Saturday, August 25, 2018

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ

ચાલો, સાબુદાણાના ફાયદા જરાક વિસ્તારપૂર્વક જોઇએ


સાબુદાણા એટલે તાત્કાલિક શક્તિ (ઇન્સ્ટન્ટ એનર્જી) મેળવવા માટેનો યોગ્ય ખાદ્ય પદાર્થ. સ્ટાર્ચથી ભરપૂર સાબુદાણા કપડાને કડક કરવામાં તો વપરાય છે, પણ બીમારી અને અશક્તિને લીધે નરમઘેંશ જેવા થઇ ગયેલા તમારા તનમનને કડકાઇ,શક્તિ અને સ્ફૂર્તિ આપવામાં નિમિત્ત બને છે. તમે આખા દિવસના કામના અંતે ખૂબ થાકી ગયા હોવ ત્યારે એક કામ જરૂર કરજો. પલાળેલા સાબુદાણામાં થોડું મરચું-મીઠું અને શિંગદાણાનો ભૂકો નાખીને ખાઇ જોજો. થોડા જ સમયમાં તમારો થાક ઊતરી જશે. તમે ઘણી વાર જોયું, સાંભળ્યું કે અનુભવ્યું હશે કે ઘણા ડૉક્ટર બીમાર માણસને આહારમાં સાબુદાણાની કાંજી બનાવીને પીવાનું કહેતાં હોય છે. . 


સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન્સ પણ સારા એવા પ્રમાણમાં હોય છે, જેનાથી તમારા શરીરના સ્નાયુઓ કસાય છે. સ્નાયુઓને નાની-મોટી ઇજા થઇ હોય તો રૂઝ આવી જાય છે. સ્નાયુઓ શક્તિશાળી બને છે. શરીરનો બાંધો મજબૂત બને છે. સાબુદાણામાં કેલ્શિયમ અને લોખંડ પણ હોઇ હાડકાં પણ મજબૂત અને સ્વસ્થ રહે છે. સાબુદાણાના નિયમિત ઉપયોગથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે. હૃદયરોગની બીમારી સતાવતી નથી. જે લોકોની કાયા સાવ માયકાંગલી (વધુ પડતી પાતળી) છે કે જેમનું વજન જરૂર કરતાં ઓછું હોય તેમણે તો અવશ્ય પોતાના રોજના આહારમાં સાબુદાણાનો કોઇને કોઇ રીતે ઉપયોગ કરવો જોઇએ. શરીરને મજબૂત બાંધા સાથે ભરાવદાર બનાવવા માટે સાબુદાણા શ્રેષ્ઠ છે. 


સાબુદાણા: નાના બાળકો માટે દૂધ પછીનો સૌપ્રથમ શ્રેષ્ઠ ઘન ખોરાક


નાના બાળકોને એક તો દાંત નથી હોતા અને તેમની પાચનક્રિયા પણ હજી અપરિપક્વ હોય છે. આવા સમયમાં દૂધ પછી જ્યારે એને ઘન(સોલિડ) ખોરાક આપવાનું વિચારો ત્યારે રવાનો શીરો તો ઉત્તમ છે જ પણ દિલ્હીની એક પ્રખ્યાત હૉસ્પિટલના મહિલા ડૉક્ટર અને પોષણ શાસ્ત્રી તો કહે છે કે આ રવા કરતાં પણ સાબુદાણા ઉત્તમ છે. રવામાં કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પણ સાબુદાણામાં તો કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત પ્રોટીન, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિમ અને લોહ જેવા તત્ત્વો મોજૂદ હોય છે જે બાળકના સર્વાંગી વિકાસમાં અત્યંત ઉપયોગી છે. સાબુદાણા ચોક્કસ તમારા બાળકો માટેનો પહેલો સોલિડ અને શ્રેષ્ઠ ખોરાક બની શકે છે. પચવામાં હલકાં એવા સાબુદાણા તમારા સંતાનને કબજિયાત, અતિસાર અને અપચાથી તો બચાવે જ છે. 


