએ પ્રોટીનજન્ય કચરો યુરીન દ્વારા બહાર ફેંકવા નું બંધ કરી દીધેલ છે. તે કચરો હવે તમારા રક્તપ્રવાહ માં ભળીને શરીરના અંગો ને હલન ચલન માં અવરોધ પેદા કરી રહ્યો છે. 

એટલે સૌ પ્રથમ તો મે પ્રોટીન યુક્ત તુવેર દાળ અને અન્ય કઠોળ લેવાના બિલકુલ બંધ કર્યા. વળી બને એટલું વધુ પાણી પીવાનું શરૂ કર્યું જેથી યુરીન દ્વારા પણ જમા થયેલો કચરા નો થોડી થોડી માત્રા માં પણ ધીરે ધીરે નિકાલ થાય.  ત્યારબાદ થોડી રાહત થઈ એટલે અમેરિકા માં એક ફૂટ સ્પેશીયાલિસ્ટ - પગના નિષ્ણાત ડૉક્ટર પાસે ચેક અપ કરાવ્યું. તેમણે પણ કન્ફમ કર્યું કે મને "ગાઉટ" નો રોગ થયો છે. અને ત્રણ મહિના સુધી બે પ્રકાર ની ફાર્મસી પિલ્સ નો કોર્સ કર્યા પછી ફરી ને ચેકઅપ કરાવવાની સલાહ આપી. અમેરિકા ના ફાર્મસી અને હેલ્થ ઈન્સ્યોરન્સ ના નિયમ મુજબ મને ફક્ત એક મહિના ની પિલ્સ આપી ને ફરીથી રિફિલ કરાવવા કહેવા માં આવ્યું.

તે દરમ્યાન દર વર્ષ ની માફક વિન્ટર માં મારી ઈન્ડિયાની મુલાકાત નક્કી થઈ ત્યારે મે થોડું આત્મમંથન કર્યું તો મને સમજાયું કે મને ગાઉટ થવાનું મૂળ કારણ હું જે હાઇ બીપી કંટ્રોલ કરવા ફાર્મસી પિલ્સ લેતો હતો તે હતું. બેંગલોર ના હાર્ટ ના ડોક્ટરે મારા હ્રદય ને ઓછો શ્રમ પડે તે માટે ગોળીઓ આપીને મારી કિડની પાસે વધુ કામ કરાવેલ. એટલે હવે કિડની ની તકલીફ શરૂ થઈ હતી. અને મે મનોમન નિર્ધાર કર્યો હવેથી કોઈ જ "ફાર્મસી પિલ્સ" નહિ લેવાનો. 

ઈન્ડિયા પહોંચ્યા પછી અમદાવાદ જઈને મે શાહીબાગ માં આવેલ "યોગી હોસ્પિટલ" ના આયુર્વેદ અને નેચરોપથી વિભાગ માં આઠ દિવસ ના "પંચ કર્મ" થી દેહ શુદ્ધિ કરાવી. ત્યારબાદ બધીજ ફારમાડ્રગ્સ ને તિલાંજલિ આપીને શરીર માં ફરીથી કોઈ અશુદ્ધિ ના થાય તે રીત ની ખાણી પીણી અપનાવી. બહાર હોટેલ રેસ્ટોરાં માં જવાનું સદંતર બંધ કર્યું. અને હવે છેલ્લા પાંચેક વરસો થી અને અત્યારે ૭૭ વરસ ની ઉંમરે મને નથી કોઈ તકલીફ હાર્ટ ની કે કિડની ની.



Saturday, March 20, 2021

ભગવાન અને ગુણાતીત સંત જે કરે તે સદાય સારા માટે...

