Thursday, October 18, 2018

બે સત્ય ઘટનાઓ - એક વિડીયો કલીપ અને બીજી ૩ પાના ના પત્ર દ્વારા



ડોક્ટર તેજસ પટેલ ની વિડીયો કલીપ 



પૂજ્ય મહંત સ્વામી ને સંબોધી ને તારીખ ૨૮-૯-૨૦૧૮ ના સુરત ના એક હરિભક્તે  લખેલ પત્ર વાંચવા નીચીને લીંક ઉપર ક્લિક કરો   

પત્ર વાંચવા આ લીંક ઉપર ક્લિક કરો

Tuesday, October 16, 2018

સ્વાસ્થ્ય માટે ગુણકારી જાયફળ: દર્દ અનેક ઈલાજ એક

સ્વાસ્થ્ય પર મામૂલી અસર પણ થાય તો લોકો ફટાફટ ડૉક્ટર પાસે ભાગે છે, આયુર્વેદિક, એન્ટિબાયોટિક અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં પૈસા ખર્ચ કરવામાં તેઓ માને છે, પણ ઘરગથ્થુ ઇલાજ ઘણો ગુણકારી હોય છે એ આજની પેઢીને સમજાવવું થોડું અઘરું છે. જાયફળ એક એવી ઔષધિ છે જેનાથી રોજિંદા જીવનમાં આવતી અમુક તકલીફોથી હંમેશ માટે રાહત મળી શકે છે.

કોઇ વ્યક્તિને આખો દિવસ કામ કર્યા બાદ પણ ભૂખ ન લાગતી હોય તો તેણે જાયફળનો એક નાનકડો ટૂકડો દરરોજ ચૂસવો જોઇએ, જેથી તેમની ભૂખ ઉઘડશે અને વારંવાર ભૂખ લાગશે.


ૄજાયફળના ચુર્ણને મધ સાથે લેવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે અને હૃદય મજબૂત બને છે.


ૄ પેટમાં દુખાવાની સમસ્યા ઉદ્ભવે ત્યારે જાયફળના તેલના બે ટીપા પીવાથી પેટ સંબંધિત તમામ તકલીફોનો અંત આવે છે. 


ૄ ગળામાં સોજો આવ્યા હોય તો જાયફળ ગુણકારી નીવડે છે. જાયફળના ચુર્ણને પાણીમાં ઘોળીને દરરોજ સવારે કોગળા કરવાથી ગળાના સોજા અને દુખાવાથી રાહત મળે છે.


ૄ શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકોને વારંવાર શરદી થતી રહે છે. તેને રોકવા માટે એક ચપટી જાયફળનું ચુર્ણ દૂધમાં ભેળવીને પીવાથી શરદીની વારંવાર થતી તકલીફથી રાહત મળે છે. 


ૄ કાચા દૂધમાં જાયફળ ઘસીને તેનો લેપ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ પર કાબૂ મેળવી શકાય છે. આ ઉપરાંત જાયફળ અને ૧૦ કાળા મરીને કાચા દૂધમાં ઘસીને લગાવવાથી પણ ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. 


ૄ નાના બાળકોને છાતીમાં કફ જમા થાય છે ત્યારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અથવા ન્યૂમોનિયા જેવા લક્ષણ થતાં હોય છે ત્યારે જાયફળને પાણીમાં ઘસીને તે ગરમ કરીને બાળકોની છાતીએ લગાવવાથી કફમાં રાહત થાય છે.


ૄ વારંવાર હેડકી આવે ત્યારે તુલસીની ૧૦ પાંદડીઓની સાથે એક જાયફળનો ટુકડાને ચાવવાથી હેડકી બંધ થઇ જશે.


ૄ જાયફળમાં લીંબુનો રસ ઘસીને ચાટવાથી પેટમાંની ગેસની સમસ્યાથી છૂટકારો થાય છે.


ૄ ચોખા ધોયા બાદ જે નીકળેલું પાણી હોય તેમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી બંધ થાય છે.


ૄ ગાયના ઘીમાં જાયફળનું ચુર્ણ ભેળવીને પગના તળિયે રોજ ઘસવાથી અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને ખૂબ જ સારી નિદ્રા આવશે.


ૄ જાયફળના લેપને કમર પર લગાવવાથી કમરદર્દની તકલીફ દૂર થાય છે.


ૄ નાના ટાબરિયાઓને તાવ આવે ત્યારે જાયફળ પીસીને માથા, છાતી-નાક પર લગાવવાથી રાહત મળે છે.