સાથે સાથે તેમનું વજન વધારવામાં અને હાડકા તેમ જ સ્નાયુઓના સમતોલ વિકાસમાં અત્યંત ઉપયોગી નીવડે છે. આખો દિવસ બાળકને શક્તિ અને સ્ફૂર્તિથી ભરપૂર રાખે છે. આયુર્વેદ પ્રમાણે સાબુદાણા ઉનાળાના દિવસોમાં પણ ઉપયોગી છે, કારણ કે ગુણમાં શીતળ હોવાથી ગરમીના દિવસોમાં શરીરના ઉષ્ણતામાનનું નિયમન કરીને એને ઠંડું રાખે છે.

ભક્ત ચિન્તામણી - વ્યાપકાનંદ સ્વામી - (ભાગ: ૧ ) / ૩૨ મિનીટ


Monday, August 20, 2018

દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા





દાડમ:ધરતીની ફાર્મસીમાં ‘ઉગેલી’ સર્વરોગની દવા


ઈજીપ્તની કબરોમાંથી માલુમ પડ્યું છે.કે-બેબિલોનના સૈનિકો લડવા જતા ત્યારે-તેમની પત્ની ધીરજપૂર્વક રસોડામાં બેઠી બેઠી દાડમના દાણા કાઢતી અને પછી લડવૈયા પતિને ખવરાવતી.


ઉપરાંત,પર્શ્યન લગ્નોમાં કન્યાને દાડમ ભેટ અપાતું.જે આનંદદાયી ગૃહસ્થી જીવનની-શુભેચ્છા રૂપે અપાતું.


વાંચી વાંચીને દાડમના ગુણો લખનારા લહિયા વધી પડ્યા છે.કેટલાયે 20-20 વરસ સુધી દાડમ નિયમીત ખાઈને જાત અનુભવે ફાયદો મેળવ્યો છે.હું વહેલી સવારે રોજ રોજ આખા દાડમના દાણા કઢાવું છું.તેથી થોથાં વાંચીને જ દાડમના ફાયદા લખતો નથી.


દાડમના દાણાથી મારી કિડનીની તકલીફ નાબુદ થઈ ગઈ છે.મને ડર હતો કે-જયપ્રકાશ નારાયણની જેમ મારી કિડની ફેઇલ જશે...પણ,દાડમના દાણાએ મારી કિડનીને કડેધડે રાખી છે. 


86 વર્ષે ઘણાની ચામડી તરડાવી નાખે છે...પણ,મારી ચામડી દાડમને કારણે ચકચકીત છે.


આજે પણ મોટા ભાગના નાના-મોટાને શરીરે ચળ બહુ આવે છે.,ખસ-ખૂજલી તાજી થાય છે.,એ શરીરની ખંજવાળી મટાડવાનો ઈલોજ દાડમ છે !,આ મારો જાત અનુભવ છે.


તમે ભાવનગર બાજુ જાઓ તો,આપણી દેશી ધરતીના ભાવનગરી દાડમ જરૂર ખાજો.નહીંતર હવે મહારાષ્ટ્રમાં સાંગલી અને બીજા જિલ્લામાં ભરપુર દાડમ થાય છે.


પણ,મહેરબાની કરી ‘વાંચીને’ પંડીત થયેલા આરોગ્યના કહેવાતા લેખકો દાડમમાં પેસ્ટીસાઈડઝની પંચાત ઉભી કરે છે...-તેને વાંચશો નહીં.


કોઈપણ દાડમ મળે આ સિઝનમાં ખાસ દાબડજો.,મારે ઘરે 365 દિવસ ફ્રિજમાં દાડમ પડ્યા હોય છે.


કુદરતની ‘ફાર્મસી’ની આ દવા ઉર્ફે દાડમને તમે મોંઘા ગણશો નહીં.


ડોક્ટર ચીઠ્ઠી લખી દે તો-કોઈપણ રાખને ધૂળ-દવા તમે કોઈ પણ ભાવે લઈ આવો છો...તો પછી,કુદરતનું આ ફળ ભલે રોજ અરધુ કે ચોથીયું ખાઓ પણ રોજ દાડમના દાણા જરૂર ખાઓ.


કૃપા કરી યુરોપ-અમેરિકા કે તેને વાદે ભારતમાં દાડમના ફેક્ટરીમાં કાઢેલા રસના-કાગળના ડબલાના તોડીને એ રસ પીશો નહીં.દાડમને તાજે તાજા ખાજો.


