Tuesday, October 16, 2018

સ્વાસ્થ્ય માટે ગુણકારી જાયફળ: દર્દ અનેક ઈલાજ એક

સ્વાસ્થ્ય પર મામૂલી અસર પણ થાય તો લોકો ફટાફટ ડૉક્ટર પાસે ભાગે છે, આયુર્વેદિક, એન્ટિબાયોટિક અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટમાં પૈસા ખર્ચ કરવામાં તેઓ માને છે, પણ ઘરગથ્થુ ઇલાજ ઘણો ગુણકારી હોય છે એ આજની પેઢીને સમજાવવું થોડું અઘરું છે. જાયફળ એક એવી ઔષધિ છે જેનાથી રોજિંદા જીવનમાં આવતી અમુક તકલીફોથી હંમેશ માટે રાહત મળી શકે છે.

કોઇ વ્યક્તિને આખો દિવસ કામ કર્યા બાદ પણ ભૂખ ન લાગતી હોય તો તેણે જાયફળનો એક નાનકડો ટૂકડો દરરોજ ચૂસવો જોઇએ, જેથી તેમની ભૂખ ઉઘડશે અને વારંવાર ભૂખ લાગશે.


ૄજાયફળના ચુર્ણને મધ સાથે લેવાથી હૃદય સંબંધિત બીમારીઓ દૂર થાય છે અને હૃદય મજબૂત બને છે.


ૄ પેટમાં દુખાવાની સમસ્યા ઉદ્ભવે ત્યારે જાયફળના તેલના બે ટીપા પીવાથી પેટ સંબંધિત તમામ તકલીફોનો અંત આવે છે. 


ૄ ગળામાં સોજો આવ્યા હોય તો જાયફળ ગુણકારી નીવડે છે. જાયફળના ચુર્ણને પાણીમાં ઘોળીને દરરોજ સવારે કોગળા કરવાથી ગળાના સોજા અને દુખાવાથી રાહત મળે છે.


ૄ શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકોને વારંવાર શરદી થતી રહે છે. તેને રોકવા માટે એક ચપટી જાયફળનું ચુર્ણ દૂધમાં ભેળવીને પીવાથી શરદીની વારંવાર થતી તકલીફથી રાહત મળે છે. 


ૄ કાચા દૂધમાં જાયફળ ઘસીને તેનો લેપ ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ પર કાબૂ મેળવી શકાય છે. આ ઉપરાંત જાયફળ અને ૧૦ કાળા મરીને કાચા દૂધમાં ઘસીને લગાવવાથી પણ ચહેરાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. 


ૄ નાના બાળકોને છાતીમાં કફ જમા થાય છે ત્યારે તેમને શ્ર્વાસ લેવામાં તકલીફ થતી હોય છે અથવા ન્યૂમોનિયા જેવા લક્ષણ થતાં હોય છે ત્યારે જાયફળને પાણીમાં ઘસીને તે ગરમ કરીને બાળકોની છાતીએ લગાવવાથી કફમાં રાહત થાય છે.


ૄ વારંવાર હેડકી આવે ત્યારે તુલસીની ૧૦ પાંદડીઓની સાથે એક જાયફળનો ટુકડાને ચાવવાથી હેડકી બંધ થઇ જશે.


ૄ જાયફળમાં લીંબુનો રસ ઘસીને ચાટવાથી પેટમાંની ગેસની સમસ્યાથી છૂટકારો થાય છે.


ૄ ચોખા ધોયા બાદ જે નીકળેલું પાણી હોય તેમાં જાયફળ ઘસીને પીવાથી ઉલટી બંધ થાય છે.


ૄ ગાયના ઘીમાં જાયફળનું ચુર્ણ ભેળવીને પગના તળિયે રોજ ઘસવાથી અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે અને ખૂબ જ સારી નિદ્રા આવશે.


ૄ જાયફળના લેપને કમર પર લગાવવાથી કમરદર્દની તકલીફ દૂર થાય છે.


ૄ નાના ટાબરિયાઓને તાવ આવે ત્યારે જાયફળ પીસીને માથા, છાતી-નાક પર લગાવવાથી રાહત મળે છે.

(ઋણ સ્વીકાર : મુંબઈ સમાચાર દૈનિક)

No comments:

Post a Comment