ભગવાન અને ગુણાતીત સંત માં દ્રઢ  નિષ્ઠા અને નિર્દોષ ભાવ 


મારો સ્વાનુભવ 

યુનાઈટેડ આરબ શિપિંગ કંપની ની જોબ ઓફર સ્વીકારી વર્ષ ૧૯૯૨ ના ડિસેમ્બર મહિના માં હું એસ. સી. આઈ ની મુંબઈ ની નોકરી છોડી ને દુબઈ ગયો. પચીસેક વરસો સુધી મુંબઈ માં ફેમિલી સાથે સુખ સુવિધા થી રહેવાની આદત ના કારણે દુબઈ માં ફેમિલી રહિત એક્લવાયા  જીવનશૈલી નો બદલાવ થોડો કષ્ટદાયક હતો. ખાસ તો બહાર હોટેલ-રેસ્ટોરાં ની ખાણીપીણી બાબત ની નવી આદત ને થોડી સ્વસ્થતા અને મક્કમતા થી સ્વીકારવા પ્રયત્ન કરી રહ્યો હતો. 

તે દરમિયાન છએક મહિના પછી કંપની એ અમારા દુબઈ સ્થિત ડીપાર્ટમેન્ટ ને હેડ ઓફિસ  કુવૈત શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. કુવૈત શિફ્ટ નો નિર્ણય તો લેવાઈ ગયો અને બીજા બધા ડીપાર્ટમેન્ટ ખાસ કરીને એકાઉન્ટ ડીપાર્ટમેન્ટ નો સ્ટાફ તો શિફ્ટ પણ થઈ ગયો. પણ કુવૈતમાં જ્યાં સુધી  'કન્ટેઇનર  ટ્રેકિંગ સીસ્ટમ' ઓપરેટીવ ના થાય ત્યાં સુધી અમારા સી એમ ડી ડીપાર્ટમેન્ટ નું શિફટિંગ મુલતવી રાખવામાં આવેલ.

કુવૈત શિફ્ટ થવા બાબત હું થોડી હીચકિચાટ એ કારણે અનુભવી રહ્યો હતો કે કુવૈત માં દુબઈ જેવી શાકાહારી હોટેલ/રેસ્ટોરાં હોવા બાબત મને શંકા હતી. 

મારી મુંબઈ ની મુલાકાત દરમિયાન આ વાત મે મારા વડીલ જેવા પરિચિત આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ ના માલિક કેપ્ટન સતીશ સુદ ને જણાવી.  તો તેમણે દુબઈમાં એક મિસ્ટર પીટર મેલિયા જોડે ફોન ઉપર વાત કરી ને વીશીપ મેનેજમેન્ટ ની દુબઈ ઓફિસ માં મારે યોગ્ય એક ખાલી જગા હતી તેનો ઇંટરવ્યૂ કોલ ગોઠવી આપ્યો. તે મુજબ હું જ્યારે દુબઈ માં વીશીપ મેનેજમેન્ટ ઓફિસ માં પીટર મિલિયા ને મળવા એન્ટર થયો ત્યારે મારી સૌ પ્રથમ મુલાકાત થઈ એક તામિલિયન મિસ્ટર વીએસ જોડે. આ વીએસ મુંબઈ માં જયંતી શિપિંગ માં મારા સહ કાર્યકર હતા. પછીથી કેપ્ટન સતીશ સુદ ની આઈ. એમ. એસ. શીપ મેનેજમેન્ટ જોઇન કરેલ. અને ત્યાંથી પછી મોકો મળતા વીશીપ ની મોન્ટેકાર્લો હેડ ઓફિસ માં પહોંચી ગયેલ. મારા ઇન્ટરવ્યૂ ના દિવસે તેઓ કોઈ કંપની કારણસર વીશીપ ની દુબઈ ઓફિસ માં આવેલ. 