અમે મહુવામા હતા ત્યારે ઘાંચીનો દીકરો શેરીમાં મસ્કતી દાડમ વેચવા આવતો.,તે દાડમને અમે માત્ર જોઈ જ શકતા,ખરીદવાનો વેંત નહોતો.


આજે હિન્દુસ્તાનના મધ્યમવર્ગની સ્થિતિ સુધરી છે .


પાકિસ્તાનીઓ ભાગ્યશાળી છે.કે-તેમને અનાર (દાડમ) સસ્તા મળે છે,અફઘાનિસ્તાનથી સરળતાથી મળે છે.


કુરાનમાં લખ્યું છે.કે-સ્વર્ગના બગીચામાં દાડમ પાકે છે.,તેને પવિત્ર ફળ ગણાય છે.


ફરી ફરી વિનંતી કરું છું કે-દાડમના ઝાડ-છોડ ઉપર પેસ્ટીસાઈડઝ છંટાય છે તેની દરકાર કરશો નહીં.


ખુદાનો આ છોડ તમારા પેસ્ટીસાઈડઝને પણ ઝાપટી જશે.


દાડમ સ્વયં ક્લીન થઈ જશે.કયાંક છાપેલા ગુણ કોઈ લહિયો વાંચે તો લખી નાખશે.કે દાડમ-‘એન્ટીઓક્સિડંન્ટ’ છે !


અરે સાહેબ !,એન્ટીઓક્સિડંન્ટ વળી કઈ વાડીનો મૂળો છે ?


સાદી ભાષામાં-દાડમ તમારા શરીરમાં જઈ તમારા અંગો ઉપર સુરક્ષાના પડ ચઢાવે છે.


દાડમ ગરમાટો આપે છે.,આ મોસમ કે કોઈપણ મોસમમાં ચા પીતા પહેલા દાડમ ખાઈ લો.


ઘણા આરબ દેશોના ધાતુના ચલણના સિક્કામાં દાડમનું ચિત્ર હતું,-તેમ વીકીપીડીયા કહે છે.


આજે પણ ગ્રીસમાં નવા વર્ષનાં દિવસે કે કન્યાના લગ્ન વખતે દાડમથી મંડપ શણગારે છે.


આપણે જેમ શુભ કાર્ય પહેલા કે હનુમાનને નાળિયેર વધારીએ છીએ,તેમ ગ્રીક લોકો શુભ કાર્ય પહેલાં કે વરરાજાની જાન લઈ જતા પહેલા દાડમ વધેરે છે!


મિશેલી સ્કોફીરો કૂક નામની યુરોપિયન આહાર શાસ્ત્રી લખે છે.કે-હું નિયમીત દાડમનું સેવન કરું છું.,અને બીજા લોકોને સવારે દાડમના દાણાનો નાસ્તો કરવાનુ કહું છું....


કારણ કે-તમારી વૃદ્ધાવસ્થાને દાડમ આઘી ઠેલે છે.


અમેરિકાનું કૃષિ ખાતું એક આરોગ્ય ડિપાર્ટમેન્ટ રાખે છે...તે દાડમના એન્ટી-એઈજીંગ ગુણને વખાણે છે.


ખાસ તો મિશેલી કહે છે...-તે વાત મારે ગળે ઉતરે છે.કે-દાડમ તમારી કિડનીનું અને લીવરનું રક્ષણ કરે છે.


ઝાઝી વાતના ગાડા ભરાય.


તમારે કિડનીને રોગનો ભોગ બની એલોપથી ડોક્ટરને રૂ. 5-6 લાખ ન ખટાવવા હોય તો,કિડની અને લીવરના રક્ષણ માટે રોજ દાડમના તાજા દાણા ખાઓ.

Saturday, August 18, 2018

ભક્ત ચિન્તામણી - મુળજી લુવાણો (૨૪ મિનીટ)


ઉપવાસ એક શ્રેષ્ઠ દવા + તબીબી ક્ષેત્રે હિંસા






તબીબી ક્ષેત્રે હિંસા 









રાજગરો

ઉત્તર ભારતના શ્રમિક ખેડૂતો રાજગરાનો ખાવામાં ઉપયોગ કરીને અધિક શક્તિ મેળવે છે. એટલે એના દાણાને રામદાણા કહીને નવાજે છે. એમ તો રાજગરાનો અર્થ પણ શાહી અનાજ થાય છે તો અંગ્રેજીમાં એમરંથ તરીકે ઓળખાય છે એ શબ્દ પણ મૂળ તો સંસ્કૃતમાંથી આવ્યો છે જેનો અર્થ થાય છે મૃત્યુની સંભાવના ઓછી કરતો પદાર્થ. રાજગરો એટલે જ દેશના ઘણા પ્રાંતમાં અમરનાથ તરીકે  પણ ઓળખાય છે. 