(ઋણ સ્વીકાર : મુંબઈ સમાચાર દૈનિક)

Saturday, October 13, 2018

ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ

   ઘડપણ સડવા માટે નથી – ગુણવંત શાહ


                                                        | સાહિત્યકાર : ગુણવંત શાહ |
                                                   [‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.]
માણસ સાઠ વટાવે પછી થોડાક ડરામણા શબ્દોનું બ્લેકમેઈલ શરૂ થઈ જાય છે : બ્લડ-સુગર, કોલેસ્ટરોલ, બ્લડ પ્રેશર, વા, બાયપાસ, ઘડપણ અને મૃત્યુ. ઘણા લોકો ઘડપણમાં દુઃખી થવા માટે યુવાનીમાં રોગના ખાતામાં દુઃખની થાપણ મૂકી રાખે છે. પાછલી ઉંમરે દુઃખ એમને વ્યાજમુદ્દલ સાથે પાછું મળે છે.


જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં એડવાન્સ બુકિંગ કરાવીને ઘડપણમાં રોગોનું મ્યુઝિયમ બનીને ખાટલે પડેલાં ખોળિયાં જોવા મળે છે. એમના જિગરજાન દોસ્તનું નામ છે ગળફો. એમની ગર્લફ્રેન્ડનું નામ છે, થૂંકદાની. એમની પ્રિયતમાનું નામ છે પથારી. રવિશંકર મહારાજ વારંવાર કહેતા કે
ઘરડમાં ચાલે તે ઘરડો.

ઘડપણનું સર્જન સડવા માટે નથી થતું. માણસે ઘરડા નથી થવાનું. પણ
વૃદ્ધ થવાનું છે. જે વૃદ્ધિ પામ્યો તે વૃદ્ધ !

પાછલી ઉંમરે સુખી થવાના સચોટ ઉપાયો ક્યા ?
ગમે તે ભોગે યુવાનીમાં બેઠાડું બનવાનું ટાળવું રહ્યું.
જેટલું ચલાય એટલું ચાલવું અને વળી ઝડપથી ચાલવું.

ચલના જીવન કા નામ,
ચલતે રહો સુબહ શામ.

પરસેવાના બે પ્રકાર છે.
એક છે હરામનો પરસેવો અને બીજો છે ખરી કમાણીનો પરસેવો.
મુંબઈમાં ભેજ એટલો કે આળસુના પીરને પણ પરસેવો વળે. એ હરામનો પરસેવો ગણાય.

શિયાળામાં કોઈ માણસ એકાદ કલાક કસરત કરે અને શરીરે પરસેવો વળે એ ખરી કમાણીનો પરસેવો ગણાય.

એ પરસેવો રોગમુક્તિ (healing)નો ખરો ઉપાય છે.
કમાણીનો પરસેવો ઉંમરને ખાઈ જાય છે.

પાછલી ઉંમરે દુઃખી થવાના ઘણા રસ્તા છે.
ઓફિસની ખુરશીમાં પોટલું થઈને બેસવું એ પહેલો ઉપાય છે.

વ્યસનો વિનાની યુવાની ઘણા લોકોને નથી ગમતી.
પૈસા કમાવા સિવાય અન્ય કોઈ વાતમાં રસ ન લેવાની ટેવ યુવાનીને કદરૂપી બનાવે છે.
સાહિત્ય, સંગીત, કળા, નાટક અને કવિતા જેવી ‘ફાલતુ’ બાબતોથી દૂર રહેનારા ઝટ ઝટ સડે છે.

આવા લોકોને તાણ નામની વેમ્પ અકાળે ઘરડા બનાવે છે.
કેવળ પૈસો કમાનારી વ્યક્તિને સાચી મૈત્રી સાંપડતી નથી. પરિણામે જીવન ઝટ કટાઈ જાય છે.

પુસ્તક વાંચવાની ટેવ હોય એવો સ્ફૂર્તિમંદ વૃદ્ધ કંટાળતો નથી.
સંગીતમાં રસ લેનારો વૃદ્ધ નવરાશને શણગારતો જોવા મળે છે.

ધરાવનાર દાદા ખાસા રળિયામણા જણાય છે.
અન્ય માટે કશુંક કરી છૂટવા તત્પર એવાં દાદીમા આદરણીય જણાય છે.
પારકી પંચાતથી દૂર રહીને નિજાનંદમાં મસ્ત રહેનારા દાદાને ખાલીપો પજવતો નથી.
ઘરનાં સંતાનો એમનાથી કંટાળતાં નથી.
પુત્રવધૂને એમની હાજરી ખટકતી નથી.

કેટલાક વડીલોથી પરિવાર કંટાળે છે. એ કંટાળો સાબિત કરે છે કે વડીલ હજી જીવે છે.
આવું ઘડપણ અભિશાપ ગણાય.

જે વૃદ્ધ છે એ તબિયતનો રાંક નથી હોતો.
પુસ્તકપ્રેમ, કળાપ્રેમ, મનોરંજન, મૈત્રી અને પ્રસન્ન સ્મિતથી શોભતો કરચળિયાળો ચહેરો એમના સમગ્ર જીવનનું ઓડિટ પ્રગટ કરતો રહે છે.