આ તામિલિયન મિસ્ટર વીએસ જોડે ના મારા "હાઇ હેલ્લો" એ મારા યુએએસસી ની નોકરી છોડી ને વીશીપ ની દુબઈ ઓફીસ જોઇન કરવાના ઈરાદા ઉપર પાણી ફરવી દીધું. એ હકીકત મને પછી થી કેપ્ટન સુદ દ્વારા જાણવા મળી. પીટર મિલિયા ને દુબઈ ઓફિસ મા જે કામ માટે માણસ ની જરૂરિયાત હતી તેનો મને દશ વર્ષથી પણ વધારે અનુભવ હતો. પણ પીટર મિલિયા એ જ્યારે મોન્ટેકાર્લો થી આવેલ તામિલિયન મિસ્ટર વીએસ ને મારી બાબત પૂછાકરી ત્યારે તામિલિયન મિસ્ટર વીએસે મારુ પત્તું કાપી નાખ્યું. એમ કહીને કે અમે જયંતી શિપિંગ માં સાથે કામ કરતાં - માણસ હોશિયાર અને ચાલક છે પણ ઓનેસ્ટ નથી.

કેપ્ટન સુદ પાસે થી મને જ્યારે મારા એક વખત ના સહકાર્યકર તામિલિયન મિસ્ટર વીએસ ના આવા બેહુદા વર્તનની જાણ થઈ ત્યારે મને અત્યંત ખેદ અને  દુખ થયેલ. પછી તો હું કુવૈત ગયો. ધીમે ધીમે કુવૈત ની લાઈફ સ્ટાઈલ માં પણ એડજસ્ટ થઈ ગયો. જાતે રસોઈ કરવા માં પણ નિપુણતા પ્રાપ્ત કરી લીધી. 

પણ કુવૈત જવામાં સૌથી મોટા મને ચાર  ફાયદા થયા. 

(૧) પ્રમુખસ્વામી બાપા બે વખત કુવૈત પધાર્યા ત્યારે બંને વખતે અત્યંત નજદીક થી મને તેમના સાનિધ્ય નો લાભ મળ્યો (૨) બહેરીન મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા અને કુવૈત સત્સંગ મંડળ પ્રારંભ માં સહભાગી થવાનો અમૂલ્ય લાભ મળ્યો (૩) કુવૈત વસવાટ દરમિયાન મને અને મારા પત્ની ને તો ઠીક પણ કોલેજ માં અભ્યાસ કરતી મારી દીકરી નિશા ને પણ મળવા મુશ્કેલ એવા અમેરિકા ના વીજીટ વિઝા મળી ગયા. અને પછી તો દર વર્ષે સમર માં અમેરિકા સ્થાયી અમારા દીકરા જોડે અમે સહ કુટુંબ અમેરિકા ની મુલાકાતો માણતા રહ્યા (૪) કુવૈત માં યુરોપીયન સાહેબો જોડે ૭ વરસો સુધી કામ કરીને ઘણું શીખવા મળ્યું, ઓફિસર તરીકે પ્રમોશન પણ મળ્યું અને આર્થિક સદ્ધરતા પણ પ્રાપ્ત થઈ. 

ભલું થજો પેલા તામીલીયન મિસ્ટર વીએસ નું જેણે પીટર મિલિયા ને કાન ભંભેરણી કરી ને મારી હોનેસ્ટી અંગે શંકા પેદા કરી ને વીએસ શિપિંગ - દુબઈ ઓફિસ માં મારી એન્ટ્રી અટકાવી.

   



Tuesday, February 16, 2021

તિલક - ચાંદલો શા માટે?