રાજગરો એટલે પ્રોટીન્સ, ખનિજ તત્ત્વો અને વિટામિન્સથી ભરપૂર ખજાનો. રાજગરાના પાંદડા પણ શરીરના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટિન્સ હોય છે. તેનું પણ શાક બનાવીને ખાઇ શકાય છે. આવો ગુણિયલ રાજગરો તમે દાણાના રૂપમાં પણ ખાઇ શકો અને લોટ બનાવી વિવિધ વાનગીરૂપે પણ ઉપભોગ કરી શકો છો. 


રાજગરાના દાણામાંથી ખીર, ધાણી કે ચીક્કી બનાવીને પણ ખાઇ શકાય તો એના લોટમાંથી થેપલા,પરોઠા કે શીરો પણ બનાવી શકાય છે. 


એક બાજુ શ્રાવણનો વરસાદ વરસતો હોય ત્યારે ગરમાગરમ ભજિયાં ખાવાનું મન થાય અને બીજી બાજુ ઉપવાસી વ્રત પણ હોય તો વચલા માર્ગ તરીકે લોકો બેસન (ચણાના લોટ)ની જગ્યાએ રાજગરાનો લોટ વાપરીને પણ ભજિયા ખાવાની પોતાની ઇચ્છા પૂરી કરે છે ખરાં. આજ કાલ ડાયેટિશિયનો (પોષણ શાસ્ત્રીઓ)પણ ડાયેટ ફૂડ તરીકે જેની ભલામણ કરે છે એ રાજગરાના શું ફાયદા છે એના વિશે હવે જાણીએ.


પચવામાં હલકો છે


રાજગરામાં તો ઘણા ગુણ છે, પણ ઉપવાસીઓમાં લોકપ્રિય બનાવવા માટે આ એક જ ગુણ પર્યાપ્ત છે. રાજગરામાં રહેલા એમિનો એસિડ્સને કારણે તે શરીરમાં સરળતાથી પચી જાય છે. જ્યારે ઘઉંમાં રહેલું ગ્લુટેન પચવામાં ભારે છે. રાજગરો ભૂખને ભાંગે છે. રાજગરાની વાનગી ખાધી હોય તો પેટ ભરાયેલું હોય એવી લાગણી થાય છે. ઉપવાસ કરનારાઓ માટે આ એક ઉત્તમ પદાર્થ છે. હવે તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખજો કે તમારી થાળીમાં રાજગરો છે કે નહીં. 


કેલ્શિયમથી ભરપૂર


સાધારણ રીતે કેલ્શિયમ મળે એટલા માટે દૂધ પીવાનું કહેવામાં આવે છે, કારણ કે દૂધ એ કેલ્શિયમ માટેનો ઉત્તમ સ્રોત છે. જોકે, બહુ ઓછા લોકોને એ ખ્યાલ હશે કે રાજગરામાં દૂધ કરતાં બમણા પ્રમાણમાં કેલ્શિયમ છે જે હાડકાંના વિકાસ માટે ઉપયોગી છે અને સાંધાના દુખાવા સામે રક્ષણ આપે છે. દૂધમાં રહેલા લૅક્ટોઝને કારણે એ પચવામાં ભારે છે અને ઘણાને એના સેવનથી કફની સમસ્યા પણ થતી હોય છે એવી પરિસ્થિતિમાં રાજગરો ઉત્તમ વિકલ્પ સાબિત થાય એમ છે. 


કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખે છે 


રાજગરાના દાણામાં ફાઇટોસ્ટ્રોલ હોય છે તે ઉપરાંત અસંતૃપ્ત ફેટી એસિડ અને સોલ્યુબલ (ઓગળી શકે એવા ફાઇબર) પણ હોય છે, જે ખરાબ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદરૂપ તો થાય જ છે, ઉપરાંત બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે. હૃદયને તંદુરસ્ત રાખે છે. 