આવો વૃદ્ધ છેક છેવટ સુધી પોતે સ્થાપેલી કે ઉછેરેલી સંસ્થાની ખુરશી પર ફેવિકોલ લગાડીને ચોંટી રહેતો નથી.

સંશોધનોએ સાબિત કર્યું છે કે નિયમિતપણે મંદિરમાં જનારા લોકો લાંબુ જીવે છે.
ભગવાન નામનું ટ્રાન્કિવલાઈઝર જબરી રાહત સાવ ઓછી કિંમતે પહોંચાડે છે.
ડ્રગને રવાડે ચડવા કરતાં કૃષ્ણને રવાડે ચડવું સારું.

જે બાલદી કટાઈને કાણી નથી થતી એને છેક છેલ્લે સુધી કોઈ ભીનો સ્પર્શ મળી રહે છે. આ સ્પર્શ જીવનદાયી છે.
લાંબા આયુષ્યના શાસ્ત્રને gerontology કહે છે.
આપણા ઘરડા નેતાઓ ઝટ નિવૃત્ત થતા નથી. સત્તા ન છોડવાની એમની ચીટકુ વૃત્તિને gerontology કહે છે.

કટાઈ જવા માટેનો શ્રેષ્ઠ સમય યુવાની છે.
ઘરડા થવું એ ગુનો છે. વૃદ્ધ થવું એ વિશેષાધિકાર છે. સતત સમૃદ્ધ થતો રહે તે વૃદ્ધ. વિચારની વૃદ્ધિ અને વિવેકની સમૃદ્ધિ !

ખિસકોલી ઘરડી થાય તોય દોડવામાં ધીમી પડતી નથી.

પુષ્પ ખરવાની અણી પર હોય તોય સુગંધ આપવામાં પાછીપાની કરતું નથી.

હરણ ગમે એટલું ઘરડું હોય તોય એની દોડવાની ગતિ જળવાઈ રહેતી હોય છે.

ઘરડા હાથીનું ગૌરવ પણ છેલ્લી ક્ષણ સુધી અકબંધ રહેતું હોય છે.

જે માણસ મોટી વયે પણ નવું નવું વાંચવાનું, વિચારવાનું અને નિર્મળ આનંદ પામવાનું વ્યસન છોડવા તૈયાર નથી એ ખરા અર્થમાં વૃદ્ધ છે. એવા માણસને ‘ઘરડો’ કહેવો એ એનું અપમાન છે.

અમેરિકાના ફાઈનાન્સિયર બર્નાડ બારુચ કહે છે :

ઘરડા થવાની ઉંમર
હું આજે છું એનાં
પંદર વર્ષ પછીની જ હોય છે.

મોબાઈલની આત્મકથા

                               મોબાઈલની આત્મકથા 

હું એક મોબાઈલ છું, તમે મારા વિશે જાણતા જ હશો, પણ તમારી પાસે અધૂરી માહિતી છે, તમે મને એક ઇલેકટ્રોનિક વસ્તુ જ સમજો છો ?  એ માહિતી પણ અધૂરી જ છે, જો મનુષ્ર્ય મને ખરેખર સમજશે તો તે સુખી થઇ જશે, પરંતુ જો તે મારો ઉપયોગ કરવામાં વિવેક ચુક્યો તો એને કોઈ નહિ બચાવી શકે.

👉🏽હું તમારો અને તમારા બાળકો સાથે નો પ્રેમ ઓછો કરાવી નાખું છું.

👉🏽હું તમને જ તમારા બાળકોથી નફરત પેદા કરાવતા કરી નાખું છું. 

👉🏽હું તમારા પરિવારના બરબાદીનું કારણ બની શકું છું. 

👉🏽હું તમારા પતિ-પત્ની વચ્ચેના સબંધોનો નાશ કરું છું. 

👉🏽હું તમારા એકાગ્રતાને નષ્ટ કરું છું.

👉🏽હું તમારા કાર્યની ગતિમાં અવરોધ પેદા કરું છું.

👉🏽હું તમારા ખર્ચમાં દિન -પ્રતિદિન વધારો કરું છું.

👉🏽હું તમને વધારે ગુસ્સાવાળા બનાવું છું.

👉🏽હું તમને ગેરમાર્ગે દોરી જાઉં છું.

👉🏽હું તમને ચારિત્રહીન બનાવું છું.

👉🏽હું તમને માનસિક રોગી બનાવું છું.

👉🏽હું તમને મારી લત લગાડી દઉં છુ, જેથી તમે મારી  જાળમાં ફસાઈ જાઓ છો.

👉🏽હું કરોડો લોકોના ઘરને બરબાદ કરવામાં સફળ રહ્યો છું.