 

તિલક ચાંદલો રાખજો તો કાળ પણ કાઇ કરશે નહીં 


મારો સ્વાનુભવ 

એપ્રિલ ૧૯૯૭ માં પ્રમુખ સ્વામી પહેલી વખત કુવૈત આવ્યા ત્યારે મને તેમના આશીર્વાદ મળ્યા. સ્વામી બાપા ની આગન્યા પ્રમાણે અમોએ કુવૈત સત્સંગ મંડળ શરૂ કર્યું. ત્યારે અમોને કહેવા માં આવેલું કે આ મુસ્લિમ દેશ હોવાથી અને કોઈ સંઘર્ષ ના થાય એટલે માટે "તિલક ચાંદલો" નહીં કરો તો ચાલશે. પછી ફરીથી સ્વામી બાપા જાન્યુઆરી ૨૦૦૧ માં કુવૈત પધાર્યા ત્યારે અમારું સત્સંગ મંડળ સરસ સેટ થઈ ગયેલ. ત્યારે પ. ભ. લલિતભાઈ એ મને કીધું આપણે બાપા ના રોકાણ દરમ્યાન સભા માં બધાએ "બિન્ધાસ્ત" તિલક ચાંદલો કરવો અને જો કોઈ પ્રશ્ન થશે તો હું સંભાળી લઇશ. લલીત ભાઈ ઘણા વરસો પહેલા કુવૈત આવેલ અને અરબી ભાષા પણ શીખી લીધી અને કેટલાક કુવૈતી શેખ લોકો સાથે ઘનિષ્ટ પરિચય કેળવેલ. 

એટલે હું કુવૈત માં હતો ત્યાર થી એટલકે વીશએક વરસો થી નિત્ય સવારે પૂજા પહેલા તિલક ચાંદલો કરું છું. મજાની વાત એ બની કે જ્યારે હું કુવૈત છોડી ની મુંબઈ પાછો આવ્યો ત્યારે મારા લગેજ માં ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મિક્ષર અને માઇક્રોવેવ ઓવન હતા. એટલે રેડ ચેનલ માંથી પસાર થવા ગયો. ત્યારે કસ્ટમ્સ ઓફિસરે પૂછ્યું - વ્હિસ્કી કે ગોલ્ડ છે? મે કીધું 'ના' . પછી તિલક ચાંદલો બતાવી કીધું હું 'બીએપીએસ નો સત્સંગી હોવાને કારણે વ્હિસ્કી અથવા વાઇનને હાથ પણ અડકાવતો નથી. કસ્ટમ્સ ઓફિસરે મને બે હાથ જોડી સ્મિત સાથે મારો લગેજ સ્ક્રીન મશીન માં મૂક્યા વગર એકજીટ ગેઈટ તરફ પ્રયાણ કરવા ઈશારો કર્યો.

મારા માટે આ તિલક ચાંદલો - GPS અને AUTO PILOT સમાન પુરવાર થયો છે. કોઈ પણ પ્રશ્ન આવે તેનો આપો આપ ઉકેલ મળી જાય છે. મારે કોઈની સલાહ લેવા જવું પડતું નથી. કોઈ ટેન્શન લેવું પડતું નથી. નિરધારીત સ્થળે નિર્ધારિત સમયે આપો આપ હું પહોંચી જાઉ છું કોઈ પણ મુશ્કેલી વગર. હમણાં જ નવેમ્બર ૨૦૨૦ માં "કોવિદ મહામારી" છતાં અને કોઈ પણ વ્યક્તિ સાથે નહીં હોવા છતાં મુંબઈ થી નોવાર્ક - ન્યુ જર્સી અમેરિકા ની મારી લાંબી સફર અત્યંત આરામદાયક (one of the most comfortable flight journey I ever had in my life) રીતે પૂરી થઈ.



તિલક ચાંદલો શા માટે?



Thursday, February 11, 2021

જયંતીભાઈ શાસ્ત્રી શું કહે છે ? સાંભળો ......


 

મંત્ર મહિમા + પંચાળા ના જીણાભાઈ દરબાર

                                                              મંત્ર મહિમા 



પંચાળા ના જીણાભાઈ દરબાર 





યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા - ( જયદીપ સ્વાદિયા )

યોગી બાપા ના પ્રેમ માં પાગલ જે થઈ ગયા 
જ્ઞાન ભક્તિ વૈરાગ્ય નો ખજાનો લઈ ગયા 











.