વાળ મજબૂત થાય છે 


નિયમિત રાજગરાના સેવનથી અકાળે વાર ખરતા હોય તો એમાં ઘણી રાહત થાય છે. રાજગરામાં લાઇસિન નામનું તત્ત્વ હોય છે જે વાળને ગાઢાં અને મજબૂત બનાવે છે. વળી સિસ્ટીન નામનો પદાર્થ હોય છે જે વાળને તંદુરસ્ત અને સ્વસ્થ બનાવે છે. 


પોષક તત્ત્વોથી ભરપૂર 

રાજગરામાં કેલ્શિયમ તો ભરપૂર પ્રમાણમાં હોય છે એ આપણે જોયું ,પણ અન્ય ઉપયોગી પોષક તત્ત્વો જેવા કે, લોહ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફોલિક એસિડ પણ ભરપૂર માત્રામાં હોય છે. મેગ્નેશિયમને કારણે જે વ્યક્તિને માઇગ્રેનની સમસ્યા હોય એને ઘણી રાહત થાય છે, કારણ કે મેગ્નેશિયમ ધમની અને શરીરની અન્ય લોહીની નળીઓને સંકોચાવા દેતું નથી. રાજગરામાં બાયોએક્ટિવ સંયોજનો હોવાથી એ અનેક પ્રકારની એલર્જીથી પણ બચાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભકારી છે, કારણ કે રાજગરાના ઉપયોગથી હાઇપરગ્લેસેમિયાનું પ્રમાણ ઘટે છે. બીજા કોઇ પણ અનાજ કરતાં રાજગરામાં પ્રોટીન્સનું પ્રમાણ વિશેષ છે, જે શરીરના એકંદર વિકાસ માટે ઉપયોગી છે. કેરોટિનોઇડ્સ અને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોવાથી આંખની તંદુરસ્તી વધે છે. મોટી ઉંમર સુધી મોતિયો આવતો નથી. બીજી એક ઉપયોગી વાત રાજગરામાં એ હોય છે કે તેમાં ચરબીનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે, જેથી વજન વધવા જેવી સમસ્યા સતાવતી નથી. 


વેરીકોઝ વેઇન્સ


ઘણા લોકોની શરીરની નસો કાયમ માટે ફૂલેલી રહેતી હોય છે. ઉંમર થાય એમ આ સમસ્યા વધતી જાય છે. રાજગરામાં રહેલા ફલેવોનેઇડ્સ આ સમસ્યા દૂર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. 


ઉપવાસ ન કર્યો હોય ત્યારે પણ અન્ય અનાજ સાથે ભેળવીને ઉપયોગમાં લેવાથી પ્રોટીન્સ અને એમિનો એસિડનું એવું સંતુલન બની રહે છે જે દૂધ કરતાં પણ બહેતર હોય છે.

લીમડાને આવી ગ્યો તાવ,

લીમડાને આવી ગ્યો તાવ,

લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.


ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !

પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?


વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.


અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડીપડ્યા છે કાંઈ ગાવા !

કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?


કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.


કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,

આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?


માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?


લીમડાને આવી ગ્યો તાવ

લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,

જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.


         – કૃષ્ણ દવે

ગુજરાતી ભાષાનો વૈભવ

વાંચવાની મજા આવશે હો!!


(ગુજરાતી ભાષાનો વૈભવ)


