Saturday, August 18, 2018

હવે સ્ત્રીઓ સાડી શા માટે નથી પહેરતી નું રહસ્ય જાણી લ્યો .....

આજે તો સવાર થી ખૂબ જ વરસાદ.

મારા સાસુ મારી નોકરી જવાની ચિંતા કરે.એમણે વાત વાત માં કહ્યું વહુ દીકરા આવા વરસાદ માં સાડી પહેરી નોકરી જવું અઘરું તો પડતું હશે???


નવા જમાના ની છોકરીઓ ને તકલીફ પડે..બાકી અમારા જેવા તો ટેવાઈ જ ગયેલા...મેં કહ્યું મમ્મી હું પણ ઘણા વર્ષો થી સાડી પહેરું છું તો હું પણ ટેવાઈ જ ગઈ છું...


વળી,પાછું સાસુને નવો સવાલ સૂઝયો... હે વહુ દીકરા!આ સાડી ની શોધ કોણે કરી હશે???આવી રીતે જ પહેરવી એવું નક્કી કોણે કર્યું હશે???


મેં કહ્યું મમ્મી જેણે કર્યું હશે તેમાં કોઈ ચોક્કસ કારણ તો હશે જ...


શુ કારણ હશે ???એવું સાસુ એ સહજતા થી જ પૂછ્યું એટલે મને લાગ્યું સાસુ ને સારું લાગે તેવું કંઈક સમજાવી દેવા દે એટલે વાત જ પુરી થઈ જાય...


મેં કહ્યું મમ્મી સાડી નો પાલવ એટલે મારું સાસરિયું એટલે કે મારા સાસરારિયા ની આબરૂ મારા ખભે લઈને ચાલીશ...માથે ઓઢી સાસરિયા ને માન આપીશ.


અને કમર માં ખોસેલી મારી સાડી ની પાટલી એટલે કે મારું પિયર તો મારી નાભિમાં જ...નાભિમાં જીવ હશે ત્યાં સુધી પિયર ને ભૂલીશ નહિ.


અને હા,કામ કરતા મારી પાટલી કમર માં ખોસું મતલબ કે...કોઈ પણ કામ કરીશ પણ,મારા પિયર ને મેલું નહિ કરું...કલંક લાગે તેવું નહિ કરું...


સાસુ તો મારી વાત ધ્યાન થી સાંભળી જ રહ્યા...


કહ્યું વાત પૂરી મમ્મી હવે હું સ્કૂલ જાઉં મારે મોડું થાય છે...


સાસુ એ કહ્યું વહુ દીકરા સાડી પહેરવાનું કારણ ગમે તે હોય...પણ,તે જે તારો વિચાર મને કહ્યો ને તે વાત થી મને બહુ જ ગર્વ થયો તારા પર...


સામાન્ય વાત ને પણ તે કેવી સરસ તારી શૈલી માં કહી દીધી...હું આ વાત મારા દરેક સખી મંડળ માં કહીશ...મને પણ સાસુ નો સંતોષ જોઈ આનંદ થયો...


No comments:

Post a Comment