👉🏽મોટા ભાગના યુવાનો મારો સંગ કરીને પોતાની કારકિર્દીને ખતમ કરી નાખે છે.

નાના બાળકો માટે તો હું ધીમા ઝેર સમાન છું. એના આખા મનને ખરાબ કરી દઉં તો પણ બાળકને ખબર જ નથી પડતી.

👉🏽મેં કરોડો લોકોના સંબંધોને ખરાબ કર્યા છે...

તેમાય ખાસ કરીને પતિ-પત્નીના સબંધોને છુટા-છેડા સુધી લઇ જવામાં મારી મુખ્ય ભૂમિકા રહી છે.

👉🏽મેં સાધુ-સંતોને પણ નથી છોડ્યા, જે સાધુ-સંતો વિવેકને ચુક્યા છે એ પણ બહુ પછતાયાં છે.

👉🏽બળાત્કાર જેવા ગંભીર ગુનાનું બીજ મારા ઉપયોગથી  જ જન્મે છે.

👉🏽 હું લોકોનો સમય ખાઈ જાઉં છું છતાં લોકોને ખબર જ પડતી નથી એવો હું ભયાનક રાક્ષસ છું.

માટે ચેતી જજો ,

મારો ઉપયોગ વિવેકથી નહિ કરો તો તમારી અને તમારા આખા પરિવારની જીંદગી બરબાદ કરી નાખીશ.... 

હું મોબાઈલ નામનો છૂપો વાયરસ છું....😟😟😟😟😔😔😔😔🤝🏻👍🏻

ભક્તિ

BAPS Swaminarayan 

સંસ્થા નાં મહિલા હરિભક્તો ની કેવી અનન્ય ભક્તિ હોય છે તેનાં દર્શન આ તલ નાં બનાવેલ હારમાં થાય છે.

મહંત સ્વામી મહારાજની ૮૫  મી જન્મ જયંતિ નિમિતે તળાજા ક્ષેત્રના બહેનો એ દિવસ રાત સ્વામિનારાયણ મહા મંત્રના રટણ સાથે એક એક તલ ને દોરામાં પરોવી  સેર ૧૧૨૧ નો 5 ફૂટ લાંબો સફેદ અને કાળા તલ નો હાર બનાવ્યો.

ધન્ય છે તેઓ ની ભક્તિને...




Monday, October 8, 2018

પુરણ ગોંડલીયા ની વિડીયો લાયબ્રેરેરી (૧)

કમ્પ્યૂટર/લેપટોપમાં ગુજરાતી/હિન્દી /અંગ્રેજી જે બોલો,તે ટાઈપ થશે

                      

બ્લોગની મોબાઇલ એપલીકેશન બનાવો એકદમ ફ્રી માં

                   


કોમ્પ્યૂટરના ડેટાની સી.ડી./ડી.વી.ડી.કેવી રીતે બનાવશો ?

વાહ મારા શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી અને વાહ મારો સત્સંગ જેનાથી ધન્ય થયું મારું જીવન

ઇસવીસન ૧૭૯૩ માં કૈલાશ માનસરોવર ના કિનારે  અગિયાર  વર્ષના બાળ નીલકંઠવરણી એ શિયાળાની થીજાવી દેતી ઠંડી માં ધ્યાન ધરેલ 

અને 

જે સ્થળે બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખસ્વામી મહારાજ (૧૯૨૧ ~૨૦૧૬)ના અસ્થી નું વિસર્જન કરાયેલ છે તે સ્થળે 

શૂન્ય ડીગ્રી તાપમાન માં પૂજ્ય બ્રહ્મવિહારીદાસ સ્વામી એ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ ના સ્થાનિક સમય ૨ વાગે સ્થાનિક બૌધ ભિક્ષુઓ, ચાયના ના શુભેચ્છકો અને તિબેટી યાત્રાળુઓ ની હાજરી માં  સંપ્રદાય ની પ્રથા મુજબ કાયમી સ્મૃતિ રૂપે ચરણાવિંદ પધરાવ્યાને નિહાળીએ તસ્વીરો દ્વારા :-











વિશેષ નોંધ : શૂન્ય ડીગ્રી તાપમાન માં પણ નિયમ ધર્મ નું ચુસ્ત  પાલન કરતા બી એ પી એસ ના બન્ને સંતો એ ફક્ત બે જ વસ્ત્રો ધોતી અને ઉપરણી શિવાય અન્ય કોઈ વસ્ત્ર કે ઠંડી થી બચવા માથા ઉપર ટોપી પણ ધારણ કરી નથી. 

કોટી કોટી  વંદન અમારા પ્રમુખ સ્વામી ના પગલે પગલે ચાલનારા બી એ પી એસ ના બધાજ સંતો ને .