ઉંદર 🐀ને ઉચાળો નહી

મીંદડી 🐈ને માળો નહી

કુંવારા 👦ને સાળો👲 નહીં

અને કયાય હંસ🕊 કાળો નહીં



સંસારી 👨‍👩‍👧‍👦ને ભેખ નહીં

મરણ 😶માં કેક 🎂નહીં

સાઇકલ 🚲માં જેક નહીં

અને વાંઢા 👲ને બ્રેક નહીં



કડી ⛓ઉપર તાળુ 🔐નહીં

લાડુ 🌕ઉપર વાળુ🍱🍛 નહીં

કોટ 👕ઉપર શાલ નહીં

બખતર👘 ઉપર ઢાલ નહીં

કેરડા 🍇માં પાન 🌿નહીં

અને ઘર જમાઈ  👨ને માન😏 નહીં



કૂતરાની 🐕પૂંછડી સીધી નહી

અને કજીયામાં👊👋 વિધિ નહીં

ડુંગરા 🏔 નરમ નહીં

ગુલફી 🍭 ગરમ ♨નહીં

પાપી 😜ને ધરમ 🙏નહીં



ફળ ફૂલ🌺🌻🍅🍋🍊 માં કયાય સાંધો નહીં


                  અને 

               હવે તમે


આગળ મોકલો તો વાંધો નહીં.😄😊

હવે સ્ત્રીઓ સાડી શા માટે નથી પહેરતી નું રહસ્ય જાણી લ્યો .....

આજે તો સવાર થી ખૂબ જ વરસાદ.

મારા સાસુ મારી નોકરી જવાની ચિંતા કરે.એમણે વાત વાત માં કહ્યું વહુ દીકરા આવા વરસાદ માં સાડી પહેરી નોકરી જવું અઘરું તો પડતું હશે???


નવા જમાના ની છોકરીઓ ને તકલીફ પડે..બાકી અમારા જેવા તો ટેવાઈ જ ગયેલા...મેં કહ્યું મમ્મી હું પણ ઘણા વર્ષો થી સાડી પહેરું છું તો હું પણ ટેવાઈ જ ગઈ છું...


વળી,પાછું સાસુને નવો સવાલ સૂઝયો... હે વહુ દીકરા!આ સાડી ની શોધ કોણે કરી હશે???આવી રીતે જ પહેરવી એવું નક્કી કોણે કર્યું હશે???


મેં કહ્યું મમ્મી જેણે કર્યું હશે તેમાં કોઈ ચોક્કસ કારણ તો હશે જ...


શુ કારણ હશે ???એવું સાસુ એ સહજતા થી જ પૂછ્યું એટલે મને લાગ્યું સાસુ ને સારું લાગે તેવું કંઈક સમજાવી દેવા દે એટલે વાત જ પુરી થઈ જાય...


મેં કહ્યું મમ્મી સાડી નો પાલવ એટલે મારું સાસરિયું એટલે કે મારા સાસરારિયા ની આબરૂ મારા ખભે લઈને ચાલીશ...માથે ઓઢી સાસરિયા ને માન આપીશ.


અને કમર માં ખોસેલી મારી સાડી ની પાટલી એટલે કે મારું પિયર તો મારી નાભિમાં જ...નાભિમાં જીવ હશે ત્યાં સુધી પિયર ને ભૂલીશ નહિ.


અને હા,કામ કરતા મારી પાટલી કમર માં ખોસું મતલબ કે...કોઈ પણ કામ કરીશ પણ,મારા પિયર ને મેલું નહિ કરું...કલંક લાગે તેવું નહિ કરું...


સાસુ તો મારી વાત ધ્યાન થી સાંભળી જ રહ્યા...


કહ્યું વાત પૂરી મમ્મી હવે હું સ્કૂલ જાઉં મારે મોડું થાય છે...


સાસુ એ કહ્યું વહુ દીકરા સાડી પહેરવાનું કારણ ગમે તે હોય...પણ,તે જે તારો વિચાર મને કહ્યો ને તે વાત થી મને બહુ જ ગર્વ થયો તારા પર...


સામાન્ય વાત ને પણ તે કેવી સરસ તારી શૈલી માં કહી દીધી...હું આ વાત મારા દરેક સખી મંડળ માં કહીશ...મને પણ સાસુ નો સંતોષ જોઈ આનંદ થયો...


સમય સાથે શું શું ગયું .....

આધુનિક દુનિયાની વ્યાખ્યા


પાણી ને વોટર ભરખી ગયું,

હુંડી ને ચેક ભરખી ગયા.

દિવાળીને ક્રિસમસ ગળી ગયું,

કારતકને જાન્યુઆરી એ જલાવી દીધો.

બાપાને ડેડ સાહેબે દાટી દીધો,

તિથિ ને તારીખે ટક્કર મારી.

સહુનું ખાણુ ગયું ને સહુનું વાળુ ગયું,

ડીનર ની ડીશમાં એ બધું ચવાઈ ગયું.

આવો ગયું,પધારો ગયું ને નમસ્તે ગયું,

"હાય" અને "હેલ્લો" ના હાહાકાર મા સ્નેહ ભીના શબ્દો ગયા.

મહેમાન ગયા,પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા,

"વેલ કમ" અને "બાય બાય" મા લાગણીઓ તણાઈ ગઈ.

કાકા ગયા,મામા ગયા,માસા અને ફુવા ગયા,

એક અંકલ ના પેટમાં એ બધા ગરકાવ થયા.

કાકી,મામી,માસી,ફોઈ ને સ્વજનો વિસ્તાર ગયા,

આંટી મા બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો,પંખી વેરવિખેર થયા,

હું ને મારા મા બધા જકડાઈ ગયા.

હાલરડાં ના હલ્લા ગયા,લગ્ન ના ફટાણા ગયા,

ડીજે ને ડિસ્કો ના તાનમાં બધા ગરકાઈ ગયા.

આઈસ્ક્રીમ ના આડંબર માં મીઠા ગોળ ને ધાણા ગયા.

પર્વ ગયા,તહેવાર ગયા,ઉત્સવ ના વહેવાર ગયા,

ક્રિસમસ ને નાતાલ મા બધા સલવાઈ ગયા.

લાપસી ગયા,કંસાર ગયા,ખીર અને ખાજા ગયા,

કેક ના ચક્કરમાં બધા ફસાઈ ગયા.

ધોતી અને કફની ગયા,ટોપી,પાઘડી અને ખેસ ગયા,

નિત બદલાતી ફેશન માં પુરૂષ અને સ્ત્રીના ભેદ ગયા ...!!

Wednesday, August 15, 2018

સત્સંગ માળા ની ૩ વિડીયો કલીપ ( ૨ +૮ + ૩ = ૧૪ મિનીટ ફક્ત )


  કર્મ અને સમઝણ  (ફક્ત દોઢ મિનીટ )



આશીર્વાદ  (ફક્ત ૮ મિનીટ)



ઘનશ્યામ ટંડેલ (ફક્ત ૩ મિનીટ)



Tuesday, August 14, 2018

૭૨ માં સ્વાધીનતા દિવસ ની સૌ દેશવાસીઓ ને હાર્દિક શુભેચ્છા....


                            💥 સાચી સ્વતંત્રતા કઈ ???? 💥

     "જન્મ મરણ નાં બંધન છૂટે તે" - પ્રમુખ સ્વામીજી મહારાજ....



                                          વંદેમાતરમ


સાઈરામ દવે ની વ્યથા 


















Sunday, August 12, 2018

દરેક ગુજરાતી એ એક વિચારવા જેવો પ્રશ્ન ?????



આજની યુવા પેઢી માં માતૃભાષા વિષેની જાણકારી જુઓ 





તુષાર શુક્લા નું આ ટૂંકું વક્તવ્ય સાંભળો 





૧૨ ઓક્ટોબર ૧૮૩૬ નો થોમસ મેકલે એ તેના પિતા ને અંગ્રેજીમાં લખેલ પત્ર જુઓ 


- અમારી અંગ્રેજી શાળાઓ અહિયાં સારી રીતે ફૂલી ફાલી રહી છે. આ શિક્ષણ ની હિંદુઓ ઉપર અસાધારણ અસર થઇ રહી છે. જે કોઈ પણ હિંદુ જેણે આ  અંગ્રેજી શિક્ષણ લીધેલ છે, તે ક્યારે પણ ખરા દિલ થી તેના ધર્મ સાથે જોડાયેલ નહિ રહે. જો અમારા આ પ્લાન ને અનુસરવા માં આવશે તો ૩૫ વરસ માં બેંગાલ માં એક પણ નામાંકિત (હિન્દુત્વ વાદી) આગેવાન જોવા નહિ મળે.


- અને (તેઓની ) ધાર્મિક સ્વતંત્રતા માં દખલ કર્યા શિવાય કે ધર્માન્તર કર્યા વિના હેતુ પાર પડશે આપોઆપ ફક્ત આપણું શિક્ષણ આપીને. આવી સંભાવના જોઈ ને હું મનોમન અતિશય પુલકિત થઇ રહ્યો છું.


આજે આપણે આપણી જાત ને "હિંદુ" તરીકે ઓળખાવીએ તો છીએ અને આસ્તિક પણ કહેવડાવીએ છીએ. પણ કેવા હિંદુ ? વેદ, પુરાણ, ઉપનિષદ ની વાતો અને જ્ઞાન ને તર્દન ભૂલી ગયેલા. આયુર્વેદ ને ભૂલીને પશ્ચિમી ફાર્મા લોબી ના શિકાર બની ને રોજ બી.પી. માટે ગોળીયો ગળતા અને ડાયાબીટીસ માટે રોજ ઇન્જેક્શન લેતા. રામાયણ અને મહાભારત પ્રસંગો ની સત્યતા બાબત શંકા સેવતા. 


હું કુવૈત માં હતો ત્યારે મૂળ નડિયાદ ના પણ પછી વડોદરા સ્થાયી થયેલ અને નોકરી અર્થે કુવૈત આવેલ પોતાને વૈષ્ણવ તરીકે ઓળખાવતા એક મિત્ર જોડે એક દિવસ  ગુજરાત ના યાત્રા પ્રવાસ સ્થળો વિશેની ચર્ચા દરમ્યાન મેં તેમને પૂછ્યું - ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ મથુરા માં થયેલ. પણ તેમણે દેહ ક્યાં ત્યાગ કરેલ ખબર છે? મારો આશય વેરાવળ પાસેના ભાલકા તીર્થ માં શ્રી કૃષ્ણએ જ્યાં દેહ ત્યાગ કરેલ તે પીપળા નીચેની મનોહર મૂર્તિ નો અંગુલી નીર્દેશ કરવાની હતી. પણ મારા આ કૃષ્ણ ભક્ત મિત્ર આ બાબત બિલકુલ અજાણ હતા. 


શ્રી નાથબાવા અને યમુનાજી ના મોટા ફોટા દીવાલ ઉપર લટકતા તો તમોને  ઘણા વૈષ્ણવો ના ઘરમાં કે ઓફીસ માં જોવા મળશે. પણ નરસિંહ મહેતાના પદ "વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે" ની વ્યાખ્યા માં બંધ બેસે તેવા આજે કેટલા વૈષ્ણવ તમોને જોવા મળશે ?


તેવીજ રીતે "નૌકાર" મંત્ર અને અહિંસા પરમો ધર્મ ના ગુણગાન તો તમે દરેક જૈન પાસે સાંભળશો. પણ ભગવાન મહાવીર નો અહિંસા ઉપરાંત બીજો પાયાનો સિદ્ધાંત  "અપરિગ્રહ" કેટલા જૈન લોકો માં તમોને જોવા મળશે?  


સ્વામિનારાયણ સંપ્રદાય ના કંઠી ધારક તો અનેક મળશે પણ "શિક્ષાપત્રી" ની આજ્ઞા ઓ નું ૭૫ થી ૮૦ ટકા પણ પાલન કરવા વાળા કેટલા? 


ટૂંક માં પહેલા અંગ્રેજો ની શિક્ષણ પદ્ધતિ, પછી કોંગ્રેસ રાજ્યમાં  બિન સાંપ્રદાયિકતા નું ચાલેલ તુત અને ત્યારબાદ ઇન્ટરનેટ ના આગમન સાથે યુવા પેઢી નું પરદેશ ગમન શરુ થયા બાદ આજે હિન્દુત્વ (હિંદુ ધર્મ, સંસ્કૃતિ અને જીવન શૈલી) નું નિકંદન નીકળી ગયું છે. તેને ફરી ઉજાગર કરવાનો એક માત્ર ઉપાય છે નવી પેઢી ને માતૃભાષા ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત શીખવા પ્રોત્સાહિત કરવાનો અને રસ લેતા કરવાનો.  


બી.એ.પી.એસ. સંસ્થા એ આ હકીકત ધ્યાન માં લઇ ને ગુજરાતમાં સારંગપુર ખાતે સંસ્કૃત ભાષા શીખવાની સગવડ અને પરદેશમાં પાંચેય ખંડો માં આવેલ બી.એ.પી.એસ. મંદિરો/સંસ્કાર ધામો માં ગુજરાતી ભાષા ના વર્ગો શરુ કર્યા છે.